તા. ૨૯ જુલાઇ થી ૪ ઓગસ્ટ ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Saturday 29th July 2017 09:38 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં તમારા મનની સ્થિતિ સ્વસ્થ રહે નહિ તેવા પ્રસંગો જણાશે. વિપરીત પ્રસંગો વખતે સહનશક્તિ ગુમાવશો તો વધુ શોષાવું પડશે. ધીરજ અને ડહાપણથી કામ લેશો. અગત્યના નાણાંકીય પ્રશ્નો હલ થતાં સફળતા મળે. ઉઘરાણીના પ્રશ્નો પતાવી શકશો. અન્યને ધીરેલા, ફસાયેલા નાણાં પરત મળતાં રાહત મળે. નોકરિયાતને કેટલીક મુશ્કેલીઓ હોવા છતાં કશું બગડવાનો ભય રાખવાની જરૂર નથી. વેપાર-ધંધામાં મહત્ત્વના કોલ-કરારો કરવામાં ધ્યાન રાખવું. સંતાનના વિવાહ સંબંધિત પ્રશ્નોમાં સારું પરિણામ આવે.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહમાં પ્રવૃત્તિઓનો વિકાસ થશે. બૌદ્ધિક અને યોજનાકીય કામગીરીમાં સફળ થશો. માનસિક ઉત્સાહ અનુભવશો. ધ્યેય સિદ્ધ કરવાની સાનુકૂળતા વધશે. આવકના નવા સ્ત્રોત વધારવાનું કાર્ય સફળ થશે. અલબત્ત આવકના પ્રમાણમાં ખર્ચ વધે. નોકરી-ધંધાના ક્ષેત્રે તમે જરૂર આગળ વધી શકશો. તમારા માર્ગમાં આવતા અવરોધોને પાર કરી શકશો. ચિંતાનો ઉકેલ મળશે. જોકે ઉતાવળા પરિણામોની આશા ન રાખશો. નોકરિયાતને બદલી યા પરિવર્તનનો યોગ છે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં મનોઉદ્વેગના બનાવો બનશે. કેટલીક તકલીફો વધતા ચિંતાનો અનુભવ થશે. સ્વસ્થતા કેળવવા તરફ વધુ લક્ષ આપજો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય સાનુકૂળ નીવડશે. આવનાર ખર્ચ માટેની જોગવાઈ કરી શકશો. લોન-કરજ વગેરેના કાર્યો પાર પડતા જણાય. સારી નોકરી મેળવવાના નોકરિયાતના પ્રયત્નો ફળદાયી બનશે. ચાલુ નોકરીના પ્રશ્નો ઉકેલીને સાનુકૂળતા સર્જી શકશો. વેપાર-ધંધાની બાબતોથી સંતોષ રહે નહિ. સંતાનોની ચિંતા થોડીક વધશે. બુદ્ધિ-કુનેહથી કામ લેવું જરૂરી છે.

કર્ક (ડ,હ)ઃ અશાંતિ કે તાણમાંથી મુક્તિ મેળવવા માટે ગ્રહો મદદરૂપ થશે. કેટલીક અન્ય વ્યક્તિઓ સાથે માનસિક ઘર્ષણના પ્રસંગો સર્જાય. તમારી કેટલીક મહત્ત્વની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહક તકો પણ મેળવી શકશો. ખર્ચ અને આવક અલ્પ રહેતા પરિસ્થિતિ કપરી બનતી જણાશે. આવકનો નવો માર્ગ શોધવો પડશે. આ માટેના તમારા પ્રયત્નો સફળ થશે ખરા. નોકરીના ક્ષેત્રે કોઈ મુશ્કેલી કે અંતરાય હશે તો દૂર થતાં જણાય અને મહત્ત્વની ઉન્નતિનો માર્ગ મળતો જણાશે. ખોટા વ્યક્તિઓથી દૂર રહેવાનો પ્રયત્નો ખાસ કરશો.

સિંહ (મ,ટ)ઃ આ સમય માનસિક ઉત્પાતનો અનુભવ કરાવી જાય. કોઇ પણ ઉતાવળા પગલાં લેતાં પહેલાં સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવજો. ઉઘરાણીના કામકાજ પતાવી શકશો. લાભ વધવાની સાથે વ્યય પણ વધવાનો છે. આવકનું વ્યવસ્થિત આયોજન કરશો તો વાંધો નહિ આવે. નોકરિયાત માટે ગ્રહયોગો શુભ છે. પ્રતિકૂળતામાંથી માર્ગ મળે. વિરોધીના વિઘ્નોને પાર કરી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહક જણાશે. સાધુ-સંતોની મુલાકાત માનસિક શાંતિ અપાવશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક તણાવ અજંપો વધશે. મહત્ત્વના કામકાજોમાં વિલંબ થતાં ચિંતાનો બોજ વધશે. નાણાંકીય આયોજન વ્યવસ્થિત કરશો તો વાંધો નહીં આવે. આવકવૃદ્ધિ થાય, પણ બચત થાય નહિ. અગત્યના નાણાંકીય કામકાજ પતાવી શકશો. ખર્ચને પહોંચી વળવાના ઉપાયો સફળ થાય. નોકરિયાતને હાથ આવેલો લાભ અહીં અટવાતો જણાશે. ઉપરી સાથે વિવાદ થાય. ધંધાકીય પ્રતિકૂળતામાંથી માર્ગ મળશે. સામાજિક-રાજકીય કાર્યોમાં યશ-માન મળે.

તુલા (ર,ત)ઃ અકારણ ઉદ્વેગના પ્રસંગો માનસિક તંગદિલીનો અનુભવ કરાવે તેમ લાગે છે. કાર્યશક્તિનું ફળ ન મળતાં નિરાશા જન્મશે. નાણાંકીય લેવડદેવડમાં હજુ પૂરેપૂરો સાનુકૂળ સમય જણાતો નથી. ધારી આવક કે લાભ પૂરતાં ન મળે. તમારું આયોજન વ્યવસ્થિત કરી લેજો. નવા વધારાના ખર્ચાઓ ઊભા થશે. નોકરિયાત માટે સમય પ્રગતિકારક બનશે. તમારા વિરોધીઓની ચાલ નિષ્ફળ જશે. લગ્ન-વિવાહ ઇચ્છુકોને સારા સમાચાર મળી શકે છે.

વૃશ્ચિક (ન,ય)ઃ અગત્યના મૂંઝવતા પ્રશ્નોના ઉકેલમાં સફળતા મળતાં ઉત્સાહ વધશે. લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવે અથવા તેમાં પ્રગતિ થતી જણાશે. આર્થિક દૃષ્ટિએ સમય સુધારાજનક છે. એકંદરે સાનુકૂળતા જણાશે. આવકવૃદ્ધિનો માર્ગ મળે. તમારા વ્યવહારો ચલાવવા પૂરતી નાણાંકીય વ્યવસ્થા કરી શકવામાં સફળ થશો. અણઉકેલ્યા નોકરીવિષયક પ્રશ્નોના ઉકેલની દિશા ખૂલતી જણાશે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં સુધારો થતાં રાહત થશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ ઉત્સાહપ્રેરક બનાવોના કારણે મનની અશાંતિ સર્જતા પ્રસંગોથી બચી શકશો. મહત્ત્વના કામકાજો કે કામગીરીમાં સફળતા મળવાના આશાસ્પદ સંજોગો આનંદનો અનુભવ કરાવશે. આ સમયમાં તમારી આર્થિક પરિસ્થિતિ સંબંધિત ચિંતાઓમાંથી બહાર નીકળવાના પ્રયાસ કરતા હશો તો સફળ થશો. આવકવૃદ્ધિનો ઉપાય કારગત નીવડે. નોકરિયાતને આ સમયમાં વિકાસની તક મળશે.

મકર (ખ,જ)ઃ લાગણીઓના ઘોડાપુરમાં વધુ પડતા તણાશો તો ઉશ્કેરાટ, વ્યથા અને માનસિક તંગદિલી સિવાય કશું મળવાનું નથી. સંયમથી વર્તશો તો ઘણી સમસ્યાઓ આપોઆપ ઉકેલાતી જણાય. નોકરિયાત વર્ગને નજીક જણાતો લાભ દૂર ઠેલાય. બદલી અને પરિવર્તનની તક આવી મળે તે ઝડપી લેજો. ગુપ્ત વિરોધીઓથી સાવધ રહેવું જરૂરી છે. વેપારી વર્ગ માટે આ સમય મિશ્ર છે. મકાન-મિલકતની બાબતમાં આ સમય ખર્ચાળ પુરવાર થાય. વ્યર્થ દોડાદોડી વધતી લાગે. પ્રવાસ-પર્યટન મુલાકાત ફળદાયી બનશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ અંગત બાબતોના કારણે અંજપો-વ્યથા જણાશે. અગમ્ય બેચેની જણાશે. મનને સક્રિય રાખશો તો વધુ નિરાશામાંથી ઉગરી શકશો. નાણાંકીય દૃષ્ટિએ સમય સાનુકૂળ અને સફળ નીવડશે. આવનાર ખર્ચાઓની જોગવાઈ કરી શકશો. લોન-કરજ વગેરેના કાર્ય પાર પડતા જણાય. નોકરિયાતને તેમના પ્રયત્નોનું શુભ ફળ મળે. અવરોધોમાંથી બહાર નીકળશો. ધંધાના વૃદ્ધિ-વિકાસના પગલાં સંબંધિત આયોજનો માટે આ સમય વિકાસકારક છે. જમીન-મકાનના ખરીદ-વેચાણના કામકાજમાં સફળતા મળે. સામાજિક સેવાકાર્યો વધશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. તમારા પ્રયત્નો કે કામગીરી મુજબ યશ કે લાભ ન મળવાથી મન વ્યથિત થશે. વ્યથાના કડવા ઘૂંટ પીવા પડશે. નાણાંકીય દૃષ્ટિએ એક યા બીજી રીતે ચિંતાપ્રદ જણાશે. તમારી ધાર્યા પ્રમાણે આવક કે લાભ ન મળે. ઉઘારણી પણ ફસાયેલી જોવા મળે. ધંધા-વેપાર માટે સમય સાનુકૂળ છે. સંપત્તિ સંબંધિત સમસ્યાઓ હજુ ખાસ ઉકેલાશે નહીં. કોઈને કોઈ પ્રકારે વિઘ્ન આવે. પૈતૃક મિલકતનો પ્રશ્ન પણ મનને મૂંઝવશે. સમય પ્રતિકૂળ છે. જોકે કાળજી રાખવાથી રસ્તો નીકળતો જણાશે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter