તા. ૧૬ ડિસેમ્બર થી ૨૨ ડિસેમ્બર ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 15th December 2017 06:55 EST
 

મેષ (અ,લ,ઇ)ઃ તમે પ્રગતિના માર્ગ તરફ આગળ વધશો. તમારી ચિંતાના વાદળો દૂર થતાં જણાય. અગત્યની તકનો લાભ ઉઠાવી લેજો. માનસિક પ્રસન્નતાનો અનુભવ થાય. ઉત્સાહપ્રેરક પ્રસંગો બને. આ સમયમાં આર્થિક મૂંઝવણનો ઉપાય મેળવી શકશો. આ અંગે મદદ કે સહાયથી પરિસ્થિતિને સાચવી શકશો. નોકરિયાતોએ હાથ ધરેલી કામગીરીઓ માટે આ સમય સફળતાસૂચક છે. વ્યવસાયીઓ માટે પણ આ સમય પ્રગતિકારક જણાય છે.

વૃષભ (બ,વ,ઉ)ઃ મનની મૂંઝવણ અને હતાશા આ સમયમાં દૂર કરી શકશો. કેટલીક સાનુકૂળ પરિસ્થિતિના કારણે ઉત્સાહ વધશે. નાણાંકીય મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. જૂના લેણાં - ઉઘરાણી મેળવી શકશો. વધારાના કેટલાક ખર્ચાઓ કરવા પડશે. મૂડીરોકાણ કરવામાં સાવધ રહેજો. મકાન-સંપત્તિના કામકાજોમાં ખાસ સફળતા મળે નહીં. નોકરિયાતો માટેના ગ્રહયોગો સાનુકૂળ છે. પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. સારી તકો મળે. ધંધાકીય બાબતોમાં લાભદાયી સંજોગો સર્જાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ મનોકામના પૂર્ણ થાય તે માટે વધુ પુરુષાર્થ જરૂરી સમજજો. વિલંબના કારણે માનસિક અકળામણ વધશે. ધારી સફળતા ન મળે તો પણ નિરાશ થયા વિના પ્રયાસ ચાલુ રાખજો. નાણાંભીડમાંથી બહાર આવવાનો માર્ગ મળે. નોકરીના ક્ષેત્રે વિપરીત પરિસ્થિતમાંથી મુક્તિ મેળવી શકશો. સંજોગો સુધરશે. ઉપરીનો સહકાર મળે. ધંધાકીય પ્રશ્નો ઉકેલાશે. સંપત્તિની બાબત માટે સાનૂકુળતા જણાય. મહત્ત્વની ખરીદી થાય.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં કેટલીક વ્યક્તિઓ સાથે માનસિક સંઘર્ષના પ્રસંગો સર્જાય. છતાં તમે માનસિક અશાંતિમાંથી મુક્તિ મેળવી શકશો. તમારી કેટલીક મહત્ત્વની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહક તકો પણ મેળવી શકશો. નોકરીના ક્ષેત્રે જો કોઈ ચિંતા પેદા થઈ હશે તો તેનો ઉકેલ મળશે અને સારી રીતે હલ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિકારક તક મળે. સમસ્યાઓમાંથી પાર નીકળી શકાશે. મકાન-સંપત્તિના કામકાજ માટે મુશ્કેલીનો સામનો કરવો પડે. આ ક્ષેત્રે મનની ઈચ્છા પૂર્ણ થાય નહીં.

સિંહ (મ,ટ) સપ્તાહ દરમિયાન કૌટુંબિક કારણસર માનસિક તણાવ અથવા કોઈ અગમ્ય અનિશ્ચિતતાની લાગણી અનુભવશો. લાંબા સમયથી ઇચ્છાઓ પાર પડતી જણાય. અગમ્ય બેચેની દૂર થવા લાગે. આર્થિક બાબતો પ્રત્યે વધુ સજાગ રહેવું જરૂરી છે. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે. મૂંઝવણ - ગૂંચવણોમાંથી માર્ગ મળશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ વ્યવસ્થિત બનાવીને સારા લાભ ઊભા કરી શકશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં મહત્ત્વની તકો મળતા વિકાસ જણાશે. મનનો આનંદ માણી શકશો. ઉત્સાહપ્રેરક પ્રસંગ બને. આ સમયમાં નાણાંકીય મૂંઝવણનો ઉપાય મળશે. કોઈની મદદથી તમારી ચિંતા દૂર થશે. નોકરિયાત માટે આ સમય કોઈ મહત્ત્વની તક આપનાર છે. લાભ અટક્યો હશે તો મળશે. વિરોધીઓ ફાવશે નહીં. નવી નોકરી મેળવી શકશો. જમીન-મકાનના કામકાજો અંગેના ગ્રહયોગ સાધારણ ફળ આપનાર છે.

તુલા (ર,ત)ઃ આ સમય મહત્ત્વની યોજનાઓ તેમજ નવીન કાર્યરચનાઓ માટે સાનુકૂળતા સર્જી આપશે. આર્થિક પ્રશ્નો અને મૂંઝવણોનો ઉકેલ મળતો જણાશે. ફસાયેલા નાણાં મળે. નવી સહાયો ઊભી કરી શકશો. નોકરી અને ધંધાની બાબતો અંગે સફળતા અને સાનુકૂળતાના સંજોગો ઊભા થાય. લાભદાયી તક મળે તે ઝડલી લેજો. સંપત્તિ-મકાન-વાહન મુદ્દે તકલીફ જણાય. ધાર્યા કામ થાય નહીં. જીવનસાથી સાથે સર્જાયેલી ગેરસમજો દૂર થાય. મનમેળ સધાય.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહમાં મનોઉદ્વેગ ઉત્પન્ન કરે તેવા પ્રસંગો ઊભા થાય. પ્રગતિ આડે તકલીફો કે વિઘ્નો આવતાં ચિંતા તીવ્ર બનતી જણાય. સ્વસ્થતા કેળવવા તરફ વધુ લક્ષ આપજો. આર્થિક દૃષ્ટિએ તમારી પરિસ્થિતિ એક સાંધતા તેર તૂટે તેવી જણાય. નોકરી-ધંધાના ક્ષેત્રે આ સમય અગત્યનો નીવડે. પ્રયત્નો ફળદાયી નીવડે. અપેક્ષાઓ મુજબનો માર્ગ મેળવી શકશો. આ સમયમાં તમારી મહેનત મુજબ અપેક્ષા ફળે નહીં. મકાન- મિલકતની બાબતે કોઈ પગલાં ભરતા પહેલાં વિચાર કરજો.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયમાં કામકાજો ગૂંચવાય નહિ તેની કાળજી લેજો. ધીરજ જાળવીને સ્વસ્થતાપૂર્વક અને વ્યવસ્થિત રહીને ચાલશો તો કામકાજનો નિકાલ આવશે. ઉતાવળા અને અસ્વસ્થ રહેશો તો વધુને વધુ ગૂંચવાતા જશો. નોકરિયાતોને ઉપરી અધિકારી વર્ગનો સહકાર મળે. સહકર્મચારી વર્ગનો સાથ-સહકાર પ્રાપ્ત કરી શકશો. બદલી-બઢતી અંગેના તમારા પ્રયત્નો સફળ થાય. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિના માર્ગ ખુલ્લા થાય.

મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન ઇચ્છાઓને મનમાં દબાવી રાખવી પડશે. માનસિક ઉદ્વેગ અને ચિંતા રહે. તમારી અપેક્ષાઓને કાબુમાં રાખશો તો જરૂર રાહત અનુભવાશે. આર્થિક પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. ખર્ચને અંકુશમાં રાખવા પડે. મિત્ર યા સ્વજન દ્વારા મદદ પ્રાપ્ત કરી શકશો. નાણાંકીય દૃષ્ટિએ અટવાયેલા લાભો પ્રાપ્ત કરી શકશો. નોકરિયાતોને એકંદરે સાનુકૂળતા રહેશે. ધંધાના ક્ષેત્રે વધુ પુરુષાર્થ જરૂરી બનશે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ સાવચેતી રાખવા જેવો સમય છે. રોકાણ કરતાં પહેલા સો વાર વિચારજો. શેર-સટ્ટાથી લાભ નથી. નોકરિયાત માટે આ સમય શુભાશુભ, મિશ્ર પુરવાર થાય. કોઈ તક કે લાભ મેળવવા પુરુષાર્થ વધારવો પડે. વિરોધીઓની ખટપટનો સામનો કરવો પડશે. વેપાર-ધંધામાં વિખવાદ અને મુશ્કેલી હોવા છતાંય ધીમો વિકાસ જોવા મળશે. મકાન-સંપત્તિના પ્રશ્નો વધુ ગૂંચવાય નહીં તે જોજો. સંતાન અંગેની ચિંતા દૂર થતી જણાય. નવા પ્રવાસ-પર્યટનનું આયોજન કરી શકશો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહમાં મહત્ત્વની તકો મળતા વિકાસ થતો જણાશે. આનંદ-ઉલ્લાસ અનુભવશો. ઉત્સાહપ્રેરક પ્રસંગો બનશે. આર્થિક રીતે સાનુકૂળતા જણાય. આ અંગેના તમારા પ્રયત્નો સફળ થતાં જણાય. નાણાંકીય તંગી દૂર કરી શકશો. નોકરિયાતોને પ્રયત્નો સફળ થતાં જણાય. ઉપરી સાથેની ગેરસમજોને કુનેહપૂર્વક ઉકેલી શકશો. વિરોધીઓના પગલા પાછા પડતાં લાગે. વેપાર-ધંધામાં વિકાસનો માર્ગ મળશે. મકાન-મિલકતના ક્ષેત્રે સાનુકૂળતા જણાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter