તા. ૨૧ જાન્યુઆરી થી ૨૭ જાન્યુઆરી ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Tuesday 17th January 2017 09:27 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ સક્રિયતા વધશે. સર્જનાત્મક પ્રવૃત્તિથી આનંદ મળશે. મહત્ત્વના સંબંધો દ્વારા કોઈ અનુકૂળ તક મળે. માનસિક આનંદ અનુભવી શકશો. ખોટી ચિંતાઓ નિરર્થક લાગશે. લાગણીઓ કરતાં તમારા ધ્યેયને મહત્ત્વ આપજો. આર્થિક બાબતો માટે ગ્રહયોગો અનુકૂળ છે. તેથી નાણાકીય કામકાજો ઉઘરાણી અને નવા મૂડીરોકાણના કામકાજો થઈ શકશે. કોઈ સારી તક દ્વારા આવકવૃદ્ધિનો ચાન્સ છે. નોકરીના ક્ષેત્રે જો કોઈ સંઘર્ષ કે વિરોધનું વાતાવરણ સર્જાયું હશે તો તેમાંથી બહાર નીકળી શકશો.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહ અતિશય કામકાજનું દબાણ તથા વધારાના ખર્ચના પ્રસંગો સૂચવે છે. સંતાનો અંગેની સમસ્યાઓ વધશે. માનસિક રાહત જોવા મળે નહીં. પ્રતિકૂળતાઓના કારણે કામ ધાર્યા સમયમાં થાય નહીં. આ સમયના યોગો જોતાં મકાન યા જમીન અંગેની સમસ્યા જણાશે અને તેનો ધાર્યો ઉકેલ ન આવતાં અસંતોષ જણાય. ભાડાના મકાન યા સરકારી બાબત મુશ્કેલી પેદા થાય. આ સમય નોકરિયાતો માટે કોઈ નવા ફેરફારો સર્જાશે. ઉપરી સાથેના સંબંધો સાચવજો. જીવનસાથીની તબિયત બગડી હોય તો સુધરે. સામાજિક કામમાં યશ મળે. વિરોધીના કારણે તમારા માર્ગમાં વિઘ્નો જણાશે. જે દૂર કરી શકશો. ભાગીદારો સાથેના પ્રશ્નો હલ થશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય દરમિયાન મહત્ત્વની કાર્યરચનાઓ સાકાર થતી જણાશે. માનસિક ભારણ ઓછું થાય. સર્જનાત્મક કાર્યો થાય. નવી મુલાકાતો સફળતા અપાવશે. નોકરીમાં રાહત રહે. વહેપારમાં ક્રમશઃ પ્રગતિ અને ઇચ્છાઓ પૂર્ણ થાય. મકાન જમીનના પ્રશ્નો ઉકેલાય. શુભ સમાચાર મળે. ધાર્મિક પ્રસંગો ગોઠવાય. પતિ-પત્ની વચ્ચેના મતભેદ ઓછા થાય.

કર્ક (ડ,હ)ઃ માનસિક ઉગ્રતા આવેશને કાબુમાં રાખજો. કોઈને કોઈ કારણે મનનો બોજો અને તાણ વધશે. અન્ય સાથે ઘર્ષણ ન થાય તે જોવું રહ્યું. ઉતાવળે કોઈ પણ કામ હાથમાં લેશો નહીં, નહીંતર પસ્તાવાનો વારો આવશે. નોકિરયાતો માટે કાર્યભાર વધશે. વેપારી વર્ગ માટે પરિસ્થિતિ થોડી સુધરતી જણાય. મહત્ત્વના નિર્ણયો લેવા માટે તેમજ સ્થાવર મિલકતના પ્રશ્નો માટે આ સમય અનુકૂળ છે. જમીન તથા તેને લગતા લાભ મેળવવાના પ્રયત્નો સફળ થાય. સંતાનો માટે ચિંતા રહેશે.

સિંહ (મ,ટ)ઃ મૂંઝવણનો ઉકેલ આ સપ્તાહમાં મળશે. પ્રવૃત્તિમય બનીને વધુ પુરુષાર્થ કરવો પડશે. કૌટુંબિક જવાબદારીઓને લઈને માનસિક ચિંતા વધશે. નાણાકીય રીતે સંજોગો સુધરતા જણાય. મહત્ત્વની ખરીદી થાય. સંપત્તિ બાબતે કદાચ વિચારો ચકરાવે ચઢે. ભાગીદારીમાં ચિંતા અકારણ ઊભી થાય. મતભેદથી દૂર રહેવા સલાહ છે. સંતાન બાબતની ચિંતાઓમાં વધુ પડતા લાગણી વશ ન થતાં કાળજી લેવી પડશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. તમારા પ્રયત્નોનો પુરતો લાભ મળશે નહીં જેથી ટેન્શન વધશે. વેપાર-ધંધામાં ઠંડી ઘરાકીથી અશાંતિ જણાય. નોકરીમાં યથાવત્ પરિસ્થિત રહેશે. દામ્પત્યજીવનમાં સંવાદિતા રહેશે. સંતાનોની ચિંતા ઓછી થાય. ભાતૃવર્ગમાં વિખવાદ જણાય. પ્રવાસમાં કાળજી રાખવી પડે.

તુલા (ર,ત)ઃ આ સમયગાળામાં અગત્યની કામગીરીઓમાં સાનુકૂળ સંજોગો થતાં વિકાસ થાય. અણધારી તકો પ્રાપ્ત થાય, જે ભાવિ માટે લાભદાયક જણાય. સ્નેહી સ્વજનોથી મિલન-મુલાકાત થાય. અશાંતિના પ્રસંગો દૂર ઠેલાય. આર્થિક દૃષ્ટિએ આ સમયમાં તમારી આવક વધારવાના પ્રયત્નો સફળ નીવડશે. આવક-જાવકના બંને પાસા સમતોલ કરી શકવામાં સફળ નીવડશો. ઉપરાંત બાકી લેણાં પ્રાપ્ત થતાં મદદરૂપ બનશે. વેપાર-ધંધામાં સર્જાયેલી સમસ્યાઓના ઉકેલ મળે. અકારણ વિવાદનો પ્રસંગ ઉદભવે. આ સંજોગોમાં મૌન ધારણ કરવું તમારા હિતમાં છે. બીજાઓની કામગીરીમાં આ સપ્તાહે માથું નહિ મારવા સલાહ છે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહ માનસિક બેચેનીમાં વધારો કરશે. તમારા અગત્યના કાર્યોમાં અવરોધો આવશે. નોકરીમાં મુશ્કેલી રહે. ધંધામાં પૂરતી કાળજી લેવી ઘટશે. પ્રિતીપાત્રો મુખ ફેરવશે. અણધારેલી મુશ્કેલીનો સામનો કરવો પડે. નાણાકીય બાબતોમાં ભીડ રહે. અંગત પ્રશ્નો ગૂંચવાય. યાત્રા-પ્રવાસ ટાળવો. તબિયતની કાળજી રાખવી જરૂરી છે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં તમારી અંગત મૂંઝવણોના કારણે બેચેની, વિષાદ કે વ્યથાનો અનુભવ થાય. વળી મંદ ગતિએ કામ થતાં અજંપો વધશે. નિરાશા થયા વિના પ્રયત્નો જારી રાખવાથી જ સફળતા, શ્રેય પ્રાપ્ત થાય. આ સમયમાં આવકના પ્રમાણમાં જાવક તથા ખર્ચના પ્રસંગો ઉપરાંત અણધારી ચૂકવણીના કારણે નાણાંભીડ રહે. આર્થિક બાબતે ટેન્શન વધશે. આ માટે તમારે અથાગ પ્રયત્નો કરી જાવકને અંકુશમાં રાખવી પડે. મોટા કે અણધાર્યા લાભના યોગો જણાતા નથી. જમીન-મકાનની સમસ્યા હશે તો તેનો ઉકેલ મળે. આ અંગે કોઈની મદદ મળી જાય. વિવાદનું સમાધાન થઈ શકે. નોકરિયાત વર્ગ માટે આ સમય યથાવત્ સ્થિતિ સૂચવે છે. ધંધા-વેપારના ક્ષેત્રે લાભ દેખાય. ગૃહજીવનમાં એકંદરે સાનુકૂળતા રહે. જીવનસાથીનો સહકાર અને પ્રેમ વધતા જણાય. કૌટુંબિક પ્રશ્નો હલ થઈ શકે.

મકર (ખ,જ)ઃ આ સમયમાં સર્જનાત્મક કાર્યનો વિકાસ થાય. પ્રવૃત્તિમાં વધારો થાય. નવી ભાગીદારી માટેની તકો ઉત્પન્ન થાય. જોકે ભાગીદારીમાં કાળજી રાખવી. આવકના પ્રમાણમાં ખર્ચા પણ વધતાં જણાય. જોકે કાળજી રાખશો તો લાભ થઈ શકે છે. મિત્રો તથા સ્નેહીઓની હૂંફ મળે. આ સમયમાં મિલકત માટેની કોઈ પણ બાબતની ચર્ચામાં પડશો નહીં. નુકસાન જવાની શક્યતા વધારે છે. યાત્રા-પ્રવાસની ઇચ્છા સાકાર થાય. જોકે તેમાં અવરોધ આવે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સપ્તાહમાં એકંદરે આર્થિક સ્થિતિ તંગ જોવા મળે. ધારી ઉઘરાણીઓ કે આવકો ન થતાં નિરાશા વધે. સામી બાજુ ખર્ચનો પ્રવાહ પણ વધુ જણાશે. કૌટુંબિક બાબતો અંગેના ખર્ચ થાય. સ્થાવર મિલકતની સમસ્યાઓ હશે તો તેના ઉકેલનો માર્ગ મળે. મકાનની ફેરબદલી થઈ શકે. વાહન અંગે પણ તકલીફ જણાશે. નોકરિયાત વર્ગને ખાસ કોઈ મુશ્કેલી જણાતી નથી. તમારા પ્રયત્નોનું ફળ સાનુકૂળ આવે. ધંધામાં ધીમો, પણ સારો સુધારો થવાના સંજોગો છે. લગ્નજીવનમાં સામાન્ય મતભેદો બાદ કરતાં એકંદરે સુખદ સમય બને.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં અંગત પ્રશ્નો કે મૂંઝવણોનો કોઈ ઉકેલ આવશે. સાથે સાથે કોઈ સર્જનાત્મક, ધાર્મિક, માંગલિક કે સામૂહિક પ્રસંગોનો સાનુકૂળ ઉકેલ આવશે. જીવનમાં સર્જાયેલા મતભેદો દુર કરી શકશો. પ્રવાસ સફળ નીવડે. નોકરિયાતોને બદલી, સ્થળાંતરની શક્યતા છે. સાથોસાથ કેટલીક લાભદાયી નવરચનાઓ થશે. ધંધાના ક્ષેત્રે કેટલાક નવીન ગૂંચવાડાઓ કે સમસ્યાઓ ઉદભવતાં માનસિક અશાંતિ વધશે. અભ્યાસ સંતાન વગેરે અંગે સાનુકૂળતા વધશે. નાણાકીય બાબતો ગૂંચવાતી જણાશે. ધાર્યા આર્થિક કામકાજો થાય નહીં.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter