તા. ૨૪ માર્ચથી ૩૦ માર્ચ ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 23rd March 2018 06:10 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ સમય આશાવાદી જણાશે. સાનુકૂળ તક મળશે. નવીન કાર્યરચનાઓ થાય. તમારા પ્રયત્નો સફળ થતાં ઉત્સાહ વધે. પ્રતિકૂળ સંજોગોમાંથી રસ્તો મળશે. સફળતાનો માર્ગ મળશે. નાણાંના અભાવે કામકાજ અટક્યા હોય તો તે માટેની જરૂરી વ્યવસ્થા થાય. જૂની ઉઘરાણીઓથી આવક થાય. નોકરિયાત માટે સમય સાનુકૂળ અને પ્રગતિકારક છે. ગૂંચવાયેલી સમસ્યાઓનો ઉકેલ મળશે. વિરોધીઓ સફળ થાય નહીં. વિઘ્નો હટશે. ધંધાકીય પરિસ્થિત આશાજનક રીતે વળાકં લેશે. નવીન કામગીરીમાં પ્રગતિ થાય. મુશ્કેલીઓમાંથી બહાર નીકળી શકશો. મકાન-સંપત્તિને લગતી સમસ્યાનો ઉકેલ આવે. કૌટુંબિક જીવનમાં અકારણ વિખવાદ કે ઘર્ષણના પ્રસંગો આવે.

વૃષભ (બ,વ,ઉ)ઃ અકારણ ચિંતાઓ મનને અસ્વસ્થ કરશે. અકળામણ - બેચેની વધતી જણાશે. માનસિક તાણના ભોગ બનવું પડે. આવક કરતાં જરૂરત અને ચૂકવણી વધુ રહેતા નાણાંકીય સંજોગો જરા મુશ્કેલીભર્યા બનશે. ઉઘરાણી તરફ વધુ ધ્યાન આપજો. નોકરિયાતોએ વિરોધીઓથી સાવધ રહેવું. ઉતાવળા નિર્ણયો લેવા નહીં. ઉપરીથી ઘર્ષણ જાગે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ કેટલાક લાભો ગુમાવવા પડશે. નિરાશા સાંપડશે. સંપત્તિ-મકાન જમીન વગ્રે બાબતો અંગે માનસિક ચિંતા વધશે. ધાર્યા પ્રમાણે કામ થાય નહીં. અવરોધો જણાશે. વાદ-વિવાદ ગૂંચવણ વધશે. ગૃહજીવનમાં કારણ વિનાના પ્રશ્નોથી અશાંતિના વાદળો જણાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ માનસિક સ્વસ્થતા જાળવી શકશો. પ્રવૃત્તિઓ વિકાસ તરફી થતાં તમારો આત્મવિશ્વાસ વધતો જણાશે. કેટલીક નવરચના અને લાભદાયી તકો મળતાં ઉત્સાહ વધશે. ઉઘરાણીઓના કામકાજ પતાવી શકશો. આવક-જાવક બંને રહેશે. લાભ સામે વ્યય પણ થશે. નોકરિયાતો માટે આ સમયમાં કામકાજનો બોજો વધારનારો સમય છે. ધાર્યું ફળ મળે નહીં. ધંધાકીય ક્ષેત્રે વિઘ્નો વધુ જણાશે. કોઈ મકાન-મિલકતની લે-વેચ ખરીદીના કામ પતાવી શકશો.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહના સંજોગો તમારામાં નવીન ઉત્સાહ રેડવાનું કાર્ય કરશે. તમારી આશંકાઓ ખોટી પડશે. વિકાસની તકો ઊભી થતી જણાશે. અંગત કામકાજોમાં પ્રગતિ થતાં બોજો હળવો થાય. નાણાંકીય સાહસ કરવામાં કોઈના ભરોસે ન રહેતા. નોકરિયાતોને આશા-નિરાશા એમ અનુભવો થાય. મુશ્કેલીઓ દૂર થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે નવા ફેરફારોની આશા રાખી શકશો. તમારી સ્થિતિ સાનુકૂળ અને સંગીન થાય. સંપત્તિની બાબતોમાં લાંબો સુધારો થાય. મકાનના સ્થળાંતરમાં સફળતા મળે. કૌટુંબિક સંપત્તિ વધે. સ્વજનોનો સહકાર મળે. દામ્પત્યજીવનમાં એકંદરે સુખ જ રહેશે. જીવનસાથીથી વિયોગ હશે તો મિલન થાય.

સિંહ (મ,ટ)ઃ મનોસ્થિતિ ઉદ્વેગ અને ઉત્પત્તિ સૂચવે છે. અજંપો વધે. લાગણીઓના આવેશોને કાબૂમાં રાખવા પડશે. નાણાંકીય દૃષ્ટિએ વાતાવરણ અને પરિસ્થિતિ સાનુકૂળ બનશે. ખર્ચાઓને માટે જરૂરી આવક ઊભી થાય. જૂની ઉઘરાણી કે લેણી રકમોના બાકી નાણાં મળશે. જોકે એકાદ-બે મોટા ખર્ચના પ્રસંગો આવશે તેની જોગવાઈ કરવી પડશે. નોકરિયાતો માટે આ સમય પ્રતિકૂળ છે. માનસિક તાણ વર્તાશે. ધાર્યું કામ થાય નહીં. વિઘ્નો વધતા જણાશે. ગૂંચવાયેલી સમસ્યા યથાવત્ રહે. નોકરીમાં બદલી-બઢતીના કામ અટવાય. વેપાર-ધંધાના ક્ષેત્રે પરિસ્થિતિ કે સંજોગો મુશ્કેલ બનશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહમાં તમે જોઈતી તકો પ્રાપ્ત કરી શકશો. આથી તમારો ઉત્સાહ વધે. સક્રિયતા વધશે. માનસિક તાણ હળવી બનશે. અગત્યના નાણાંકીય પ્રશ્નો હલ થતાં સફળતા મળશે. ઉઘરાણી-દેવાના પ્રશ્નો પતાવી શકશો અને જરૂરિયાતના પ્રસંગ માટે યોગ્ય વ્યવસ્થા કરી શકશો. અન્યોને ધીરેલાં, ફસાયેલાં નાણાં પરત મળતાં રાહત મળે. તમારા માર્ગમાં આવતા વિઘ્નો કે અંતરાયો દૂર થતાં પ્રગતિનાં માર્ગ મોકળો થશે. વિરોધીઓ ખુલ્લા પડતા જશે. ધંધા-વેપારમાં નવીન તક મળે. સારા મકાનમાં સ્થળાંતર, નવું મકાન ખરીદવા સહિતના સંપત્તિ સંબંધિત કામમાં સફળતા મળશે.

તુલા (ર,ત)ઃ આ સમયમાં એક પ્રકારની અકળામણ અને અજંપાનો અનુભવ કરવો પડશે. વિલંબથી ફળ મળવાના કારણે તાણ અનુભવાશે. આર્થિક જવાબદારીઓ વધતી જણાશે. નુકસાન કે ખર્ચનું પ્રમાણ વધશે. નાણાંભીડના કારણે કેટલીક યોજના મુલતવી રાખવી પડશે. ઉઘરાણી પ્રત્યે વધુ ધ્યાન આપજો. નોકરિયાતને આ સમયમાં કેટલીક મુશ્કેલીઓ હોવા છતાંય કશું બગડવાનો ભય રાખવાની જરૂર નથી. સમસ્યાઓને ધીરજપૂર્વક ઉકેલી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે મહત્ત્વના કોલ-કરારો કરવામાં ધ્યાન રાખવું. એકંદરે સાનુકૂળતા રહે. મકાન-સંપત્તિની બાબતો માટે હજુ ખાસ સાનુકૂળતા જણાશે નહીં. આવા કામકાજોમાં સ્થિતિ યથાવત્ રહેશે.

વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક અકળામણ અને તીવ્ર તણાવના કારણે અસ્વસ્થતા વધશે. ખોટી ચિંતાના કારણે વધુ અશાંત રહેશો. આધ્યાત્મિક્તા કેળવશો તો જ જીવનનો આનંદ માણી શકશો. આવકનો નવો માર્ગ શોધવો જરૂરી બનશે. સારી તકો મળશે. આવકના પ્રમાણમાં સામે ખર્ચ રહેશે. જૂના લાભ અટક્યા હોય તો તે મળતા જણાય. નોકરિયાતોએ વિરોધીઓથી સાવધ રહેવું. ઉતાવળા નિર્ણય ન લેવા. ઉપરીથી ચકમક ઝરે. વેપાર-ધંધાના ક્ષેત્રે કેટલીક પ્રતિકૂળતાના કારણે ધાર્યો લાભ મળે નહીં.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયમાં ઉગ્રતા, આવેશ અને ક્રોધને રોકજો. ખોટા વિવાદોથી દૂર રહેજો. કામ અંગેની ચિંતા રાખશો નહીં. વધુ પડતાં ખર્ચાના કારણે તેમજ અગત્યના મૂડીરોકાણને કારણે નાણાંકીય કટોકટીનો અનુભવ થશે. ધારી આવક થાય નહીં. એકાદ- બે લાભ આવકના પ્રસંગોથી કામ પાર પડતું જણાશે. નોકરીના ક્ષેત્રે પરિસ્થિતિ અને સંજોગો સુધરતા તમારો પુરુષાર્થ ફળે. યશ-માન મળે. સારી યોજનામાં પ્રગતિ થાય. ધંધા-વેપાર અંગે અવરોધોને પાર કરી શકશો. જોકે લાભમાં વૃદ્ધિ થવામાં વિલંબ જણાય. મકાન-મિલકતના કામકાજો ગૂંચવાયા હશે તો તેનો ઉકેલ લાવી શકશો. સામાજિક યશ-માન વધે.

મકર (ખ,જ)ઃ અંગત મૂંઝવણ કે સમસ્યાઓ ધીમી ગતિએ પણ સાનુકૂળ રીતે ઉકેલાશે. વિચારો અને કોરી કલ્પનાઓ કરીને દુઃખી થશો નહીં. માનસિક સ્વસ્થતા જાળવી લેશો તો કશું જ સંકટ ભોગવવું નહીં પડે. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો. નાણાંકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે. કૌટુંબિક કાર્યો અંગે ખર્ચ વધશે. નોકરીમાં પરિસ્થિતિ સાનુકૂળ રહેતી જણાશે. તમારા વિરોધીઓ ફાવશે નહીં. નોકરીના ક્ષેત્રે કોઈ મહત્ત્વની કામગીરીઓમાં સફળતા મળે. વ્યવસાયિક દૃષ્ટિએ ધીમો પણ આશાસ્પદ વિકાસ શરૂ થશે. જમીન-મકાનનાં લે-વેચના કામમાં વિઘ્નો જણાશે. સમસ્યા ઇચ્છા અનુસાર હલ ન થથાં બોજો વધે. કૌટુંબિક ક્ષેત્રે ગેરસમજો વધતા અકારણ ઘર્ષણ અને કલેહના પ્રસંગો સર્જાશે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સપ્તાહમાં મન પરથી બોજો ઉતરતો જણાશે. નવા કામકાજોમાં જણાતી પ્રગતિ ઉત્સાહવર્ધક બનશે. આર્થિક પરિસ્થિતિ તરફ તમારે સવિશેષ ધ્યાન આપવું પડશે. ખોટો ખર્ચ કે મૂડીરોકાણ ન થાય તે જોવાનું રહેશે. કેટલીક ઉઘરાણી ફસાતી જણાશે. આવક મર્યાદિત રહેશે. નોકરિયાતોને કેટલીક મુશ્કેલીઓ છતાંય કશુંય બગડવાનો ભય રાખવાની જરૂર નથી. સમસ્યાઓને ધીરજપૂર્વક ઉકેલી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે મહત્ત્વના કોલ-કરારો કરવાનું હાલ મુલત્વી રાખવું. જમીન-મકાનની સમસ્યાઓ મૂંઝવશે. તેને લગતા ખર્ચ વધે અને ધાર્યા અનુસાર કામ ન થાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ માનસિક દૃઢતા અને સ્વસ્થતા વધશે. મહત્ત્વાકાંક્ષાની પ્રાપ્તિ માટે જરૂરી સાનુકૂળતા જોવા મળશે. માન-મરતબામાં વધારો થશે. તમારી યોજનાઓમાં પ્રગતિ થતી જોઈ શકશો. આર્થિક દૃષ્ટિએ આ સમય સુધારાજનક અને એકંદરે વધુ સાનુકૂળ જણાશે. આવકવૃદ્ધિનો માર્ગ મોકળો થશે. નવેસરતી નાણાંકીય આયોજન કરવામાં સફળ થશો. નોકરિયાતોને જો કોઈ સમસ્યા હોય તો ઉકેલાશે. વેપાર-ધંધામાં સાનુકૂળતાથી લાભની તકો સર્જાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter