તા. ૨૩ ડિસેમ્બર થી ૨૯ ડિસેમ્બર ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 22nd December 2017 07:36 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ અંગત બાબતો આ સમયમાં ઉકેલી શકશો. આવકવૃદ્ધિ જણાશે. ઉઘરાણી - લેણાં પરત મેળવી શકશો. નાણાંકીય તંગીમાંથી છૂટકારો મેળવી શકશો. નવીન આવક મેળવવાના પ્રયત્નો ફળશે. નોકરિયાતોને તેમના પ્રયત્નોનું ફળ મળે. અવરોધમાંથી નીકળાશે. બદલી-બઢતીના યોગ જણાય છે. વેપાર-ધંધાના વિકાસ માટે આ સમય વિકાસકારક જણાય છે. મકાન ખરીદ-વેચાણના કામમાં અવરોધ હશે તો દૂર થશે. મકાન બદલવાની ઇચ્છા હશે તો સાકાર થશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં તમારા મનની ઇચ્છા પૂર્ણ થતી જોઈ શકશો. મહત્ત્વના કામમાં આગેકૂચ કરશો. માર્ગે આડેના અંતરાયો દૂર થતાં માનસિક તાણ હળવી બનશે. આંતરિક ઉત્સાહ વધશે. અલબત્ત, લાગણીશી મુદ્દે અજંપો વર્તાય. આર્થિક બાબતો અંગે ગૂંચવાડો રહે. ધારી આવક થાય નહીં. નોકરિયાતોને કાર્યસફળતા મળતી જણાય. વિરોધીઓ ફાવી શકશે નહીં. ધંધા-વેપારના સંજોગો ઠીક ઠીક રીતે સુધરતા જોવા મળે. આ મુદ્દે સમસ્યા કે ચિંતા હજુ યથાવત્ રહે. ધાર્યો ઉકેલ આવે નહીં.

મિથુન (ક,છ,ઘ)ઃ તમારા મન પરનો ભાર અને અશાંતિના ઓળાઓ હઠતા જણાશે. લાંબા સમયથી અનુભવાતી બેચેનીથી મુક્તિ મળશે. તમારા આર્થિક કામકાજો માટે સમય સાનકૂળ પુરવાર થશે. કેટલીક વધારાની આવક ઊભી કરવાનો માર્ગ ખૂલશે. કરજ-બોજામાંથી મુક્તિ મેળવી શકશો. નોકરીમાં કાર્યસફળતાના યોગ છે. બઢતી-બદલીની ઇચ્છા ફળે. રચનાત્મક ફેરફારો થશે. વિરોધીઓની ચિંતા કરશો નહીં. વેપાર-ધંધાની ચિંતા હળવી થશે.

કર્ક (ડ,હ)ઃ પુરુષાર્થ યોગ્ય દિશામાં કરવાથી નિશ્ચિત સફળતા સાંપડશે. કાર્યશીલ રહેશો. ધીરજ ધરશો તો આર્થિક સમસ્યા ગમેતેટલી ઘેરી હશે તો પણ હલ થશે. નાણાંકીય સમસ્યા દૂર કરવા પ્રયત્ન કરશો. એકાદ-બે નવા લાભ પણ મળશે. નોકરિયાતોને માર્ગ આડેના અવરોધો ધીમે ધીમે દૂર થતાં જણાશે. પ્રગતિનો માર્ગ ખુલ્લો થાય. સારી ધંધાકીય તક મેળવી શકશો. મહત્ત્વના કોલ-કરારોથી લાભ થાય. જમીન-મિલકતના કોઈ પ્રશ્નો ગૂંચવાયેલા હશે તો તેનો ઉકેલ મળશે. સાનુકૂળતાનો લાભ લઈ લેજો.

સિંહ (મ,ટ)ઃ આ સમય નિષ્ફળતા અને અવરોધોમાંથી બહાર લાવીને સફળતા તરફ દોરી જશે. આશા, હિંમત અને ઉત્સાહનો અનુભવ થાય. આર્થિક મામલે નજીવો સુધારો જોવા મળશે. ઉતાવળા થશો નહીં. કોઈ સમસ્યા હશે તો તેનો ઉકેલ મળતો જણાય. નાણાકીય ચિંતા હળવી બને અને ખોટા ખર્ચના પ્રસંગો ટાળજો. નોકરિયાત વર્ગને મુશ્કેલીમાંથી બહાર આવવાનો માર્ગ મળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ઉન્નતિ અને વિકાસની તકો આવે. આ માટે પ્રયત્નો વધુ કરવા પડે.

કન્યા (પ,ઠ,ણ)ઃ ધાર્યું ફળ ન મળતાં નિરાશા જણાય. વળી, ગમેતેટલું કાર્ય કરો છતાં જશની આશા ફળે નહીં. કૌટુંબિક યા ગૃહજીવનની બાબતો અંગે અકારણ વિવાદ ઊભો થાય. નાણાંભીડનો ઉકેલ મળશે. આવકવૃદ્ધિ અંગેના પ્રયત્નો ફળશે. વ્યવસાયિક બાબતો અંગે સાનુકૂળતા તક આવે. ધંધા-વેપારના વિઘ્નો દૂર કરી શકશો. ચિંતા ઉકેલાય. નોકરિયાત વર્ગને કોઈ મહત્વનું કામ ખુશી આપશે.

તુલા (ર,ત)ઃ સામાજિક કાર્યોમાં સાનુકૂળતા મળતાં આનંદ-ખુશી જણાય. મનની ઇચ્છાઓ સાકાર થતી જણાશે. બેચેનીનો બોજો હળવો થાય. આર્થિક મૂંઝવણનો ઉપાય મળશે અને કોઈની મદદથી તમારી ચિંતા દૂર થાય. લાભના પ્રયત્નો કરશો તો સફળ થશો. નોકરિયાતને સાનુકૂળ પરિણામ મળતા જણાય. તેમને માર્ગ આડેના વિઘ્નો દૂર થતાં લાગે. બદલી-પરિવર્તનની તક વધતી જણાય. ધંધા-વેપારના ક્ષેત્રે હવે વિકાસ સાધી શકશો.

વૃશ્ચિક (ન,ય)ઃ મનની ઇચ્છાઓ સાકાર ન થતાં માનસિક અશાંતિ કે અજંપો અનુભવશો. તમારા માર્ગ આડેના વિઘ્નો ધારો છો તેટલા ઝડપી દૂર ન થતાં નિરાશા જણાય. તમારા ખર્ચાઓ અંગે વ્યવસ્થિત આયોજન કરવા પ્રયત્ન કરજો. આર્થિક કામકાજોમાં પ્રગતિ જણાય. નોકરિયાતને આ સમયમાં કોઈ સમસ્યા હોય તો ઉકેલાતી જણાય. બદલ-બઢતી અંગે સાનુકૂળ માર્ગ મેળવી શકશો. વેપાર-ધંધા ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળદાયી બનતા જણાય.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયમાં વેપાર-ધંધામાં કૌટુંબિક કારણસર માનસિક તાણ કે કોઈ અગમ્ય અનિશ્ચિતતાની લાગણી અનુભવાશે. લાંબા સમયની ઇચ્છાઓ પાર પડતી જણાય. અગમ્ય બેચેની દૂર થતી જણાશે. તમારે આર્થિક બાબતો પ્રત્યે વધુ સજાગ રહેવું પડશે. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે. મૂંઝવણ-ગૂંચવણોમાંથી માર્ગ મળશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ વ્યવસ્થિત બનાવીને સારા લાભ ઊભા કરી શકશો.

મકર (ખ,જ)ઃ તમારું આયોજન સાનુકૂળ તક ઊભી થતાં સફળ થતું જણાશે. ધંધાકીય બાબતના તમારા પ્રયત્નો અને કાર્યો સફળ થાય. માનસિક સુખ-શાંતિ મેળવી શકશો. સ્નેહીજનો-મિત્રો ઉપયોગી થાય. અગત્યની ઓળખાણ કામ લાગશે. આર્થિક દૃષ્ટિએ મહત્ત્વના લાભ મળશે. નાણાંકીય મૂંઝવણનો ઉકેલ આવશે. મકાનની લે-વેચના કામકાજો અંગે સાનુકૂળતા લાભ મેળવી શકશો. નોકરીના સંજોગો યથાવત્ રહે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આર્થિક સમસ્યાઓથી માનસિક તાણ રહેશે. આ સપ્તાહમાં આવકના પ્રમાણમાં ખર્ચ કે નુકસાનના પ્રસંગો વધશે. સંતાનોની તબિયત બગડે નહીં તે જોવું રહ્યું. અભ્યાસમાં વિદ્યાર્થીઓને મધ્યમ ફળ મળે. નોકરિયાતે ઉપરી વર્ગથી સાવચેત રહેવું જરૂરી છે. પ્રતિસ્પર્ધીઓની કારી ફાવશે નહીં. મકાન-જમીનના કામકાજમાં ધારી સફળતા મળે નહીં. કોઈના વિશ્વાસે કામ કરવા નહીં.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આગામી સમય માટે યોજના વિચારવાનો યોગ્ય સમય છે. આ પ્રમાણે આર્થિક નવરચના કરવી પડશે. ખોટા ખર્ચ ન વધે તે જોજો. ગૃહજીવનમાં વધુને વધુ સંતાપ, ઘર્ષણ અને ઝઘડાઓ ઉદભવે નહીં તે જોજો. સંતાનોનો પણ સાથ મળે. જોઈએ તેટલી સરળતા આ સમયમાં જણાશે નહીં. વિદ્યાર્થીઓને સાનુકૂળતા જણાશે. તમારી મહેનત લેખે લાગતી જણાશે. ધાર્યું ફળ મળતું જણાશે. નોકરિયાતને આ સમયમાં અસંતોષ જણાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter