તા. ૨૬ મે થી ૧ જૂન ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 25th May 2018 06:26 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન સંજોગો સાનુકૂળ થાય. તમારી યોજનાઓને આગળ ધપાવી શકશો. તમારા મિત્રો-સ્વજનો ઉપયોગી બને. માર્ગ આડેનાં અવરોધોને પાર કરી શકશો. આર્થિક જવાબદારીઓ અદા કરવા માટે આગોતરું આયોજન કરવું અનિવાર્ય છે. લાંબા સમયથી અટકાયેલા લાભો લેણાં મેળવી શકાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક સ્વસ્થતા વધશે. મન પરથી ચિંતાનો બોજ હળવો થશે. ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. તમારું કશું અનિષ્ટ થવાનું નથી. નાહકની ચિંતા કરશો નહીં. તમારા જરૂરી ખર્ચાઓ કે મૂડીરોકાણ અંગે જોઈતી સહાયો, લોન વગેરે મેળવી શકશો. નોકરીમાં વિકાસ અને પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. સ્વજનોની સહાય મળશે.

મિથુન (ક,છ,ઘ)ઃ પૂર્વનિર્ધારિત કાર્યો અને યોજનાઓ અંગે જોઈતી તકો અને અનુકૂળતાઓ મેળવી શકશો. કોઈ મહત્ત્વની કામગીરી સફળ થાય. અગત્યની વાતચીતો આગળ ધપશે. સાનુકૂળ માહોલ સર્જાશે. નાણાંકીય સમસ્યાનો અનુભવ થશે. અણધાર્યા ખર્ચ અને હાનિનાં પ્રસંગોથી સાવચેત રહેવું જરૂરી છે. કોઈનાં પર આંધળો વિશ્વાસ મૂકવાનું વલણ ટાળજો.

કર્ક (ડ,હ)ઃ આ સમયગાળામાં તમે દૃઢ સંકલ્પ વડે જ આગળ વધી શકશો. તમારું કંઇ અનિષ્ટ થવાનું નથી એમ માનીને ચાલશો તો જ પ્રગતિ થશે. આત્મશ્રદ્ધા અને આત્મવિશ્વાસપૂર્વક ચાલવાની સલાહ છે. આર્થિક જવાબદારીઓ વિશેની મૂંઝવણો હશે તો તેમાંથી માર્ગ મળશે. આવકનું પ્રમાણ વધારી શકશો.

સિંહ (મ,ટ)ઃ તમારા જીવનમાં હવે કોઈ મહત્ત્વનાં પરિવર્તનની ઘટનાઓ આકાર લઈ રહી હોય તેમ જણાશે. વ્યવસાયનાં ક્ષેત્રે ખાસ કરીને ઉન્નતિ માટેના પ્રયત્નો સફળ થાય. તમે નવી નોકરી કે ધંધો કરવા તરફ પ્રેરાશો. નાણાંકીય પ્રતિકૂળતા કે મુશ્કેલીનો ઉપાય મળશે. કોઇ અણધારી સહાય કે લોન દ્વારા તમારી નાણાંકીય ચિંતા દૂર થશે. ભાઇભાંડુનો સાથ-સહકાર મળશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયગાળામાં નવીન પરિચય થાય, જે ભવિષ્યમાં લાભદાયક નીવડશે. યાત્રા-પ્રવાસ ફળદાયી સાબિત થશે. સ્નેહીજનો સાથે મિલન-મુલાકાતના આયોજનથી આનંદ ઉપજે. આવક કરતાં જાવક વધુ રહેવાના કારણે આ સમયમાં નાણાકીય કટોકટી જણાશે.

તુલા (ર,ત)ઃ વ્યાવસાયિક બાબતો માટે આ સમય ઘણો જ અગત્યનો અને સાનુકૂળ બની રહેશે. તમે કેટલાક મહત્ત્વના નિર્ણયો લઈ તેને અમલમાં મૂકી શકશો. સાથોસાથ ધંધાકીય મુસાફરીઓ પણ થશે. અગત્યનાં ધંધા-વેપારના કોલ-કરારો આ સમયગાળામાં પાર પડશે. કોઈની મદદથી મહત્ત્વનું કામ આગળ વધે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયગાળો તમારા માટે મહત્ત્વના શુભ સંકેત લાવનાર છે. તમારી કામગીરીમાં વિકાસ થતો જણાય. આર્થિક દૃષ્ટિએ આ સમય એકંદરે ઠીક ઠીક કહી શકાય. તમારા નાણાંકીય પ્રશ્નો ઉકેલાતા રાહત જણાય. ખર્ચના પ્રસંગો પૂરતી નાણાંકીય જોગવાઈ થઈ શકે. નોકરિયાતને મુશ્કેલીના સંજોગો હશે તો તેમાંથી બહાર આવવાનો માર્ગ મળી આવે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારી મૂંઝવણમાંથી મુક્તિ મળતાં અને યોજનાઓ માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતા માનસિક ભારણ હળવું થાય. તમારો રચનાત્મક વિકાસ થાય. નોકરી-ધંધામાં લાભકારક સમય. નાણાંકીય પરિસ્થિતિ માટે આ સમયના ગ્રહયોગો મિશ્ર ફળ આપનાર નીવડશે.

મકર (ખ,જ)ઃ સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં આ સમય વિકાસ સૂચવે છે. તમારા માર્ગ આડે આવતાં અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી આનંદ થશે. આ સપ્તાહ આર્થિક કે નાણાંકીય મૂંઝવણના ઉકેલ માટે સાનૂકૂળ છે. જરૂરી પ્રસંગો વખતે નાણાંની વ્યવસ્થા થઈ શકશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારી માનસિક તંગદિલી અને અકળામણ વધતા જણાશે. ખોટી ચિંતાઓથી મનનો ભાર વધતો જણાશે. નોકરિયાતોને બદલી કે સ્થળાંતરની સમસ્યા ચિંતાજનક બની શકે છે. ઉપરી સાથે વાદવિવાદ વધે નહિ તે જોવું રહ્યું. એકંદરે તમારા પ્રયાસો સફળ થતાં લાગે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં માનસિક શાંતિ અનુભવશો. સારા પ્રસંગોનું આયોજન થશે. તમારું નાણાંકીય આયોજન મૂંઝવણરૂપ બને નહિ તે જોવું રહ્યું. મકાન-જમીન સંબંધિત બાબતો માટે ગ્રહ પરિસ્થિતિ સાનુકૂળ બનશે. સાથસહકારથી કામ પાર પડે. સંવાદિતાનું વાતાવરણ સર્જી શકશો.


comments powered by Disqus


The Expansion of Heathrow Airport


Dear valued reader,

Here at Gujarat Samachar, we are conducting an investigation in to the potential impacts of the expansion of London's Heathrow Airport. Following Parliaments' approval of the construction of a third runway, we are seeking to gain a better understanding of how the public feels regarding this sizeable proposal. We ask that you reply to our questionnaire so that we can get a feel of how our readers view the potential expansion. Views of those local to West London are particularly welcome.



to the free, weekly Gujarat Samachar email newsletter