તા. ૩૦ ડિસેમ્બર ૨૦૧૭ થી ૫ જાન્યુઆરી ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 22nd December 2017 03:54 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં કોઈને કોઈ પ્રકારે નાની-મોટી ચિંતાઓના કારણે અશાંતિ-ઉદ્વેગ જણાશે. બેચેની અને અસ્વસ્થતાને કારણે તમે ધાર્યું કરી શકશો નહીં. આવક કરતા ખર્ચનું પ્રમાણ વધુ રહેતા મૂંઝવણ જણાશે. જેનો ઉકેલ લાવવા તમારે વધુ પ્રયત્નો કરવા પડશે. નોકરિયાતોને અગત્યના કામોમાં સફળતા મળશે. વિવાદો કે વિરોધોમાંથી બહાર નીકળી શકશો. વેપાર-ધંધામાં ધાર્યા કામકાજ થતાં લાભ વધશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક શાંતિ હણાય તેવા પ્રસંગો સર્જાય. પ્રતિકૂળતાથી ડગી જશો નહીં. બલકે તમારો પુરુષાર્થ જારી રાખજો. વ્યવસ્થિત રહેશો તો પ્રતિકૂળ સંજોગો જ સાનુકૂળ બની જશે. ગૃહજીવનને લગતા ખર્ચાઓનું પ્રમાણ વિશેષ રહેતા ચિંતા રહેશે. આર્થિક આયોજન ખોરવાય. નવીન મૂડીરોકાણ હવે સમજીવિચારીને કરવું પડે. ગાફેલ રહેશો તો તક ગુમાવવી પડે. નોકરીમાં બદલીનો યોગ પ્રબળ છે. વિરોધીઓ અને તમારી સહકર્મચારીઓની ચાલબાજીથી સાવધ રહેજો.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહમાં આશાસ્પદ સંજોગો સર્જાતાં માનસિક આનંદ કે શાંતિ અનુભવશો. કાલ્પનિક મુદ્દે ચિંતા કરીને મન પર ભાર વધારશો નહીં. નાણાંકીય દૃષ્ટિએ તમારી આવક ગમેતેટલી વધે તો પણ તંગી વર્તાશે. કૌટુંબિક અને ગૃહપયોગી ચીજવસ્તુ પાછળ ખર્ચ વધશે. જમીન-મકાનના પ્રશ્નો માટે હજુ સમય સાથ આપતા જણાશે નહીં. સંતાનો અંગેની સમસ્યાઓ વધશે. માનસિક રાહત જોવા મળે નહીં. પ્રતિકૂળતાના કારણે ધાર્યું કામ નિયત સમયમાં થશે નહીં.

કર્ક (ડ,હ)ઃ આ સમયના ગ્રહયોગો દર્શાવે છે કે પ્રગતિમાં વેગ આવે. નવરચના સાકાર થાય. સારા અને મહત્ત્વના કામકાજોમાં વિકાસ થતાં માનસિક ઉત્સાહ વધશે. અવરોધો યા મુશ્કેલી હશે તો તમે તેને પાર કરી શકશો. નાણાંકીય આયોજનો વ્યવસ્થિત નહીં રાખો તો ગરબડ વધે. ખોટા ખર્ચાઓ વધી જવા સંભવ છે. હજુ અટવાયેલા લાભો કે ઉઘરાણીઓ મેળવવામાં વિલંબ થશે. કૌટુંબિક કારણસર ખર્ચનું પ્રમાણ વધતા નાણાંભીડ જણાશે. નોકરિયાતને કામકાજનો બોજો વધતો લાગે.

સિંહ (મ,ટ)ઃ મૂંઝવણનો સાનુકૂળ ઉકેલ મળશે. રચનાત્મક - સર્જનાત્મક પ્રવૃત્તિથી આનંદ મળે. માનસિક બોજો હળવો થશે. સાનુકૂળતા સર્જાતી જોઈ શકશો. આર્થિક પરિસ્થિતિ સુધરશે. ખર્ચની જોગવાઈ કરી શકશો. આર્થિક જવાબદારીઓ પાર પડે. શેર-સટ્ટાથી અથવા વિશ્વાસે ધિરાણ કરવાથી હાનિ થઇ શકે છે. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે. કોઈની સહાયતાથી મૂંઝવણ-ગૂંચવણોમાંથી માર્ગ મળશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ વ્યવસ્થિત બનાવીને લાભ ઊભા કરી શકશો. જમીન-મકાનની સમસ્યાઓ મૂંઝવશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ અકારણ ચિંતાઓ મનને અસ્વસ્થ કરશે. અકળામણ બેચેની વધતા જણાશે. માનસિક તાણનો ભોગ બનવું પડશે. નાણાંકીય લેવડદેવડ માટે સમય સાનુકૂળ નથી. તેથી ધારી આવક કે લાભ પૂરો મળે નહિ. નવા વધારાના ખર્ચા ઊભા થતાં આવક તેમાં ખર્ચાઈ જશે. નોકરી-ધંધાની પરિસ્થિતિ સાનુકૂળ રહેશે. ખાસ કોઈ ચિંતા રહે નહિ. ઉપરીનો સહકાર મળશે. ધંધા-વેપારના ક્ષેત્રે વધુ સારી તકો ઊભી કરી શકશો. મિલકત અંગેની કાર્યવાહીઓમાં અવરોધ જણાય.

તુલા (ર,ત)ઃ આ સમયમાં હજી એક પ્રકારની અકળામણ અને અજંપાનો અનુભવ કરશો. લાભ અવરોધાયેલો જણાશે અને કોઈને કોઈ પ્રકારના વિઘ્નો આવે. ધીરજ - સ્વસ્થતા ટકાવવા. વેપાર-ધંધાની કામગીરીમાં મુશ્કેલીના કારણે જવાબદારી વધશે. મકાન-મિલકતની સમસ્યા કે મૂંઝવણનો ઉકેલ મેળવી શકશો. આ પ્રકારના કામકાજો માટે સાનુકૂળતા સર્જાશે. કૌટુંબિક સંપત્તિના પ્રશ્નો હલ થશે. ગૃહજીવનમાં સર્જાયેલી અશાંતિના કારણે માનસિક ઉદ્વેગ વધે. કુનેહપૂર્વક સમસ્યા હલ કરવાની સલાહ છે. લગ્ન-વિવાહની વાતચીતોમાં અવરોધ આવે.

વૃશ્ચિક (ન,ય)ઃ કોઈ અગત્યના મુદ્દે મૂંઝવતા પ્રશ્નોમાંના ઉકેલમાં સફળતા મળતા ઉત્સાહ વધશે. લાંબાગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવે અથવા તેમાં પ્રગતિ થતી જણાશે. આર્થિક દૃષ્ટિએ આ સમય સુધારાજનક અને એકંદરે વધુ સાનુકૂળ જણાશે. આવકવૃદ્ધિનો માર્ગ મળે. તમારા વહેવારો પૂરતી નાણાંકીય વ્યવસ્થા કરી શકવામાં સફળ થશો. નોકરીની પરિસ્થિતિ સાનુકૂળ રહેતી જણાશે. વિરોધીઓ ફાવે નહીં. નોકરીના ક્ષેત્રે કોઈ મહત્ત્વની કામગીરીમાં સફળતા મળે. વ્યવસાયિક દૃષ્ટિએ આ સમયમાં ધીમો પણ આશાસ્પદ વિકાસ શરૂ થશે. સંપત્તિ સંબંધિત બાબત અંગે સાનુકૂળતા જણાય.

ધન (ભ,ફ,ઢ,ધ)ઃ આ સમયમાં મનોબળ દૃઢ બનાવીને આયોજન પ્રમાણે આગળ ચાલશો તો સફળતા મળશે. મનની મૂંઝવણનો ઉપાય અને ઉકેલ મળતાં રાહત વર્તાશે. નાણાંકીય મુશ્કેલીઓ અને વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ મેળવી શકશો. અણધારી મદદથી કામ પાર પડે. ઉઘરાણીના નાણાં મેળવી શકશો. નોકરિયાતોને કેટલીક પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. હેરાનગતિ કે અવરોધો જણાશે. ઉપરી સાથે વિવાદ ન જન્મે તે જોજો. ઉગ્રતાને સંયમમાં રાખજો. વેપાર-ધંધાના ક્ષેત્રે લાભના દ્વાર ખૂલશે. જમીન-મિલકતને લગતા કામકાજમાં પ્રગતિ થાય.

મકર (ખ,જ)ઃ સપ્તાહ ઉત્સાહજનક નીવડશે. કોઈ સાનુકૂળ વિકાસની તકો અને સફળતાના કારણે એકંદરે માનસિક સુખ અનુભવશો. આર્થિક પરિસ્થિતિ વિકટ અને મૂંઝવણભરી રહેવા છતાંય તમે કોઈ ઉકેલ મેળવીને કામ પાર પાડી શકશો. આવકવૃદ્ધિનો પણ માર્ગ મળે. નોકરી-ધંધાની સમસ્યાઓમાં કોઈ સારો ઉકેલ મળે. ઉન્નતિની તક મળે. મકાન-જમીનના પ્રશ્નો ચિંતા ઉપજાવે. ખોટા ખર્ચ અવરોધ વધારે. જીવનસાથીની તબિયત નરમ રહે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ યોજનાઓ અંગે જોઈતી સાનુકૂળતા કે સગવડો ઊભી થતાં પ્રગતિ વધશે. સારી તકો આ સમયમાં મેળવી શકશો. સફળતાને કારણે આનંદ-ઉત્સાહ અનુભવશો. દૃઢતાપૂર્વક તમે આગળ વધી શકશો. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોમાં ઉકેલ મળશે. અણધારી સહાયથી કામકાજો પાર પડશે. જરૂરી નાણાંની વ્યવસ્થા કરી શકશો. અવરોધો દૂર થાય અને કાર્ય સફળતા મળે. નોકરી અને ધંધાના ક્ષેત્રે થોડા અવરોધો હશે તેને પાર કરી શકશો.

મીન (દ,ચ,ઝથ)ઃ મનોવ્યથા કે બેચેની વધે તેવા પ્રસંગો માનસિક સંઘર્ષ પેદા કરશે. નકારાત્મક અને આવેશાત્મક વલણને વધવા દેશો તો તાણ વધશે. ધીરજ, સમતા અને સંયમને મૂળ મંત્ર માનશો. આર્થિક આયોજન કરવું જરૂરી છે. આવક કરતાં ખર્ચ - ચૂકવણીનો બોજ વધુ રહેતા ચિંતામાં સમય પસાર થાય. સરકારી નોકરિયાતોને જોઈતી સફળતા મળે નહીં. ઉપરી સાથે ઘર્ષણ-વિવાદના પ્રસંગો આવે. બઢતીમાં અવરોધ નડશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter