તા. ૩૧ માર્ચથી ૬ એપ્રિલ ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 30th March 2018 08:57 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં ખોટી ચિંતાઓ મનને કોરી ખાશે. ચિંતાઓ છોડશો તો માનસિક સુખ અનુભવશો. લાગણી કાબૂમાં રાખજો. નાણાંકીય દૃષ્ટિએ જોતા આવક કરતાં જાવક ખર્ચ વિશેષ રહે. આર્થિક કટોકટીનો ઉકેલ શોધવો પડશે. ગેરસમજો તથા વાદવિવાદના પ્રસંગો વખતે ઉગ્રતા પર સંયમ રાખવાથી બિનજરૂરી ઘર્ષણ ટાળી શકશો.

વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક અસ્વસ્થતા, ચિંતા અને વિના કારણ ભયનો અનુભવ થશે. આધ્યાત્મિકતા થકી જ શાંત બની શકશો. નાણાંકીય લેવડદેવડમાં વ્યવસ્થિત નહીં બનો તો તમારી મુશ્કેલીઓ વધશે. શત્રુની કારી ફાવશે નહીં. યશ-માનમાં વધારો થાય. સફળતાનો માર્ગ મળશે. નાણાંના અભાવે કામકાજ અટક્યા હશે તો તેની જરૂરી વ્યવસ્થા થાય.

મિથુન (ક,છ,ઘ)ઃ ઘણા વણઉકેલ્યા પ્રશ્નો હલ થશે. હવે વધારાની જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. જેટલી સાનુકૂળતા છે તેટલી જ નવી જવાબદારીઓ પણ આવશે. નાણાંકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહે. આર્થિક દૃષ્ટિએ સમય શુભ હોવાથી તમારી ચિંતા કે બોજો હળવો થાય. નાણાંકીય ગોઠવણ માટે સાનુકૂળતા રહેશે. ઉઘરાણી કે લેણી રકમો પ્રાપ્ત કરી શકશો.

કર્ક (ડ,હ)ઃ અંગત મૂંઝવણોના કારણે મન અશાંત રહેશે. હિંમત અને આત્મવિશ્વાસ રાખશો તો જ પ્રગતિ સાધી શકશો. મુશ્કેલીઓમાંથી પાર ઉતરી શકશો. આ સમયમાં નાણાંભીડનો અનુભવ થાય. આવક કરતાં જાવકનું પ્રમાણ વધશે. નાણાંકીય આયોજનને વ્યવસ્થિત રાખજો, નહીં તો હેરાન થશો. ખોટા ખર્ચા વધી જવા સંભવ છે. અટવાયેલા લાભ કે ઉઘરાણી મેળવવામાં વિલંબ વધે.

સિંહ (મ,ટ)ઃ આ સમય માનસિક ઉત્પાતનો અનુભવ કરાવી જાય. કોઇ પણ ઉતાવળા પગલાં લેતાં પહેલાં સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવવા જરૂરી છે. ઉઘરાણીના કામકાજ પતાવી શકશો. લાભ વધવાની સાથે વ્યય પણ વધવાનો છે. પ્રતિકૂળતામાંથી માર્ગ મળે. અટવાયેલા કાર્યોનો નિકાલ આવે અથવા તો તેમાં પ્રગતિ થતી જણાશે. આર્થિક દૃષ્ટિએ સમય સુધારાજનક છે. એકંદરે સાનુકૂળતા જણાશે. આવકવૃદ્ધિનો માર્ગ મળે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં મનોબળ દૃઢ બનાવીને તમારા આયોજન પ્રમાણે આગળ ચાલશો તો સફળતા મળશે. મનની મૂંઝવણનો ઉપાય અને ઉકેલ મેળવી શકશો. મુશ્કેલીઓ અને વિકટ પરિસ્થિતિમાંથી ઘણા પ્રયત્નોએ માર્ગ મેળવી શકશો. માનસિક સ્વસ્થતા અને સમતોલન જાળવી શકશો. મહત્ત્વના સમાચારથી આનંદ મળે. આવકનું પ્રમાણ વધારી શકશો. આ સમયમાં પરિવર્તનકારી પરિસ્થિતિ જણાશે. ઉત્સાહમાં વધારો થાય.

તુલા (ર,ત)ઃ હજુ તમારા માર્ગ આડે કેટલાક અવરોધો છે. તેને પાર કરવા તરફ મનની શક્તિને કેન્દ્રિત કરવી પડશે. કોઇ પણ ઉતાવળા સાહસથી દૂર રહેજો. કોઈની સાથે કારણ વિનાના વિખવાદ કે ઘર્ષણમાં ન ઉતરશો. નાણાંકીય દૃષ્ટિએ સમય સાનુકૂળ હોવાથી જરૂરિયાતો તથા ખર્ચાઓ માટેની આર્થિક વ્યવસ્થા ઊભી થઈ શકશે. ઉઘરાણીના કામ પણ પાર પડશે. મૂડીરોકાણ લાભદાયી પુરવાર થશે. કૌટુંબિક ખર્ચને પહોંચી વળશો.

વૃશ્ચિક (ન,ય)ઃ તમારા પ્રયત્નોનું ફળ મેળવવા માટે ધીરજ રાખવી પડશે. તમારી ઉન્નતિનો માર્ગ ખુલ્લો થશે. ઉજ્જવળ સફળતા મળતાં તમારી પ્રગતિ થયા વિના રહેશે નહીં. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય મૂંઝવણો સૂચવે છે. ખર્ચને પહોંચી વળવા માટે તમારે વધુ વ્યવસ્થિત બનવું પડશે. એકાદ-બે મોટા ખર્ચ થશે. ધીરેલા કે ફસાયેલા નાણાં મળતા રાહત થાય. નોકરિયાતો માટે આ સમય એકંદરે સાનુકૂળ નીવડશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયમાં અગમ્ય કારણસર માનસિક વ્યથા કે બેચેનીનો અનુભવ થશે. અજંપો અને અશાંતિમાંથી છૂટવા તમે સક્રિય રહો એ જ ઉપાય છે. હિંમત ગુમાવશો નહિ. દેખાતી મુશ્કેલીને ક્ષણિક જ સમજશો. આ સમયમાં આવક વધવાના યોગ છે. ખાસ નવીન યોજના, કાર્યવાહી કે કૌટુંબિક કાર્ય અંગે જરૂરી નાણાંકીય વ્યવસ્થા કરી શકશો. ખર્ચના પ્રસંગો ચિંતા કરાવશે. જો તમે નોકરિયાતો હશો તો તમારા પુરુષાર્થનું ફળ મેળવી શકશો.

મકર (ખ,જ)ઃ લાગણીઓના ઘોડાપુરમાં વધુ પડતાં તણાશો તો ઉશ્કેરાટ-વ્યથા અને માનસિક તંગદિલી સિવાય કશું જ મળવાનું નથી. ધીરજ અને સંયમથી વર્તશો તો ઘણી સમસ્યાઓ આપોઆપ ઉકેલાતી જણાશે. નોકરિયાત વર્ગને નજીક લાગતો લાભ દૂર ઠેલાય. અગત્યના કાર્યમાં અવરોધના કારણે પણ ચિંતા જણાય. આર્થિક પ્રશ્નો ઘેરા બનતા જણાશે અને ધાર્યો લાભ મળે નહિ. નોકરિયાતોને પ્રશ્નો હલ થતાં જણાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સર્જનાત્મક અને રચનાત્મક કાર્યોમાં સાનુકૂળતા મળતા આનંદ અને ખુશી જણાય. મનની ઇચ્છાઓ સાકાર થતી જણાશે. બેચેનીનો બોજો હળવો થશે. આર્થિક જવાબદારીઓ છતાંય એકંદરે પરિસ્થિતિ ટકાવી શકશો. નાણાંના અભાવે કશું અટકે નહિ. એકાદ-બે લાભ, આવકના પ્રસંગોના કારણે ચિંતા દૂર થાય. નોકરિયાતો માટે આ સમય સફળતા, પ્રગતિ અને યશ આપનાર છે. હિતશત્રુઓના હાથ હેઠા પડે. સારી તકો મળતાં આનંદ વધે. ધંધા-વેપારના ક્ષેત્રે હવે આગેકૂચ કરી શકશો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં તમારી મનોસ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો તો પરિસ્થિતિ સાનુકૂળ અને સુખદ બનાવી શકશો. ઉતાવળિયા - ઘાંઘા બનશો નહીં. ધાર્મિક-સામાજિક કાર્યો માટે યાત્રા-પ્રવાસનું આયોજન થાય. સપ્તાહ આર્થિક રીતે મધ્યમ રહે તેથી વધારાની આવક ઊભી કરવા મહેનત કરવી પડે. નવા ખર્ચાનો બોજો વધશે, પણ તેને તમે પાર પાડી શકશો. નોકરિયાતોને કાર્યક્ષેત્રે હજુ કેટલાક વિઘ્નો જણાય તેથી રાહ જોવી પડે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter