તા. ૧૭ ઓગસ્ટ થી ૨૩ ઓગસ્ટ ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 16th August 2019 05:50 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ તમારી માનસિક તંગદિલી કે અકળામણ વધશે. અકારણ ચિંતાઓથી અંતઃકરણમાં અશાંતિનો અનુભવ થાય. નાણાંકીય જવાબદારીઓ વધતી જોવાશે. આવક કરતાં ખર્ચનાં પ્રસંગો અને લાભમાં અંતરાય જણાશે. ધીરધાર કરશો નહીં. મોટા સાહસમાં પડશો નહિ. નુકસાન - હાનિના યોગ છે. નોકરિયાતોને ઉત્સાહ વધે તેવી તક મળે. ઉન્નતિનો માર્ગ ખૂલતો જણાય. વિરોધીઓના હાથ હેઠા પડશે. વેપાર-ધંધાના ક્ષેત્રે વાતાવરણ મૂંઝવણરૂપ બનશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ પ્રયત્નોનું ફળ મેળવવા માટે તમારે ધીરજ રાખવી પડશે. તમારી ઉન્નતિનો માર્ગ ખુલ્લો થશે. ઉજ્જવળ સફળતા મળતાં તમારી પ્રગતિ થયા વિના રહેશે નહીં. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય મૂંઝવણો સૂચવે છે. ખર્ચને પહોંચી વળવા માટે તમારે વધુ વ્યવસ્થિત બનવું પડશે. નોકરિયાતને અંતરાય હશે તો દૂર થશે. તેમના ગૂંચવાયેલા પ્રશ્નો હલ થશે. બઢતી-બદલીના પ્રશ્નો હલ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સફળતા મળશે. પ્રગતિ જણાશે. મિલકત અંગેના કામકાજોમાં કોઈ વિઘ્ન નથી.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન મહત્ત્વના મિલન-મુલાકાતોથી લાભ થાય. કામકાજોમાં સફળતાઓ મળવાથી આ સમય આનંદમાં પસાર થાય. જાહેર અથવા સામાજિક ક્ષેત્રે કામ કરતી વ્યક્તિઓને યશ-માન મળશે. નોકરિયાતોને હવે બઢતીની નવી તકો મળશે. તક ચૂકતાં નહિ. ઉન્નતિનો યોગ છે તે જતો ન કરશો. કોઈ સારી નોકરી મળવાની પણ શક્યતા છે. વેપારી અને ધંધાર્થી વર્ગ માટે આ સમય લાભકારક તેમજ વિકાસકારક છે. ગૂંચવાયેલા પ્રશ્નોનો ઉકેલ મળશે. જોકે માનસિક તાણ-બોજો વર્તાશે. ગૃહજીવનની સમસ્યાઓ અને કૌટુંબિક વિખવાદોને કારણે અશાંતિ રહે.

કર્ક (ડ,હ)ઃ મનના અરમાન હવે પૂર્ણ થતાં જણાય. તમે વિકાસની નવી કેડી કંડારી શકશો અને તે માટે જોઈતી સગવડો પણ ઊભી કરી શકશો. નાણાંકીય ક્ષેત્રે હવે ધીમે ધીમે સારી પ્રગતિ થશે. પરિસ્થિતિમાં સુધારો થશે. આવકમાં વૃદ્ધિની નવી તકો મળશે. અલબત્ત, ખર્ચાઓ પણ વધશે. નોકરિયાતોને માર્ગ આડેના અવરોધો દૂર થતા જણાશે. અશાંતિ અને મુશ્કેલીભર્યા સંજોગો વિદાય લેશે. બદલીની શકયતા જણાય છે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ સફળતા મળતી જણાય. મકાન-સંપત્તિની બાબતોમાં હજુ ખાસ સાનુકૂળતા જણાતી નથી.

સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન લાગણી સંયમમાં રાખશો તો સ્વસ્થતા અને શાંતિનો અનુભવ થશે. ગેરસમજોના કારણે વ્યથા - વિષાદ અનુભવશો. નાણાંકીય પ્રશ્નોનો કોઈ સારો ઉકેલ મળશે. તમારી મૂંઝવણમાંથી માર્ગ મળશે. ધિરાણ - લોન સહાય દ્વારા આર્થિક ચિંતા દૂર થશે. ખર્ચાઓ પર સંયમ રાખવો પડશે. નોકરિયાતો માટે આ સમયના યોગો પ્રગતિકારક અને આશાજનક છે. અગત્યના કામકાજોમાં સફળતા મળશે. વિવાદો કે વિરોધોમાં સફળતા મેળવશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ પ્રગતિકારક નવરચના થાય. વિકાસની તકો મળશે તે ઝડપી લેજો. નાણાંકીય કટોકટી અથવા સમસ્યાઓમાંથી બહાર નીકળવાના પ્રયત્નો સફળ થાય. જરૂરિયાતોને પહોંચી વળવા માટે આવશ્યક નાણાંની જોગવાઈ કરી શકશો. વિશ્વાસઘાતના પ્રસંગથી ચેતવું રહ્યું. નોકરિયાતોને વિરોધીઓ કે સહકર્મચારીઓ સાથે વાદવિવાદ થાય. ઉપરી સાથે માનસિક ઘર્ષણમાં ઉતરવાનું બને. જોકે એકંદરે સાનુકૂળતા રહેશે. બદલીના સંજોગો સર્જાય. ધંધાકીય કામકાજો ઉકેલાશે. મકાન-મિલકતની પ્રગતિ માટે આ સમય પ્રતિકૂળ સમજવો.

તુલા (ર,ત)ઃ આ સમય નવીન તકો પૂરી પાડશે. તમારા પ્રયત્નો સફળ થશે. મહત્ત્વની વ્યક્તિની મુલાકાત લાભદાયક બનશે. યાત્રા-પ્રવાસમાં વિઘ્ન જણાય. નાણાંકીય બાબતો અંગે આ સમય વધુ કટોકટી સૂચવે છે. લાભ મળવામાં અંતરાય આવે. ખર્ચના પ્રસંગો વધી ન જાય તે જોવું રહ્યું. મકાન-જમીન અથવા અન્ય પ્રકારે સ્થાવર જંગમ મિલકતના કામ માટે સપ્તાહ પ્રતિકૂળ જણાય. ધાર્યું કામ વિલંબમાં પડે. નોકરિયાત વર્ગને બદલીની શક્યતા જણાય છે. અલબત્ત, જે થાય તે સારા માટે સમજવું.

વૃશ્ચિક (ન,ય)ઃ હવે મહત્ત્વના વળાંક તરફ આગળ વધતાં હો તેમ લાગશે. આયોજન કરશો તો સમયનો બરાબર ઉપયોગ કરી શકશો. આર્થિક ચિંતામાંથી બહાર નીકળી શકશો. આવકવૃદ્ધિના ઉપાયો કારગત નીવડશે. જૂની ઉઘરાણી પરત મેળવી શકશો. નોકરિયાતોને કામકાજનો તથા નવીન જવાબદારીનો બોજ વધશે. તમારા કામનો પ્રકાર પણ બદલાય. વિરોધીઓ ફાવી શકશે નહીં. ધંધા-વેપારમાં સફળતા. વિકાસ અને કાર્યસિદ્ધિનો યોગ છે. નવીન યોજનાને આગળ ધપાવી શકશો. જમીન-મકાન સહિતની મિલકતો અંગેની મુશ્કેલીઓ દૂર થાય.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ માનસિક સ્થિતિ ઉદ્વેગ અને ઉત્પાતસૂચક છે. અજંપો વધશે. લાગણીઓના આવેગોને કાબૂમાં રાખવો પડશે. નાણાંકીય દૃષ્ટિએ વાતાવરણ અને પરિસ્થિતિ સાનુકૂળ બનશે. ખર્ચાઓને માટે જરૂરી આવક ઊભી થાય. જૂના ઉઘરાણીના કે લેણી રકમોના નાણાં મળશે. અન્ય સાધનો દ્વારા આવકવૃદ્ધિ થાય. એકાદ-બે મોટા ખર્ચના પ્રસંગો આવશે. તેની જોગવાઈ વિચારી લેજો. નોકરિયાતો માટે આ સમય કેટલીક પ્રતિકૂળતાના કારણે ટેન્શન વધારશે.

મકર (ખ,જ)ઃ આ સપ્તાહમાં અકારણ અને કાલ્પનિક કારણોસર અશાંતિ રહેતી જણાશે. વિચારોના ઘોડાઓને કાબૂમાં રાખશો તો જ શાંતિ મળશે. પરિણામો વિશે વધુ લાંબી ચિંતા કરશો નહિ. અણઉકેલ્યા નાણાંકીય પ્રશ્નોનો કોઈ ઉકેલ મળશે. તમારી મૂંઝવણમાંથી માર્ગ મળશે. ધિરાણ-લોન દ્વારા આર્થિક ચિંતા દૂર કરી શકશો. નોકરિયાતોની મૂંઝવણો કે સમસ્યાઓ ઉકેલાતી જણાય. નોકરીના ક્ષેત્રે કોઈ બદલી કે પરિવર્તનની શકયતા જણાય છે. યોગ્ય પ્રયત્નો અવશ્ય ફળદાયી બનશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ હજી એક પ્રકારની અકળામણ અને અજંપાનો અનુભવ કરવો પડશે. વિલંબથી ફળ મળવાના કારણે તણાવ અનુભવાશે. આર્થિક જવાબદારીઓ વધતી જણાશે. નુકસાન કે ખર્ચનું પ્રમાણ વધશે. નાણાંભીડના કારણે કેટલીક યોજના મુલત્વી રાખવી પડશે. ઉઘરાણી પ્રત્યે વધુ ધ્યાન આપવું જરૂરી. નોકરિયાતને આ સમયમાં કેટલીક મુશ્કેલીઓ હોવા છતાંય કશું બગડવાનો ભય રાખવાની જરૂર નથી. સમસ્યાઓને ધીરજપૂર્વક ઉકેલી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે મહત્ત્વના કોલ-કરારો કરવામાં ધ્યાન રાખવું.

મીન (દ,ચ,ઝ,થ)ઃ માનસિક અશાંતિ કે તંગદિલીના પ્રસંગો ઓછા થશે. આનંદ-ઉલ્લાસના પ્રસંગો વધશે. સાનુકૂળતાનો લાભ ઉઠાવજો. આશાવાદી તકો મેળવી શકશો. મનોમૂંઝવણ દૂર થાય. નાણાંકીય દૃષ્ટિએ જે કંઈ તકલીફો જણાય છે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. ખર્ચાને માટે જરૂરી નાણાંની વ્યવસ્થા કરી શકશો. મિત્રો અને સ્વજનો મદદરૂપ બને. એકાદ-બે સારા લાભ મળશે. નોકરિયાત માટે આ સમય રાહત આપનાર, પ્રયત્નોનું સારું ફળ આપનાર છે. ઉપરી અધિકારીનો સહકાર મળશે. પ્રતિસ્પર્ધીઓ પર વિજય મળે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter