તા. ૩૦ જૂન થી ૬ જુલાઇ ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 29th June 2018 05:41 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમય માનસિક તાણ અને બોજો સૂચવે છે. વધુ પરિશ્રમે અલ્પ ફળ મળવાથી બેચેની જણાશે. ધીરજ ઉપયોગી બને. આ સમયમાં નાણાંકીય લેવડ-દેવડ અંગે જાગૃત રહેશે. ધાર્યા કરતાં વધુ ખર્ચાઓ ન થઈ જાય તે જોવું રહ્યું. કરજ કે દેવું કરવાનો પ્રસંગ આવે. એકંદરે નાણાંકીય પરિસ્થિતિ હજી મૂંઝવતી જણાશે. કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશો. મિત્રો કે મહત્ત્વની વ્યક્તિઓની મદદ મળી રહેશે. આથી મહત્ત્વનું કોઈ કાર્ય પાર પડતાં આનંદ થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ મનોસ્થિતિ ડામાડોળ રહે તેવા પ્રસંગો જણાશે. વિપરીત પ્રસંગો વખતે સહનશક્તિ ગુમાવશો તો વધુ શોષાવું પડશે. ધીરજથી કામ લેજો. આર્થિક સંજોગો સુધરે અને કેટલાક સારા લાભની તક મળતા આવક વધશે. જમીન-મકાન-સંપત્તિ બાબત ખર્ચ અને વિવાદ વધે. માનસિક બોજો રહે. આ અંગેના કામકાજો ગૂંચવાતા જણાશે. ધંધાકીય ક્ષેત્રે સાનુકૂળતા જણાશે. વધુ પ્રગતિકારક તકો મેળવી શકશો. આ અંગે મહત્ત્વની વ્યક્તિનો સહકાર મળશે. જીવનસાથીનો સાથસહકાર વધશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયના ગ્રહયોગો કેટલીક સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસ સૂચવે છે. તમારા માર્ગ આડે આવતા અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી આનંદ થશે. આ સપ્તાહમાં આર્થિક બાબતો અંગે જણાતી મુશ્કેલીમાંથી માર્ગ મેળવી શકશો. નોકરિયાતો માટે સફળતા તેમજ પ્રગતિની તકો વધે. લાભદાયી તક મળે. સંજોગો સાનુકૂળ થાય. ધંધા-વેપારના ક્ષેત્રે પણ હવે મુશ્કેલીઓ દૂર થતી જણાય. રાહત વધે તેમજ લાભદાયી કાર્ય પાર પડે. મકાનના ખરીદી-વેચાણના કામકાજમાં અવરોધો હશે તો દૂર થશે.

કર્ક (ડ,હ)ઃ ગમેતેટલા પ્રતિકૂળ કે વિપરીત સંજોગો આવવા છતાંય માનસિક બળ સ્વસ્થતા ટકાવી શકશો. તમારી ધીરજ ઉપયોગી બનશે. મનની લાગણી દુભાવવાના પ્રસંગોએ પણ સંયમ દાખવી શકશો. ખર્ચના પ્રસંગો સવિશેષ વધશે. જરૂરિયાતના પ્રસંગે કેટલીક ગોઠવણ કરવા માટે સમર્થ બની શકશો. લોન-કરજ વધશે. જરૂરિયાતના પ્રસંગે કેટલીક ગોઠવણી કરવા માટે સમર્થ બની શકશો. લોન-કરજ વધશે. ચોખ્ખી આવક થતી જણાશે નહિ. નાણાં હજુ મળે નહિ. સંપત્તિની સમસ્યાઓના ઉકેલમાં હજુ વિલંબ થશે. કોઈને કોઈ પ્રકારે વિઘ્ન આવશે.

સિંહ (મ,ટ)ઃ સપ્તાહમાં અધૂરા કામકાજો પૂરા થતાં જણાશે. નવીન અને અગત્યની કાર્યવાહીઓનો વિકાસ થતો જોઈ શકશો. માનસિક ઉમંગ-ઉત્સાહ જળવાય રહેશે. જોકે ભાગ્ય અવરોધનાં કારણે ફળ મળવામાં વિલંબ થઇ શકે છે. આર્થિક મુશ્કેલીઓ ચાલુ રહેતી જણાશે. બાકી ઉઘરાણીથી આવક પ્રાપ્ત થાય. નોકરિયાતને કાર્યબોજ વધે. ધંધા-વેપારમાં પરિસ્થિતિ હવે ધીમે ધીમે સુધરતી જણાશે. સાવચેતીથી ચાલશો તો સારા લાભ મેળવી શકશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારા ઉત્સાહમાં વધારો થાય. ખોટી ચિંતા-ભય રાખવાની જરૂર નથી. આપનું કશું ખરાબ થવાનું નથી. તમારા જરૂરી ખર્ચાઓ કે મૂડીરોકાણ અંગે જોઈતી સહાય-લોન વિગેરે મેળવી શકશો. અગત્યના કામકાજ આગળ વધતા જણાશે. ખર્ચને પહોંચી વળશો. યશ-આબરૂમાં વધારો થાય. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો. નોકરિયાતોને માટે પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે.

તુલા (ર,ત)ઃ આ સમયના યોગો દર્શાવે છે કે તમારું માનસિક ભારણ વધશે. પૂર્વનિર્ધારિત યોજનાઓમાં હજુ જોઈએ તેટલી પ્રગતિ ન જોવાતા અસ્વસ્થતા કે તાણ વધશે. ધીરજ અને નિશ્ચયાત્મકતા જેવા ગુણ વડે તમે જ વિકાસ સાધી શકશો. આ સમય માનસિક સંયમ કેળવવામાં મદદરૂપ થશે. આ સમય તમારી નાણાંકીય બાબતો પ્રત્યે વધુ લક્ષ યા તકેદારી માંગી લે તેવો છે. આ સપ્તાહમાં કૌટુંબિક તેમજ આરોગ્ય માટેની ખર્ચાઓ ઉપરાંત નવા મૂડીરોકાણને કારણે આર્થિક બોજો વધે.

વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક દૃષ્ટિએ આ સમય વધુ મૂંઝવણ અને એક પ્રકારે અજંપાની ભાવનાથી બોજો સૂચવે છે. ધીરજ ઘણી દાખવવી પડશે. અકળામણ વધશે. નાણાંકીય દૃષ્ટિએ તમે જે લાભની આશા રાખો છો તે હજુ મળે તેમ લાગતું નથી. આવકના નવા માર્ગ મળે નહિ. શેરસટ્ટાથી લાભ લેવા જતાં પસ્તાવું પડે. સારી નોકરી મેળવવાના પ્રયત્નો ફળદાયી બનશે. વર્તમાન નોકરીના પ્રશ્નોના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. સ્થળાંતરના યોગ છે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય શુભાશુભ એટલે કે મિશ્ર અનુભવ કરાવશે. તમે જેટલા સક્રિય અને સુવ્યવસ્થિત રહેશો તેટલા સફળ થશો. બેદરકારી, આળસ અને અન્યના ભરોસે રહેવાની વૃત્તિ નુકસાન કરાવશે. નવીન બાબતોને આયોજન કરવામાં કાળજી રાખવી જરૂરી છે. માર્ગ આડે આવતાં અવરોધો દૂર થશે. વિરોધીઓની કારી ફાવે નહીં. આ સમયગાળામાં ઊભા થતાં ખર્ચાઓ અંગે નાણાંકીય મૂંઝવણ જણાશે. આવક અને બચત એમ બંનેનો વ્યય થતો જણાશે.

મકર (ખ,જ)ઃ માનસિક સ્વસ્થતા જાળવવામાં ગ્રહયોગો મદદરૂપ થશે. ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. તમારું કશું અનિષ્ટ થવાનું નથી. આ સમયગાળામાં આવકવૃદ્ધિ થતાં કે કોઈ જૂના લાભ મળતા રાહત અનુભવશો. ખર્ચાઓની જોગવાઈ કરી શકશો. તમારા કામ પૂર્ણ થવાના યોગ છે. શેરસટ્ટાથી લાભના યોગ નથી. નોકરિયાતને પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વિરોધીઓ દૂર થતા જણાય. માર્ગ સરળ બનશે. ઉન્નતિકારક તક મળશે. ધંધાકીય યોજનામાં પ્રગતિ જણાશે. જમીન-મકાનના ખરીદ-વેચાણના કામકાજમાં અવરોધો હશે તો દૂર થશે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ વિપરિત સંજોગો કે પ્રસંગોથી માનસિક ઉત્પાત કે અજંપો વર્તાશે. તમારી લાગણીઓ કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો પણ બેચેન બનાવે. આત્મવિશ્વાસ અને ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા વડે જ તમે રાહત મેળવી શકશો. તમારા વિચારો અને ધ્યેયને વળગી રહેજો. નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો થઈ શકશે. અગત્યનું આયોજન પાર પડતાં લાભ ઊભો થાય. આવક કરતાં જાવક વધતી જણાશે. તમારા સ્વજનો કે કુટુંબીજનોથી તમારી લાગણીઓને ઠેસ પહોંચે તેવા પ્રસંગો બનશે. કુનેહપૂર્વક માર્ગ કાઢશો તો લાભમાં રહેશો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારી પરિસ્થિતિ અને આસપાસનું વાતાવરણ માનસિક તાણ અને ઉત્પાતનો અનુભવ કરાવશે. ઉતાવળા નિર્ણયો લેતા પહેલા સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવવા જરૂરી છે. આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા માટે તમારે વધુ સક્રિય બનીને પુરુષાર્થ વધારવો પડશે. તમારા વર્તમાન નાણાંકીય વ્યવહારો સ્થગિત થયા હશો તો તે કાર્યરત થશે. જરૂરી નાણાં મેળવવામાં મુશ્કેલી જણાય. નોકરી સંબંધિત પ્રશ્નોના ઉકેલ આવશે. ધંધા-વેપારમાં લાભકારક સમય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter