તા. ૨૪ એપ્રિલ ૨૦૨૧થી ૩૦ એપ્રિલ ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 23rd April 2021 07:09 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઈ)ઃ આ સમય ભાગ્યોદય કરાવશે. દરેક કાર્યોમાં જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત કરી શકશો. વ્યાવસાયિક ક્ષેત્રોમાં ભાગીદારો થકી લેણાદેણી સારી રહેશે. આવનાર સમયમાં પ્રોપર્ટીને લગતા કામકાજોમાં ફાયદો થાય. નોકરીના ક્ષેત્રમાં થોડી તકેદારી રાખવી જરૂરી. આર્થિક રીતે સમય સારો રહેશે. આપના ગુસ્સા ઉપર થોડું નિયંત્રણ રાખશો તો દરેક કાર્યોમાં સફળતા મેળવી શકશો. સ્વાસ્થ્ય સંબંધી સામાન્ય સમસ્યાઓ ચિંતા સતાવશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આપની મનોસ્થિતી વધુ મજબુત બનતાં નવીન એનર્જી અને સ્વસ્થતાનો અનુભવ કરશો. મીડિયા કે કળા ક્ષેત્રમાં કામ કરતી વ્યક્તિઓ માટે આ સમય ખૂબ જ બળવાન કહી શકાય. વ્યાવસાયિક કામગીરીમાં થોડીક પરેશાનીઓનો સામનો કરવો પડે. નાણાકીય રીતે સમય મધ્યમ રહેશે. આરોગ્ય બાબતે ખાસ કાળજી જરૂરી છે. કોર્ટ-કચેરીમાં નુકસાની વેઠવી પડે. લગ્નવિષયક સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશો.
મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય મિશ્ર ફળવાળો રહેશે. વ્યાવસાયિક-ધંધાકીય ક્ષેત્રમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડશે. જેના કારણે આપના મન પર ભાર વર્તાય. બીજી બાજુ, કૌટુંબિક જવાબદારીઓ કે માંગલિક પ્રસંગોથી થોડીક હળવાશ પણ અનુભવાય. નોકરીના ક્ષેત્રમાં આપના વિરોધીઓ સામે વિજય પ્રાપ્ત થાય. મુસાફરી-પ્રવાસના કારણે વ્યવસાયમાં ફાયદો થાય. કોઈક અંગત વ્યક્તિનો સહયોગ આપના આત્મવિશ્વાસમાં વધારો કરવામાં મદદરૂપ થઈ શકે છે.
કર્ક (ડ,હ)ઃ કોઈક જૂના મિત્રો સાથે મુલાકાતના પ્રસંગો બળવાન બનશે. કાળજીપૂર્વકની યોજનાઓ વ્યવસાયમાં સફળતા અપાવશે. નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બનતી જોવા મળે. નોકરીના ક્ષેત્રમાં ઇચ્છિત સ્થાન પ્રાપ્ત કરી શકશો. કૌટુંમ્બિક મિલકતથી લાભ થાય. નવાં મૂડીરોકાણો શક્ય બને. સંતાનોના અભ્યાસના પ્રશ્નો હલ થાય. ધાર્મિક ક્ષેત્રની મુલાકાત-પ્રવાસ શક્ય બને.
સિંહ (મ,ટ)ઃ આ સમય દરમિયાન આપની નાણાકીય પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, તેમાં સુધારાવધારા માટે કોઈ નવી યોજનાઓ બનાવવી આવશ્યક રહેશે. વ્યવસાયિક ક્ષેત્રમાં આપના વિચારો અને સૂઝબૂઝ થકી લાભ મેળવશો. નોકરીમાં પ્રગતિ થાય. પરિવાર સાથે નાની મુસાફરીનું આયોજન શક્ય બને. પરિણામે આપની ઉર્જાશક્તિમાં વધારો થાય.
કન્યા (પ,ઠ,ણ)ઃ સકારાત્મક વિચારશક્તિ અને આધ્યાત્મિક વાતાવરણ મનની શાંતિને વધુ મજબૂત બનાવે. આ સમયમાં આપનો નાણાકીય લાભ વધુ મજબૂત બને. સંપત્તિના લે-વેચના બિઝનેસમાં ફાયદો મળે. ધંધાકીય ક્ષેત્રમાં નવા પાયા નંખાય. વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા બતાવવા માટે સમય સારો રહેશે. આપની ભાવિ કારકિર્દીને અનુલક્ષીને આવશ્યક પગલાં લઈ શકશો. કોર્ટ-કચેરીના કાર્યોમાં આપનો વિજય થાય.
તુલા (ર,ત)ઃ અઠવાડિયાની શરૂઆતનો સમય આપના માટે ઘણો ફાયદાકારક સાબિત થાય. ધંધાકીય ક્ષેત્રમાં વિસ્તરણ કરવાનું આયોજન હોય તો એ શક્ય બને. આર્થિક બોજો હળવો બને. લોનના ભારણમાંથી મુક્ત થઈ શકશો. નોકરીના ક્ષેત્રમાં આપના સ્વપ્ન પૂર્ણ થતાં જોવા મળે. ઈચ્છિત સફળતા પ્રાપ્ત કરી શકશો, જેના કારણે આપના માન-સન્માનમાં વધારો થાય. પારિવારિક પ્રસંગોને કારણે આનંદિત વાતાવરણમાં સમય પસાર કરી શકશો.
વૃશ્ચિક (ન,ય)ઃ આપનો આત્મવિશ્વાસ ડગમગતો જોવા મળે, જેનાં કારણે થોડીઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. કોઈક અનુભવી અંગત સ્નેહીજનની સલાહથી આપ આ મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. આરોગ્યની બાબતે પણ થોડીક વધુ કાળજી લેવી પડશે. નાણાકીય બાબતોમાં બેલેન્સ જળવાઈ રહેશે. ધંધા-નોકરીમાં વ્યક્તિગત મતભેદ દૂરી રાખીને કામગીરી કરવી હિતાવહ રહેશે. વાહન-મિલકતની ખરીદીમાં થોડી સાવચેતી રાખવી જરૂરી.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં આપની કારકિર્દીને અનુલક્ષીને મહત્ત્વના ફેરફારો જોવા મળશે. આપના કાર્યક્ષેત્રમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો થકી કાર્ય સફળતા પ્રાપ્ત કરી શકશો. જેના કારણે પ્રતિષ્ઠામાં વધારો જોઈ શકશો. નાણાકીય ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત કરી શકશો. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો અંત આવશે. ભવિષ્યની યોજનાઓને લઈને મહત્ત્વના નિર્ણયો લેવા પડે. પ્રવાસ-પર્યટનથી લાભ થાય.
મકર (ખ,જ)ઃ આપના ગ્રહયોગોના પ્રભાવને કારણે કાર્યમાં પ્રગતિ સાથે સફળતા પ્રાપ્ત કરી શકશો. દરેક પડકારને સ્વીકારી તેને પૂર્ણ કરવામાં સફળ થઈ શકશો. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં ભાગીદારી તેમજ સહકર્મચારીઓના સહયોગથી સારી એવી સફળતા પ્રાપ્ત થઈ શકશે. નવા વ્યવસાયના પાયા નંખાય. આર્થિક સદ્ધરતા વધુ મજબૂત બનશે. વ્યવસાયના ક્ષેત્રોમાં વ્યવસ્તતા અને સખત મહેનતની જરૂર પડશે. નવવિવાહિત દંપતીના ઘરે પારણાં બંધાય.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સમય થોડો મધ્યમ પરિસ્થિતિ વાળો રહેશે. મનમાં ઉચાટનો અનુભવ અને બેચેની રહે. શારીરિક સ્વસ્થતામાં થોડી વધુ કાળજી આવશ્યક બને. આર્થિક ક્ષેત્રમાં પરિસ્થિતિ યથાવત્ રહે. નહીં નફો, નહીં નુકસાનનું સૂત્ર આપના માટે લાંબા સમય સુધી યથાવત્ રહે. નોકરીના ક્ષેત્રમાં ઉપલા અધિકારી સાથે મતભેદમાં નહીં ઉતરવાનું આપના માટે સલાહભર્યું છે. મિલકત સંબંધી કૌટુંબિક સમસ્યાઓનો અંત આવે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય સુખમય વ્યતીત થાય. આકસ્મિક ધન-લાભ આપના આનંદમાં વધુ ઉમેરો કરે. કોઈક જૂના વિરોધીઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો. સમાજમાં પ્રશંસાને પાત્ર બનશો. વ્યવસાયિક કામગીરી સફળતાપૂર્વક પાર કરી શકશો. નોકરીના ક્ષેત્રમાં આપનો અનુભવ અને આત્મવિશ્વાસ કાર્ય સફળતાનું કારણ બનશે. શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરી શકશો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter