તા. ૨૭ મે થી ૨ જૂન ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Saturday 27th May 2017 06:21 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ વ્યથા અને વિષાદ જણાય. અજંપો અને અશાંતિમાંથી છુટવા માટે સતત સક્રિયતા જરૂરી છે. હિંમત હારશો નહિ. દેખીતી મુશ્કેલીને ક્ષણિક સમજશો. આ સમયમાં આવક વધારાનો યોગ છે. તમારી જૂની ઉઘરાણી પરત મેળવશો. નવીન કાર્યવાહી કે યોજના અંગે જરૂરી નાણાંકીય આયોજન કરી શકશો. ખર્ચના પ્રસંગો ચિંતા કરાવશે. ખોટા ખર્ચને રોકજો નહીંતર આર્થિક બોજો વધી જાય. નોકરિયાતને પુરુષાર્થનું ફળ મળે. મુશ્કેલીમાંથી માર્ગ મળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિની તકો મળે. તમારી યોજના માટે સગવડો ઊભી કરી શકશો. સંપત્તિની લે-વેચના કાર્યોમાં વિઘ્ન જણાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં એક પ્રકારની મૂંઝવણ અને અજંપાથી બોજો રહે. ઘણી ધીરજ દાખવવી પડશે. અકળામણ વધતી જણાય. અણધાર્યા ખર્ચના પ્રસંગો આવતા તમારે અન્યની સહાય પર આધાર રાખવો પડશે. વ્યવસાયના ક્ષેત્રે પ્રગતિકારક કાર્યની રચનાઓ થશે. ઉન્નતિનો માર્ગ મોકળો થશે. બઢતીની તકો જણાય. તમારા પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો. મકાન-સંપત્તિની બાબતો માટે પ્રતિકૂળતા અને તાણ જણાય. ગૃહજીવનની પરિસ્થિતિ વણશે નહીં તે જોજો. પ્રવાસ-મુસાફરી મોકુફ રાખવા પડે.

મિથુન (ક,છ,ઘ)ઃ અગત્યની કામગીરીને સફળ બનાવી શકશો. તમારા પુરુષાર્થનું મીઠું ફળ ચાખવા મળે. હાથ ધરેલા કામકાજો સરળતાથી ઉકેલી શકશો. ખર્ચના પ્રસંગો વધશે. આવકમાં નજીવા વધારાથી નાણાંભીડ જણાય. નોકરી-ધંધા સંબંધિત કામગીરીમાં પ્રગતિ થતી લાગે. કામની કદર થતાં આનંદ અનુભવાય. ઉપરી અધિકારી સાથે મનમેળ થાય. સહકર્મચારી સાથે સંબંધો બગડ્યા હશે તો સુધારી શકશો. મહત્ત્વના પ્રશ્નો ઉકેલાશે. સંપત્તિને લગતાં કોઈ પ્રશ્નો હોય તો તેના નિવારણનો માર્ગ મેળવશો.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં તમારો આત્મવિશ્વાસ ગુમાવી બેસશો તો સફળતા વિલંબમાં પડશે. માર્ગ આડેના અંતરાયો ધારો છો તેટલી ઝડપથી દૂર ન થતા નિરાશા જણાય. જોકે આ સમયમાં આવકવૃદ્ધિ યા કોઈ જૂનો લાભ મળતા રાહત અનુભવશો. તમારા માથે ખર્ચની જોગવાઈ ઊભી થવાની આશા છે. તમારા કામ માટે પૂરતાં નાણાં મેળવી શકશો. શેરસટ્ટા કે લોટરીથી લાભ નથી. નોકરિયાતોને પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાય. વિરોધીઓ દૂર થતાં લાગે. માર્ગ સફળ બનતો જણાય. સપ્તાહમાં નવી તક મળે તે ઝડપી લેજો.

સિંહ (મ,ટ)ઃ ખોટી ચિંતાના કારણે માનસિક તાણ સર્જાશે. તમારા પ્રયત્નો ધીમે ધીમે સફળતા જરૂર આપશે. ઝડપી પરિણામોની આશા ફળે નહીં. નાણાંકીય દૃષ્ટિએ આ સમય એકંદરે સાનુકૂળ નીવડશે. તમે ખર્ચ માટે જોગવાઇ કરી શકશો. કામ માટે પૂરતાં નાણાં મેળવી શકશો. શેરસટ્ટા કે લોટરીથી લાભ નથી. નોકરિયાતોને પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાય. વિરોધીઓ દૂર થતાં લાગે. માર્ગ સરળ બનતો જણાય. અહીં નવી તક મળે તે ઝડપી લેજો. ધંધાકીય યોજનાઓમાં પ્રગતિ થાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારા મનના ઓરતા પૂર્ણ થતાં લાગે. તમે વિકાસની નવી કેડી કંડારી શકશો. ઉપલબ્ધ સાનુકૂળતાનો ઉપયોગ કરી લેજો. જવાબદારીઓ પાર પડતી જણાય. કોઈના સહકાર કે મદદથી ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલી શકશો. નાણાકીય અવરોધોમાંથી માર્ગ મેળવી શકશો. તમારી મૂંઝવણ કે ચિંતાઓ ઉકેલી શકશો. ખર્ચ કરતા આવક વિશેષ થશે. નોકરિયાતને પ્રગતિના માર્ગમાં વિઘ્ન હશે તો દૂર થાય. ધંધા-વેપારના કામ માટે વિકાસકારક તકો મળશે. નવીન કોલ-કરારો થાય. અવરોધોમાંથી માર્ગ મેળવી શકશો. મિલકતના કામકાજમાં અવરોધ ઊભા થાય.

તુલા (ર,ત)ઃ આ સમયમાં ઘણા અણઉકેલ્યા પ્રશ્નોનું નિવારણ થશે. નવીન તકો પ્રાપ્ત થાય. જેટલી સાનુકૂળતા છે તેટલી જ નવી જવાબદારી પણ આવશે. નાણાંકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહેશે. જે કંઈ સારી રીતે આવક થશે તે ખર્ચાઈ જશે. અલબત્ત આર્થિક મૂંઝવણ ધીમે ધીમે દુર થશે. નોકરિયાતને હવે વાતાવરણ સાનુકૂળ બનતું જણાશે. લાંબા સમયથી અટકેલા લાભો મળશે. બઢતીની તકો વધશે. તમારા પ્રયત્નો સફળ થતાં લાગશે. મકાન-મિલકતના પ્રશ્નો ચિંતા કરાવશે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં કેટલાક અવરોધો અને પ્રશ્નોનો સામનો કરવો પડે. ઉશ્કેરાટ અને ઉગ્રતા વધે નહિ તેનો ખ્યાલ રાખવો જરૂરી છે. ખોટી ચિંતાઓ વધતી જણાય. વાદવિવાદથી દૂર રહેજો. આ સમયમાં તમારા પ્રયત્નો સફળ થતાં આર્થિક કામકાજો પાર પડતા જણાય. અણધાર્યા ખર્ચના પ્રસંગો માટે નાણાંની વ્યવસ્થા કરી શકશો. ફસાયેલા કે ઉઘરાણીના નાણાં પરત મેળવવા પ્રત્યે ધ્યાન આપજો. નોકરીના ક્ષેત્રે પરિસ્થિતિ અને સંજોગો સુધરતાં તમારી મહેનત સફળ થતી જણાય.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃતમારી મૂંઝવણનો ઉકેલ મળશે. માનસિક ચિંતાનો બોજો હળવો થાય. સાનુકૂળતા સર્જાતી જણાશે. આર્થિક પરિસ્થિતિ સુધરશે. આવકવૃદ્ધિ જણાશે. જરૂરિયાત પૂરતા ખર્ચની જોગવાઇ કરી શકશો. જવાબદારીઓને પાર પાડી શકશો. શેર-સટ્ટામાં લાભની તક ઓછી જણાય. કોઈના વિશ્વાસે વહાણ હાંકવું નહીં. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળદાયી બનશે. મૂંઝવણ-ગુંચવણોમાંથી માર્ગ મેળવી શકશો. વેપાર-ધંધાની પરિસ્થિતિ વ્યવસ્થિત બનાવીને સારા લાભ ઊભા કરી શકશો.

મકર (ખ,જ)ઃ તમારી મહત્ત્વની કામગીરીમાં સફળતા મળશે. આ સમયમાં પરિવર્તનકારી પરિસ્થિતિ જણાય. જૂની ઉઘરાણી અને લેણાંની વાત આગળ વધશે. નોકરિયાતોને આ સમયમાં પ્રગતિ જણાશે. ગૂંચવાયેલા પ્રશ્નો હલ કરી શકશો. ધંધાકીય વિકાસ જણાશે. નવીન કામગીરીમાં મુશ્કેલીઓ હોય તો દૂર થાય. સંપત્તિ સંબંધિત પ્રશ્નોનો ઉકેલ મેળવી શકશો. મહત્ત્વના કાર્યોમાં પ્રગતિ જણાશે. કૌટુંબિક પ્રશ્નોને સુમેળપુર્વક ઉકેલજો. સ્નેહીજનોનો સાથ-સહકાર વધે. જીવનસાથીનો પ્રેમ-સહકાર પ્રાપ્ત કરી શકશો. સામાજિક આયોજનો સાકાર થાય. નવા પ્રવાસ-યાત્રા સફળ અને મજાના નીવડે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ તમે જે લાભની આશા રાખો છો તે મેળવવામાં વિલંબ થતો જણાશે. પ્રતિસ્પર્ધી અને હરીફોના કારણે ચિંતા રહે. નાણાંકીય જવાબદારી વધતી જણાશે. આવકના પ્રમાણમાં ખર્ચ વધતો લાગે. સંપત્તિ અંગેના પ્રશ્નો મૂંઝવણ વધારે. દામ્પત્યજીવનમાં સહકાર અને સંવાદિતા રહે. સ્ત્રીઓ માટે આ સમય બેચેની સૂચવે છે. વિદ્યાર્થીઓને મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે. યાત્રા-પ્રવાસ સફળ અને મજાનો નીવડે. નોકરી અને ધંધાના ક્ષેત્રે મહત્ત્વની તક મળશે તેનો લાભ લઈને ભવિષ્ય સુખદ બનાવી શકશો.

મીન (દ,ચ,ઝ,થ)ઃઅણઉકેલ્યા પ્રશ્નો હાથ ધરીને તેનો ઉકેલ મેળવી શકશો. અંગત મૂંઝવણોમાંથી હવે રાહત મળશે. નાણાંકીય દૃષ્ટિએ આ સમય એક યા બીજી રીતે ચિંતાપ્રદ જણાશે. જોકે ખોટો ભય રાખવાની જરૂર નથી. નાણાંકીય તકલીફ વધતી જોવાશે. કોઈની મદદ યા સહાય દ્વારા કામ પાડી શકશો. નોકરીના ક્ષેત્રે તમને ધાર્યો વિકાસ થતો જણાશે. બદલી-બઢતી અંગેના કાર્ય સફળ થાય. ધંધાકીય ક્ષેત્રે તમારા માર્ગ આડેના અવરોધો દૂર કરીને તમે સફળતાપૂર્વક આગળ વધી શકશો.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી