તા. ૪ ઓગસ્ટ થી ૧૦ ઓગસ્ટ ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 03rd August 2018 08:13 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ માનસિક અશાંતિ અથવા તો તંગદિલીના પ્રસંગો ઓછા થશે. આનંદ અને ઉલ્લાસના પ્રસંગો વધશે. સાનુકૂળતાનો લાભ ઉઠાવજો. આશાવાદી તકો સાંપડશે. મૂંઝવણો દૂર થાય. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો. નાણાંકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિના તમારા પ્રયત્નો સફળ થશે. કૌટુંબિક કાર્યો માટે ખર્ચ વધશે. નોકરિયાતો માટે સમય સાનુકૂળતા સર્જાશે. અટવાયેલા કામકાજો ઉકેલાશે. ઉપરી અધિકારીઓનો સાથ-સહકાર મળે. નોકરીની સારી તક મળે.

વૃષભ (બ,વ,ઉ)ઃ મૂંઝવણનો સાનુકૂળ ઉકેલ મળશે. રચનાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિનો આનંદ મળે. માનસિક ભારણ હળવું થતાં સાનુકૂળતા સર્જાતી જોઈ શકાશે. આર્થિક પરિસ્થિતિ સુધરશે. આવક વધતાં ખર્ચાઓની જોગવાઈ કરી શકશો. જવાબદારીઓ પાર પાડી શકશો. શેરસટ્ટાથી લાભ નથી. વિશ્વાસે ધિરાણ કરવાથી નુકસાનની શક્યતા છે. મૂંઝવણ-ગૂંચવણમાંથી માર્ગ મળશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ વ્યવસ્થિત બનાવીને લાભ ઊભા કરી શકશો. જમીન-મકાનની સમસ્યાઓ મૂંઝવશે.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહમાં અગમ્ય કારણસર માનસિક વ્યથા કે બેચેનીનો અનુભવ કરવો પડે. અજંપો અને અશાંતિમાંથી છૂટવા તમે કાર્યરત રહો તે જ ઉપાય છે. હિંમત ગુમાવશો નહિ. નજર સામે દેખાતી મુશ્કેલીને ક્ષણિક જ સમજવી. આ સમયમાં આવક વધવાના યોગ છે. ખાસ નવીન યોજના, કાર્યવાહી કે કૌટુંબિક કાર્ય માટે જરૂરી નાણાંકીય વ્યવસ્થા કરી શકશો. મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિની તકો મળે. પૂર્વનિર્ધારિત આયોજન માટે સગવડો ઊભી થાય.

કર્ક (ડ,હ)ઃ આ સમય ઉત્સાહજનક નીવડશે. કોઈ સાનુકૂળ તકો અને કાર્યસફળતાના કારણે એકંદરે માનસિક સુખ અનુભવી શકશો. આર્થિક પરિસ્થિતિ વિકટ અને મૂંઝવણ ભરેલી હોવા છતાં તમે કોઈ ઉકેલ મેળવીને કામ પાર પાડી શકશો. કોઈ કામ અટકશે નહીં. આવકવૃદ્ધિનો માર્ગ મળી આવે. નોકરી-ધંધા માટે સમયનો સાથ મળતો જણાશે. નોકરિયાતને બદલી-બઢતી અંગેના કામકાજોનો ઉકેલ મળશે. વિરોધી શત્રુની કારી ફાવે નહીં. ધંધાકીય વિકાસ માટે પ્રયત્નો વધારવા પડશે. મહેનતના પ્રમાણમાં ધીમું ફળ મળે. જોકે તેનાથી ભાવિ સફળતાનો પાયો રચાય.

સિંહ (મ,ટ)ઃ સપ્તાહમાં એક પ્રકારની ઉદાસીનતાનો અનુભવ થાય. તમારા વિચારો અમલમાં ન મૂકાતા ચિંતા વધે. સંજોગો સુધરવામાં સમય લાગશે. આથી સમજીવિચારીને ખર્ચ કે સાહસ કરજો. નાણાંનો દુર્વ્યય ન થાય તે જોજો. આવકના પ્રમાણમાં ખર્ચ વધુ રહેતાં બચત અશક્ય બને. નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. બદલી-બઢતી શક્ય બનશે. વિરોધીના કારણે થોડીઘણી ચિંતા રહે. મકાન-જમીનની બાબતો અંગે સમયનો સાથ મળે નહિ. આ અંગેના કામકાજોમાં હજી ખાસ લાભ જણાતો નહીં. કૌટુંબિક બાબતો પાછળ ભોગ આપવો પડશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય મહત્ત્વની ઓળખાણથી લાભ તેમજ પ્રવાસ-પર્યટનો માટે અનુકૂળ નીવડશે. નાણાંકીય પ્રશ્નોમાંથી યોગ્ય માર્ગ મળતો જોવા મળશે. કંઈક સારી ગોઠવણ થઈ શકતાં રાહત અનુભવાય. શેરસટ્ટાના લાભ મેળવવા લાલચાશો તો નુકસાન આવી પડશે. વધારાની કમાણી કરી લેવાની ઉતાવળ ન કરશો. ધીરજ અને સમજપૂર્વક આગળ વધશો તો ઓછો, પરંતુ નક્કર ફાયદો થશે. નોકરિયાતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે. આથી અશાંતિ સર્જાય. આરોગ્યની પૂરતી કાળજી માંગી લેશો.

તુલા (ર,ત)ઃ માનસિક દૃષ્ટિએ આ સમય વધુ પડકારજનક છે. એક પ્રકારની અજંપાની ભાવના બોજ સૂચવે છે. ધીરજ ઘણી દાખવવી પડશે. અકળામણ વધશે. તમે નાણાંકીય લાભની જે આશા રાખો છો તે હજુ મળે તેમ લાગતા નથી. આવકના માર્ગ મળે નહિ. શેરસટ્ટાથી લાભ લેવા જતા પસ્તાવું પડશે. નોકરિયાતના પ્રયત્ન ફળદાયી બનશે. નોકરીના પ્રશ્નો ઉકેલવામાં સાનુકૂળતા સર્જાશે. બઢતી-બદલીના કાર્યમાં સફળતા મળે.

વૃશ્ચિક (ન,ય)ઃ ચિંતા કે સમસ્યાઓના ઉકેલ માટે આ સમય સાનુકૂળ છે. અંતરાયોને પાર કરીને સફળતા મેળવી શકશો. આર્થિક જવાબદારી કે કરજના ભારની ચિંતા હશે તો તેના ઉકેલની તક મેળવી શકશો. ખર્ચ અને ખરીદીઓ પર અંકુશ રાખશો તો વાંધો નહીં આવે. ઉઘરાણીના નાણાં મેળવી શકશો. નોકરિયાત વર્ગે ગુપ્ત વિરોધીઓથી સાવધ રહેવું. બદલી કે પરિવર્તનની તક ઊભી થતી જણાય. વેપારી વર્ગ માટે આ સમય મિશ્ર છે. આ માટે જીવનસાથીનો સહકાર મળે. પ્રવાસ-પર્યટન માટે ગ્રહો સાનુકૂળ છે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ માનસિક રીતે એકંદરે આ સમય સારો નીવડશે. સ્વસ્થતા, સક્રિયતા વધશે. પ્રગતિકારક નવરચનાના કારણે તમારી મૂંઝવણો દૂર થવા લાગશે. આર્થિક બાબતો અંગે તમારે વધુ પ્રયત્નશીલ અને જાગૃત રહેવું જરૂરી છે. ગાફેલ રહેશો તો નુકસાન થાય. ઝડપી આવકની આશા ફળે નહીં. ઉઘરાણીથી આવક થાય. નોકરિયાત માટે આ સમય પ્રગતિકારક અને સફળતા અપાવનારો છે. અટવાયેલા લાભ મળે. કામકાજ પાર પડે. સારી તક મળે. વેપારમાં ઉન્નતિ જણાય અને વિરોધી-હરીફો પર વિજય મળે.

મકર (ખ,જ)ઃ આ સમયમાં તમારો પુરુષાર્થ ફળશે. મહત્ત્વના કામકાજોમાં પણ તમને પ્રગતિ જોવા મળે. માનસિક ઉત્સાહ જણાશે. આર્થિક દૃષ્ટિએ શુભ સમય હોવાથી તમારી ચિંતા કે બોજો હળવો થાય. નોકરિયાતો માટે આ સમય મિશ્ર ફળ આપનાર છે. બઢતી-બદલીના કામકાજો અટવાયેલા હશે તો વિલંબથી ઉકેલાશે. વેપારીઓને પ્રોત્સાહક વાતાવરણ જણાશે. સંપત્તિના પ્રશ્નો હજુ ગૂંચવાયેલા રહેશે. ધાર્યું કામ થાય નહીં. દામ્પત્યજીવનમાં લાગણી કે માનહાનિના પ્રસંગોને કારણે ઘર્ષણ જાગશે. જીવનસાથીની તબિયત બગડે નહીં તે જોવું રહ્યું.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ માનસિક સ્વસ્થતા માટે આ સપ્તાહના ગ્રહયોગો મહત્ત્વરૂપ છે. ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. કશું અનિષ્ટ થવાનું નથી. નાહકની ચિંતા કરશો નહીં. તમારા જરૂરી ખર્ચાઓ કે મૂડીરોકાણ અંગે જોઈતી સહાયો, લોનો વગેરે મેળવી શકશો. નોકરીમાં વિકાસ અને પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. મહત્ત્વના કાર્યો આડેના વિઘ્નોને પાર કરી શકશો. મકાન-મિલકતના કોઇ પ્રશ્નો ગૂંચવાયા હશે તો તેનો ઉકેલ મળશે. સાનુકૂળતાનો લાભ લઈ શકશો. અટવાયેલા કામકાજમાં પ્રગતિ થશે. વારસાની સંપત્તિથી હજુ લાભ ન જણાય. સ્વજનોની સહાય મળે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહમાં મુશ્કેલ વાતાવરણમાંથી બહાર નીકળી શકશો. આગળ વધો અને ફતેહ મેળવો. આર્થિક સમસ્યાઓ ઘેરી વળે તો કાર્યશીલ રહી ચાલશો તો કોઈને કોઈ પ્રકારે નાણાંનો બંદોબસ્ત થઇ જશે. તમારા કામકાજ ઉકેલાશે. ધીરજની કસોટી થશે. વધારાના લાભની આશા અંશતઃ ફળે. નોકરિયાતો માટે સમય સાનુકૂળ નીવડશે. હાથ ધરેલા કામકાજમાં સફળતા યશ-માન મળે. હિતશત્રુઓ પર વિજય મળે. વેપાર-ધંધાની સ્થિતિ સુધરતી જણાશે અને વૃદ્ધિ લાભની આશાઓ ફળશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter