તા. ૧૯ ઓક્ટોબર થી ૨૫ ઓક્ટોબર ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 18th October 2019 12:23 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ તમારા માર્ગ આડે કેટલાક અવરોધો છે તેને પાર કરવા તરફ મનની શક્તિને કેન્દ્રિત કરવી પડશે. ઉતાવળા સાહસથી દૂર રહેજો. અકારણ વિખવાદ કે ઘર્ષણમાં ઉતરશો તો દુઃખી થશો. આર્થિક દૃષ્ટિએ તમારી ચિંતા કે બોજો હળવો થતો જણાય. નાણાકીય ગોઠવણો થતી જણાશે. ઉઘરાણી યા લેણાના કાર્યો પાર પાડી શકશો. નોકરિયાતોને સફળતા અને પ્રગતિની તકો મળશે. મુશ્કેલીઓ હશે તો દૂર થશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય માનસિક દૃષ્ટિએ સારો રહેશે. મનનો બોજ ઉતરતો જણાશે. નવા કામકાજમાં જણાતી પ્રગતિ-ઉત્સાહવર્ધક બનશે. નાણાકીય બાબતોના ઉકેલ માટે આ સમયના ગ્રહયોગો મિશ્ર ફળ આપનાર છે. આવક કરતાં ખર્ચનું પલ્લું વિશેષ નમતું રહેવાના કારણે બચત થાય નહિ. અનાયાસ ધનલાભનો યોગ નથી. નોકરિયાતોને સમસ્યાના ઉકેલમાં સાનુકૂળતા સર્જાશે. વિરોધીઓ - હિતશત્રુ કશું બગાડી શકશે નહિ. ધંધા-વેપારના ક્ષેત્રે સફળતા - લાભના યોગ છે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહમાં માનસિક મૂંઝવણ વધે તેવા પ્રસંગો પેદા થશે. ધાર્યું કામ સારી રીતે પાર ન પડવાથી તાણ વધશે. અંગત અને સાંસારિક પ્રશ્નોથી તમારી સ્વસ્થતા અને શાંતિમાં ખલેલ પડતી જણાય. આ સમયમાં તમારી રચનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ થશે. નાણાંકીય બાબતો વધુ પ્રયત્ને સફળ થશે. લોન કરજરૂપે આવક ઊભી થાય. મિત્રોની મદદ મેળવી શકશો. જો તમે નોકરી કરતાં હો તો તમારા માટે સમય શુભ નથી.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં અનુકૂળ અને ઇચ્છિત તકો મળતા ખુશી વધે. સારા સંબંધો બંધાશે. પરિવર્તનની તકો સાંપડશે. માનસિક તંગદિલી હળવી બનશે. નાણાંકીય બાબતો તરફ ધ્યાન આપજો. વ્યવસ્થિત બનીને રહેવાથી અગવડ ઓછી થશે. એકાદ-બે ખર્ચના પ્રસંગો આવે. જૂની ઉઘરાણીથી આવક થાય. વિરોધીઓની ચિંતા કર્યા વિના આગળ વધે જાવ. કાર્ય સફળતાનો યોગ છે. બઢતી મળે અહીં. રચનાત્મક ફેરફારો થશે. વેપાર-ધંધાની ચિંતા હળવી થશે. જમીન-મકાન વિષયક કામકાજોમાં સરળતા વધશે.

સિંહ (મ,ટ)ઃ અગત્યની કામગીરીમાં સાનુકૂળ સંજોગો ઊભા થશે, જે તમને વિકાસ તરફ દોરી જાય. અણધારી તકો પ્રાપ્ત થાય. જે ભાવિ માટે લાભકારક જણાય. સ્નેહી-સ્વજનથી મિલન-મુલાકાત થાય. અશાંતિના પ્રસંગો દૂર ઠેલાય. માનસિક પ્રસન્નતા જણાય. આર્થિક જવાબદારીઓ અને અગત્યની લેવડદેવડના કામકાજો માટે સમય સાનકૂળ જણાય છે. આ અંગેની તકલીફો દૂર થાય. નવા સંબંધોથી લાભ મળે.

કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક અશાંતિ કે તાણમાંથી મુક્તિ મેળવવામાં આ સમયના ગ્રહયોગો મદદરૂપ નીવડશે. અલબત્ત, કેટલાક મુદ્દે અન્ય વ્યક્તિ સાથે માનસિક સંઘર્ષના પ્રસંગો સર્જાય. તમારી કેટલીક મહત્ત્વની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહક તકો પણ મેળવી શકશો. નોકરીના ક્ષેત્રે જો કોઈ ચિંતા પેદા થઈ હશે તો તે સારી રીતે ઉકેલાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિકારક તકો મળશે. સમસ્યાઓમાંથી પાર નીકળી શકશો.

તુલા (ર,ત)ઃ આ સમય માનસિક દૃષ્ટિએ સારું રહેશે. મન પરથી બોજો ઉતરતો જણાશે. નવા કામકાજોમાં જણાતી પ્રગતિ ઉત્સાહકારક બનશે. નાણાકીય બાબતોના ઉકેલ માટે ગ્રહયોગો મિશ્ર ફળ આપનાર છે. આવક કરતાં ખર્ચનું પલ્લું વિશેષ નમતું રહેવાના કારણે બચત થશે નહીં. અનાયાસ ધનલાભનો યોગ જણાતો નથી. નોકરિયાતોને સમસ્યાઓના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. વિરોધીઓ - હિતશત્રુઓથી નુકસાનની શક્યતા નથી. ધંધા-વેપારના ક્ષેત્રે સફળતા લાભ જણાશે.

વૃશ્ચિક (ન,ય)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બની શકશો. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નવીન પરિસ્થિતિ સાથે અનુકૂળતા સાધશો તો વધારે આનંદ માણી શકશો. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોના ઉકેલ મળશે. અણધારી સહાયથી કામકાજો નભી જશે. જરૂરી નાણાકીય વ્યવસ્થા ઊભી કરી શકશો. નોકરિયાતોની સમસ્યાઓના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. ધંધા-વેપારના ક્ષેત્રે સફળતા - લાભ જણાશે. મકાન-મિલકતના કોઈ પ્રશ્નો ગૂંચવાયેલા હશે તો તેનો ઉકેલ મળશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આપની માનસિક સ્વસ્થતા હણાય તેવી પ્રસંગો સર્જાય. પ્રતિકૂળતાથી ડગી જશો નહીં. બલ્કે પુરુષાર્થ જારી રાખજો. વ્યવસ્થિત ચાલશો તો પ્રતિકૂળ સંજોગો જ સાનુકૂળ બની જશે. નાણાકીય દૃષ્ટિએ જે કંઈ તકલીફો હશે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. ખર્ચ માટે જરૂરી મદદ મળી રહેશે. મિત્રો અને સ્વજન ઉપયોગી નીવડે. આ સમયમાં નોકરિયાતોને કોઈ સમસ્યા હશે તો ઉકેલાશે. બદલી અને બઢતીની બાબતમાં સાનુકૂળ માર્ગ નીકળશે.

મકર (ખ,જ)ઃ આ સમયમાં તમારી મનોદશા વિષાદભરી જણાશે. તમે નિર્ણયો લેવામાં ગૂંચવાશો. નિરાશા અને બેચેનીનો અનુભવ વધુ થશે. કારણ વિનાની ચિંતાઓથી વ્યથા જન્મશે. આ સમયમાં નાણાકીય પ્રવૃત્તિઓનો વિકાસ થશે. નોકરિયાતો માટે આ સમયના ગ્રહયોગો શુભ જણાય છે. પ્રતિકૂળતામાંથી માર્ગ મળે. વિરોધીઓના વિઘ્નોને પાર પાડી શકશો. વેપાર-ધંધાકીય ક્ષેત્રે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહક જણાશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ માનસિક ચિંતા યા સમસ્યા હશે તો તેનો ઉકેલ મળે. કોઈ મહત્ત્વનું કાર્ય સફળ બનતાં આનંદ જણાય. પ્રયત્નો સફળ થતાં જણાશે. નાણાકીય મુશ્કેલીનો ઉકેલ મળે. ખર્ચ અને લેણાને પહોંચી વળવા માટે મદદ ઊભી થઈ શકશે. કોઈ મોટો ખર્ચ આવી પડશે. નોકરિયાતોએ હિતશત્રુથી સાવધ રહેવું. વેપાર-ધંધાની કામગીરી માટે ગ્રહયોગો મંદ ફળ આપનાર છે. કૌટુંબિક અને ગ્રહજીવનની બાબત માટે સમય સાનુકૂળ તથા શુભ છે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ લાગણીઓના પ્રશ્ને ઉત્પાત અને ઉગ્રતા વધે. મનનાં આવેશોને કાબૂમાં રાખજો. વ્યર્થ વાદવિવાદના પ્રસંગો ઊભા ન થાય તે જોજો. જરૂરિયાતના પ્રમાણમાં તમારી આવક ઓછી રહેતાં તંગી જણાશે. કરજ-લોન દ્વારા પરિસ્થિતિ સાચવી રાખશો. તમારા માર્ગમાં આવતા વિઘ્નો કે અંતરાયો દૂર થતાં પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. ઉપરી અધિકારો સાનુકૂળ વલણ દાખવશે. ધંધામાં નવીન તકો મળશે. મકાન-મિલકતની બાબતો માટે ગ્રહો હજુ સુધારો સૂચવતાં નથી. જેમની તેમ સ્થિતિ રહે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter