તા. ૨૧ સપ્ટેમ્બર થી ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 20th September 2019 04:35 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ માનસિક દૃષ્ટિએ આ સમય વધુ મૂંઝવણ અને અજંપાનો બોજો સૂચવે છે. ધીરજ જાળવવી જરૂરી. અકળામણ વધશે. તમે જે લાભની આશા રાખી રહ્યાં છો તે હજુ આ સમયમાં મળે તમ નથી. આવકના નવા માર્ગ મળે નહીં. શેર-સટ્ટાથી લાભ લેવા જતાં પસ્તાવું પડે. નોકરિયાતને સફળતા અને પ્રગતિની તક મળે. સંજોગો અનુકૂળ થાય. ધંધાકીય ક્ષેત્રે પણ મુશ્કેલીઓ દૂર થવાથી રાહત વધે.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન મહત્ત્વની કાર્યરચનાઓ સાકાર થતી જણાય. માનસિક ભારણ હળવું થાય. સર્જનાત્મક કામ થઈ શકે. નિરાશાનાં વાદળો વિખેરાતાં લાગે. આર્થિક પરિસ્થિતિને વધુ બગડતી અટકાવી શકશો. જરૂરી આવક ઊભી થાય. નોકરિયાત માટે સફળતા અને પ્રગતિની તકો વધે. ધંધાના ક્ષેત્રે લાભદાયી કાર્ય પાર પડે. જમીન-મકાનના કાર્ય માટે આ સમય શુભ જણાય છે. જીવનસાથી સાથે મતભેદો થાય. લગ્ન-વિવાહના પ્રશ્નો ગૂંચવાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં માનસિક તણાવ વધશે. કેટલીક વ્યક્તિઓ સાથે સંઘર્ષના પ્રસંગો સર્જાય. કેટલીક મહત્ત્વની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહક તકો સાંપડે. લાંબા સમયથી અટવાયેલા લાભ કે આવક મેળવવાના પ્રયત્નો સફળ થશે. કૌટુંબિક ખર્ચ પણ આવી પડે. નોકરિયાતને પ્રશ્નો હલ થતાં જણાય. ઉપરી વર્ગ તરફથી યશ-માન મળે. નવીન સારા સમાચાર મળશે.

કર્ક (ડ,હ)ઃ આપના કાર્યોમાં સફળતા મળતાં આનંદ - ખુશી જણાય. મનની ઇચ્છાઓ સાકાર થતી જણાય. બેચેનીનો બોજ હળવો થાય. નાણાંકીય મૂંઝવણનો ઉપાય મળશે. મિત્રોની મદદથી તમારી ચિંતા દૂર થશે. તમે જે લાભના પ્રયત્નો કરશો તો સફળ થશે. અવરોધોને પાર કરી શકશો. નોકરિયાત માટે આ સમય મહત્ત્વની તક આપનાર છે. લાભ અટક્યો હશે તો તે મળવાની આશા છે. વિરોધીઓ ફાવશે નહીં. નવી નોકરી મેળવી શકશો. ધંધા-વેપારના ક્ષેત્રે સાનુકૂળતા સર્જાતી જોવાશે.

સિંહ (મ,ટ)ઃ આ સપ્તાહમાં હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખજો. ખોટો ભય અને ચિંતા રાખશો નહીં. નિરાશા અને નકારાત્મક વિચાર છોડવા જરૂરી. આર્થિક ક્ષેત્રે તકલીફ વધશે. ખોટો ખર્ચ વધી જવાનું સંભવ છે. અટવાયેલા લાભો કે ઉઘરાણીઓ મેળવવા વિલંબ થતો જણાશે. કૌટુંબિક કારણસર ખર્ચનું પ્રમાણ વધી જશે. નોકરિયાતને કામકાજનો બોજો વધતો લાગે. ઉપરી અધિકારી વર્ગ સાથે વાદવિવાદ ટાળવા જરૂરી. વેપાર-ધંધામાં સંજોગો ધીમે ધીમે આશાજનક અને પ્રગતિકારક બનશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક દૃઢતા અને સ્વસ્થતા વધશે. મહત્ત્વકાંક્ષાની પૂર્તિ માટે જરૂરી સાનુકૂળતા જોવા મળે. માન-મરતબો વધશે. યોજનાઓમાં પ્રગતિ થતી જોઈ શકશો. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો. નાણાંકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે. કૌટુંબિક કાર્યો પાછળ ખર્ચ વધશે. નોકરિયાતોને માર્ગ આડે જણાતા અવરોધ ધીમે ધીમે દૂર થતાં જણાશે. પ્રગતિનો માર્ગ ખુલ્લો થાય. સારી ધંધાકીય તક મળે.

તુલા (ર,ત)ઃ પ્રયત્નોને સફળતા મળતી જણાશે. વિકાસની નવી તકો સાંપડશે. કાર્યદક્ષતા વધારીને તકોનો લાભ મેળવી શકશો. માનસિક તંગદિલી ઘટતી જણાશે. ઉત્સાહ-ઉમંગ વધે. પ્રગતિકારક સંજોગો સર્જાય. આવકવૃદ્ધિ સામે ચૂકવણીઓ, નુકસાન, વ્યયના કારણે તમારી પરિસ્થિતિ તંગ રહેશે. કોઈ અણધારી મદદ કે લાભની આશા ઠગારી નીવડે. નોકરીના ક્ષેત્રે કેટલીક પ્રતિકૂળતાઓ જણાશે. ધાર્યો લાભ અટકતો જણાશે. કામનો બોજો વધે. પરિવર્તન શક્ય બને.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન તમારા મન પરનો ભાર, બોજ અને અશાંતિના ઓળા યથાવત્ રહેતાં જણાશે. કામકાજો અટકેલા લાગે. એક પ્રકારની અકળામણ અને અજંપો અનુભવશો. વધુ પડતા ખર્ચના કારણે તેમજ અગત્યના મૂડીરોકાણના કારણે નાણાંકીય ખેંચનો અનુભવ થશે. ધાર્યા પ્રમાણે આવક થાય નહીં. નોકરિયાતોને ઉન્નતિનો માર્ગ અવરોધાતો જણાશે. કંઈને કંઈ વિઘ્નો આવ્યા કરે. ધીરજ - સ્વસ્થતા જાળવવા પડશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ માનસિક શાંતિ અને આનંદ અનુભવશો. પ્રગતિકારક સંજોગો નવી આશા પ્રેરશે. મૂંઝવણનો ઉકેલ મળે. અગત્યના નાણાંકીય પ્રશ્નો હલ થતાં સફળતા મળે. ઉઘરાણી - દેવાના પ્રશ્નો ઉકેલી શકશો. માર્ગમાં આવતાં વિઘ્નો કે અંતરાયો દૂર થતાં પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. વિરોધીઓ ખુલ્લાં પડતાં જણાશે. નોકરીમાં ઉપરી અધિકારી સાનુકૂળ વલણ દાખવે. ધંધા-વેપારમાં નવીન તકો મળે. મકાન-જમીનને લગતી બાબતો હાથ ધરવી જરૂરી. જીવનસાથી સાથે મતભેદ હશે તો દૂર થશે.

મકર (ખ,જ)ઃ તમારા મનની મુરાદ આ સમયમાં ફળે નહીં. કામમાં ગૂંચવાડો ઊભો થતો જણાય. આર્થિક તકલીફો વધતી જણાશે. કૌટુંબિક કારણસર અણધાર્યા ખર્ચ આવે. નોકરિયાતને ઉપરી વર્ગથી સાચવવું જરૂરી. સહકર્મચારી સાથે વાદવિવાદમાં ઊતરવું નહીં. વેપાર-ધંધાના ક્ષેત્રે નવીન તકો ભવિષ્યમાં લાભદાયી થઈ પડશે. વિરોધી પાછા પડતા જણાય. કૌટુંબિક સંપત્તિ અંગે આ સમયમાં મહત્ત્વનો નિર્ણય લઈ શકશો. જમીન-મકાનના મામલે ધાર્યું થાય નહીં. જોકે પ્રયત્નો જારી રાખજો. જીવનસાથી સાથે ઘર્ષણમાં ઉતરશો નહીં.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહમાં મન પરનો બોજો ઉતરતો જણાશે. નવા કામકાજોમાં જણાતી પ્રગતિ ઉત્સાહ વધારશે. તમારા જરૂરી ખર્ચ કે મૂડીરોકાણ અંગે જોઈતી સહાય મેળવી શકશો. કામકાજો અટકશે નહીં. ખર્ચને પહોંચી વળશો. યશ-માનમાં વધારો થાય. અટવાયેલા લાભ મેળવશો. નોકરીમાં વિકાસ અને પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. ધંધા-વેપારના ક્ષેત્રે વિઘ્નોને પાર કરી શકશો. સફળતા મેળવી શકશો. શત્રુઓ ફાવે નહીં. મકાન-મિલકતના કામકાજ માટે આવશ્યક તકો અને સાનુકૂળતા સાંપડશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયના યોગ કેટલીક સાનુકૂળ અને નવીન પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસ સૂચવે છે. માર્ગ આડેના અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી સંતોષકારક લાભ પ્રાપ્ત થાય નહિ. વધુ મહેનતે ઓછું ફળ મળે. ધારી આવક થાય નહીં. શેર-સટ્ટામાં નુકસાની જણાય. વ્યવસાયના ક્ષેત્રે કેટલીક અણધારી સમસ્યાઓ સર્જાશે. જોકે તેનો ઉકેલ પણ મળી રહેશે. નોકરિયાતો હો તો ધીરજ અને શાંતિ જાળવવા સલાહ છે. નવા પરિવર્તનો જણાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સફળતાના યોગ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter