તા. ૨૮ એપ્રિલથી ૪ મે ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 27th April 2018 06:30 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહનો શુભારંભ ક્રમશઃ શાંતિ અને સફળતા તરફ દોરી જશે. અવરોધોનું હવે નિરાકરણ મળશે. મન ઉપરનો બોજ ઓછો થશે. સ્વજનો-મિત્રોનો સાથ મેળવશો. યાત્રા-પ્રવાસના આયોજન સફળતા અપાવશે. સ્થાનફેર માટેની ઇચ્છાઓ ફળિભૂત બનશે. ચિંતાના ઘેરાયેલા વાદળા હવે વિખેરાવા માંડશે. નક્કી કરેલા કાર્યો પૂરા થાય. વેપાર-ધંધામાં હવે બરકત રહેશે. નોકરીમાં પ્રતિસ્પર્ધીઓથી ભયમુક્ત બની શકશો. સંતાનો તરફથી સહયોગ મેળવશો. વિદ્યાર્થીઓ માટે આ સમય વધુ પ્રગતિમય બની રહેશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયગાળાને દુર્લભ સમજીને અધૂરા રહેલા કાર્યો પૂર્ણ કરવાની તક ઝડપી લેશો તો લાભમાં રહેશો. આકસ્મિક લાભની ઉજળી શકયતાઓ આર્થિક બળવાન બનાવશે. વેપાર અને સાઈડ બિઝનેસમાં પણ તમારું આયોજન સફળતા અપાવશે. લગ્નવાંચ્છુઓ માટે આ સમય મહત્ત્વનો પુરવાર થશે. મૈત્રીપૂર્ણ સંબંધો લાભકારક બનશે. નાણાંકીય રીતે આ સપ્તાહ સારું રહેશે. મતભેદોના કારણે બગડેલા સંબંધો સુધારી શકશો.

મિથુન (ક,છ,ઘ)ઃ નાણાંકીય રીતે આ સપ્તાહમાં થોડીક મુશ્કેલી સર્જશે. આર્થિક વ્યવહારોમાં કાળજી રાખવી જરૂરી. નવા સાહસ માટે આપે થોડોક સમય થોભી જવા મજબૂર બનવું પડશે. તમારી ઇચ્છાઓ મનમાં રહેશે. નોકરીમાં પણ જોઈજાળવીને કામગીરી કરશો તો નુકસાન ટાળી શકશો. મિત્રો-સ્વજનો મદદરૂપ બનશે. દામ્પત્યજીવનમાં કડવાશ ઊભી ન થાય તે માટે વાણી-વર્તન ઉપર પણ ધ્યાન આપવું પડશે. પરિચિતો લાગણીનો લાભ પણ ઉઠાવવા પ્રયત્ન કરશે. સ્વાસ્થ્ય બાબતે થોડીક કાળજી લેવી પડશે.

કર્ક (ડ,હ)ઃ નાણાંકીય બાબતોમાં ક્રમશઃ સફળતા હાંસલ કરશો. વિવિધ મુશ્કેલ કાર્યોમાં ઉકેલ મેળવશો. અત્યાર સુધીની મહેનત હવે સફળતામાં પરિણમશે. માંગલિક અને ધાર્મિક પ્રસંગો આપને દોડધામ કરાવશે. વ્યવહારિક જીવનમાં આપ યશ-માન મેળવી શકશો. પ્રીતિપાત્રોની હૂંફ મળશે. નિર્ણયો લેતી વખતે થોડીક કાળજી લેવી હિતાવહ રહેશે. જરૂરતના સમયે વડીલોની મદદ અને મિત્રો તરફથી સહાનુભૂતિ મળશે. નાણાં અટવાયા હશે અને વેપાર-ધંધામાં મંદી હશે તો તમે હવે તેમાંથી બહાર નીકળી શકશો. નોકરીમાં રાહતજનક સમય.

સિંહ (મ,ટ)ઃ સંઘર્ષમાંથી બહાર નીકળવા માટે આ સમય ઘણો લાભદાયી પુરવાર થશે. અણધાર્યા લાભની શક્યતાઓ વધશે. કરેલા કામની કદર પણ હવે થશે. યશ-માન મેળવી શકશો. વાહન-મિલકતના પ્રશ્નો હલ થતાં જણાય. સ્વાસ્થ્ય બાબતે અણધારી રાહત અનુભવશો. માંગલિક પ્રશ્નોની યોજના આકાર લેશે. વેપાર-ધંધામાં ક્રમશઃ રાહત રહેશે. નોકરીમાં કામની કદર થાય. નાણાંકીય બાબતોમાં સફળતા સાંપડશે. નજીકની વ્યક્તિઓની મદદ પણ લાભકારક પુરવાર થશે. સંતાનો તરફથી રાહત મળશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહમાં તમે આયોજનબદ્ધ કામગીરી થકી સારી સફળતા મેળવી શકશો. દબાયેલા નાણાં અને આર્થિક વ્યવહાર બાબતે થોડીક ચડભડ રહેશે. મકાન-મિલકતના પ્રશ્નોમાં મદદ મળશે. નવા સાહસ પણ તમારા માટે લાભકારક બનશે. નવીન ચીજવસ્તુની ખરીદી થશે. મિત્રો-સ્વજનો પણ તમારા કાર્યોમાં મદદરૂપ બનશે. કુંવારાઓને આ સમયમાં મનપસંદ પાત્ર શોધવામાં સફળતા સાંપડશે. પ્રિય પાત્રો તરફથી પણ વધુ લાગણી અનુભવશો. સરકારી કાર્યોમાં રાહત થશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે.

તુલા (ર,ત)ઃ સપ્તાહના આરંભથી જ ચેતના-સ્ફૂર્તિ અનુભવશો. દુશ્મનો પણ મિત્ર બનવા પ્રયત્નો કરશે. લાંબા સમયથી મુંઝવતા પ્રશ્નો અણધાર્યા ઉકેલાશે. વેપાર-ધંધામાં રહેલી રુકાવટ દૂર થશે અને હવે તેજી તરફ આગેકૂચ કરશો. વેપાર-ધંધાના વિકાસ માટે કામચલાઉ ભાગીદારી નુકસાનકારક સાબિત થઇ શકે છે. જોબના સ્થળે તમારું માનપાન વધશે અને પ્રમોશન માટે સંજોગો સર્જાય તો નવાઈ નહીં. ભૂતકાળમાં કરેલી મદદનો બદલો હવે મેળવી શકશો. લગ્ન-માંગલિક કાર્યો માટે આપે તૈયારીઓ કરવી પડશે.

વૃશ્ચિક (ન,ય)ઃ સ્વાસ્થ્ય બાબતે થોડીક ચિંતા રહેશે. વાયુપ્રકૃતિના દર્દો વધુ જોર કરતાં જણાશે. વાહન ચલાવવામાં થોડીક કાળજી રાખવી જરૂરી રહેશે. યંત્રો અને ટેક્નિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા ધંધાર્થીઓ માટે આ સમય સાચવવાનો જણાય છે. વધુ ખર્ચા થશે. ખોટી દોડધામ પણ કરવી પડશે. થોડુંક ટેન્શન વધશે. નુકસાન થવાની સંભાવનાઓ વધશે. નવી ખરીદી હાલ મોકુફ રાખશો. શેર-સટ્ટો કે લોટરીમાં પૈસા લગાવતા પહેલાં વિચાર કરશો. દામ્પત્યજીવનમાં એકબીજાની આત્મીયતા વધશે. સંતાનો તરફથી સ્નેહભાવ વધશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આકસ્મિક યાત્રા-પ્રવાસની ગોઠવણી થવાની સંભાવના અધિક રહેશે. કુંવારાઓને આ સમય પસંદગીના પાત્રો માટે દોડધામ કરાવશે. વેપાર-ધંધામાં બરકત જણાશે. નોકરીમાં પણ આનંદજનક સમય રહેશે. મનોબળ વધુ મજબૂત બનશે. જોકે કોઇ પણ નિર્ણયો જોઈજાળવીને લેવા હિતકારી રહેશે. પતિ-પત્ની વચ્ચેના અણબનાવો સુખદ સમાધાનમાં ફેરવાશે. નવી ઓળખાણ રાહત અપાવશે. ધર્મલાભ અને માંગલિક પ્રસંગો દોડધામ કરાવશે. સંતાનો તરફથી રાહત થતી જણાશે. રાજકીય લાભ મેળવી શકશો. નાણાંકીય મુદ્દે રાહત રહે.

મકર (ખ,જ)ઃ જીવનસાથી સાથે માનસિક તણાવ હશે તો ક્રમશઃ ઓછો થશે. કોઇ મુદ્દે ટેન્શન હશે તો આ સપ્તાહથી ઓછું થશે. સંતાનો તરફથી મદદ મળવાની સાથે આત્મીય લાગણી પણ વધુ જોઈ શકશો. મિત્રો-સ્વજનો તરફથી રાહત જણાય. વેપાર-ધંધામાં પણ થોડીક ગરમી આવતી જણાશે. ઠપ્પ થયેલા કાર્યો ગતિ પકડશે. કુંવારાઓ માટે પણ આ સમય યોગ્ય પાત્રોની પસંદગી માટે ફળદાયી બને. નાના પ્રવાસની ગોઠવણી થશે. નવીન ચીજવસ્તુની ખરીદી કરી શકશો. જોકે તમારે બીજાઓના કાર્યો માટે પણ દોડધામ કરવી પડશે. આકસ્મિક ખર્ચાઓ અંગે પણ થોડીક ચિંતા રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ સામાજિક અને ધાર્મિક કાર્યો માટે આ સમય લાભકારક છે. ધંધા-વેપારમાં થોડુંક જોખમ ઉપાડીને સફળતા મેળવી શકશો. નવા આયોજન તરફ ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી છે. જોકે અમલમાં થોભો અને રાહ જૂઓની ઉક્તિને અનુસરવી પડશે. વાહન ચલાવવામાં થોડીક વિશેષ કાળજી રાખવી જરૂરી છે. થોડોક સમય ખરીદી ઉપર કન્ટ્રોલ કરશો તો લાંબા ગાળે લાભમાં રહેશો. વેપારમાં નવીન તક સાંપડશે. નોકરી બદલવાની ઇચ્છાઓ સાકાર થશે. ધર્મલાભ મેળવી શકશો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આરોગ્યની દૃષ્ટિએ આ સપ્તાહ જોઇએ તો કફ તથા વાયુપ્રકૃતિના દર્દોથી મુશ્કેલી સર્જાતી જણાશે. વડીલોના આરોગ્યની બાબતે પણ ચિંતા રહેશે. ખોટા વિચારોથી મન ઘેરાયેલું રહેશે. આધ્યાત્મિક લાભ મેળવી શકશો. યાત્રા-પ્રવાસના સંસ્મરણો આનંદ અપાવશે. નવીન કામગીરીનો પાયો નંખાશે. સ્વજનો-મિત્રોની સાચી સલાહ મદદરૂપ બનશે. સંતાનો તરફથી સહયોગ મળી રહેશે. ધંધા-વહેપારમાં લાભદાયી સોદા થાય. નવીન મિલકતની ખરીદી થશે. રાજકીય અને સામાજિક કાર્યો માટે દોડધામ થાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter