તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૧થી ૨૭ ઓગસ્ટ ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 20th August 2021 05:37 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ આ સમય દરમિયાન આશાસ્પદ સંજોગો પેદા થતાં માનસિક તથા શારીરિક શાંતિનો અનુભવ થાય. કાલ્પનિક ચિંતા દૂર થાય. રચનાત્મક પ્રવૃત્તિઓને વેગ મળતાં હળવાશ અનુભવાય. લાંબા સમયથી અટવાયેલા નાણાકીય પ્રશ્નોનો નિકાલ આવશે. આવકવૃદ્ધિના નવા સાધનો ઊભા કરી શકશો. નોકરીમાં જો જગ્યાની ફેરબદલ ઈચ્છતા હો તો આપના પ્રયત્નો અહીં સફળ થાય. ધંધા-વેપારમાં પરિસ્થિતિ હજી જેમની તેમ જ રહેશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય યેનકેન પ્રકારે વિખવાદો ઊભા કરશે, જેથી વાણી-વર્તનમાં ખૂબ ધ્યાન રાખવું. આપના કાર્યો શાંતિ અને સંયમથી કરશો તો વણનોતરી મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. લાગણીઓને કાબૂમાં રાખવી જરૂરી રહેશે. નાણાકીય પરિસ્થિતિ હજી જળવાઈ રહેશે. વ્યવસાયિક ક્ષેત્રમાં બદલાવ માટેના યોગ્ય પગલાં અહીં લેવા જરૂરી ગણાય. નોકરીમાં સફળતા હાથ લાગશે. પ્રવાસ-પર્યટનના આયોજન સફળ થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ મહત્ત્વના કામકાજો સફળતાપૂર્વક પાર પડતાં આનંદ અને ઉત્સાહ અનુભવશો. મિત્રો-સ્નેહીજનોનો સાથ-સહકાર આપના કાર્યને બમણી સફળતા અપાવે. નાણાકીય જરૂરિયાતોને પૂરી પાડવા માટેના યોગ્ય રસ્તાઓ પ્રાપ્ત કરશો. વ્યાપાર-ધંધાની સમસ્યાઓનો પણ ઉકેલ મળતો દેખાય. મકાન-મિલકતની ખરીદીની બાબતોમાં હજી સમય યોગ્ય નથી. સ્વાસ્થ્ય સંબંધિત થોડીઘણી સમસ્યાઓ રહેશે.
• કર્ક (ડ,હ)ઃ આપનો આ સમય અનેક પડકારોનો સામનો કરાવશે. તમામ પ્રયત્નો કરવા છતાં કામગીરી ધાર્યા મુજબ પરિણામો ન લાવે. જોકે નિરાશ થયા વગર તમારા પ્રયત્નો ચાલુ રાખશો તો અંતમાં જરૂર સફળતા મેળવી શકશો. આવકની દૃષ્ટિએ હજી થોડીઘણી ચિંતાઓ રહ્યા કરે. અટવાયેલા નાણાં હજી અહીં પરત ન મળતાં થોડીઘણી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. નોકરિયાત વર્ગ સમયનો સારો સાથ મેળવશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિજય પ્રાપ્ત કરી શકાય.
• સિંહ (મ,ટ)ઃ કોઈ અંગત બાબતોને કારણે મન વ્યથા તથા બેચેની અનુભવે. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે યોગ્ય વ્યક્તિની સલાહ-સૂચન જરૂરી બનશે. મનની સક્રિયતામાં વધારો થાય એવી પ્રવૃત્તિ થોડી શાંતિનો અનુભવ કરાવે. ધંધા-વ્યવસાયમાં ભાગીદારી થકી નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. નોકરીમાં આપના ઉપરી અધિકારી સાથે અણબનાવના પ્રસંગોથી સંભાળવું. આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવવાના પ્રયત્નો સફળ થાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં વિરોધીઓથી સાવધાન રહીને કામગીરી કરવી હિતાવહ રહેશે. વ્યવસાયિક હરીફાઈમાં ટકી રહેવા માટે યોગ્ય પગલાં અહીં લેવા પડે. આર્થિક રીતે આ સમય વધુ મજબૂતી પ્રાપ્ત કરવાવાળો રહેશે. વાહનની ખરીદી શક્ય બને. નવું સાહસ કરતાં પહેલાં કોઈ અનુભવી વ્યક્તિના સલાહ-સૂચનનું ખાસ ધ્યાન રાખશો. દાંપત્યજીવનમાં પડેલી તિરાડ અહીં ધીરે ધીરે નવા સંબંધોમાં પરિણમતી જોવા મળે.
• તુલા (ર,ત)ઃ આ સમયમાં મહત્વના કામકાજો માટેની ખર્ચની જોગવાઈ કરવા માટે ઘણી દોડધામ કરાવે. વ્યાપારમાં વિકાસલક્ષી યોજનાઓ થકી આપનું આયોજન આગળ વધારી શકશો. ભાગીદારીથી પણ અહીં ફાયદો થાય. સંતાનોની કરિયર બાબતે થોડીક ચિંતા રહેશે. નોકરિયાત વ્યક્તિ પોતાના કાર્ય થકી યોગ્ય સફળતા પ્રાપ્ત કરી શકશે. નાના પ્રવાસ થકી મન પ્રફુલ્લિતા અનુભવશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય દરમિયાન ચિંતાઓમાં થોડોક વધારો જોવા મળે. પરિવારના કોઈક પ્રશ્નોને કારણે મન ભારણ અનુભવે. જોકે ઈશ્વરમાં શ્રદ્ધા રાખી આપનું કાર્ય કરે રાખશો તો દરેક મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. વ્યવસાયિક કામગીરીને કારણે યાત્રા-પ્રવાસ શક્ય બને. આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટેના યોગ્ય રસ્તાઓ અહીં જોવા મળે. કોઈ જૂના મિત્રો સાથે મુલાકાત શક્ય બનશે. મકાન-મિલકતના પ્રશ્નોનું નિરાકરણ આવશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ કામકાજનો વધુ પડતો બોજ આપની માનસિક ચિંતાઓનું કારણ બને. જોકે, સૂઝબૂઝ થકી દરેક સમસ્યાઓનું સમાધાન મેળવી શકશો. આવકવૃદ્ધિના લાંબા સમયથી ચાલતા પ્રયત્નોનું અહીં સફળ પરિણામ જોવા મળે. નવી નોકરીની શોધખોળ અહીં પૂર્ણ થાય. વ્યવસાયિક ક્ષેત્રે નવા દ્વાર ખૂલતાં જોવા મળે. શેર-સટ્ટાથી બચીને રહેવું જરૂરી છે. વારસાગત મિલકતના વિવાદોનો અહીં સુખદ અંત આવે.
• મકર (ખ,જ)ઃ તમારી ચિંતાના વાદળો દૂર થતાં અહીં મનોબળ સ્વસ્થ થાય. માનસિક શાંતિનો અનુભવ થાય. વિપરિત પરિસ્થિતિમાંથી બહાર આવવાનો માર્ગ મળતાં આનંદ અનુભવાય. આવકની દૃષ્ટિએ સમયની સાનુકૂળતા સર્જાય. વેપારવૃદ્ધિના નવા આયોજન અહીં સફળતા અપાવશે. નોકરિયાત વર્ગે થોડુંક સાચવીને આગળ વધવું. મકાન-મિલકતની ખરીદી માટેના તમામ પ્રયત્નો પ્રતિકૂળ પરિસ્થિતિમાં પરિણમતાં જોવા મળશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આપની રચનાત્મક પ્રવૃત્તિઓને સફળ બનાવવા માટે સાનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત કરી શકશો. દરેક કાર્યમાં સૂઝબૂઝ અને અથાગ મહેનત થકી યશસ્વિતા પ્રાપ્ત કરી શકાય. વ્યવસાયના ક્ષેત્રમાં નવી ભાગીદારીની ઈચ્છાઓ પૂર્ણ થાય. નોકરીમાં આપના કાર્યોની પ્રશંસા થાય, જેના કારણે આત્મવિશ્વાસ વધશે. આવકની દૃષ્ટિએ કોઈ મુશ્કેલીઓ ખાસ રહેશે નહીં. જરૂરિયાત મુજબના આવકના સાધનો ઊભા કરી શકશો. માંગલિક પ્રસંગોને કારણે મન પ્રફુલ્લિત થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ કામચલાઉ લાભની આશા છોડીને લાંબા ગાળની સફળતા માટેના પ્રયત્નો કરશો તો તમારી મહેનત જરૂર રંગ લાવશે. કૌટુંબિક સમસ્યાઓનું યોગ્ય સમાધાન જરૂરી જણાય. આપની આર્થિક પરિસ્થિતિમાં સુધારો કરવા માટે આવકના નવા નવા સાધનો ઊભા કરી શકશો. વડીલોની સલાહ-સૂચનથી આગળ વધશો તો અચૂક સફળતા પ્રાપ્ત કરશો. જીવનસાથી વચ્ચેના બગડેલા સંબંધો સુધરતા જોવા મળે. પ્રવાસ થકી આનંદ મેળવી શકશો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter