તા. ૩ જૂન થી ૯ જૂન ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Saturday 03rd June 2017 08:31 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સપ્તાહમાં દ્વિધાઓ અને પરેશાનીનો અંત આવતાં પ્રગતિકારક માર્ગે જઇ શકશો. મહત્ત્વની તકો મળતા વિકાસ જણાશે. આનંદ માણી શકશો. ઉત્સાહપ્રેરક પ્રસંગો બનશે. નાણાંકીય મૂંઝવણોનો ઉપાય મળશે અને કોઈ મદદોથી તમારી ચિંતા દૂર થાય. લાભના પ્રયત્નો કરશો તો સફળતા મળશે. અવરોધોને પાર કરી શકશો. નોકરિયાતોનો બઢતી-પ્રગતિનો પ્રશ્ન ગૂંચવાશે. મુશ્કેલી પેદા થતી જણાશે. નવું સ્થાન મળે નહીં. ધંધા ક્ષેત્રે તમે ધીમો વિકાસ જોઈ શકશો. જવાબદારીના કારણે ઝડપી પ્રગતિ ન થાય. મકાન મેળવવાના કે બદલવાના પ્રયત્ન થાય. લાંબા ગાળે સફળતા મળે. દામ્પત્યજીવનમાં કલહ-કંકાસના બનાવો સંયમ અને કુનેહપૂર્વક અટકાવવા જરૂરી.

વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક તંગદિલી કે અકળામણ વધશે. અકારણ ચિંતાઓથી અશાંતિનો અનુભવ થાય. બાહ્ય પરિસ્થિતિનો બોજ મન પર વધવા ન દેશો. નાણાંકીય જવાબદારીઓ વધતી જણાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો અને લાભમાં અંતરાય જણાશે. ધીરધાર કરવાનું વલણ ટાળજો. નુકસાન અને હાનિના યોગ છે. નોકરિયાતો માટે ઉત્સાહ વધે તેવી તક આવે. ઉન્નતિનો માર્ગ ખુલતો લાગે. વિરોધીઓના હાથ હેઠા પડે. વેપાર-ધંધા કે ઉદ્યોગના ક્ષેત્રે વાતાવરણ મૂંઝવણરૂપ બનશે. જોકે તેમાંથી બહાર નીકળી શકશો. મકાનના ખરીદી-વેચાણના કામકાજમાં અવરોધો હશે તો દૂર થશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય અગત્યના પ્રશ્નો હલ કરવા માટે સાનુકૂળ જણાય છે. શારીરિક યા માનસિક ચિંતા દૂર થાય. માનસિક ઉત્સાહ જણાશે. આર્થિક દૃષ્ટિએ સમય શુભ હોવાથી તમારી ચિંતા યા બોજો હળવો થાય. નાણાંકીય ગોઠવણ થઈ શકશે. ઉઘરાણી કે લેણી રકમો પ્રાપ્ત કરી શકશો. નોકરિયાતો માટે આ સમય મિશ્ર ફળ આપનાર છે. વધુ પ્રયાસે કાર્યસફળતાના યોગ છે. બઢતી-બદલીના કામકાજો અટવાયેલા હશે તો ઉકેલાશે. વેપારીઓને પણ પ્રોત્સાહક વાતાવરણ જોવા મળશે. તમારા સંપત્તિના પ્રશ્નો વધુ ગુંચવાયેલા રહેશે. ધાર્યું કામ થાય નહીં.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં આયોજનો સફળ થતાં તમારો આત્મવિશ્વાસ વધતો જણાશે. કેટલીક નવરચના અને લાભદાયી તકો મળતા તમારો ઉત્સાહ વધશે. તમારા ખર્ચાઓ અને અગત્યના મૂડીરોકાણ માટે જરૂરી નાણાંકીય જોગવાઇ થઈ શકશે. એકાદ લાભની આશા ફળશે. એકંદરે ચિંતાનો બોજ હળવો બનતો જણાય. નોકરિયાતની પરેશાની દૂર થતી જણાશે. નોકરી બદલવાના તમારા પ્રયત્નો સફળ થાય. સામાજિક પ્રસંગો અંગે મૂંઝવણભરી સ્થિતિ સર્જાય.

સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન કેટલીક તકલીફો વધતા ચિંતાનો અનુભવ થાય. સ્વસ્થતા કેળવવા તરફ ધ્યાન આપવું જરૂરી. નાણાંકીય દૃષ્ટિએ તમે વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢી શકશો. તમે ધારો છો તેટલો લાભ મળે નહીં. આવક સામે ખર્ચ પણ વધુ રહેશે. આથી નાણાકીય ભીડનો અનુભવ થાય. નોકરી-ધંધાના ક્ષેત્રે પ્રગતિકારક કાર્યરચનાઓ સાકાર થશે. મકાન-સંપત્તિને લગતા કામકાજો માટે મુશ્કેલીઓ વધતી જણાશે. ખોટા ખર્ચ વધતા જણાશે. નવા મકાનના પ્રયત્નો સફળ થાય નહીં.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં અણઉકેલ્યા પ્રશ્નોનું નિવારણ થશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. નવીન કામગીરીઓ પણ આવશે. નાણાંકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહેશે. શેરસટ્ટામાં લાભ કરતાં વ્યય વધુ જણાશે. નોકરિયાતને જોબ બદલવાના પ્રયાસમાં સફળતા મળે. સહકર્મચારી કે ઉપરી સાથે સંબંધો સાચવજો. જમીન-મકાન અંગેના કોઈ કામ અટક્યા હશે તો તે પતાવી શકશો. કુટુંબના કોઈ સ્વજનની માંદગી ચિંતા કરાવશે. મકાન-સંપત્તિ તેમજ મિલકતો અંગેના પ્રશ્નોનો ઉકેલ આવશે.

તુલા (ર,ત)ઃ મનોઉદ્વેગ ઉત્પન્ન કરે તેવા પ્રસંગો બનશે. તકલીફો કે વિઘ્ન આવતા ચિંતા તીવ્ર બનતી જણાય. આર્થિક દૃષ્ટિએ પરિસ્થિત એક સાંધતા તેર તૂટે તેવી જણાય. જોકે આવી પડેલા ખર્ચને પહોંચી વળશો. આવકનું પ્રમાણ વધે તે સંતોષકારક નહિ હોય. નોકરિયાતને બઢતી આડે વિઘ્ન હશે તો દૂર થશે. બદલી અંગેના પ્રયત્નો સફળ થશે. ધંધા-વેપારના કામકાજોમાં પણ સફળતા મળે. કૌટુંબિક જીવનમાં ગેરસમજોના પ્રસંગોને કુનેહપૂર્વક ઉકેલી શકશો. જીવનસાથીની તબિયત સાચવવી.

વૃશ્ચિક (ન,ય)ઃ કાલ્પનિક અને વ્યર્થ ચિંતાઓ કરીને માનસિક શાંતિ ગુમાવશો તેમ લાગે છે. શંકા કે તર્ક-વિતર્કોથી મન વધુ અસ્વસ્થ થશે. આ સમયના યોગો દર્શાવે છે કે આવકમાં વૃદ્ધિ કરવામાં તમારા પ્રયત્નો સફળ થવામાં અંતરાયો આવશે. જોકે તમે આ અંતરાયો પાર કરી શકશો. તમારા મહત્ત્વના કામકાજ કે પ્રસંગ નાણાંકીય મૂંઝવણનો ઉકેલ મેળવી શકશો. કેટલાક વિશેષ ખર્ચાની જોગવાઈ કરી લેવી. નોકરી સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે આ સમયના ગ્રહયોગો સાનુકૂળ અને મદદકર્તા છે. તમારા હરીફ કે હિતશત્રુઓની કારી ફાવશે નહિ. નવા મકાનની શોધમાં હો તો એ સફળતા મેળવી શકશો.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન તમારી પ્રવૃત્તિઓનો વિકાસ થશે. સારા લાભની આશા રાખી શકો છો. ઇચ્છાપૂર્તિ માટે ભાગ્યદેવીનો સાથ મળતો જણાય. નાણાંકીય ચૂકવણી તેમજ અન્ય અગત્યના કામકાજ માટે સમય સાનુકૂળ જણાય છે. સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશે. તમારા મહત્ત્વના કામ માટે સ્વજનો-મિત્રોની મદદ મેળવી શકશો. કેટલાક વિશેષ ખર્ચા માટે જોગવાઈ કરવી પડશે. નોકરી સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે આ સમયના ગ્રહયોગો સાનુકૂળ છે. તમારા હરીફ કે હિતશત્રુઓની કારી ફાવશે નહીં. નવું મકાન લેવાની ઇચ્છા પૂર્ણ થાય. દામ્પત્યજીવનમાં મતભેદ સર્જાય.

મકર (ખ,જ)ઃ ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. તમારું કશું અનિષ્ટ થવાનું નથી. આ સમયમાં આવકવૃદ્ધિ થતાં કે કોઈ જૂનો લાભ મળતા રાહત અનુભવશો. તમારા ખર્ચાઓની જોગવાઈ ઊભી થવાની આશા છે. આયોજન અંગે જોઈતા નાણાં મેળવી શકશો. લોટરી-સટ્ટામાં નુકસાની જ છે. નોકરિયાતને સ્થિતિ હવેથી સુધરતી જણાય. વિરોધીઓ દૂર થતાં લાગે. ઉપરી સાથે વિવાદ ટાળજો. સહકર્મચારી સાથે ઘર્ષણનો પ્રસંગ ઉભો થાય. વેપાર-ધંધાના ક્ષેત્રે શત્રુઓની કારી ફાવશે નહીં. જમીન-મકાનના કામકાજો કે સંપત્તિના પ્રશ્નોના ઉકેલ માટે સમય મદદરૂપ બનતો જણાય છે. સંપત્તિના પ્રશ્નો હજી મૂંઝવતા જણાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં હળવાશ અને મુક્તિનો આનંદ માણશો. જવાબદારીપૂર્ણ કાર્યમાં યશ-માન મળે. આવકવૃદ્ધિની સામે હવે ચૂકવણી અને ખરીદી સંબંધિત ખર્ચ વધતા જણાય. બચત સંભવિત બને નહિ. જોકે તમારી સમસ્યાઓ ધીમે ધીમે ઉકેલી શકશો. નોકરીમાં પ્રગતિકારક વાતાવરણ સર્જાશે. પ્રતિકૂળતા અને સમસ્યાઓ દૂર થશે. અલબત્ત, મોટા કે અણધાર્યા લાભના યોગો જણાતા નથી. નોકિયાત વર્ગ માટે આ સમય યથાવત્ સ્થિતિ સૂચવે છે. ગૃહજીવનમાં એકંદરે સાનુકૂળતા રહે. જીવનસાથી સાથે મતભેદ રહે. શત્રુની કારી ચાલે નહીં. અંગત આરોગ્ય સાચવજો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ કેટલીક જવાબદારીઓ અને ચિંતાઓના કારણે માનસિક તાણનો અનુભવ થશે. ખોટા વાદવિવાદથી દૂર રહેવું જરૂરી. આ સમયમાં કેટલાક આયોજનો પાર પડતાં આર્થિક લાભ મળશે. નોકરીમાં બઢતી માટે યોગ્ય વાતાવરણ ઊભું કરી શકશો. ધંધા-વેપારના ક્ષેત્રે હજુ સમય ઠીક ઠીક સમજવો. મકાન-સંપત્તિમાં ખરીદ-વેચાણના કામકાજો માટે સમયનો સાથ મળશે. કૌટુંબિક પ્રશ્નોનું સમાધાન શોધીને મતભેદ દૂર કરી શકશો. પ્રિયજનથી મિલન-મુલાકાત વધે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter