તા. ૨૧ જુલાઇ થી ૨૭ જુલાઇ ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 20th July 2018 06:21 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ આપના સર્જનાત્મક કાર્યમાં સાનુકૂળતા મળતા આનંદ-ખુશી વર્તાય. મનની ઈચ્છાઓ સાકાર થતી જણાશે. બેચેનીનો બોજ હળવો થશે. આ સમયમાં આર્થિક મૂંઝવણના ઉપાય મળશે અને કોઈ મદદથી તમારી ચિંતા દૂર થશે. લાભના પ્રયત્નો કરશો તો સફળ થશે. અવરોધોને ઓળંગી શકશો. નોકરિયાતો માટે આ સમય કોઈ મહત્ત્વની તક આપનાર છે. લાભ અટક્યો હશે તો સફળ થશે. અવરોધોને ઓળંગી શકશો. નોકરિયાતો માટે આ સમય કોઈ મહત્ત્વની તક આપનાર છે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય દરમિયાન મહત્ત્વની કાર્યરચનાઓ સાકાર થતી જણાય. માનસિક ભારણ હળવું થાય. સર્જનાત્મક કામ થઈ શકે. નિરાશાના વાદળા વિખેરાતા લાગે. આર્થિક પરિસ્થિતિને વધુ બગડતી અટકાવી શકશો તેમજ જરૂરી આવક ઊભી થાય. મહત્ત્વના પ્રશ્નો હલ કરી શકશો. નોકરિયાતો માટે સફળતા તેમજ પ્રગતિની તકો વધે. લાભદાયી તક મળે. સંજોગો સાનુકૂળ થાય. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ હવે મુશ્કેલીઓ દૂર થવાથી રાહત વધે. લાભદાયી કાર્ય પાર પડે. નોકરીમાં બદલી-બઢતીનો પ્રશ્ન હજુ ગૂંચવાયેલો જણાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ અંગત બાબતોના કારણે અજંપો-વ્યથાનો અનુભવ થાય. અકારણ બેચેની જણાશે. મનને સક્રિય રાખજો તો તમે વધુ નિરાશાથી ઉગરી શકશો. આવકવૃદ્ધિનો અવકાશ નથી. આવકનું પ્રમાણ ઘટે નહિ તે જોજો. ચૂકવણીઓ સામે ઉઘરાણી મેળવવા માટે પ્રયત્નશીલ બનશો. આ સમય નાણાંભીડ સૂચવે છે. નોકરિયાતોએ વિરોધીથી સાવ રહેવું. ઉતાવળા નિર્ણયો ન લેવા. અણઉકેલ્યા પ્રશ્નો સતાવશે. વેપાર-ધંધાના ક્ષેત્રે કેટલીક પ્રતિકૂળતાના કારણે ધાર્યા લાભ મળે નહિ. સંપત્તિ અંગેના પ્રશ્નો મૂંઝવશે.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં અંગત મૂંઝવણોનો કોઈ ઉકેલ આવશે. પરિવારમાં કોઈ ધાર્મિક, માંગલિક યા વૈવાહિક પ્રસંગોનું આયોજન થશે. ગૃહજીવનમાં સર્જાયેલા મતભેદો દૂર કરી શકશો. પ્રવાસ-બદલીની શક્યતા જણાય છે. સાથોસાથ કેટલીક લાભદાયી નવરચનાઓ થશે. સંતાન અંગે સાનકુળતા વધશે. નાણાંકીય બાબતો ગૂંચવાતી જણાશે. ધાર્યા આર્થિક આયોજનો પાર પડે નહીં. ભાડૂઆતો સાથેના વિવાદનો ઉકેલ લાવી શકશો. વડીલોપાર્જિત મિલકતો મેળવી શકશો.

સિંહ (મ,ટ)ઃ દ્વિધાઓ અને પરેશાનીનો અંત આવશે. વિધેયાત્મક માર્ગ તરફ આગળ જઈ શકશો. મહત્ત્વની તકો મળતા વિકાસ જણાશે. ઉત્સાહવર્ધક પ્રસંગો બને. નાણાંકીય મૂંઝવણોનો ઉપાય મળશે અને કોઈની મદદથી તમારી ચિંતા દૂર થશે. લાભના પ્રયત્નો કરશો તો અવશ્ય સફળતા સાંપડશે. અવરોધો પાર કરી શકશો. નોકરિયાતોનો બઢતી-પ્રગતિનો પ્રશ્ન ગૂંચવાશે. મુશ્કેલી પેદા થતી જણાશે. નવું સ્થાન મળે નહીં. વેપાર-ધંધાનાં ક્ષેત્રે તમે ધીમો વિકાસ જણાશે. જવાબદારીના કારણે ઝડપી પ્રગતિ ન થાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહમાં અનુકૂળ અને ઇચ્છિત તકો મળતા ખુશી વધે. લાભકારક સંબંધો બંધાશે. પરિવર્તનની તકો સાંપડશે. માનસિક તંગદિલી હળવી બનશે. નાણાંકીય બાબતો તરફ ધ્યાન આપજો. વ્યવસ્થિત બનીને રહેશો તો તકલીફ ઓછી થશે. એકાદ-બે ખર્ચના પ્રસંગો આવશે. જૂની ઉઘરાણી પરત મળતાં આવક થાય. એકંદરે ઠીકઠાક સારું ફળ મળે. નોકરીના ક્ષેત્રે વાતાવરણ યથાવત્ રહે. બઢતીનો માર્ગ અવરોધાશે. વાદ-વિવાદ સર્જાય. અસંતોષ અનુભવાશે. વેપાર-ધંધા ક્ષેત્રે તમારા સંજોગો હજુ સુધરતા જણાશે નહીં.

તુલા (ર,ત)ઃ આ સમયના ગ્રહયોગો દર્શાવે છે કે કાર્યબોજ અને યોજનામાં જોઈએ તેટલી પ્રગતિ ન જોવાતા અસ્વસ્થતા અને તાણ વધશે. ધીરજથી કામ ઉકેલાશે. આ સમય તમારી નાણાંકીય બાબતો પ્રત્યે વધુ તકેદારી માગી લેશે. અહીં કૌટુંબિક કારણસર ખર્ચાઓ ઉપરાંત નવા મૂડીરોકાણના કારણે માથા પરનો બોજો વધે તેવા યોગ છે. આર્થિક સ્થિતિ સંતોષકારક થવામાં વિલંબ જણાશે. ઉઘરાણી કે અન્ય પ્રકારે અટવાયેલા નાણાં પરત મળતાં થોડીઘણી રાહત વધશે. નોકરિયાતને કામકાજનો બોજ વધશે. અવરોધોનું વાતાવરણ ઉદ્વેગ કરાવશે.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન માનસિક તાણ રહેતા જણાશે. અન્ય સાથે ઘર્ષણ કે વાદ-વિવાદમાં નહીં ઉતરો તો શાંતિ જાળવી શકાય. ઉત્પાત-અજંપાની લાગણી વર્તાશે. વધુ પડતા ખર્ચને કારણે તેમજ અગત્યના મૂડીરોકાણના કારણે નાણાંકીય ખેંચનો અનુભવ થશે. ધાર્યા પ્રમાણે આવક થાય નહિ. એકાદ-બે લાભ - આવકના પ્રસંગોથી કામ પાર પડતું જણાશે. નોકરિયાતોને કેટલીક કઠિનતા હોવા છતાંય કશુંય નુકસાન થવાનો ભય રાખવાની જરૂર નથી. સમસ્યાઓને ધીરજપૂર્વક ઉકેલી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે મહત્ત્વના કોલ-કરાર મુલત્વી રાખવા હિતાવહ છે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય શુભાશુભ - મિશ્ર અનુભવ કરાવશે. તમે જેટલા સક્રિય અને સુવ્યવસ્થિત રહેશો તેટલા સફળ થશો. બેદરકારી, આળસ અને અન્યના ભરોસે રહેવાની વૃત્તિ નુકસાન કરાવશે. નવીન બાબતોનું આયોજન કરવામાં પૂરતી કાળજી રાખવી જરૂરી છે. માર્ગ આડે આવતા અવરોધો દૂર થશે. વિરોધીઓની કોઇ કારી ફાવશે નહીં. સપ્તાહ દરમિયાન ઊભા થતાં ખર્ચાઓ અંગે નાણાંકીય મૂંઝવણ જણાશે. આવક અને બચત એમ બંનેનો વ્યય થતો જણાશે.

મકર (ખ,જ)ઃ માનસિક સ્વસ્થતા જાળવવામાં ગ્રહયોગો મદદરૂપ બનશે. ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. આપનું કશું અનિષ્ટ થવાનું નથી. આ સમયમાં આવકવૃદ્ધિ થશે કે કોઈ જૂના લાભ મળતા રાહત થશે. ખર્ચાઓની જોગવાઈ ઊભી થવાની આશા રહેશે. તમારા કામ પૂરતા નાણાં મળવાના યોગ છે. શેર-સટ્ટાથી લાભ નથી. નોકરિયાતને પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વિરોધીઓથી દૂર થતાં લાગે. માર્ગ સરળ બનશે. ઉન્નતિકારક તક મળશે. ધંધાકીય યોજનામાં પ્રગતિ જણાશે. મકાનના ખરીદ-વેચાણના કામકાજમાં અવરોધો હશે તો દૂર થશે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ કારણ વિનાની પરિસ્થિતિ કે પ્રસંગોથી માનસિક ઉત્પાત કે અજંપો વર્તાશે. લાગણીઓ કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો પણ બેચેન બનાવે. આત્મવિશ્વાસ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વડે જ તમે રાહત મેળવી શકશો. તમારા વિચારો અને ધ્યેયને વળગી રહેજો. નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો થઈ શકશે. અગત્યની કામગીરી પાર પડતાં લાભ ઊભો થાય. આવક કરતાં જાવક વધતી જણાશે. તમારા સ્વજનો કે કુટુંબીજનોથી તમારી લાગણીઓને ઠેસ પહોંચે તેવા પ્રસંગો બનશે. કુનેહપૂર્વક માર્ગ કાઢવો રહ્યો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ પરિસ્થિતિ અને આસપાસનો માહોલ માનસિક તણાવ અને ઉત્પાતનો અનુભવ કરાવશે. ઉતાવળા નિર્ણયો લેતાં પહેલા સો વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવજો. તમારી આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા માટે તમારે વધુ સક્રિય બનવું પડશે. પૂર્વનિર્ધારિત કામગીરી પાર પાડવા માટે જરૂરી નાણાં મેળવવામાં મુશ્કેલ પડે. નોકરિયાતોને પ્રશ્નોના ઉકેલ આવશે. કામના સ્થળે ઉપરી અધિકારીથી સહકાર મળે. સહકર્મચારીની કારી ફાવશે નહીં.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter