તા. ૧૮ ડિસેમ્બર ૨૦૨૧થી ૨૪ ડિસેમ્બર ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 17th December 2021 06:11 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ)ઃ આ સપ્તાહ દરમિયાન તમારા ભાગ્યના દરવાજા ખુલતાં જોવા મળશે. ગ્રહયોગોની અનુકૂળતા મુજબ તમારી કારકિર્દીને અનુકૂળ માર્ગ મળશે. નાણાકીય રીતે પરિસ્થિતિમાં સુધાર જોવા મળે. જોકે આકસ્મિક ખર્ચાઓ પણ આવી પડશે. નોકરિયાત વ્યક્તિઓને ઉપરી અધિકારી સાથેની દલીલબાજીમાં થોડું સંભાળીને રહેવું. વ્યવસાયમાં ભાગીદારો સાથેના વ્યવહારો સુધરતા જોવા મળે. નવા રોકાણો માટેની આર્થિક મદદ મેળવી શકશો. પરિવાર સાથે સમય પસાર કરી શકશો.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આપને આ સમય દરમિયાન થોડીક પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે. જોકે, નોકરી-વ્યવસાયમાં આ સપ્તાહ ખૂબ વ્યસ્ત પસાર થાય. દોડધામમાં વધારો થાય. નોકરીને કારણે એક સ્થળેથી બીજા સ્થળે અવરજવર ચાલુ રહેશે. વિદેશી કંપની સાથેના કરારો માટે આ સમય આપનો સાનુકૂળ રહેશે. નાણાકીય બાબતોમાં આપની પરિસ્થિત યથાવત્ રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં હજી થોડો મતભેદ રહે. કોર્ટ-કચેરીના અટવાયેલા કામકાજો હવે પૂરાં થતાં જોવા મળશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ તમારી મહેનતનું યોગ્ય પરિણામ મેળવવા માટેનો સમય હવે આવી રહ્યો છે. ઘણાં પ્રયત્નો બાદ હવે તમારા મહત્ત્વપૂર્ણ કામોને પૂરાં થતાં જોઈ શકશો. ધંધા-વ્યવસાયમાં તમામ ગતિવિધિઓ પર તમારે પૂરેપૂરું ધ્યાન આપવું પડશે. નોકરીમાં ઈચ્છિત સફળતા પ્રાપ્ત કરી શકો એવી તકો મળશે. આર્થિક રીતે પણ ઘણાં ફાયદા મેળવી શકાય. જોકે, સ્વાસ્થ્યની બાબતે આ સમય થોડીક વધુ કાળજી માંગી લેશે. માથાના દુઃખાવાની તકલીફમાં વધારો થાય.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહના શરૂઆતના દિવસોમાં સ્વાસ્થ્ય સંબંધી થોડીઘણી પરેશાની સહન કરવી પડે. જેના કારણે આપની મનોસ્થિતિ પણ ડગમગ થાય. જોકે, સપ્તાહના અંત ભાગ તરફ જતાં થોડી રાહત રહેશે. નોકરીના ક્ષેત્રમાં થોડીક સાવધાની રાખવી જરૂરી છે. આપના સહકર્મચારી સાથેના વ્યવહારમાં સુધારો લાવવો જરૂરી રહેશે. વ્યવસાયમાં થોડીક વધારે જવાબદારી તમારા ઉપર આવી પડે. કામનું ભારણ રહેશે. આ સપ્તાહ દરમિયાન આપના ખર્ચાઓમાં પણ વધારો જોવા મળે. નવા વાહનની ખરીદીની શક્યતાઓ પરિપૂર્ણ થતી જોવા મળે.
• સિંહ (મ,ટ)ઃ આપના પ્રયત્નો હવે ધીરે ધીરે સફળ થતાં જોવા મળશે. આનંદમાં વધારો થતો જોવા મળશે. નવી તકો ઉપલબ્ધ થતાં બમણાં જોશથી કાર્યને આગળ વધારી શકશો. આર્થિક સદ્ધરતા પણ વધતી જોવા મળશે. વ્યવસાય-ઉદ્યોગમાં આપના ફસાયેલાં નાણાં પરત મળે. નોકરીમાં બઢતી-પ્રગતિના ચાન્સિસ વધશે. પ્રવાસ-પર્યટન થકી આનંદની પળો વ્યતીત કરી શકશો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ તમારા મદદગાર સ્વભાવને કારણે નવા મિત્રો સરળતાથી બનાવી શકો છો. આ સંબંધ તમને વ્યક્તિગત તેમજ સામાજિક રીતે પણ કામ લાગી શકે છે. તમારું કાર્યસ્થળ અને ઘર વચ્ચેનું સંતુલન જાળવી રાખવામાં સફળ થશો. વ્યવસાયિક રીતે કેટલાક કઠીન નિર્ણયો લેવા પડે, પરંતુ જો મક્કમતા અને દૃઢતાથી આગળ વધશો તો અચૂક સફળ થઈ શકશો. જીવનસાથીની તબિયતને લઈને થોડીઘણી ચિંતાઓ રહેશે. વાહન ખરીદીની શક્યતાઓ રહેશે.
• તુલા (ર,ત)ઃ આ સમયમાં થોડાંઘણાં અવરોધોનો બાદ કરતાં તમારા કાર્યક્ષેત્ર પર કેટલાક નવા વૃદ્ધિકારક અવસર ઊભા થઈ શકે છે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. ઉઘરાણીના નાણાં પરત મળે. સંબંધોમાં પણ સુધારો જોવા મળે. ઉદ્યોગજગતમાં નવાં રોકાણો માટેની જોગવાઈ પૂરી કરી શકાય. અવિવાહતોને આનંદના સમાચાર મળશે. સ્વાસ્થ્યને લઈને થોડી વધુ સજાગતા જરૂરી રહેશે. ઈમિગ્રેશનના મામલે અટવાયેલા લોકોને કોઈ રાહતના સમાચાર મળે.
• વૃશ્ચિક (ન,ય)ઃ કામકાજને કારણે આ સપ્તાહ દરમિયાન થોડી દોડધામ વધતી જોવા મળશે, પણ તેના પરિણામ સુખદ હશે. નોકરી-વ્યવસાયમાં વિરોધીઓ ઉપર વિજય પ્રાપ્ત કરી શકશો. ધંધાકીય ગૂંચવણોમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો હવે ખુલતો જોવા મળશે. આર્થિક પરિસ્થિત હજી યથાવત્ રહેશે. ખર્ચાઓ ઉપર નિયંત્રણ જરૂરી રહેશે. વિદ્યાર્થીઓને થોડી હળવાશની પળો પ્રાપ્ત થઈ શકે છે. ઘર-મકાન અંગેની સમસ્યાનો ઉકેલ મેળવી શકશો.
• ધન (ભ,ફ,ધ,ઢ): કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં દિલ અને દિમાગ બંનેથી વિચારીને આગળ વધશો. ભાવાવેશમાં તણાઇને લીધેલા નિર્ણયોથી પસ્તાવાનો વારો આવી શકે છે. વ્યવસાય-ધંધામાં પ્રતિકૂળ સંજોગોમાંથી પસાર થવું પડે, પરંતુ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશો તો સાનુકૂળ પરિસ્થિતિ સર્જી શકશો. પતિ-પત્ની વચ્ચેના સંબંધોની તિરાડ વધતી જોવા મળશે. તમારી જીદને કારણે બધાને નુકસાન થઈ શકે છે. વ્યાયામ પર ધ્યાન કેન્દ્રિત કરશો.
• મકર (ખ,જ)ઃ જીવનમાં દરેક પરિસ્થિતિ તમારી ઈચ્છા મુજબની રહે એ શક્ય નથી. થોડુંક નમતું રાખીને કામ કરશો તો દરેકના પ્રિયપાત્ર બની શકશો. વ્યવસાય-ધંધામાં કોઈ યોગ્ય સલાહકારની મદદથી આગળ વધવું સલાહભર્યું છે. નોકરીના ક્ષેત્રે પરિસ્થિતિમાં અચાનક ફેરફાર આવી શકે છે, જે કદાચ તમારા માટે નુકસાનદાયક સાબિત થાય. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને થોડીઘણી ચિંતાઓ રહેશે. વિવાદોથી દૂર રહેશો તો ફાવશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આપનું આ સપ્તાહ ખૂબ વ્યસ્ત પસાર થઈ શકે છે. તમામ અધૂરાં કાર્યો પૂરા કરવાની જવાબદારી તમારા ઉપર રહેશે. બિનજરૂરી વર્કલોડ થોડી માનસિક તંગદિલી ઊભી કરી શકે છે. જોકે આર્થિક બાબતોમાં થોડીઘણી રાહત જોવા મળે. જીવનસાથી તરફથી મદદ મેળવી શકશો. કૌટુંબિક મિલકતના પ્રશ્નો હલ થાય. વ્યવસાય-ધંધામાં ભાગીદારોથી લેણું રહેશે. માંગલિક પ્રસંગોને કારણે દોડધામમાં વધારો થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહની શરૂઆત સકારાત્મક રહેશે. દરેક કાર્ય સમજદારી અને ઝડપ સાથે કરીને તમારા લક્ષ્યને પાર પાડી શકશો. આર્થિક રીતે આ સપ્તાહ આપને ફાયદાવાળું રહેશે. કરિયર સંબંધિત બાબતોમાં તમારી મહેનત હવે રંગ લાવશે. વ્યવસાય-ઉદ્યોગમાં થોડી વિપરિત પરિસ્થિતિ આવી શકે છે. મહત્વપૂર્ણ નિર્ણયો લેતાં પહેલાં કોઈ અનુભવીની સલાહ-માર્ગદર્શન આવશ્યક રહેશે. આધ્યાત્મિક ચિંતન-મનન તેમજ કોઈ સંત-મહાત્માના માર્ગદર્શનથી જીવનનો દૃષ્ટિકોણ બદલાઈ શકે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter