તા. ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૧થી ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 17th September 2021 06:27 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહ દરમિયાન નાણાકીય સમસ્યાઓમાં સુધારો જોવા મળશે. વધારાની આવક ઊભી કરવા માટે ચાલતા પ્રયત્નો સફળ થશે. નોકરિયાત વ્યક્તિને થોડીઘણી મુશ્કેલી અને માનસિક તણાવ વધતો જણાશે. પ્રગતિ-બઢતી માટે હજુ વધુ સમય રાહ જોવી પડશે. ધંધાકીય કે ઔદ્યોગિક ક્ષેત્રમાં ભાગીદારીથી થોડુંક સાચવીને આગળ વધવું. સ્વજનો સાથેની મુલાકાત જૂની યાદોને તરોતાજા કરાવશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક જુસ્સો જાળવવો જરૂરી. આવક-જાવકના પલડાં પર વધુ ધ્યાન આપવું પડશે. ખર્ચાઓને કંટ્રોલમાં રાખવાની જરૂરિયાત રહેશે. પુરુષાર્થ-પરિશ્રમ વધતો જોવા મળે. નોકરિયાતને ધારણા મુજબની આગેકૂચ મેળવવામાં હજી વિલંબ જણાય. મકાન-મિલકતનાં અધૂરાં કાર્યો પૂરાં કરી શકશો. ગૃહજીવનની પરિસ્થિતિ વધુ સાનુકૂળ બને.
• મિથુન (ક,છ,ઘ)ઃ ઘણાં-ખરાં અટવાયેલાં કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરશો તેથી ઉત્સાહ-આનંદમાં પણ વધારો થાય. આગળ વધો અને ફતેહ મેળવો. નોકરીના ક્ષેત્રમાં એકાદ-બે અવરોધક પરિસ્થિતિને બાદ કરતાં તમારા કાર્યક્ષેત્ર મુજબ બઢતી પ્રાપ્ત કરી શકશો. ધંધા-ઉદ્યોગમાં કોઈ ઉતાવળા નિર્ણય ન લેવાનું સલાહભર્યું રહેશે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યામાંથી બહાર આવી શકશો.
• કર્ક (ડ,હ)ઃ આ સમયમાં મનોસ્થિતિ થોડીક મૂંઝવણભરી રહેશે. આશા અને નિરાશા વચ્ચે મન ઝોલાં ખાતું લાગે. આર્થિક બાબતો માટે થોડાક વધુ સક્રિય થઈને પ્રયત્નો કરશો તો મુશ્કેલીઓમાંથી બહાર આવી શકશો. ઉઘરાણીના નાણાં પરત મળે. નવી નોકરીની શોધખોળ અહીં પૂરી થતી જોવા મળે, બઢતી-બદલી અંગેના પ્રયત્નો સફળ થાય. ધંધાકીય કામગીરીમાં શત્રુઓની કાળજી રાખવી. નવા મૂડીરોકાણો શક્ય બને. પ્રવાસ-પર્યટનને કારણે મન થોડુંક હળવાશ અનુભવશે.
• સિંહ (મ,ટ)ઃ ધાર્મિક પ્રવૃત્તિઓ તેમજ વ્યાયામથી ચિંતા અને દુઃખ-દર્દને વિસરી શકશો. આનંદ-ઉત્સાહ, સ્ફૂર્તિથી તમારા કામમાં વ્યસ્ત રહેશો તો દરેક સમસ્યા આપોઆપ ઉકેલાતી જોવા મળે. નોકરી-ધંધામાં તેમજ પરિવારના કોઈ પ્રશ્ને અંગત વ્યક્તિની સલાહ-સૂચનથી આગળ વધી શકશો. ઈલેક્ટ્રિક, બિલ્ડિંગ વર્ક તેમજ સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલાને તેજીનો સમય જોવા મળશે. જીવનસાથીના આરોગ્ય બાબતે થોડીક કાળજી રાખવી.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં મહત્ત્વની યોજનાઓ કે આયોજનો હાથ પર લીધા હશે તો આપ સફળતાપૂર્વક સાકાર કરી શકશો. આપના માન-સન્માનમાં વધારો થાય. નોકરીના ક્ષેત્રમાં સારી એવી પ્રોત્સાહક કામગીરી થકી પ્રશંસા મેળવી શકશો. નાણાકીય પરિસ્થિતિને વધુ મજબૂત બનવા માટેના તમારા પ્રયત્નો સફળ થાય. મકાન-સંપત્તિને લગતા કોર્ટ-કચેરીના કાર્યો હજુ વિલંબીત થાય. અકસ્માતથી સાચવવું.
• તુલા (ર,ત)ઃ હાલની પરિસ્થિતિમાં આપને અણધાર્યો ફાયદો થાય. તકનો લાભ લઈ લેજો. મોટી લાલચમાં ફસાવ નહીં એનું પણ ધ્યાન રાખજો. વ્યાવસાયિક કામગીરી માટે વધુ દોડધામ થાય. વિદેશ પ્રવાસના પણ યોગ છે. મિત્રો-સ્વજનો સાથેની મુલાકાત આપના માટે લાભદાયી પુરવાર થાય. અવિવાહિત વ્યક્તિઓને જીવનસાથીની શોધખોળ પૂરી થાય. માતા-પિતાના સ્વાસ્થ્ય બાબતે થોડી વધુ કાળજી રાખવી પડે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય પ્રવૃતિશીલ રહેશે. લાભકારક આયોજનો પાર પડશે. માનસિક ઉમંગ-ઉલ્લાસ વધશે. આર્થિક પરિસ્થિતિ હજી યથાવત્ રહેશે તેમ છતાં ખર્ચાઓને કાબૂમાં રાખવાના પ્રયત્ન કરશો તો થોડીક વધુ રાહત મેળવી શકશો. પરિસ્થિતિ મુજબ આગોતરું આયોજન કરવું અતિ આવશ્યક છે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રે પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો જણાય. નોકરીમાં સ્થાન પરિવર્તન ઈચ્છતા હશો તો શક્ય બનશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સમય અને યોગ ગમેતેટલા પ્રતિકૂળ કે વિપરિત બને, પરંતુ તમારું માનસિક બળ અને ધીરજ જાળવી રાખશો તો દરેક પરિસ્થિતિમાંથી સફળતાપૂર્વક બહાર આવી શકાશે. ધીરેલાં નાણાંમાંથી લાભ પ્રાપ્ત કરી શકશો. લોન કે દેવાંમાંથી મુક્તિ મળે તેવી જોગવાઈ કરી શકશો. વ્યાપારના ક્ષેત્રમાં આપની સૂઝબૂઝને કામે લગાડી ભાવિ નિર્ણયો લેશો તો પ્રતિસ્પર્ધી સામે વિજય પ્રાપ્ત કરી શકશો. મિલકત સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવે.
• મકર (ખ,જ)ઃ આ સમય મિશ્ર પરિણામવાળો રહેશે. સારા-નરસા અનુભવોમાંથી પસાર થવું પડે. ચિંતા-ઉપાધિમાંથી મુક્તિ મેળવવા માટે અધ્યાત્મ તેમજ મનન-ચિંતન ઉપર વધુ ધ્યાન આપવું જરૂરી છે. ધંધાકીય કાર્યોમાં ક્ષણિક લાભ લેવા માટે લાંબા ગાળાના ફાયદાને દાવ પર ન લગાવતા. નોકરીમાં થોડીઘણી ઉપર-નીચે વાળી પરિસ્થિતિનું નિર્માણ થાય જેથી જોઈજાળવીને આગળ વધશો. યાત્રા-પ્રવાસના આયોજન શક્ય બને.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય દરમિયાન ગુસ્સાને થોડો અંકુશમાં રાખજો. લાગણીઓ પર કાબૂ રાખશો તો સ્વસ્થતા તેમજ શાંતિનો અનુભવ કરી શકશો. ખોટી ગેરસમજ કે વ્યથાના પ્રસંગોથી દૂર રહેશો. નોકરિયાત વર્ગને માર્ગ આડેના અંતરાયો દૂર થાય. વ્યવસાયિક ક્ષેત્રમાં આર્થિક લાભ મેળવવાના પ્રયત્નોમાં સફળતા મેળવી શકશો. ગૃહજીવનના ખટરાગ દૂર કરી શકશો. મકાન-મિલકત સંબંધિત સમસ્યાઓમાં ધાર્યું પરિણામ મેળવી શકશો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય આર્થિક પ્રતિકૂળતા સૂચવે છે. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધારે જોવા મળે. વધુ પડતાં ખર્ચાઓને અંકુશમાં લેવાના પ્રયત્નો કરશો તો પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકશો. ધંધા-વ્યવસાયના ક્ષેત્રમાં ઉન્નતિના માર્ગને મોકળો કરવા માટે વિચારસરણીમાં થોડોક ફેરફાર લાવશો તો ફાવશો. નોકરીના કાર્યક્ષેત્રે કોઈ અગત્યના નિર્ણય લેતાં પહેલાં ઉપરી સાથે ચર્ચા-વિચારણા કરી લેશો. જીવનસાથી સાથેના સંબંધોમાં મીઠાશ વધશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter