તા. ૨૧ ડિસેમ્બર થી ૨૭ ડિસેમ્બર ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 20th December 2019 05:18 EST
 
 

મેષ (અ,લ,ઈ)ઃ ઘણા સમયથી તમે જે અકળામણ અને નિરાશા અનુભવો છો તે દૂર થતાં પ્રગતિનો માર્ગ ખુલશે. અહીં કોઇ અણધારી મદદ ઉપયોગી નીવડશે. આર્થિક પ્રશ્નો જેમના તેમના રહેશે. ખર્ચને કાબુમાં રાખવા પડે. આર્થિક વ્યવહારો ચલાવવા માટે કોઈની મદદ યા લોન મેળવવી જરૂરી બને. વ્યવસાયિક ક્ષેત્રે હજુ પરિસ્થિતિ બદલાય તો પણ સફળતા જણાય નહીં. વિરોધીના ષડયંત્રથી ચેતતા રહેજો. નોકરિયાત વર્ગને સફળતા મળતી જણાય. હાથમાં આવેલી તક સરી ન પડે તે જોજો. સહકર્મચારીનો સહકાર મેળવી શકશો. દામ્પત્યજીવનમાં ઉદ્વેગ - અશાંતિના પ્રસંગો નિવારી શકશો.

વૃષભ (બ,વ,ઉ)ઃ મન પરનો ભાર અને અશાંતિના ઓળા હટતા જણાશે. લાંબા સમયથી અનુભવાતી બેચેનીથી મુક્તિ મળશે. આર્થિક કામકાજો માટે સમય સાનુકૂળ પુરવાર થશે. કેટલીક વધારાની આવક ઊભી કરવાનો માર્ગ ખૂલશે. કરજ-બોજમાંથી મુક્તિ મળશે. નોકરિયાતોને હવે કેટલીક મહત્ત્વની કામગીરીમાં યશ-માન મળશે અને બઢતી માટેની તકો યા વાતાવરણ ઊભું કરી શકશો. નોકરી અંગેના પ્રયાસો વધારવા પડે. ધંધા-વેપારના ક્ષેત્રે હજુ સમય મિશ્ર સમજવો. મકાન કે સંપત્તિની પ્રાપ્તિ માટે ગ્રહયોગો શુભ બને છે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં પરિવર્તનકારી પરિસ્થિતિ જણાશે. ઉમંગ-ઉત્સાહ વધે. માનસિક સ્વસ્થતા અને સમતોલન જાળવી શકશો. મહત્ત્વના સમાચારથી આનંદ મળે. આવકનું પ્રમાણ વધારી શકશો. જરૂરિયાત અનુસાર નાણાકીય જોગવાઈ થઈ શકશે. અણધારી જાવકને પહોંચી શકશો. લોન – કરજનો યોગ પણ છે. નોકરિયાત માટે આ સમય પરિવર્તનનો છે. કેટલીક મુશ્કેલીઓને બાદ કરતા એકંદરે પ્રગતિ થશે. વેપારી વર્ગ આ સમયમાં સર્જાતી તકો ઝડપી લેશે તો લાભ છે. મકાન-મિલકત અંગે જોઈતી તકો યા સાનુકૂળતા જણાશે નહીં. તમારા અંગત અને કૌટુંબિક પ્રશ્નોના ઉકેલ માટે આ સમય લાભકારક છે.

કર્ક (ડ,હ)ઃ શાંતિ અને માનસિક સંયમ કેળવજો. લાગણી પર કોઈ પણ બાબતની અસર થવા દેશો નહિ. શક્ય તેટલા વ્યવહારિક બનજો. નાણાકીય દૃષ્ટિએ આ સમય મુશ્કેલીમાંથી બહાર લાવનાર છે. લાભ યા મદદ મળવાનો યોગ છે. કેટલાક વિશેષ ખર્ચ કરવા પડશે, જેની જોગવાઈ પણ કરી શકશો. નોકરી-ધંધામાં આ સમય સાનકૂળ છે. મહત્ત્વની મુલાકાત થશે, જે લાભદાયી બનશે. હાથ ધરેલી કામગીરીઓ માટે સફળતા અપાવે તેવો સમય છે. કેટલાક વિરોધીઓ અંતરાય નાંખવાની કોશિશ કરશે. જોકે તમે તેને નિષ્ફળ બનાવી શકશો. જીવનસાથી સાથેના મતભેદોને કુનેહપૂર્વક ઉકેલી શકશો.

સિંહ (મ,ટ)ઃ ઉમંગ-ઉત્સાહ અનુભવશો. તમારું ધ્યેય સિદ્ધ કરવાની સાનુકૂળતા વધશે. આ સમય આર્થિક પરિસ્થિત તંગ બનાવશે. આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત મોટો રહેતાં તમારે મુશ્કેલી જોવી પડે. નોકરીના ક્ષેત્રે કોઈ પ્રતિકૂળ સ્થિતિનું નિર્માણ થયું હશે તો તેમાંથી બહાર નીકળી શકશો. વેપાર-ધંધાના પ્રશ્નો અંગે સાનુકૂળતા છે. સંપત્તિના સંબંધિત કામકાજોના ઉકેલ માટે આ સમયના યોગ મદદરૂપ બનશે. વિઘ્નોને પાર કરી શકશો. વિવાદાસ્પદ પ્રસંગોમાંથી હવે રાહત મળશે. નવા કામનો પ્રારંભ કરી શકશો. યાત્રા-પ્રવાસ ટાળવા. સંતાનોના પ્રશ્નો અંગે થોડીક ચિંતા રહેશે. જીવનસાથીનો પ્રેમ-સહકાર વધતો જણાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહમાં ખોટી ચિંતાને કારણે મન અજંપિત રહે. લાગણીઓને મનમાં રાખવી પડે. નાણાકીય દૃષ્ટિએ જોઇએ તો આવક કરતાં જાવક વધતી જણાશે. આર્થિક સંકડામણ જણાશે. વિશ્વાસે ધીરેલા નાણાં મળવાની આશા રાખવી નહિ. જમીન-મકાન કે સંપત્તિને લગતા કામકાજોમાં પણ ધારી સફળતા જણાતી નથી. ખર્ચ - ચિંતા વધશે. કોર્ટ-કચેરીના આંગણે રહેલા પ્રશ્નો ઉકેલાય અને સાનુકૂળતા જોવાશે. દામ્પત્યજીવનની બાબતોમાં નજીવા મતભેદો સિવાય એકંદરે સારું રહેશે. યાત્રા-પ્રવાસમાં વિઘ્નો જણાય. નોકરી કે ધંધાના ક્ષેત્રે મુશ્કેલીમાંથી નીકળવાનો માર્ગ મળે.

તુલા (ર,ત)ઃ આ સમય મહત્ત્વના શુભ સંકેતો લાવનાર છે. કામગીરીમાં વિકાસ થતો જણાય. આર્થિક દૃષ્ટિએ આ સમય એકંદરે ઠીક ઠીક કહી શકાય. તમારા નાણાકીય પ્રશ્નો ઉકેલાતા રાહત મળશે. ખર્ચના પ્રસંગો પૂરતી નાણાંની જોગવાઈ થઈ શકે. નોકરિયાતને મુશ્કેલીના સંજોગો હશે તો તેમાંથી બહાર આવવાનો માર્ગ મળશે. ધંધા-વેપારના કામકાજોમાં લાભની આશા છે. નવું મકાન મેળવવાની ઇચ્છા હમણાં બર આવે નહીં. દામ્પત્યજીવનના પ્રશ્નો કુનેહપૂર્વક ઉકેલી શકશો. નવીન સમાચારોથી આનંદ સર્જાશે. સંતાનો બાબતે માનસિક બોજ જણાય. પ્રવાસ-પર્યટન સફળ નીવડશે.

વૃશ્ચિક (ન,ય)ઃ ધીરજ અને સ્વસ્થતા જાળવવા જરૂરી છે. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો. નાણાકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે. કૌટુંબિક કાર્યો પાછળ ખર્ચ વધશે. નોકરિયાતો માટે આ સમયના યોગો શુભ જણાય છે. પ્રતિકૂળતામાંથી માર્ગ મળે. વિરોધીના વિઘ્નોને પાર કરી શકશો. વેપાર-ધંધા અંગે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહક જણાશે. મકાન-મિલકતની લે-વેચના કામ પતાવી શકશો. કૌટુંબિક મિલકતોને લગતા વિવાદો ઉકેલાશે. તબિયત અંગે ચિંતા રહેશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ જરૂરિયાત પૂરતી આવક થશે. આર્થિક ભીંસ છતાંય તમારું કામકાજ અટકશે નહીં. ઉતાવળા સાહસથી દૂર રહેજો. બોજો-કરજ વધારશો નહીં. નોકરીના ક્ષેત્રે હજુ સંજોગો સુધરતા જણાતા નથી. યથાવત્ સ્થિત રહેશે. નોકરિયાતને પરિવર્તન માટે હજુ સમય આવ્યો નથી. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નો સફળ થશે. મકાનની લે-વેચનું કામકાજ પાર પાડી શકશો. સરકારી કામકાજ ઉકેલાશે. સ્વજન - પ્રિયજનથી મિલન-મુલાકાત થાય. અકસ્માત - બીમારીથી સાવધ રહેવું. સંતાનોના પ્રશ્નો ચિંતા કરાવી જાય. પ્રવાસ સફળ, પરંતુ ખર્ચાળ નીવડશે. મહત્ત્વના કામકાજ અંગે સાનુકૂળતા જણાય.

મકર (ખ,જ)ઃ આ સમય ઘણા અવરોધો અને વિલંબ સૂચવે છે. માનસિક ચિંતા વધતી જોવા મળે. આરોગ્ય સાચવજો. આર્થિક પ્રશ્નો ગૂંચવાતા જણાય. આવક કરતાં ખર્ચાનું પ્રમાણ વિશેષ જોવા મળે. નોકરિયાતોએ આંતરિક ખટપટોથી સાવધ રહેવું. ઉપરી વર્ગથી દલીલબાજીમાં ન ઉતરવું. સહકર્મચારી જોડે વિવાદ ટાળવો. મહત્ત્વના કામ ખોરંભે પડતા જણાય. બદલી અને બઢતી અંગે પ્રતિકૂળતા જણાશે. સરકારી પ્રશ્નોમાં ગૂંચવાડો ઊભો થાય. કોર્ટ-કચેરીના કામમાં વિલંબ-વિઘ્ન જણાય. અકસ્માત - ઈજાથી સાચવવું. સંતાનોના કામ પાર પડતા જણાય. જીવનસાથીનો પ્રેમ અને સહકાર વધે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહમાં કોઇને કોઈ પ્રકારની નાની-મોટી ચિંતાઓના કારણે અશાંતિના પ્રસંગો સર્જાતા જોવાશે. બેચેની અને અસ્વસ્થતાને કારણે ધાર્યું આયોજન પાર પડશે નહીં. નાણાકીય દૃષ્ટિએ આવક કરતાં વ્યયના પ્રસંગો વધતા મૂંઝવણ જણાશે. નોકરિયાતો માટે આ સમયના યોગો પ્રગતિકારક અને આશાજનક છે. અગત્યના કાર્યોમાં સફળતા મળે. વિવાદોમાંથી બહાર નીકળી શકશો. કૌટુંબિક ક્ષેત્રે ઘર્ષણના પ્રસંગોને કારણે લાગણી દુભાશે. લગ્ન-વિવાહ સંબંધિત ગૂંચવણોનો ઉકેલ મળે. દામ્પત્યજીવનમાં સુખ-શાંતિ ટકાવી શકશો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ મૂંઝવણોનો ઉકેલ મળશે. સ્નેહી-મિત્રોનો સહકાર અને મદદ મળશે. આવકની દૃષ્ટિએ આ સમય ઠીક ઠીક કહી શકાય. ઉઘરાણીના કામકાજો દ્વારા આવક વધે. મિલકત-ભાડા વગેરેની આવક થાય. આ સમયમાં આવનારા સામાજિક ખર્ચાઓની સગવડ ઊભી થઈ શકશે. ચિંતાનો માર્ગ મળે. વેપારી વર્ગ માટે આ સમય સફળતા અને પ્રગતિકારક છે. કેટલાક સારા ચાન્સ મળે. મિલકત સંબંધિત કામકાજો માટે સમય સાનુકૂળ અને સફળતા અપાવનારો છે. કુટુંબીજનો સાથે મતભેદ રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter