તા. ૨૭ જાન્યુઆરી થી ૨ ફેબ્રુઆરી ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 26th January 2018 09:53 EST
 

મેષ (અ,લ,ઇ)ઃ આવેશ અને ગુસ્સાને કાબૂમાં રાખજો. સ્વમાનનો પ્રશ્ન બનાવશો તો અંતે તમારી સ્થિતિ જ તંગ બનશે. તમારી યોજના મુજબના લાભ થાય નહીં. આવક અંગેનો અસંતોષ અકળાવશે. કરજ યા ચૂકવણી અંગે સહાયો મેળવી શકશો. નોકરિયાતો માટે કાર્યભાર અને વધારાની નવીન જવાબદારીઓ વધારનાર સમય છે. ખોટી ખટપટો અને વિરોધીઓની પ્રવૃત્તિના કારણે ટેન્શન જણાશે. બદલી કે બઢતી અંગેના તમારા પ્રયત્નો સફળ થશે. ધંધાના ક્ષેત્રે ઘણો પુરુષાર્થ કરવો પડે. અલબત્ત પરિસ્થિતિ સુધરતી જણાશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ અગત્યના પ્રશ્નોનો હલ મળતાં ઉત્સાહ વધશે. લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવે અથવા તેમાં પ્રગતિ થતી જણાય. આર્થિક દૃષ્ટિએ આ સમય સુધારાજનક અને એકંદરે વધુ સાનુકૂળ જણાય છે. આવકવૃદ્ધિનો માર્ગ મળે. તમારા આર્થિક વ્યવહારો પાર પાડવામાં સફળ થશો. નોકરિયાતોને સાનુકૂળતા જણાશે. તેમના અટવાયેલા કામકાજો ઉકેલાશે. નોકરીની સારી તક મળે. ધંધાર્થીને પણ સફળતા અપાવનારો સમય છે.

મિથુન (ક,છ,ઘ)ઃ પુરુષાર્થ ફળદાયી નીવડશે. સક્રિયતા વધતી જશે. આગળ વધો અને ફતેહ મેળવો આ સૂત્રને ધ્યાનમાં રાખીને ચાલશો તો જ સફળતા તમારા કદમ ચૂમશે. આર્થિક આયોજન ખોરવાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. નોકરીની પરિસ્થિતિ પલટાતી જણાય. પ્રતિકૂળતા અને અડચણમાંથી માર્ગ કાઢવો પડશે. ધંધા-વેપારની બાબતો હજુ સમય અનુકૂળ જણાય નહીં. ભાગીદાર સાથે ગેરસમજ વધતી લાગે. આ સમયમાં મકાન-મિલકતના કામકાજો પાર પાડી શકશો.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહમાં એક પ્રકારની ઉદાસીનતા, વ્યગ્રતાની લાગણીનો અનુભવ થશે. વિચારોને અમલમાં મૂકવાનું અશક્ય લાગતા તંગદિલી વધશે. સંજોગો સુધરવામાં હજુ સમય લાગશે. આથી સમજીવિચારીને ખર્ચ કે સાહસ કરજો. નાણાંનો વ્યય ન થઈ જાય તે જોવું રહ્યું. ધંધાકીય ક્ષેત્રે વિકાસ ધીમો જોવા મળશે. કાર્યબોજના કારણે ઝડપી પ્રગતિ ન થાય. મુશ્કેલી પેદા થતી જણાશે. તમારી સંપત્તિના પ્રશ્નો હજુ ગૂંચવાયેલા રહેશે. ધાર્યું કામ થાય નહીં. કોઈને કોઈ મુશ્કેલી પેદા થાય. સંયુક્ત મિલકતો અંગે ઘર્ષણો પેદા થવા સંભવ છે.

સિંહ (મ,ટ)ઃ માનસિક શાંતિ હણાય તેવા પ્રસંગો સર્જાય. પ્રતિકૂળતામાંથી ડગી જશો નહીં, પણ તમારો પુરુષાર્થ જાળવી રાખજો. વ્યવસ્થિત રહેશો તો પ્રતિકૂળ સંજોગો જ સાનુકૂળ બની જશે. ચિંતિત થવાને કારણ નથી. આ સમયમાં તમારા આવક અને ખર્ચને સમતોલ નહીં રાખી શકો. ધાર્યા લાભ મળવામાં હજુ અવરોધ જણાય છે. વિશ્વાસઘાત અને હાનિના પ્રસંગોથી સાવધ રહેજો. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ નાની-મોટી તકલીફો બાદ પ્રશ્નો ઉકેલાશે. મકાન, જમીન કે સંપત્તિના મામલામાં અથવા તેને લગતા કામકાજના ઉકેલ માટે ગ્રહયોગો મદદરૂપ બની રહેશે. વિઘ્નો પાર કરી શકશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક રીતે એકંદરે આ સમય સારો નીવડશે. સ્વસ્થતા અને સક્રિયતા વધશે. પ્રગતિકારક નવરચનાના કારણે તમારી મૂંઝવણો દૂર થવા લાગશે. આર્થિક બાબતો અંગે તમારે વધુ પ્રયત્નશીલ અને જાગૃત રહેવું જરૂરી સમજવું. ગાફેલ રહેશો તો નુકસાન થાય. ઝડપી આવકની આશા ફળે નહીં. ઉઘરાણીથી આવક થાય. નોકરિયાતો માટે આ સમય પ્રગતિકારક અને સફળતા અપાવનાર છે. અટવાયેલા લાભ મળે. કામકાજ પાર પડે. સારી તક મળે. વેપારમાં ઉન્નતિ જણાય અને હરીફો પર વિજય મળે.

તુલા (ર,ત)ઃ હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખજો. અવાસ્તવિક ભય અને કાલ્પનિક ચિંતાઓ જણાશે. આધ્યાત્મિક માર્ગ દ્વારા જ શાંતિ મેળવી શકશો. નિરાશા અને નકારાત્મક વિચારો છોડી દેજો. નાણાંકીય આયોજનને વ્યવસ્થિત રાખજો નહિ તો હેરાન થઈ જશો. ખોટા ખર્ચ વધી જવાની સંભાવના છે. હજુ અટવાયેલા લાભ કે ઉઘરાણી મેળવવામાં વિલંબ થાય. નોકરિયાત વર્ગને કામકાજમાં બોજ વધતો જણાય. ઉપરી વર્ગ સાથે વાદ-વિવાદ ટાળજો. વેપાર-ધંધામાં પરિસ્થિતિ સામે ધીમે ધીમે આશાજનક બનશે.

વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક અશાંતિ અને ખોટી ચિંતાના ભારને કારણે સમય પ્રતિકૂળ જણાશે. શક્ય હોય તો ખોટા વાદ-વિવાદોથી દૂર રહેવું. નાણાંકીય બાબતો માટે તમારા પ્રયત્નો સફળ થાય નહીં. નાણાકીય ચિંતાઓ વધતી જણાશે. સાથે વધારાના ખર્ચના પ્રસંગો પણ આવશે. નોકરિયાતો માટે આ સમય પરિવર્તનકારી અને સાનુકૂળ જણાય છે. મિત્રો-સ્નેહીઓ, પરિચિતો ઉપયોગી બનતા જણાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ધાર્યા લાભ ઓછા મળે. મકાન-મિલકતના કામકાજ માટે ગ્રહયોગો સાનુકૂળ છે. પ્રયત્નો સફળ થશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખશો તો સફળતા નિશ્ચિત છે. અવાસ્તવિક ભય અને કાલ્પનિક ચિંતાઓ જણાશે. આધ્યાત્મિક માર્ગ દ્વારા જ શાંતિ મેળવી શકશો. નિરાશા અને નકારાત્મક વિચારો છોડી દેજો. નાણાંકીય આયોજનને વ્યવસ્થિત રાખજો નહિ તો હેરાન થઈ જશો. ખોટા ખર્ચ વધી જવા સંભવ છે. હજુ અટવાયેલા લાભ કે ઉઘરાણી મેળવવામાં વિખવાદ રહે. નોકરિયાત વર્ગને કામકાજનો બોજ વધતો જણાય. ઉપરી વર્ગ સાથે વાદ-વિવાદ ટાળવો રહ્યો. વેપાર-ધંધામાં પરિસ્થિતિ સામે ધીમે ધીમે આશાજનક અને પ્રગતિકારક બનશે.

મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન માર્ગ આડેના વિઘ્નો માનસિક તાણ પેદા કરશે. અશાંતિ પણ અનુભવાશે. નાણાંકીય દૃષ્ટિએ જોતાં આ સમયમાં આવકના પ્રમાણમાં જાવક પણ રહે તેવી રીતે ખર્ચ કરજો. આંધળા સાહસ ન કરવા જોઈએ. નોકરિયાત વર્ગને હાથમાં જણાતો લાભ દૂર ઠેલાય. બદલી-પરિવર્તનની તક મળશે તે ઝડપી લેજો. વેપારી વર્ગ માટે આ સમય મિશ્ર છે. વેપાર-ધંધાના કામકાજો વધુ ધ્યાન માંગી લેશે. આ ક્ષેત્રે હવે વિકાસ શરૂ થવાના એંધાણ મળશે. વધુ મહેનતે કાર્ય સફળતાના યોગ છે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં માનસિક ઉદ્વેગ વધતો જણાશે. કેટલીક તકલીફો વધતાં ચિંતાનો અનુભવ થશે. સ્વસ્થતા કેળવવા તરફ લક્ષ આપજો. નાણાંકીય દૃષ્ટિએ વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો પડશે. આવક સામે ખર્ચા વધુ રહેશે. નોકરિયાતોને પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વિરોધીઓ દૂર થતાં લાગે. સફળતા સાંપડશે. ધંધાકીય યોજનામાં સારી પ્રગતિ જણાશે. વિકાસ સાધી શકશો. મકાન-સંપત્તિને લગતા કામો માટે સમય મુશ્કેલ જણાય છે. ખોટા ખર્ચા વધશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહમાં માનસિક તંગદિલી ઘટશે. સાનુકૂળતાના કારણે તમે વધુ આનંદ માણી શકશો. ચિંતા-ઉપાધિના પ્રસંગો જણાતા નથી. સર્જનાત્મક કાર્ય પાર પડી શકશે. જરૂરિયાત પ્રમાણે આવક વધે તેવા યોગ જણાતા નથી. બલકે હાથમાં જે નાણાં છે તે ખર્ચાતા નાણાંભીડ સર્જાશે. આ સમયમાં જૂના લેણાંની રકમો મળવાથી વહેવાર નભી જશે. નોકરિયાતો માટે આ સમય પ્રોત્સાહક છે સફળતા મળે. બઢતીનો માર્ગ મોકળો થાય. અગત્યના ધંધાકીય કામકાજોથી લાભ વધે. વિકાસના માર્ગે પ્રયાણ કરશો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter