તા. ૪ એપ્રિલ થી ૧૦ એપ્રિલ ૨૦૨૦

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 03rd April 2020 06:03 EDT
 
 

મેષ (અ,લ,ઈ)ઃ અંગત સમસ્યાથી સ્વસ્થતા જાળવવી મુશ્કેલ બને. નિરાશા વર્તાશે. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નો ઉકેલાશે. અણધારી સહાયથી કામકાજો નભી જશે. જરૂરી આર્થિક વ્યવસ્થા થઇ શકશે. નોકરીમાં પરિવર્તન બદલીના કામકાજો થઈ શકશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ મનોસ્થિતિ તણાવગ્રસ્ત અને અજંપાભરી રહેવા સંભવ છે. મનનો ઉત્પાત વધતો જણાશે. આર્થિક દૃષ્ટિએ આ સમય શુભાશુભ જણાય છે. આવકમાં ખાસ મોટો વધારો થવાની શક્યતા નથી કે નથી મોટા લાભની આશા.

મિથુન (ક,છ,ઘ)ઃ માનસિક બોજ વર્તાશે. સંતાનો અંગેની સમસ્યાઓમાં વધારો થાય. પ્રતિકૂળતાના કારણે ધાર્યું કામ નિયત સમયમાં થાય નહિ. મકાન કે જમીન સંબંધિત સમસ્યા જણાશે. આ સમય નોકરિયાત માટે કોઈ નવા ફેરફાર સર્જાય.

કર્ક (ડ,હ)ઃ સંજોગો ગમેતેટલા વિપરિત કે પ્રતિકૂળ લાગતા હોય પણ તેમાંથી તમે બહાર નીકળવાનો માર્ગ શોધી શકશો. તમારા ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલાશે. મિત્રો - પરિચિતોની મદદ પણ માનસિક ઉત્સાહ વધારશે. પૂરતા નાણાં મેળવી શકશો.

સિંહ (મ,ટ)ઃ આ સપ્તાહમાં અધૂરા રહેલાં કામકાજો પૂરાં થશે. અટવાયેલા લાભો મેળવી શકશો. અંગત સમસ્યાનો ઉકેલ મળશે. ધંધા કે નોકરીને લગતી મૂંઝવણ હશે તો હલ થશે. નાણાંકીય પરિસ્થિતિ બગડી હશે તો સુધારી શકશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ ઉમંગ-ઉત્સાહ જાળવવા જરૂરી. ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. તમારું કશું અનિષ્ટ થવાનું નથી. નાહકની ચિંતા કરશો તો તણાવ વધી જશે. જરૂરી ખર્ચાઓ કે મૂડીરોકાણ તેમજ જરૂરી સહાય, લોનો વગેરે મળવી શકશો.

તુલા (ર,ત)ઃ આ સમયમાં માનસિક ચિંતા યા સમસ્યા હશે તો તેનો ઉકેલ મેળવશો. માર્ગ આડેના અંતરાયો દૂર થતા લાગે. કોઈ મહત્ત્વનું કાર્ય સફળ બનતાં આનંદ જણાય. નોકરિયાતને કાર્ય સફળતા મળતી જણાય. વિરોધીઓ ફાવી શકશે નહીં..

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં માનસિક તાણ કે અનિશ્ચિતતાની લાગણીમાંથી બહાર નીકળશો. તમારી લાંબા સમયની ઇચ્છાઓ સાકાર થતી જણાય. અહીં તમારે આર્થિક બાબતો પ્રત્યે વધુ સજાગ રહેવું જરૂરી છે. વિરોધીઓ દૂર થતાં લાગે. માર્ગ સરળ બનશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ મહત્ત્વના અણઉકેલ પ્રશ્નોના મામલે માનસિક તાણ વર્તાશે. ખોટી ચિંતા અને પરેશાનીનો અનુભવ થશે. અગત્યના કામકાજોમાં અંતરાયો જણાશે. આ સમયમાં તમારી નાણાકીય જવાબદારી વધશે. પરિણામે કરજ - દેવું વધશે.

મકર (ખ,જ)ઃ અગત્યના ગૂંચવાયેલા પ્રશ્નોના ઉકેલમાં હજુ વાર લાગે. માનસિક અજંપો અને બેચેની વધશે. ખોટા વિચારોને મનમાં રાખશો નહિ. નાણાકીય વ્યવહારો ઠીક ઠીક રીતે જાળવી શકશો. નોકરિયાતોને બઢતી અટકેલી હશે તો હવે મળશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતા જણાય. માનસિક સ્વસ્થતા હણાય તેવા પ્રસંગો સર્જાય. જોકે પ્રતિકૂળતાથી ડગી જશો નહિ. બલકે પુરુષાર્થ જારી રાખજો. નાણાકીય તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ મળે. ખર્ચને પહોંચી વળશો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહમાં કેટલીક તકલીફો વધતા ચિંતાનો અનુભવ થાય. સ્વસ્થતા કેળવવા તરફ લક્ષ આપજો. નાણાકીય દૃષ્ટિએ થોડીક વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો પડશે. આવક સામે વિશેષ ખર્ચનો યોગ બળવાન છે. ઉન્નતિનો માર્ગ ખૂલે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter