તા. ૩ માર્ચથી ૯ માર્ચ ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 02nd March 2018 06:33 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ કાલ્પનિક ચિંતાઓ છોડવી પડશે. નજીકના સ્વજનોના વર્તન, બોલવાનું ધ્યાનમાં ન લેવાથી પણ શાંતિ જાળવી શકશો. મનને વિક્ષેપ કરે તેવા પ્રસંગો બનશે. નાણાંકીય જવાબદારીઓ વધતી જોવાશે. ધીરધાર કરશો નહીં. મોટા સાહસમાં પડવું નહીં. આ સમયમાં નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. વિરોધીના કારણે થોડી પ્રતિકૂળતા જણાશે. ધંધા-વેપારની પરિસ્થિતિ ધીરે ધીરે સુધરતી લાગે. સંપત્તિના પ્રશ્નો અંગે પરિસ્થિતિ મિશ્ર જણાય છે. એકંદરે ન લાભ ન નુકસાનની જેવી સ્થિતિ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં કામકાજો ગૂંચવાય નહીં તેની કાળજી લેજો. ધીરજથી સ્વસ્થતાપૂર્વક ચાલશો, સ્વસ્થતાપૂર્વક અને વ્યવસ્થિત રહીને ચાલશો તો કામકાજનો નિકાલ આવશે. મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થતી લાગશે. નાણાંકીય દૃષ્ટિએ આ સમય એકંદરે સાનુકૂળ નીવડશે. તમારી નાણાંકીય જવાબદારીને પહોંચી વળાય તેવી વ્યવસ્થા કરી શકશો. તમારા અટવાયેલાં લાભો તથા બઢતીની તકો વધશે. તમારા પ્રયત્નો સફળ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે આ સમય સફળતા તથા વિકાસ સૂચવે છે. નવા લાભ મેળવી શકશો. કૌટુંબિક પ્રશ્નો મૂંઝવતા હશે તો તે અંગેનો મહત્ત્વનો નિર્ણય લઈ શકશો.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય સાનુકૂળતા ન લાગવા છતાંય એકંદરે સફળ નીવડશે. પૂર્વ નિર્ધારિત કામગીરીઓ પાર પડશે. કોઈના સહકાર અને મદદથી ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલાશે. આ સમયમાં નાણાંકીય અવરોધોમાંથી માર્ગ મળે. તમારી મૂંઝવણ યા ચિંતાનો ઉકેલ મળે. આવકનું પ્રમાણ વધશે. જોકે તે સંતોષકારક નહીં હોય. નોકરિયાતને બઢતી આડે વિઘ્ન હશે તો તે દૂર થશે. બદલી અંગેના પ્રયત્નો સફળ થશે. ધંધા-વેપારના કામકાજો માટે પણ સફળતાની, વિકાસની તકો મળશે.

કર્ક (ડ,હ)ઃ અગત્યની કામગીરીઓમાં સાનુકૂળ સંજોગો ઊભા થતાં તે આપને વિકાસ તરફ દોરી જાય. અણધારી તકો પ્રાપ્ત થાય, જે ભાવિ માટે લાભકારક જણાય. સ્નેહી- સ્વજનોથી મિલન-મુલાકાત થાય. અશાંતિના પ્રસંગો દૂર ઠેલાય. પ્રસન્નતા જણાય. આર્થિક જવાબદારીઓ અને અગત્યની લેવડદેવડના કામકાજો માટે સમય સાનુકૂળ જણાશે. નવા સંબંધોથી લાભ મળે. ફસાયેલા કે અટવાયેલા નાણાં મેળવવાના પ્રયત્નો ચાલુ રાખજો. નોકરીના ક્ષેત્રે શત્રુની ચાલથી સાવધ રહેવું. ધાર્યું ન થતાં અંતઃકરણમાં વ્યથા જણાય. ધંધા-વેપારના ક્ષેત્રે વધુ પરિશ્રમ માંગી લેતો સમય.

સિંહ (મ,ટ)ઃ સપ્તાહમાં અગત્યના કાર્યોનો ભાર માનસિક તાણ રખાવશે. ઉશ્કેરાટ અને આવેશ પર કાબુ રાખવો. ઊતાવળા નિર્ણયો ન લેવા. નાણાંકીય સમસ્યાના કારણે પરિસ્થિતિ ઠેરના ઠેર રહેતી જણાશે. વધારાની આવક કે જોગવાઇઓ ચૂકવણીના સપાટામાં ચાલી જાય. નોકરી-ધંધાના ક્ષેત્રે સંજોગો મધ્યમ છે. નોકરિયાતોએ તેમના પ્રશ્નો વધુ ગૂંચવાય નહીં તે જોવું રહ્યું. સહકર્મચારી સાથે ઘર્ષણનો પ્રસંગ ઊભો થાય. ધંધાના ક્ષેત્રે શત્રુ ફાવ નહીં. તમારા પ્રશ્નો ધીમે ધીમે હલ થવાની આશા છે.

કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક ઉત્સાહ જાળવવો પડશે. જો તમારો આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવશો તો ધારી સફળતા મળશે નહીં, ઉલટાની નિષ્ળતા જોવી પડે. આવકની બાજુઓ પર પણ સવિશેષ ધ્યાન આપવું જરૂરી છે. આ સમયમાં વધુ પડતાં ખર્ચ થશે. વળી, લેણી રકમો પણ મળે નહીં. જેમાંથી લાભની આશા રાખશો તેમાં વ્યથા, હાનિ થતાં જણાશે. નોકરી-ધંધામાં આ સમય ખૂબ જ મહેનત માંગી લેશે. તમારી ધારણાઓ ફળશે નહીં. લાભ મેળવવામાં વિલંબ થાય.

તુલા (ર,ત)ઃ આ સમયગાળામાં તમારા ગૂંચવાયેલા પ્રશ્નો યથાવત્ રહેતાં માનસિક અશાંતિ અને અજંપો જણાશે. મનને પ્રસન્ન રાખવા પ્રયત્નો કરશો. ખોટા વિચારોને મનમાંથી હાંકી કાઢશો. નાણાંકીય પરિસ્થિતિ ઠીક ઠીક રીતે જાળવી શકશો. આર્થિક પરિસ્થિતિ સુધારવાના પ્રયત્નો ફળશે. જોકે ખોટા ખર્ચ, વ્યયના કારણે સ્થિતિ ઠેરની ઠેર રહેશે. નાણાંભીડ તીવ્ર બનતી લાગશે, પણ તેને પહોંચી વળવાના પ્રયત્નો ચાલુ રાખજો. નોકરિયાત વર્ગે હિતશત્રુઓથી સાવધ રહેવું. લાભ અટકતો લાગે. ધંધા-વેપારના ક્ષેત્રે પ્રગતિના આડે વિઘ્ન આવતાં જણાય.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં મહત્ત્વની કાર્યરચનાઓ સાકાર થતી જણાય. માનસિક ભારણ હળવું થાય. સર્જનાત્મક કામ થઈ શકશે. નિરાશાના વાદળો વિખેરાતા લાગે. આર્થિક પરિસ્થિતિને તમે વધુ કથળતી અટકાવી શકશો. જરૂરી આવક ઊભી થાય. તમારા મહત્ત્વના પ્રશ્નો હલ કરી શકશો. નોકરિયાતો માટે સફળતા અને પ્રગતિની તકો વધે. લાભદાયી તકની આશા રાખી શકાય. સંજોગો સાનુકૂળ થાય. ધંધાકીય મુશ્કેલીઓ દૂર થવાથી રાહત વધે. લાભદાયી કાર્ય આગળ વધારી શકશો. લગ્ન-વિવાહના પ્રશ્નો ગૂંચવાશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ સંજોગો અને આસપાસનો માહોલ માનસિક તાણ અને ઉન્માદનો અનુભવ કરાવશે. ઉતાવળા નિર્ણયો લેતા પહેલાં સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવજો. લાંબા સમયથી અટકેલા લાભો મેળવી શકશો. નાણાંકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિના તમારા પ્રયત્નો સફળ થશે. કૌટુંબિક કાર્ય અંગે ખર્ચ વધશે. નોકરિયાતોને પ્રતિકૂળતામાંથી માર્ગ મળશે. વિરોધીઓના વિઘ્નોને પાર કરી શકશો. મકાનની ફેરબદલીના યોગ છે.

મકર (ખ,જ)ઃ માનસિક તણાવ વધે તેવા પ્રસંગો આડે ગુસ્સા-આવેશની લાગણીઓને કાબુમાં નહીં રાખો તો અન્યો સાથે વિવાદ, ઘર્ષણના પ્રસંગો ઊભા થાય. નોકરી અંગેના પ્રશ્નો વધુ ગૂંચવાય નહીં તે જોજો. અવરોધોનો સામનો કરવો પડશે. વિરોધીઓથી સાવચેત રહેવું. ધાર્યું કામ વિલંબમાં પડતું જણાશે. ઉપરી સાથેના સંબંધો સાચવી શકશો. ધંધા-વેપારના ક્ષેત્રે પરિસ્થિતિ પ્રતિકૂળ જણાય. પ્રગતિના માર્ગ આડેના અવરોધો દૂર થવામાં સમય લાગશે. ગૃહજીવનમાં એકાદ-બે કલહના પ્રસંગ બની શકે છે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ માનસિક મૂંઝવણ કે ચિંતાનો ઉકેલ મળતાં રાહત જણાશે. ગમેતેવા પ્રતિકૂળ સંજોગો વચ્ચેથી પણ રાહતનો માર્ગ મેળવી શકશો. મહત્ત્વના કામકાજોમાં થતી પ્રગતિ ઉત્સાહપ્રેરક બનશે. નાણાંકીય રીતે આવક વધે. જોકે ખર્ચા તેમજ ચૂકવણી અને રોકાણના કારણે નાણાંભીડ યથાવત્ રહે. માનસિક સંતોષ જણાય નહીં. ઉતાવળે નાણાં રોકવા નહીં. નોકરિયાતને મહત્ત્વની કામગીરીઓ માટે સંજોગો અનુકૂળ થતાં જણાશે. વિરોધીઓની કારી ફાવે નહીં. ઉપરીથી વિવાદ ટાળજો. ધંધાકીય ક્ષેત્રે કોઈ મોટું સાહસ કે જોખમ ઉઠાવવું નહીં.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહ ઉત્સાહજનક નીવડશે. મનોકામનાની પૂર્તી માટે હવે સંજોગો સુધરતા જણાય. નવીન આશાઓ જન્મશે. અશાંતિના વાદળો હઠતા જણાય. કોઈ સાનુકૂળ વિકાસની તકો તથા કાર્યસફળતાના કારણે એકંદરે માનસિક સુખ અનુભવી શકશો. આર્થિક પરિસ્થિતિ વિકટ અને મૂંઝવણ ભરી રહેવા છતાં નાણાંભીડમાંથી બહાર નીકળવાનો માર્ગ મેળવીને કામ પાર પાડી શકશો. આવકવૃદ્ધિનો માર્ગ મળશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter