તા. ૧૩ એપ્રિલ થી ૧૯ એપ્રિલ ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 12th April 2019 06:31 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમય સાનુકૂળ અને સફળ નીવડતાં માનસિક સ્થિતિ સારી રહેશે. મનનો ભાર હળવો થાય. ચિંતાના વાદળો દૂર વિખેરાતાં જણાશે. આર્થિક પરિસ્થિતિ સુધરશે. આવક વધે. ખર્ચની જોગવાઈ કરી શકશો. જવાબદારીઓ પાર પડે. શેર-સટ્ટાથી લાભ નથી. કોઈના વિશ્વાસે ધિરાણ કરવાથી હાનિ થાય. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે. મૂંઝવણમાંથી માર્ગ મળશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ વ્યવસ્થિત બનાવીને સારા લાભ ઊભા કરી શકશો. મૂડીરોકાણ ફાયકાકારક નીવડે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આવેશ અને ગુસ્સાને કાબૂમાં રાખજો. કોઇ મુદ્દાને સ્વમાનનો પ્રશ્ન બનાવશો તો અંતે તમારી મનોસ્થિતિ જ તંગ બનશે. તમારી યોજના મુજબના લાભ મળે નહીં. આવક અંગેનો અસંતોષ અકળાવશે. કરજ કે ચૂકવણી અંગે સહાય મેળવી શકશો. નોકરિયાતો માટે કાર્યભાર વધારે તેવો સમય. નવી જવાબદારીઓ આવશે. પ્રતિસ્પર્ધીની ખટપટના કારણે ટેન્શન જણાશે. બદલી કે બઢતીના પ્રયત્નો સફળ થશે. ધંધા-વેપારના ક્ષેત્રે પુરુષાર્થ કરવો પડે.

મિથુન (ક,છ,ઘ)ઃ પરેશાનીનો અંત આવતો જણાય. મહત્ત્વની તકો મળતાં વિકાસ થશે. મનનો આનંદ માણી શકશો. ઉત્સાહપ્રેરક પ્રસંગો બનશે. મુશ્કેલીઓ અને વિકટ પરિસ્થિતિમાંથી ઘણાં પ્રયત્નોએ માર્ગ મેળવી શકશો. અણધારી મદદથી કામ પાર પડશે. ઉઘરાણીનાં નાણાં મેળવી શકશો. ધંધાકીય યોજનાઓમાં સારી પ્રગતિ જણાશે. મકાન-મિલકત માટે ગ્રહયોગ સાનુકૂળ છે. પ્રયત્નો ફળશે. ભાડુઆત સાથેના વિવાદનો ઉકેલ લાવી શકશો. વડીલોપાર્જિત મિલકતો મેળવવા પ્રયત્નો વધારજો.

કર્ક (ડ,હ)ઃ અંગત મૂંઝવણોના કારણે મન અશાંત રહેશે. હિંમત અને આત્મવિશ્વાસ રાખશો તો પ્રગતિ સાધી શકશો. મુશ્કેલીઓને પાર પાડી શકશો. સપ્તાહમાં નાણાંભીડનો અનુભવ થાય. આવક કરતાં જાવકનું પ્રમાણ વધશે. વ્યવસ્થિત આયોજન મુશ્કેલીમાંથી ઉગારશે. નોકરીના ક્ષેત્રે કોઈ મુશ્કેલી હશે તો તે દૂર થતી જણાશે. વેપાર-ધંધા અંગેના તમારા પ્રયત્નો સફળ થશે. નવી સહાયો મેળવી શકશો. જમીન-મકાન અંગે સમય હજુ પ્રતિકૂળતા સૂચવે છે. ખોટી તકરાર કે વાદવિવાદમાં પડશો નહીં.

સિંહ (મ,ટ)ઃ કોઈને કોઈ પ્રકારે નાની-મોટી ચિંતાઓના કારણે અશાંતિ કે ઉદ્વેગના પ્રસંગો સર્જાતા જોવાશે. બેચેની અને અસ્વસ્થતાના કારણે તમે ધાર્યું કરી શકશો નહીં તેમ લાગે છે. નાણાંકીય દૃષ્ટિએ આવક કરતાં વ્યયના પ્રસંગો વધતા મૂંઝવણ અનુભવાય. નોકરિયાત માટે આ સમયના યોગો પ્રગતિકારક અને આશાજનક છે. અગત્યનાં કામકાજોને આગળ ધપાવી શકશો. વેપાર-ધંધામાં લાભ ઊભો થતો જણાશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. વિલંબથી ફળ મળવાના કારણે તણાવ પણ વધશે. નાણાંકીય જવાબદારી વધતી જણાશે. નુકસાનમાં ખર્ચનું પ્રમાણ વધતું લાગશે. નાણાંભીડના કારણે કેટલીક યોજના મુલતવી રાખવી પડશે. બાકી ઉઘરાણી મેળવવાના સઘન પ્રયાસો કરજો. નોકરિયાતોને ઉન્નતિનો માર્ગ મળતાં હજુ વાર લાગશે. ધંધાકીય કામગીરીમાં મુશ્કેલીના કારણે જવાબદારી વધતી જણાય.

તુલા (ર,ત)ઃ આપની યોજનાઓ માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાશે. માનસિક બોજો હળવો થાય. બેચેની-ઉત્પાત દૂર થાય. નાણાંકીય જવાબદારી માટે આગોતરું આયોજન જરૂરી છે. થોડીક મુશ્કેલી બાદ સફળતા સાંપડશે. નોકરિયાત માટે આ સમય વધુ પ્રોત્સાહક નીવડશે. તમારા કાર્ય અંગે પ્રશંસા મળે. વિરોધીના હાથ હેઠા પડતાં શાંતિ જણાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ વિકાસ, વૃદ્ધિ અને લાભના યોગો જણાય છે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં માનસિક પ્રસન્નતા જાળવીને આગેકૂચ કરી શકશો. ભલે વિપરીત સંજોગો આવે પણ તે દૂર થતાં નહીં લાગે. આવક-જાવકનાં પલ્લાં સમતોલ રહે તેના પર વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. ન ધારેલા ખર્ચ પણ આવી પડશે. લેણી રકમો મેળવવામાં મુશ્કેલી પડશે. લાભની આશા અહીં ફળે નહીં. નોકરી-ધંધામાં આ સમય એકંદરે સખત મહેનત માગી લેતો જણાશે. ઇચ્છાઓની પૂર્તિ માટે પુરુષાર્થ કરવો પડશે. આમ છતાં સફળતા મળવામાં વિલંબ થશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ યોજનાઓને વેગ મળે. નવરચનાઓ થાય. સારા અને મહત્ત્વના કામકાજોમાં પ્રગતિ થતાં માનસિક ઉત્પાત ઘટે. અવરોધ કે મુશ્કેલી હશે તો તમે દૂર કરી શકશો. આર્થિક મૂંઝવણનો ઉકેલ મળશે. જરૂરી નાણાંકીય વ્યવસ્થા થઈ શકશે. શેર-સટ્ટામાં લાભના યોગ નથી. નોકરિયાતોને અંગત સમસ્યાઓના ઉકેલનો માર્ગ મળશે. વિરોધીના હાથ હેઠાં પડશે. વેપાર-ધંધાની સંબંધિત યોજનામાં આગેકૂચ થાય.

મકર (ખ,જ)ઃ લાગણીઓના ઘોડાપુરમાં વધુ પડતાં તણાશો તો ઉશ્કેરાટ - વ્યથા અને તણાવ સિવાય કશું જ મળવાનું નથી. ધીરજ અને સંયમથી વર્તશો તો ઘણી સમસ્યાઓ આપોઆપ ઉકેલાતી જાય. નોકિરયાત વર્ગને નજીક લાગતો લાભ દૂર ઠેલાય. બદલી-પરિવર્તનની તક મળશે તે ઝડપી લેજો. ગુપ્ત વિરોધીઓથી સાવધ રહેવું જરૂરી છે. વેપારી વર્ગ માટે આ સમય મિશ્ર છે. ઘણા પ્રયત્નોએ કામ પાર પડતું જણાય. મકાન-મિલકત માટે આ સમય ખર્ચાળ પુરવાર થાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહમાં બનતા પ્રસંગોના કારણે તમારા મનમાં ઉત્પાત કે બેચેનીની લાગણી વર્તાશે. સહનશક્તિ વધારવાથી જ રાહત થાય. પ્રતિકૂળતાનો સામનો ધીરજપૂર્વક કરશો તો વધુ તાણ રહેશે નહીં. નોકરિયાતોને પ્રશ્નના ઉકેલ માટે સાનુકૂળ સમય છે. વેપાર-ધંધાના ક્ષેત્રે કારણ વિનાના વિવાદો જાગશે. વ્યાવસાયિક યોજનામાં કોઈ અવરોધ પેદા થશે. આવકની નવી તકો મળે. જમીન-મકાનમાં ફેરફારો કે પરિવર્તન માટે પ્રતિકૂળતા જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ મૂંઝવણોનો સાનુકૂળ ઉકેલ મેળવી શકશો. રચનાત્મક પ્રવૃત્તિઓથી આનંદ મળે. માનસિક બોજો હળવો થાય. નાણાંકીય સંજોગો સુધરશે. કેટલાક સારા લાભની તક મળતાં આવક વધારી શકશો. નોકરિયાતને પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડે. વિવાદને કુનેહથી ટાળજો. ધંધા-વેપારના ક્ષેત્રે લાભની તક ગુમાવવી ન પડે તે જોજો. સંપત્તિના પ્રશ્નો અંગે સાનુકૂળતા છે. મહત્ત્વની ખરીદી થાય. કૌટુંબિક સંપત્તિ અંગે મહત્ત્વનો નિર્ણય લઈ શકશો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter