તા. ૨૦ નવેમ્બરથી ૨૬ નવેમ્બર ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

Friday 19th November 2021 09:56 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ)ઃ આ સપ્તાહ આપના માટે સરેરાશ રહી શકે છે. કોઈ અંગત પરિજન અથવા મિત્રો પાસેથી ભેટસોગાદ મેળવી શકો છો અથવા નાણાંકીય સહાય પણ પ્રાપ્ત કરી શકો છો. વ્યવસાયિક વ્યક્તિઓએ તર્ક-વિતર્ક અથવા દલીલબાજીમાં ન ઉતરવાની સલાહ રહેશે. નોકરિયાત કોઈ સારા સમાચાર મેળવી શકશે. પ્રોપર્ટી સંબંધિત સોદાઓથી લાભ મેળવી શકશો. ખાણીપીણી બાબતે થોડીક વધુ કાળજી આ સમય દરમિયાન અનિવાર્ય રહેશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહ દરમિયાન આપની દુવિધા દૂર થતી જોવા મળશે. આત્મવિશ્વાસને ટકાવી રાખજો. નકારાત્મક વિચારોથી દૂર રહેશો. સંતાન દ્વારા કોઈ સારા સમાચાર મળશે. નાણાકીય કટોકટી ઓછી થતી જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં આપના સંબંધોને કારણે કામ આગળ વધતું જોવા મળે. લગ્નજીવનના કંકાસ દૂર થાય. આરોગ્ય બાબતે થોડીક વધુ સાવચેતી જાળવશો. નાના પ્રવાસનું આયોજન થઈ શકે છે.
• મિથુન (ક,છ,ઘ)ઃ ગુસ્સા પર થોડો કંટ્રોલ લાવી શકો તો તમારા અડધા કામ આપોઆપ ઊકેલી શકશો. તમારી શક્તિનો ઉપયોગ કોઈ સારા કામ માટે લગાડશો તો સફળ થઈ શકો છો. નાણાકીય મદદ મેળવી શકશો. વ્યવસાયમાં કોઈ નવી શરૂઆત થઈ શકે છે. નોકરીમાં થોડુંક ઉપર-નીચે થાય તો સંયમથી કામ લેશો. પરિવાર સાથે થોડોક વધુ સમય વિતાવવાની જરૂર છે. કૌટુંબિક વ્યક્તિ સાથે ચાલી રહેલા કોઈ વિવાદ દૂર થવાની શક્યતાઓ છે.
• કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહ દરમિયાન આપની મહેનત અને પરિશ્રમ રંગ લાવશે. આપના કાર્યક્ષેત્રની મુશ્કેલ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તમારા જ્ઞાનનો ઉપયોગ સફળ સાબિત થાય. અવરોધોમાંથી બહાર આવી શકશો. આર્થિક સ્થિતિની સમસ્યાઓ પણ હવે દૂર થતી જોઈ શકશો. કોઈ અજાણ શક્તિઓ આપને ફાયદો કરાવે. વ્યવસાયિક સંબંધોમાં પણ સુધારો થતો જોવા મળે. નોકરીમાં આપના કાર્યની નોંધ લેવાય. ઉપરી અધિકારી સાથે આત્મીયતાનું સ્તર વધારે ઊંચું લાવી શકશો.
• સિંહ (મ,ટ)ઃ તમારા લક્ષને હાંસલ કરવા માટે કોઈક સારા સલાહકારની મદદની જરૂરિયાત આવશ્યક બની રહેશે. નવી વ્યૂહરચનાઓ અથવા તમારા વિચારોને તમારા કાર્યક્ષેત્રમાં યોગ્ય માર્ગદર્શન સાથે અપનાવશો તો અચૂક સફળ થઈ શકશો. નાણાકીય રીતે થોડું વધારે સંયમથી વર્તવાની અહીં જરૂરીયાત રહેશે. નવા વ્યક્તિઓ સાથેની મુલાકાત આપના વ્યવસાયિક કાર્યોમાં સહયોગી બની રહેશે. કોર્ટ-કચેરીના વિવાદોનો ઉકેલ આવતો જોવા મળે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ કામનું ભારણ થોડી બેચેની અને થાકનો અનુભવ કરાવશે. તમારો સ્વભાવ જ તમારી પરેશાનીનું કારણ બની શકે છે. જેથી કરીને વિચારસરણીમાં થોડોક બદલાવ જરૂરી રહેશે. અટકેલાં સરકારી કામકાજો હવે ધીરે ધીરે પૂર્ણ થતાં જોવા મળે. વ્યવસાયમાં પણ નવીન પ્રોજેક્ટ્સ પર કામ આગળ વધારી શકશો. નોકરીમાં બદલાવ લાવી શકશો. આર્થિક રીતે આ સમયમાં થોડાં ઘણાં પ્રોબ્લેમ્સને બાદ કરતાં પરિસ્થિતિ સંતુલિત રહેશે. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે.
• તુલા (ર,ત)ઃ શરૂઆતમાં થોડીક પરિસ્થિતિ પડકારરૂપ સાબિત થઈ શકે છે. થોડી મૂંઝવણો વધતી જણાય, પરંતુ અંત ભાગમાં આપની કામગીરીની સરાહના થાય. કારકિર્દીમાં ઘણાંખરાં અંશે સંતોષજનક કામગીરી કરી શકો છો. આર્થિક સહાય માટે જો કોઈ અનિવાર્યતા હોય તો એ પૂરી થઈ શકે છે. નોકરીની શોધખોળ હવે પૂરી થાય. અવિવાહિત માટે યોગ્ય પાત્રની તલાશ અહીં પૂરી થતી જોવા મળે. ઘરની સમસ્યાઓનું સમાધાન મેળવી શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ કારકિર્દી તેમજ નાણાકીય રીતે આ સપ્તાહે આપના ગ્રહયોગોની રીતે ખૂબ સફળતા પ્રાપ્ત કરી શકો છો. નોકરીમાં અપગ્રેડ થઈ શકો છો. વ્યવસાય-ઉદ્યોગમાં ખૂબ સારી તક આપના હાથમાં આવી શકે છે. કૌટુંબિક સંબંધોના મતભેદો પણ દૂર થતાં જોવા મળે. કોઈ માંગલિક પ્રસંગો આપના સંબંધોમાંની તિરાડને દૂર કરે. પ્રોપર્ટીના કામકાજોનો ઉકેલ લાવી શકશો. વાહનની ખરીદી શક્ય બને.
• ધન (ભ,ફ,ધ,ઢ): આ સપ્તાહ દરમિયાન આપના જીવનમાં કેટલાંક સકારાત્મક બદલાવ જોવા મળી શકે છે. કોઈ ખાસ કાર્ય વિચારતાં હો તો એને પૂર્ણ કરી શકો છો. ધર્મ પરત્વેનો આપનો લગાવ વધતો જોવા મળે. આર્થિક મુશ્કેલીઓ થોડાઘણા અંશે દૂર થાય. વ્યવસાયિક આયોજન સફળતાપૂર્વક પાર પાડી શકશો. નોકરીમાં કોઈ મુશ્કેલીઓ હોય તેને સમજદારીપૂર્વક દૂર કરી શકશો. સ્વાસ્થ્યસંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય.
• મકર (ખ,જ)ઃ આ સમયમાં આપના ખર્ચ પર થોડોક વધુ કંટ્રોલ આવશ્યક છે, નહીં તો કોઈ મોટી નુકસાનીમાં ફસાઈ શકો છો. વ્યવસાયિક મામલે વિરોધીઓ સામે આપનો વિજય થતો જોવા મળે. જોકે, થોડી સૂઝબૂઝથી આગળ વધવાનું સલાહભર્યું રહેશે. કરિયર સંબંધિત સમસ્યાઓનો હવે ઉકેલ આવતો જોવા મળે. જોકે, થોડી બાંધછોડ તમારા તરફથી આવશ્યક બની રહેશે. પારિવારિક સમસ્યાઓમાં વધારો ન થાય તેની કાળજી તમારે જ લેવી પડે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ કાર્યક્ષેત્રની વ્યસ્તતાની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર ના પડે તેનું ખાસ ધ્યાન રાખશો. તમારા રોજિંદા કાર્યોમાં થોડાંઘણાં બદલાવની આવશ્યક્તા રહેશે. નિયમિત કસરત અને યોગ્ય આહાર ઉપર ખાસ ધ્યાન આપવું જરૂરી. આપના ફસાયેલાં નાણાં પરત મેળવી શકશો. વ્યવસાયના કારણે મુસાફરી વધવાના સંજોગો રહેશે. નોકરીમાં આપની યોગ્યતાની નોંધ લેવાય. પ્રોપર્ટી સંબંધિત મુશ્કેલીઓ હવે દૂર થતી જોવા મળશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહ વ્યસ્ત પસાર થઈ શકે છે. કામકાજને કારણે દોડધામમાં પણ વધારો જોવા મળી શકે છે. આપના કામને લઈને વગદાર વ્યક્તિ સાથે મુલાકાત શક્ય બનશે. વ્યવસાયમાં કોઈ નવા પ્રોજેક્ટ્સમાં રોકાણો માટેની નાણાકીય જોગવાઈ ઊભી કરવા માટે થોડી વધુ મહેનત કરવી પડે. વિદ્યાર્થીઓ વર્ગ કોઈ સારી ઓફર મેળવી શકશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં આપનો ભવ્ય વિજય થાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter