તા. ૨૮ સપ્ટેમ્બર થી ૪ ઓક્ટોબર ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 27th September 2019 06:31 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમય સાનુકૂળ અને સફળ નીવડતાં મનનો ભાર હળવો થાય. ચિંતાના વાદળો દૂર વિખેરાતાં જણાશે. આર્થિક પરિસ્થિતિ સુધરશે. આવક વધે. ખર્ચની જોગવાઈ કરી શકશો. જવાબદારીઓ પાર પડે. અલબત્ત, શેર-સટ્ટાથી લાભ નથી. કોઈના વિશ્વાસે ધિરાણ કરવાથી હાનિ થાય. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે. મૂંઝવણમાંથી માર્ગ મળે. વેપાર-ધંધાની પરિસ્થિતિ વ્યવસ્થિત બનાવીને સારા લાભ ઊભા કરી શકશો. સંપત્તિમાં રોકેલા નાણાં ફળદાયી નીવડે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આવેશ અને ગુસ્સો કાબૂમાં રાખજો. મતભેદને સ્વમાનનો પ્રશ્ન બનાવશો તો અંતે તમારો તણાવ જ વધશે. તમારી યોજના મુજબના લાભ મળે નહીં. આવક અંગેનો અસંતોષ અકળાવશે. કરજ કે ચૂકવણી અંગે સહાયો મેળવી શકશો. નોકિરયાતો માટે આ સમય કાર્યભાર અને નવી જવાબદારી વધારનાર છે. ખટપટ અને વિરોધીઓની પ્રકૃતિના કારણે ટેન્શન જણાશે. નોકરીમાં બદલી કે બઢતીના તમારા પ્રયત્નો સફળ થશે. ધંધા-વેપારના ક્ષેત્રે પુરુષાર્થ કરવો પડે.

મિથુન (ક,છ,ઘ)ઃ પરેશાનીનો અંત આવતો જણાય. મહત્ત્વની તકો મળતા પ્રગતિ થશે. આનંદ-ઉલ્લાસ માણી શકશો. ઉત્સાહવર્ધક પ્રસંગો બને. મુશ્કેલીઓ અને વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ મેળવશો. અણધારી મદદથી કામ પાર પડે. ઉઘરાણીનાં નાણાં મળશે. ધંધાકીય યોજનાઓમાં સારી પ્રગતિ જણાશે. મકાન-મિલકત માટે ગ્રહયોગો સાનુકૂળ છે. પ્રયત્નો ફળશે. ભાડુઆત સાથેના મતભેદનો ઉકેલ લાવી શકશો. વડીલોપાર્જત મિલકત મેળવવા પ્રયત્નો વધારજો.

કર્ક (ડ,હ)ઃ અંગત મૂંઝવણોના કારણે મન અશાંત રહેશે. હિંમત અને આત્મવિશ્વાસ રાખશો તો જ પ્રગતિ સાધી શકશો. મુશ્કેલીઓને પાર પાડી શકશો. આ સમયમાં નાણાંભીડનો અનુભવ થાય. આવક કરતાં જાવકનું પ્રમાણ વધશે. વ્યવસ્થિત આયોજન જ તમને ઉગારી શકશે. નોકરીના ક્ષેત્રે કોઈ મુશ્કેલી હશે તો તે દૂર થતી જણાશે. વેપાર-ધંધા અંગેના તમારા પ્રયત્નો સફળ થશે. નવી સહાયો મેળવી શકશો. જમીન-મકાનના મામલે સમય હજુ પ્રતિકૂળ છે. ખોટી તકરારમાં પડશો નહીં.

સિંહ (મ,ટ)ઃ સપ્તાહમાં કોઈને કોઈ પ્રકારે નાની-મોટી ચિંતાઓના કારણે અશાંતિ કે ઉદ્વેગના પ્રસંગો સર્જાતા જણાશે. બેચેની અને અસ્વસ્થતાને કારણે ધાર્યું આયોજન પાર પડશે નહીં. નાણાંકીય દૃષ્ટિએ આવક કરતા વ્યયના પ્રસંગો વધતા મૂંઝવણ રહે. આર્થિક આયોજન કરવું જરૂરી છે. નોકરિયાત માટે આ સમયના યોગો પ્રગતિકારક અને આશાજનક છે. અગત્યના કામકાજોને આગળ ધપાવી શકશો. વેપાર-ધંધામાં લાભનો સંયોગ સર્જાતો જણાશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં અસ્વસ્થતાનો અનુભવ થાય. વિલંબથી ફળ મળવાના કારણે તણાવ પણ વર્તાય. નાણાંકીય જવાબદારી વધતી જણાશે. ખર્ચનું પ્રમાણે વધતું લાગે. નાણાંભીડના કારણે કેટલીક યોજના મુલતવી રાખવી પડશે. ઉઘરાણી મેળવવા સઘન પ્રયાસો કરજો. નોકરિયાતોને ઉન્નતિનો માર્ગ હજી અવરોધાયેલો જણાય. કોઈને કોઈ વિઘ્નો આવતા જણાશે. ધંધાકીય કામગીરીમાં જવાબદારી વધતી જણાય.

તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન યોજનાઓ માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતા માનસિક ભારણ હળવું થાય. બેચેની - ઉત્પાત ઘટશે. નાણાંકીય જવાબદારીઓ પાર પાડવા માટે આર્થિક આયોજન કરી શકશો. થોડીક અણધારી આવકના યોગ છે. નોકરિયાત માટે આ સમય વધુ પ્રોત્સાહક નીવડશે. તમારા કાર્ય અંગે પ્રશંસા પામશો. વિરોધીઓના હાથ હેઠા પડતાં શાંતિ અનુભવશો. વેપાર-ધંધાના ક્ષેત્રે વિકાસ અને લાભના યોગો જણાય છે.

વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક પ્રસન્નતા સાથે આગેકૂચ કરી શકશો. વિપરીત સંજોગો આવશે, પણ તે દૂર થઇ જશે. આવક-જાવકના પાસાં પર વિશેષ ધ્યાન રાખવાની જરૂરી જણાય છે. અણધાર્યા ખર્ચ આવી પડશે. વળી, લેણી રકમો મેળવવી મુશ્કેલ બનશે. લાભની આશા ફળશે નહીં. નોકરી-ધંધામાં આ સમય એકંદરે સખત મહેનત માગી લેતો જણાય છે. ઇચ્છાઓ સાકાર કરવા માટે પુરુષાર્થ કરવો પડે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ અંગત મૂંઝવણ કે સમસ્યાઓ ધીમી ગતિએ, પણ સાનુકૂળ રીતે ઉકેલાશે. વિચારો કે કોરી કલ્પના કરીને દુઃખી થશો નહીં. માનસિક સ્વસ્થતા જાળવશો તો કશું જ સંકટ ભોગવવું નહીં પડે. આર્થિક બાબત પ્રત્યે સજાગતા જરૂરી છે. અગાઉની કામગીરીઓ, જવાબદારીઓના કારણે ખર્ચ-વ્યય વધશે. નાણાંકીય મૂંઝવણ જણાય. કોઈ નવા ખર્ચ વધવા ન દેશો. નોકરીના ક્ષેત્રે જો કોઈ પ્રતિકૂળ સ્થિતિ નિર્માણ થઈ હશે તો તે દૂર થશે. યશ-વિજયના યોગ છે.

મકર (ખ,જ)ઃ આ સમયમાં ઉત્સાહપ્રેરક બનાવો ઉમંગ-ઉલ્લાસ વધારશે. મહત્ત્વના કામકાજો કે કામગીરીમાં સફળતાના આશાસ્પદ સંજોગો આનંદનો અનુભવ કરાવશે. સ્નેહીજનોથી મિલન-મુલાકાત થાય. તમારી નાણાંકીય મૂંઝવણો કે જરૂરિયાતો અંગે રાહતજનક ઉકેલ મળે. ખર્ચને કાબૂમાં રાખશો તો વિશેષ રાહત રહેશે. નોકિરયાતોને પુરુષાર્થનું સારું ફળ મળશે. તમારી ગૂંચવાયેલી સમસ્યાઓનો ઉકેલ મળશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ કાર્યોમાં સફળતા આનંદ-ખુશીનો અનુભવ કરાવશે. મનની ઇચ્છાઓ સાકાર થતી જણાય. મન પરથી બેચેનીનો બોજો હળવો થાય. આવકનો નવો માર્ગ શોધી શકશો. સારી તકો મળશે. આવકના પ્રમાણમાં ખર્ચ રહેશે. જૂના લાભ અટક્યા હોય તો મળે. ધંધા-વ્યાવસાયના ક્ષેત્રે પ્રગતિકારક કાર્યરચના થાય. ઉન્નતિનો માર્ગ મોકળો થાય. યાત્રા-પ્રવાસ સફળ થાય. મકાન-મિલકતના કામકાજો ગૂંચવાયેલા હશે તો તે ઉકેલાશે. કૌટુંબિક જીવનમાં મતભેદો હશે તો તે દૂર થશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ મનોસ્થિતિ ગૂંચવાયેલી રહેશે. અલબત્ત, આપની મૂંઝવણો કાલ્પનિક વધુ હશે. નાણાંકીય જવાબદારીઓ વધતી જોવાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો અને લાભમાં અંતરાય જણાશે. ધીરધાર કરશો નહીં. મોટા સાહસમાં પડશો નહીં. નોકરીના ક્ષેત્રે પ્રોત્સાહક વાતાવરણ સર્જાય. વેપાર-ધંધાના ક્ષેત્રે વિકાસકારક સમય છે. જમીન-મકાન સંબંધિત પ્રશ્નો મૂંઝવશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter