તા. ૨૩ માર્ચ થી ૨૯ માર્ચ ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 22nd March 2019 07:59 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમય ઘણો પ્રવૃત્તિશીલ અને ઉદ્યમી રહેશે. વધારાના કામકાજની જવાબદારીઓના કારણે માનસિક તાણ વધશે. યોગ્ય પ્રશંસા ન મળતા નિરાશા કે ઉદ્વેગ વર્તાશે. આર્થિક દૃષ્ટિએ આ સમય એકંદરે સુધારજનક અને વધુ સાનુકૂળ જણાય છે. આવકવૃદ્ધિનો માર્ગ ખુલ્લો થશે. હાથ પરના આયોજન માટે આર્થિક વ્યવસ્થા કરવામાં સફળ થશો. નોકરિયાતો માટે આ સમય એકંદરે પ્રગતિકારક જણાય છે. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો. માર્ગમાં અવરોધ સર્જાતા લોકો ફાવશે નહીં.

વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક તંગદિલી કે અકળામણ વધશે. અકારણ ચિંતાઓથી અંતઃકરણમાં અશાંતિનો અનુભવ થાય. બાહ્ય પરિસ્થિતિને મન પર બોજ ન વધારવા દેશો. સતત સક્રિયતા જ અજંપિત સ્થિતિમાંથી મુક્તિ આપશે. નાણાંકીય જવાબદારી વધતી જોવાશે. આવક કરતાં ખર્ચનાં પ્રસંગો અને લાભમાં અંતરાય જણાશે. અન્યને ધીરધાર કરશો નહિ. મોટા સાહસમાં પડશો નહીં. નુકસાન - હાનિ યોગ છે. નોકરિયાતોને ઉત્સાહ વધે તેવી તક મળે. ઉન્નતિનો માર્ગ ખુલતો જણાય.

મિથુન (ક,છ,ઘ)ઃ માનસિક પરિસ્થિતિ માટે આ સમયના ગ્રહયોગો ઉદ્વેગ તથા ઉત્પાત સૂચવે છે. અજંપો વધે. લાગણીના આવેશને કાબૂમાં રાખવા પડશે. સ્નેહીજનો સાથે ઘર્ષણમાં ન ઊતરી પડાય તે જોજો. સ્વસ્થતા અને ધીરજ જાળવવા મુશ્કેલ જણાશે. આ સમય દરમિયાન નાણાંકીય દૃષ્ટિએ વાતાવરણ અને પરિસ્થિતિ સાનુકૂળ બનશે. ખર્ચાઓને માટે જરૂરી આવક ઊભી કરી શકશો. જૂની ઉઘરાણીના કે લેણી રકમો નાણાં મળશે. અન્ય સાધનો દ્વારા આવકવૃદ્ધિ થાય.

કર્ક (ડ,હ)ઃ તમારા આયોજનો, પ્રયત્નો ધીમે ધીમે સફળ બને. સમય લાભકર્તા બનતા આશા-ઉમંગ વધશે. સારી તકો આવી મળશે. તેનો ઉપયોગ કરી લેજો. મનનો બોજ હળવો થવાની પ્રક્રિયા શરૂ થઈ શકે. નાણાંકીય પરિસ્થિતને તમે સમતોલ કરી શકશો. નોકરીના ક્ષેત્રે જો કોઈ ચિંતા પેદા થઈ હશે તો તેનો ઉકેલ મળશે અને તે સારી રીતે હલ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિકારક તકો સાંપડશે. સમસ્યામાંથી પાર ઉતરી શકશો. જમીન-મકાનની સમસ્યાઓ, મૂંઝવણો અને તેને લગતા ખર્ચ વધશે. ધાર્યા અનુસાર કામ પાર નહીં પડે.

સિંહ (મ,ટ)ઃ અંગત સમસ્યાઓના કારણે માનસિક બેચેની-વ્યથામાં વધારો થાય. ખર્ચાઓ વધતાં પરિસ્થિતિ તંગ બની જશે. ધાર્યા લાભો કે આવક મળવામાં હજુ અંતરાય જણાય છે. નોકરિયાતોને સ્થળાંતર કે બદલીની શકયતા વિશેષ જણાય છે. બઢતીનો માર્ગ હજુ અવરોધાયેલો જણાશે. સારી નોકરીની તલાશમાં હશો તો તમારા પ્રયત્નો સફળ નીવડશે. જમીન-મકાનની ખરીદીનો વિચાર હશે તો અમલમાં મૂકી શકશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ સર્જનાત્મક આયોજન પાર પડશે. અણધારી આવક પણ મેળવી શકશો. નોકરીમાં પ્રતિકૂળ સંજોગોમાં સુધારો થતાં રાહત મળશે. લાંબા સમયથી અણઉકેલ્યા પ્રશ્નોનો નિવેડો આવશે. વેપાર-ધંધાના કામકાજો અંગે ગ્રહમાન સાનુકૂળ છે. કોઈ અગત્યનો નિર્ણય લઈ શકશો. નવા જમાન-મકાન અંગે હજી પ્રતિકૂળતા રહે. ગૃહજીવનના મતભેદો નિવારવા જરૂરી. પ્રિયજનથી મિલન-મુલાકાત થાય. આરોગ્ય જળવાય. સંતાનો સંબંધિત સમસ્યા હશે તો ઉકેલાશે. શત્રુથી સાવધ રહેવું જરૂરી છે.

તુલા (ર,ત)ઃ માનસિક સ્વસ્થતા અને શાંતિ ડહોળાય તેવા સંજોગો જણાશે. પુરુષાર્થ અને આત્મવિશ્વાસ વધારજો. નિરાશાજનક વિચારો છોડજો. આ સમય દરમિયાન ખર્ચના પ્રસંગો વધશે. નુકસાન, કરજ કે લોન દ્વારા આર્થિક બોજો વધશે. નાણાંભીડના કારણે ધારી યોજના અટકશે. નોકિરયાતોને માર્ગમાં અવરોધો જણાશે. નોકરિયાતોને સમસ્યાઓ હજી યથાવત્ રહેતી જણાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ધીમો વિકાસ જણાશે. ઉતાવળા જોખમ કરવાનું ટાળજો. વારસાગત મિલકતો સંબંધિત વિવાદો ઉકેલી શકશો.

વૃશ્ચિક (ન,ય)ઃ હજુ તમારા માર્ગ આડે કેટલાક અવરોધો છે. તેને પાર કરવા તરફ મનની શક્તિને કેન્દ્રિત કરવી પડશે. ઉતાવળા સાહસથી દૂર રહેજો. કોઈની સાથે કારણ વિનાના વિખવાદ કે ઘર્ષણમાં ન ઊતરશો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય સાનુકૂળ હોવાથી જરૂરિયાતો અને ખર્ચાઓ માટેની આર્થિક વ્યવસ્થા ઊભી કરી શકશો. ઉઘરાણીના કામ પાર પડશે. મૂડીરોકાણ લાભદાયી પૂરવાર થાય. નોકરિયાતોને સફળતા અને પ્રગતિની તકો મળશે. મુશ્કેલી હશે તો દૂર થશે. નવીન તક આગળ જતાં લાભ અપાવશે. ધંધા-વેપારના ક્ષેત્રમાં સારી રીતે આગળ વધીને સફળતા મેળવી શકશો.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયની પરિસ્થિતિ અને આસપાસનો માહોલ માનસિક તાણ અને ઉત્પાતનો અનુભવ કરાવશે. તમે ઉતાવળા નિર્ણય લેતા પહેલા સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવજો. લાંબા સમયથી રોકાયેલા લાભ મેળવી શકશો. નાણાંકીય મૂંઝવણનો સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે. જોકે કૌટુંબિક કાર્યો પાછળ ખર્ચ વધશે. નોકરિયાતો માટે આ સમયના યોગો શુભ જણાય છે.

મકર (ખ,જ)ઃ આ સમયના ગ્રહયોગ દર્શાવે છે કે પ્રગતિમાં વેગ આવશે. નવરચનાઓ સાકાર થાય. સારા અને મહત્ત્વના કામકાજોમાં વિકાસ થતાં માનસિક ઉત્પાત ઘટશે. અવરોધો યા મુશ્કેલી હશે તો તમે તેને પાર કરી શકશો. નાણાંકીય આયોજન વ્યવસ્થિત નહિ રાખો તો ગરબડ વધે. ખોટા ખર્ચાઓ વધી જવાની સંભાવના છે. અટવાયેલા લાભો કે ઉઘરાણીઓ મેળવવામાં થોડોક વિલંબ થાય તેમ હોવાથી નાણાંભીડ વર્તાશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહમાં કાર્યસફળતા અને સાનુકૂળતાના કારણે ઉત્સાહ વર્તાય. નિરાશા દૂર થાય. તમારા ગૂંચવાયેલા મહત્ત્વના પ્રશ્નો હલ કરી શકશો. ધીરજથી કામ લેશો તો અવશ્ય સફળતા સાંપડશે. નાણાંકીય પરિસ્થિતિ પ્રતિકૂળ હશે તો હવે તેનો ઉકેલ મેળવી શકશો. ખર્ચાઓ પૂરતાં નાણાંની જોગવાઇ કરી શકશો. જોકે ઇચ્છિત લાભ કે આવક ન થતાં અસંતોષ અનુભવાય. દેવાની ચૂકવણી માટે હજુ સાનુકૂળતા જણાતી નથી. નાણાંભીડનો ઉકેલ ભલે મળે, પણ ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે. નાણાંકીય દૃષ્ટિએ મિશ્ર સમય જણાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં મનોસ્થિતિ તંગ અને અશંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો તો પરિસ્થિતિ સાનુકૂળ અને સુખદ બનાવી શકશો. ઉતાવળિયા - ઘાંઘા બનશો નહીં. આ સમય આર્થિક રીતે મધ્યમ રહેશે તેથી વધારાની આવક ઊભી કરવા માટે વધુ મહેનત કરવી પડે. વળી, નવા ખર્ચાઓનો બોજો પણ વધશે, જેને તમે પાર પાડી શકશો. નોકરિયાતોને માટે હજુ કેટલાક વિઘ્નો જણાય. સમસ્યાના ઉકેલમાં રાહ જોવી પડે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter