તા. ૨૦ માર્ચ ૨૦૨૧ થી ૨૬ માર્ચ ૨૦૨૧ સધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 19th March 2021 07:21 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઈ)ઃ આ સપ્તાહ થોડુંક સંઘર્ષજનક રહેશે. અંગત વ્યક્તિઓ સાથે વિરોધાભાસના સંજોગ સર્જાય. ખૂબ સાવચેતી રાખીને કામગીરી આગળ વધારશો. ધંધાકીય ક્ષેત્રમાં નવીન તકો ઉત્પન્ન થતી જોવા મળે. નોકરીના ક્ષેત્રમાં ઘણાં સમયથી પ્રયાસો કરતાં હોય એને સફળતાના યોગ છે. આરોગ્ય અકંદરે સારું રહેશે. નાણાંકીય દૃષ્ટિએ પણ કોઈ ખાસ મુશ્કેલી જણાતી નથી. વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સમય રહેશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય સ્વાસ્થ્ય સંબંધી બાબતોને કારણે થોડોક ચિંતાજનક રહેશે. આકસ્મિક અણબનાવોને કારણે પણ મન અશાંતિ અનુભવે. નોકરી-વ્યવસાયના કાર્યોનું ભારણ વધે. જોકે નોકરીના ક્ષેત્રમાં લાભદાયી સમય પુરવાર થાય. કાર્ય થકી પ્રગતિ અને સફળતા પ્રાપ્ત કરી શકાય. વ્યવસાયિક ક્ષેત્રમાં નવા મૂડીરોકાણો શક્ય બને. મકાન-મિલકતના પ્રશ્નોનો હલ આવે. આર્થિક લાભ થોડીક રાહતનો અનુભવ કરાવશે.
મિથુન (ક,છ,ઘ)ઃ ચિંતાના વાદળો દૂર થતા જોવા મળે, જેથી માનસિક સ્વસ્થતા તેમજ ઉત્સાહનો અનુભવ થાય. કામગીરીને લઈ સામી વ્યક્તિ આપના તરફ આકર્ષાય. ધંધા-વ્યવસાયના ક્ષેત્રમાં મોટા લાભ સાથે સાથે સ્થાનફેર પણ શક્ય બને. નોકરિયાત વર્ગને થોડીક વધુ સાવચેતી રાખવી હિતાવહ રહેશે. સંતાનોના લગ્નસંબંધી ચર્ચાઓ થાય. કોર્ટ-કચેરીના પ્રશ્નો ઉકેલાય. વિદ્યાર્થી વર્ગને ટેન્શન, ભારણ ઓછું થાય.
કર્ક (ડ,હ)ઃ થોડોક સમય આપના માટે કપરો રહેશે. કષ્ટ-હાનિ-વ્યયના પ્રસંગો બળવાન બને, પરંતુ જો વાણી-વ્યવહારને કાબૂમાં રાખશો તો થોડી રાહતવાળી પરિસ્થિતિ બનાવી શકશો. નોકરિયાત વ્યક્તિને થોડી વધુ મહેનત માટે તૈયાર રહેવા તેમજ ઉપરી અધિકારીઓ સાથેના સંબંધોને સાચવી રાખવા અહીં સૂચન છે. વ્યવસાયમાં થોડી તેજી આવે. વિરોધીઓ સામે વિજય પ્રાપ્ત થાય. પ્રવાસ-પર્યટનથી થોડી રાહત અનુભવાય.
સિંહ (મ,ટ)ઃ આ સમયમાં ધન-પ્રતિષ્ઠામાં વધારો જોવા મળે. આપનું સ્વપ્ન અહીં સાકાર થતું જોઈ શકાશે. વ્યવસાયિક ક્ષેત્રમાં સફળતાના શિખરો સર કરી શકાય. કરિયરને લગતા પ્રશ્નોનો હલ આવતો જોવા મળે. અહીં આપના સંબંધો આપના માટે લાભદાયક પુરવાર થાય. આરોગ્યની દૃષ્ટિએ પણ કોઈ ચિંતા રહેશે નહીં. મિલકતની લે-વેચમાં ફાયદો રહેશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય દરમિયાન ખોટા વાદ-વિવાદ કે ચર્ચાઓમાં ઉતરવાનું ટાળજો, નહીં તો ગેરસમજના ભોગ બનતાં મોટી નુકસાનીમાં ફસાવાનો વારો આવે. આપના ગુસ્સાને પણ નિયંત્રણમાં રાખવાનું સૂચન છે. આર્થિક ક્ષેત્રમાં થોડી રાહત રહેશે. ના નફો કે ના નુકસાનવાળો સમય છે. વ્યવસાયિક કામગીરીમાં પણ ખૂબ ધ્યાન રાખીને આગળ વધવું. અહીં ભાગીદારીમાં ન પડવું. નોકરીમાં સમય મિશ્રભાવવાળો છે. વિદ્યાર્થીઓને માટે આવનારો સમય સારો રહેશે. જોકે ખૂબ મહેનત થકી સફળતા પ્રાપ્ત કરી શકશો.
તુલા (ર,ત)ઃ આપના માટે આ સમય મધ્યમ રહેશે. થોડી નકામી ચિંતાઓને કારણે માનસિક અસ્વસ્થતા પણ અનુભવાય. આર્થિક ક્ષેત્રમાં થોડી રાહત રહેશે. ફસાયેલા નાણાં કે કોઈ આકસ્મિક લાભ મેળવી શકશો. સરકારી કામગીરી બાબતે થોડુંક વધુ સાવચેત રહીને કામ કરવાનું સૂચન છે. અહીં પ્રવાસ-પર્યટનથી થોડીક સ્વસ્થતા કેળવી શકાય. સંતાનોના કરિયર સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવતો જોવા મળે.
વૃશ્ચિક (ન,ય)ઃ આપની આસપાસનું વાતાવરણ અને નજીકના વ્યવક્તિઓની મદદને કારણે માનસિક શાંતિ અને સ્વસ્થતાનો અનુભવ કરી શકશો. આપના ઘરમાં પણ સુખ-શાંતિનો માહોલ ઉભો થાય. નાણાકીય દૃષ્ટિએ ખાસ મુશ્કેલીઓ હોય એ દૂર થાય અને લાભકારક સમય પુરવાર થાય. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી શકશો. બેંકીંગ ક્ષેત્રમાં તેજીનું વાતાવરણ ઉભું થતાં આપના વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થીઓ માટે આ સમય સારું પરિણામ લાવે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય થોડો મુશ્કેલીજનક રહેશે, તેમ છતાં આપના વિરોધીઓ પર વિજય મેળવી શકશો. થોડીક સ્વસ્થતા અને શાંતિ અનુભવશો. આર્થિક દૃષ્ટિએ થોડુંક વધુ ધ્યાન રાખીને આગળ વધવું નહીં તો નુકસાની ભોગવવાનો સમય આવી શકે છે. નોકરી-વ્યવસાયમાં તકનો લાભ લેશો તો ફાવશો. શેર-સટ્ટાથી દૂર રહેવું. કોર્ટ-કચેરીની બાબતે આપના માટે આ સમય નુકશાનીવાળો રહેશે. વિદ્યાર્થીઓને ખાસ કરિયર સંબંધી પ્રશ્નો હોય તે દૂર થાય.
મકર (ખ,જ)ઃ આ સમય મિશ્રભાવવાળો સાબિત થાય. એક તરફ આનંદ ઉલ્લાસનું વાતાવરણ રહે જ્યારે બીજી બાજુ થોડી ચિંતા-અકળામણ અનુભવાય. વાણી-વર્તનને ખૂબ સાચવીને ઉપયોગ કરશો. નહીં તો આપની પ્રતિષ્ઠામાં ડાઘ લાગવાના ચાન્સીસ છે. નોકરી-વ્યવસાયમાં પણ બઢતી-બદલીના પ્રસંગો ઉભા થઈ શકે છે. વ્યવસાયમાં આપના વડીલો તેમજ કોઈ જાણકાર વ્યક્તિની સલાહથી આગળ વધવાનું હિતાવહ રહેશે. અહીં કોર્ટ-કચેરીના કાર્યોમાં આપની તરફેણમાં ચૂકાદો આવતા થોડીક રાહતનો અનુભવ થાય.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ લાંબા સમયથી અટવાયેલવા - ગૂંચવાયેલા પ્રશ્નોનું નિરાકરણ આ સમય દરમિયાન મેળવી શકશો. જેથી ચિંતાઓ-અકળામણની સ્થિતિમાંથી બહાર આવી શકશો. અટવાયેલા - ઉઘરાણીના નાણાં પણ અહીં પરત મળતા આર્થિક બેલેન્સ તગડું બનાવી શકશો. ધંધા-વેપારમાં નવા ક્ષેત્રમાં ઝંપલાવવાની ઇચ્છા ધરાવતા હો તો સમય ઉત્તમ રહેશે. વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર આવે. કૌટુંબિક પ્રસંગો કે માંગલિક પ્રસંગો પૂર્ણ થતા જોવા મળશે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય લાભદાયી પુરવાર થાય. પ્રગતિ અને સફળતા આપના કદમ ચૂમશે, જેના કારણે સમાજમાં નામ રોશન કરી શકશો. નોકરીના ક્ષેત્રમાં બઢતી જોવા મળે. વ્યવસાયમાં નવા રોકાણો લાંબા ગાળે ફાયદા અપાવે. રાજકીય ક્ષેત્રમાં ઝંપલાવાની ઈચ્છા ધરાવનાર વ્યક્તિઓ માટે સમય બળવાન છે. કોર્ટ-કચેરીના અટવાયેલા કાર્યો અહીં પૂર્ણ થાય, આપનો વિજય થાય. ધાર્મિક સ્થળોનો પ્રવાસ મનને શાંતિ અપાવશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter