તા. ૨૮ જુલાઇ થી ૩ ઓગસ્ટ ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 27th July 2018 07:26 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ સર્જનાત્મક કાર્યમાં સાનુકૂળતા મળતા આનંદ-ખુશી અનુભવશો. મનની ઇચ્છાઓ સાકાર થતી જણાશે. બેચેનીનો બોજ હળવો થશે. આ સમયગાળામાં આર્થિક મૂંઝવણના ઉપાય મળશે. કોઈની મદદથી તમારી ચિંતા દૂર થશે. લાભના પ્રયત્નો કરશો તો સફળ થશો. અવરોધોનો ઓળંગી શકશો. નોકરિયાતો માટે આ સમય કોઈ મહત્ત્વની તક આપનાર છે. લાભ અટક્યો હશે તો મળશે. અવરોધોને ઓળંગી શકશો.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં મહત્ત્વની કાર્યરચના સાકાર થતી જણાય. માનસિક ભારણ હળવું થાય. સર્જનાત્મક કામ થઈ શકે. નિરાશાના વાદળો વિખેરાતાં લાગે. આર્થિક પરિસ્થિતિને તમે વધુ બગડતી અટકાવી શકશો. જરૂરી આવક ઊભી થાય. તમારા મહત્ત્વના પ્રશ્નો હલ કરી શકશો. નોકરિયાતો માટે સફળતા અને પ્રગતિની તકો વધે. લાભદાયી તક મળે. સંજોગો સાનુકૂળ થાય. ધંધાકીય ક્ષેત્રે હવે મુશ્કેલીઓ દૂર થવાથી રાહત વધે. લાભદાયી કાર્ય પાર પડે. નોકરીમાં બઢતીનો પ્રશ્ન હજુ ગૂંચવાયેલો જણાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ અંગત બાબતોના કારણે અજંપો-વ્યથાનો અનુભવ થાય. અકારણ બેચેની જણાશે. મનને સક્રિય રાખજો તો વધુ નિરાશાથી ઉગરી શકશો. આવકવૃદ્ધિને અવકાશ નથી. આવક ઘટે નહિ તે જોજો. ચૂકવણીઓ સામે ઉઘરાણી મેળવવા માટે પ્રયત્નશીલ બનવું પડશે. આગામી સમય નાણાંભીડ સૂચવે છે. નોકરિયાતોએ વિરોધીથી સાવધ રહેવું. ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળજો. અણઉકેલ્યા પ્રશ્નો સતાવશે. વેપાર-ધંધાના ક્ષેત્રે કેટલીક પ્રતિકૂળતા કારણે ધાર્યા લાભ મળે નહીં. સંપત્તિ અંગેના પ્રશ્નો મૂંઝવશે.

કર્ક (ડ,હ)ઃ અંગત કે ધાર્મિક, માંગલિક કે વૈવાહિક પ્રસંગોનો સાનુકૂળ ઉકેલ આવતો જણાશે. ગૃહજીવનમાં સર્જાયેલા મતભેદો દૂર થશે. પ્રવાસ-યાત્રાની શક્યતા જણાય છે. સાથોસાથ કેટલીક લાભદાયી નવરચનાઓ સાકાર થશે. સંતાન અંગે સાનુકૂળતા વધશે. નાણાંકીય બાબતો ગૂંચવાતી જણાશે. નાણાંના અભાવે કેટલાક ધાર્યા કામકાજો પાર પડે નહીં. ભાડૂઆતો સાથેના વિવાદનો ઉકેલ લાવી શકશો. વડીલોપાર્જિત મિલકતો મેળવી શકશો.

સિંહ (મ,ટ)ઃ આ સમયમાં કોઈને કોઈ પ્રકારે નાની-મોટી ચિંતાઓના કારણે અશાંતિના પ્રસંગો જોવાશે. બેચેની અને અસ્વસ્થતાના કારણે તમે ધાર્યું કરી શકશો નહિ તેમ લાગે છે. આ સમય નાણાંકીય દૃષ્ટિએ મિશ્ર જણાય છે. નોકરિયાત વર્ગ માટે આ સમય પ્રોત્સાહક જણાય. બઢતી-બદલીના સંજોગો ઊભા થાય. ઉપરી સાથેના સંબંધો સારા રહે. સહકર્મચારીઓ સાથે વિવાદ ના સર્જાય તે જોવું આપના હિતમાં છે. જમીન-મકાનની ખરીદી-વેચાણના કામકાજમાં અવરોધ હશે તો દૂર થશે. મકાન બદલવાની ઇચ્છા હશે તો પૂર્ણ થશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયગાળો સાનુકૂળ અને સફળ નીવડતાં તમારી માનસિક સ્થિતિ પ્રફુલ્લિત રહેશે. મનનો ભાર હળવો થાય. ચિંતાના વાદળો દૂર વિખેરાતા જણાશે. આર્થિક પરિસ્થિતિ સુધરશે. આવક વધે. ખર્ચાની જોગવાઈ કરી શકાશે. જવાબદારીઓ પાર પડે. શેર-સટ્ટાથી લાભ નથી. કોઇને વિશ્વાસે ધિરાણ કરવાથી હાનિ થાય. નોકરી-ધંધાના ક્ષેત્ર તમારા પ્રયત્નો ફળશે. કોઈની સહાયતા પ્રાપ્ત થાય. મૂંઝવણમાંથી માર્ગ મળશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ વ્યવસ્થિત બનાવીને સારા લાભ કરી શકશો.

તુલા (ર,ત)ઃ અંગત મૂંઝવણ કે સમસ્યાઓ ધીમી ગતિએ, પણ સાનુકૂળ રીતે ઉકેલાશે. વિચારો કે કોરી કલ્પનાઓ કરીને દુઃખી થશો નહીં. માનસિક સ્વસ્થતા જાળવી લેવાથી કશું જ સંકટ ભોગવવું નહિ પડે. તમારા અટવાયેલા લાભ મેળવવાના પ્રયાસો સફળ થશે. જૂનું લેણું મળે. હવે તમારે આર્થિક બાબતો વધુ વ્યવસ્થિત રાખવાથી જરૂર થશે. નોકરી-ધંધાના ક્ષેત્રે તમે જરૂર આગળ વધી શકશો. માર્ગમાં આવતા અવરોધોને પાર કરી શકશો. ચિંતાનો ઉકેલ મળશે. નોકરિયાતને બદલી યા પરિવર્તન યોગ છે. વિઘ્નોને પાર કરી શકશો.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં સાનુકૂળ અને ઇચ્છિત તકો મળતા ખુશી વધશે. સારા સંબંધો બંધાશે. પરિવર્તનની તકો સાંપડશે. માનસિક તંગદિલી હળવી બનશે. નાણાંકીય બાબતો તરફ ધ્યાન આપજો. વ્યવસ્થિત બનીને રહેવાથી અગવડ ઓછી થશે. એકાદ - બે ખર્ચના પ્રસંગો આવે. જૂની ઉઘરાણીથી આવક થાય. એકંદરે ઠીક-ઠાક સારું ફળ મળે. નોકરી ક્ષેત્રે વાતાવરણ યથાવત્ રહે. બઢતીનો માર્ગ રૂંધાશે. વાદવિવાદ સર્જાય. અસંતોષ અનુભવાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ તમારા સંજોગો હજુ સુધરતા જણાતા નથી. જમીન-મકાનના કામકાજો પાર પડે. સારી તક મળે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ અહીં તમે હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખજો. અવાસ્તવિક ભય અને કાલ્પનિક ચિંતાઓ જણાશે. આથી તમે આધ્યાત્મિક માર્ગ દ્વારા જ શાંતિ મેળવી શકશો. નિરાશા અને નકારાત્મક વિચારો છોડી દેજો. નાણાંકીય આયોજનને વ્યવસ્થિત રાખજો નહિ તો હેરાન થઈ જશો. ખોટા ખર્ચ વધી જવાનો સંભવ છે. હજુ અટવાયેલા લાભ કે ઉઘરાણી મેળવવામાં વિલંબ થાય. નોકરિયાત વર્ગને કામકાજમાં બોજ વધતાં લાગે. ઉપરી વર્ગ સાથે વાદ-વિવાદ ટાળજો. વેપાર-ધંધામાં પરિસ્થિતિ સામે ધીમે ધીમે આશાજનક અને પ્રગતિકારક બનશે.

મકર (ખ,જ)ઃ આ સમયમાં તમારા માર્ગ આડેના વિઘ્નો માનસિક તાણ પેદા કરશે. અશાંતિ પણ અનુભવાશે. નાણાંકીય દૃષ્ટિએ જોતાં આ સમય આવકના પ્રમાણમાં જાવક પણ રહેશે. સાચવીને ખર્ચ કરજો. આંધળા સાહસ ન કરવા જોઈએ. નોકરિયાત વર્ગને નજીક લાગતો લાભ દૂર ઠેલાય. બદલી પરિવર્તનની તક આવી મળશે તે ઝડપી લેજો. વેપાર વર્ગ માટે સમય મિત્ર છે. તેથી ધંધાના કામકાજો વધુ ધ્યાન માંગી લેશે. આ ક્ષેત્રે હવે ધીમો વિકાસ શરૂ થવાના એંધાણ મળશે. વધુ મહેનત કાર્ય સફળ થાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહ દરમિયાન મનનો ઉદ્વેગ વધતો જણાશે. કેટલીક તકલીફો વધતાં ચિંતાનો અનુભવ થશે. સ્વસ્થતા કેળવવા તરફ લક્ષ આપવું જરૂરી છે. નાણાંકીય દૃષ્ટિએ વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો પડશે. આવક સામે ખર્ચા વધુ રહેશે. નોકરિયાતોને પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વિરોધીઓ દૂર થતાં લાગે. પ્રગતિનો માર્ગ મોકળો બનશે. ઉન્નતિકારક તક મળશે. ધંધાકીય યોજનામાં સારી પ્રગતિ જણાશે. વિકાસ સાધી શકશો. મકાન-સંપત્તિને લાગતો કામો માટે મુશ્કેલીઓ વધુ જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ માનસિક તંગદિલીમાં ઘટાડો થશે. સાનુકૂળ માહોલના કારણે તમે વધુ આનંદ માણી શકશો. ચિંતા - ઉપાધિના કોઇ પ્રસંગો જણાતા નથી. સર્જનાત્મક કાર્ય થઈ શકશે. આપની જરૂરિયાત પ્રમાણે આવક વધે તેવા યોગો નથી. બલકે જે બચત છે તે ખર્ચાતા નાણાંભીડ સર્જાશે. આ સમયમાં જૂના લેણાંની રકમો મળવાથી વહેવાર નભી જશે. નોકરિયાત માટે આ સમય પ્રોત્સાહક છે. સફળતા મળે. બઢતીનો માર્ગ ખૂલશે. અગત્યના ધંધાકીય કામકાજોથી લાભ વધે. વિકાસ અને વિજયનો માર્ગ યોગ છે.


comments powered by Disqus


The Expansion of Heathrow Airport


Dear valued reader,

Here at Gujarat Samachar, we are conducting an investigation in to the potential impacts of the expansion of London's Heathrow Airport. Following Parliaments' approval of the construction of a third runway, we are seeking to gain a better understanding of how the public feels regarding this sizeable proposal. We ask that you reply to our questionnaire so that we can get a feel of how our readers view the potential expansion. Views of those local to West London are particularly welcome.



to the free, weekly Gujarat Samachar email newsletter