તા. ૨૫ ડિસેમ્બરથી ૨૦૨૧થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૧

સાપ્તાહિક રાશિભવિષ્ય

ગાયત્રી ભરત વ્યાસ Friday 24th December 2021 05:24 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ આ સપ્તાહ આત્મશ્રદ્ધા વધારીને તમને નિરાશામાં મુક્તિ અપાવશે. ઘણી ચિંતાઓનો ઉકેલ સહજતાથી મળી શકશે. આર્થિક સ્થિતિ પણ મજબૂત થતી જણાશે. જોકે, આવકના પ્રમાણમાં ખર્ચ પણ વધશે. બિનજરૂરી રોકાણ કરતાં પહેલાં વિચાર કરજો. સંતાનોની ચિંતા ઓછી થશે. લગ્ન કે સંતાનપ્રાપ્તિની ઈચ્છાઓ પૂર્ણ થશે. નોકરી કે વેપાર-ધંધા માટે સામાન્ય અવરોધો રહેશે. આરોગ્ય અંગે કાળજી રાખવી જરૂરી.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં અકારણ ચિંતાને કારણે માનસિક ટેન્શન રહેશે. લાગણી દુભાય તેવા પ્રસંગો બને. નાણાંકીય પરિસ્થિતિ મધ્યમ રહેશે. જોઈજાળવીને ખર્ચ કે રોકાણ કરશો તો નોકરીની તકલીફ દૂર થતી જણાશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ સારા રહેશે. વ્યવસાય ક્ષેત્રે થોડીક ચિંતાઓ રહેશે. કૌટુંબિક સુખ-શાંતિ સારા રહેશે. સંતાનોની મદદ મળી શકશે. તમારા હિતશત્રુઓથી ચેતતા રહેજો.
• મિથુન (ક,છ,ઘ)ઃ આપનું ભાગ્ય આ સપ્તાહથી ઉજ્જવળ બનશે. આર્થિક સ્થિતિ સારી બનશે. નાણાંકીય જવાબદારી અથવા તો કરજનો બોજ હળવો થતો જણાશે. કૌટુંબિક ક્ષેત્રે સામાન્ય તણાવ રહેશે. જીવનસાથીનો સહકાર સારો મળી રહેશે. નોકરીમાં બઢતીના પ્રસંગો બળવાન બનશે. વાહન તેમજ પ્રોપર્ટીમાં વધારો કરી શકશો. ધાર્મિક અને ધંધાકીય પ્રવાસના યોગો બળવાન બનશે. આરોગ્ય બાબતે ધ્યાન રાખવું.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન મનોસ્થિતિ સારી રહેશે. મિત્રો તરફથી મદદ મળી રહેશે. વાણી-વર્તન પરત્વે કાળજી રાખવી હિતાવહ રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. નવું મકાન ખરીદવાના યોગ બળવાન બનશે. વડીલોની તંદુરસ્તી સારી રહેશે. નોકરિયાત વર્ગ માટે આ સપ્તાહ સારું રહેશે. નવું મકાન ખરીદવાના સારા યોગો આવી શકે છે. વડીલોની તંદુરસ્તી સારી રહેશે. નોકરિયાત વર્ગ માટે આ સપ્તાહ સારું રહેશે. બઢતીના અટવાયેલા પ્રશ્નોનો ઉકેલ આવશે. ધંધાકીય રીતે સામાન્ય અવરોધો રહેશે. કોર્ટ-કચેરીના કામોનો ઉકેલ આવતો જણાશે.
• સિંહ (મ,ટ)ઃ આપનું ભાગ્ય આ સપ્તાહથી ઉજ્જવળ બનશે. માનસિક સ્થિતિને સાનુકૂળ બનાવવા મહેનત કરવી પડશે. દરેક કાર્યોમાં જોઈજાળવીને સાહસ કરવું. આર્થિક સ્થિતિ સુધારવા માટે અથાગ પ્રયત્નો કરવા પડશે. અણધાર્યા લાભના પ્રસંગો બળવાન બનશે. સામાન્ય નાણાંભીડ રહેશે. દાંપત્યજીવનનું સુખ સારું રહેશે, મનદુઃખ હશે તો સમાધાન થશે. વડીલો સાથે સામાન્ય મતભેદના પ્રસંગો ઊભા થવાની સંભાવના રહેશે. પ્રવાસના યોગો સારા રહેશે. સ્થાવર મિલકતથી લાભ રહેશે. નોકરી-ધંધામાં ઉતાર-ચઢાવ રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં ગૂંચવાયેલા પ્રશ્નોનું નિરાકરણ મળશે. કૌટુંબિક કાર્યો પાર પાડી શકશો. નાણાંકીય લેવડદેવડ અથવા મૂડીરોકાણ માટે જોઈજાળવીને કામગીરી કરવી. આપના વ્યવહારિક ખર્ચા તેમજ કૌટુંબિક જવાબદારીને કારણે ટેન્શન રહે. વડીલોની મદદ મળી રહેશે. મકાન-મિલકતના પ્રશ્નોનો ઉકેલ આવશે. નોકરિયાત વર્ગને સારો લાભ થાય. ધંધાર્થીને વિકાસની તકો સારી રહેશે.
• તુલા (ર,ત)ઃ આ સપ્તાહ સુખ-શાંતિ અને આનંદમય પુરવાર થશે. જુસ્સો-મનોબળ વધશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. આવક વધારવાના આપના પ્રયત્નો સફળ થશે. જોકે, ખર્ચ પણ સારો કરી શકશો. પરિવાર તેમજ વડીલોનો સહકાર મળી રહેશે. અવિવાહિતોની લગ્નની ઈચ્છા પૂરી થશે. પ્રોપર્ટી તેમજ મકાનના યોગો સારા રહેશે. નોકરિયાત વર્ગને એકંદરે લાભ થશે. નવી તકો મળશે. વેપારમાં વૃદ્ધિ થશે. પ્રવાસના યોગો બળવાન બનશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહ આપના માટે પ્રગતિકારક પુરવાર થશે. જોકે, કારણ વગરની ચિંતાઓને કારણે માનસિક તણાવ રહેશે. નાણાંકીય સ્થિતિ સારી રહેશે. નોકરિયાત વર્ગને ચિંતા અને ટેન્શન રહેશે. મકાન-મિલકતમાં મૂડીરોકાણ સમજીવિચારીને કરવું હિતાવહભર્યું છે. અટવાયેલા કાર્યોમાં સફળતા મળશે. કુટુંબના પ્રશ્નોનો ઉકેલ આવતો જણાશે. આરોગ્ય બાબતે થોડીક ચિંતા રહેશે. લેણાં અને અટવાયેલાં નાણાં મળવાનો યોગ રહેશે.
• ધન (ભ,ફ,ધ,ઢ): આર્થિક રીતે આ સપ્તાહ મધ્યમ રહેશે. બુદ્ધિપૂર્વક કામગીરી કરવાથી સારો લાભ રહેશે. તમારા રોકાયેલાં નાણા પરત આવવાની શક્યતા રહેશે. વડીલોના આરોગ્ય બાબતે કાળજી રાખવી હિતાવહ રહેશે. સંતાનોની ચિંતા રહેશે. કુટુંબના સભ્યોનો સહકાર સારો મળશે. ઉદ્યોગ-ધંધામાં સારી તકો મળી શકે છે. નોકરી બદલવાના યોગ બળવાન બનશે. હિતશત્રુઓથી અવરોધો રહેશે. માંગલિક પ્રસંગો સાકાર થશે.
• મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન આકસ્મિક લાભના યોગો બળવાન બનશે. મહેનત અને નિષ્ઠાને કારણે સારું ફળ મળશે. નાણાંકીય રીતે આ સપ્તાહ સારું રહેશે. જોકે શેરસટ્ટાથી દૂર રહેવું. નોકરિયાત વર્ગને સારું રહેશે. વાણીવર્તનને કારણે બઢતીના યોગો બળવાન બનશે. સ્થાવર મિલકતમાં વધારો થશે. વાહનખરીદીના બળવાન યોગ છે. આરોગ્ય અંગે કાળજી રાખવી હિતાવહ રહેશે. કૌટુંબિક મનદુઃખના પ્રસંગો બનશે. ખોટા ખર્ચાથી દૂર રહેવું જરૂરી.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહ દરમિયાન પરિસ્થિતિ ધારણાથી વિપરિત બનતી જણાશે. સહનશક્તિ વધારવી પડશે. માનસિક ટેન્શન રહેશે. આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધે. આ સમયમાં નવા આર્થિક સાહસો ન કરવા. પરિવારની મદદ મળી રહેશે. અવિવાહિતો માટે લગ્નયોગ સારો છે. ઉચ્ચ અધિકારીઓ સાથે સુમેળભર્યા સંબંધો રાખવા. સંતાનોનું વલણ સારું રહેશે. તન-મનમાં તાજગી અનુભવશો. ધાર્મિક સ્થળોના પ્રવાસનો યોગ છે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં સામાન્ય મૂંઝવણ રહેશે, જેને તમે મક્કમતાથી દૂર કરી શકશો. નાણાંકીય રીતે સામાન્ય તકલીફ રહેશે. અથાગ પુરુષાર્થ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કૌટુંબિક સુખ-શાંતિ સારાં રહેશે. ગૃહજીવન સારું રહેશે. સ્થાયી મિલકત ખરીદવામાં થોડાઘણા અવરોધો આવી શકશે. વ્યાપાર-ધંધામાં ચઢાવઉતાર રહેશે. ભાતૃવર્ગની મદદ મળી રહેશે. વડીલોના આરોગ્ય બાબતે ચિંતા રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter