તા. ૪ ફેબ્રુઆરી થી ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 01st February 2017 07:47 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સપ્તાહે કેટલીક વ્યક્તિઓ તરફથી મુશ્કેલી ઊભી થતી જોવા મળશે. હાલમાં પ્રોપર્ટી લે-વેચમાં પડવું હિતાવહ નથી. અંગત વ્યક્તિઓ જ આડે આવશે. નાણાંકીય મૂંઝવણ વધશે. વેપારમાં સોના એંસી થતા જોવા મળશે. સંતાનની ચિંતા પણ વધારો કરશે. વાણી-વર્તન ઉપર સંયમ રાખવો જરૂરી છે. પ્રગતિ અને સફળતા માટે સપ્તાહનો અંત સારો જણાય. દામ્પત્યજીવન સરળ બનશે. વડીલોના કાર્યો માટે ઉદારતા રાખવી આપના હિતમાં રહેશે. યુવાનોએ કાળજી રાખવી હિતાવહ.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહના પ્રારંભથી જ મન શાંતિ અનુભવશે. કૌટુંબિક બળ મળશે. સંતાનની ચિંતા ઓછી થાય. સ્વજનો-મિત્રોની મદદ મળશે. સામાજિક-ધાર્મિક કામમાં દોડાદોડી થાય. નાણાંકીય રાહત રહેશે. નવા ધંધાની ઇચ્છા વધશે. નોકરીમાં પ્રમોશન માટેની વાતો આવે અને માનમોભો વધશે. વડીલોના આશીર્વાદ મળશે. સંતાનો માટે સારું રહેશે. યુવાવર્ગે ખોટી દોડધામ ન થાય તેની કાળજી લેવી.

મિથુન (ક,છ,ઘ)ઃ આત્મબળમાં વધારો થશે. નાણાંકીય સમસ્યા ઘટશે. પ્રવાસની તકો ઉજ્જવળ બનશે. પ્રીતિપાત્રનો સહયોગ વધે. સ્વજનો-મિત્રોનું મન સચવાય. ધીરજના ફળ મળતા જણાય. વેપાર-નોકરીમાં પ્રગતિ સધાય. આકસ્મિક લાભના યોગ છે. કોર્ટકચેરીના મામલાની પતાવટ થાય. ઓળખાણો કામ લાગે. પૈસાની ચિંતા ઘટશે. અપરિણીત વયસ્કોને શુભ સમાચાર મળે. સપ્તાહ આનંદીત બનશે. નોકરીમાં સ્થાનફેરની ઇચ્છા ફળીભૂત થતી જણાય. નવી નોકરી માટેની તલાશ હશે તો તે ઇચ્છા સાકાર થાય.

કર્ક (ડ,હ)ઃ નાણાંકીય બાબતે આ સપ્તાહ મૂંઝવણ ઊભી કરશે. લેણદારોની દોડધામ રહે. સામાજિક કાર્યોમાં મદદરૂપ બનવું પડશે. ધાર્મિક આયોજન ગોઠવાય. મનોબળ અસ્થિર રહે. સંતાનની ચિંતા યથાવત્ જણાય. તંદુરસ્તી બાબતે કાળજી રાખવી જરૂરી છે. ધંધાકીય હરીફાઈ થાય. નોકરીના સ્થાને વિચાર કે મતભેદ ઊભા થાય. વિદ્યાર્થીઓએ વધારે કાળજી રાખવી જરૂરી છે. યુવાનોએ વગર કારણની માથાકુટથી દૂર રહેવા સલાહ છે. ફેકટરીમાં કામ કરનારે સાચવવું હિતાવહ ગણાય.

સિંહ (મ,ટ)ઃ સપ્તાહમાં નાણાંકીય સ્થિતિ ચિંતાજનક રહેશે. સ્વજનો-મિત્રોની મદદ ચાલુ રહેશે. સંતાન તરફથી બળ મળશે. નવી કામગીરીનો બોજ વધશે. નોકરીમાં ધ્યાન આપવું જરૂરી. તંદુરસ્તી યથાવત્ રહે. સાહસ કરતાં પૂર્વે બે વાર વિચારવું. મિત્રોની જવાબદારી લેવી પડે. વિદ્યાર્થીઓને રાહત રહેશે. દામ્પત્યજીવનમાં ખાટીમાઠી થાય. નવા ધંધાના વિકાસ માટે રાહ જોવી પડશે. શુભ સમાચાર મળે. શેરસટ્ટા કે નાણાકીય રોકાણ અંગે ધ્યાન આપવું પડે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહમાં નોકરી-વેપારમાં સરળતાથી થતી જણાશે. નાણાંકીય કટોકટી ઓછી થશે. સ્વજનો અને મિત્રો તરફથી યથાવત્ પરિસ્થિતિ રહે. મન પ્રફુલ્લિત રહેશે. પ્રશ્નોનું નિરાકરણ મળતું જણાય. પ્રગતિ થાય. પ્રિય પાત્રોની મદદ મળી રહેશે. જીવનસાથી વચ્ચે મનમેળ વધશે. ભાગીદારીમાં થયેલ મનદુઃખનું નિરાકરણ મળશે. ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યોમાં ઓળખાણો કામ લાગશે. મન આનંદની લાગણી અનુભવશે.

તુલા (ર,ત)ઃ આ દિવસો વિવિધ ખાટામીઠા અનુભવો સાથે પસાર થશે. અંગત કહેવાતા લોકો પણ મોઢું બગાડશે, છતાં ધીરજ રાખવી જરૂરી છે. નાણાંકીય કટોકટી રહેશે. તમે કરેલા કામોનો જશ નહિ મળે. ધીરજ ધરશો તો લાભમાં રહેશો. વેપારમાં સ્થિરતા રહે. નોકરીમાં બીજાઓની દખલગીરી તકલીફ સર્જશે. ભાઈભાંડુ મદદરૂપ બનશે. સંતાનોની હૂંફ અને જીવનસાથીનો સહકાર મદદરૂપ બનશે. યાત્રા-પ્રવાસ માટે આયોજન ગોઠવાશે. શેરસટ્ટા કે લોટરીમાં સાહસ નહીં કરવા સલાહ છે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહ દરમિયાન મનોબળ નિર્બળ બનશે. વેપાર-નોકરીમાં અવરોધો ઊભા થાય. અંગત વ્યક્તિઓ તરફથી દુઃખદ સમાચાર મળે. વિશ્વાસઘાત થવાના પ્રસંગો બનશે. નાણાકીય રાહત રહે. આમ છતાં આર્થિક લેવડદેવડના પ્રશ્નોએ ધ્યાન રાખવું. સંતાનોની ચિંતા સતાવશે. જીવનસાથી સાથે ટેન્શન રહેશે. મિત્રોને મનઃદુખ થાય. વિદ્યાર્થીઓ માટે મધ્યમ સમય છે. યુવાનોએ વ્યક્તિગત કાર્યોમાં વધુ ધ્યાન આપવું હિતમાં રહેશે. બિનજરૂરી ચિંતાઓથી દૂર રહેવા સલાહ છે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ સપ્તાહમાં અનેક ચઢાવ-ઉતાર જોવા મળશે. દામ્પત્યજીવનમાં કડવાશ જણાય. ગુપ્ત ચિંતા થાય. મુશ્કેલીમાં મિત્રોની મદદ મેળવવી પડે. સ્વજનો દૂર ભાગશે. અંગત નિર્ણયો ખોટા પડે. તંદુરસ્તી સાચવવી જરૂરી છે. વાદવિવાદથી દૂર રહેવાનો સમય છે. મન પર ઉદ્વેગ રહેશે. ક્રોધ ઉપર અંકુશ રાખવી. યાત્રા-પ્રવાસ ટાળવા. કોર્ટ-કચેરી કે સરકારી કાર્યોમાં વિલંબ થતો જોવા મળે.

મકર (ખ,જ)ઃ આ સમય શુભ અને લાભદાયી પુરવાર થાય. સ્વજનો અને મિત્રો પરત્વે સહાનુભૂતિ વધશે. નાણાકીય કટોકટી હળવી થશે. આકસ્મિક લાભ થવાની સંભાવના છે. મન આનંદ અનુભવશે. કામનો યશ મળશે. નોકરીમાં રાહત જમાય અને વેપારમાં પ્રગતિ રહેશે. પતિ-પત્ની વચ્ચે સાનુકૂળતા વધે. નવા આયોજન પાર પડશે. વિદ્યાર્થીઓ માટે શુભ સમય છે. યુવા વર્ગને પ્રીતિપાત્રો સાથે મિલન-મુલાકાત થાય. સામાજિક ધાર્મિક અને રાજકીય ક્ષેત્રે પણ દોડધામ કરવી પડે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહની શરૂઆત સારી રહે. જરૂરતના સમયે મિત્રો-સ્વજનોનો સહયોગ મળી રહેશે. સંતાનો સહાયભૂત બનશે. યાત્રા-પ્રવાસમાં સફળતા મળે. વેપારમાં પ્રગતિ થાય. નોકરીમાં મન પ્રફુલ્લિત રહેશે. પ્રમોશન માટેની શક્યતા વધે. મિલકતના પ્રશ્નો યથાવત્ રહે. વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવશે. પ્રવાસમાં કાળજી રાખવી જરૂરી છે. નાણાંકીય ભીડ અનુભવશો. મનોબળ મક્કમ રાખવું હિતાવહ રહે.

મીન (દ,ચ,છ,થ)ઃ સપ્તાહ દરમિયાન મન મક્કમ રાખીને નિર્ણયો કરવા પડશે. નવા સમાચારો લાભદાયી બને. મિત્રો-સ્વજનોનો સંપર્ક વધુ મજબૂત બનશે. વિદ્યાર્થીઓ માટે પ્રતિકુળ સમય છે. નાણાંકીય વ્યવહાર સચવાય. મન પર સંતોષ છવાયેલો રહે. વેપાર-ધંધામાં સાથ-સહકાર મળે. નોકરિયાતને પ્રમોશનની ચર્ચા સાંભળવા મળે. ધાર્મિક તથા સામાજિક કાર્યોમાં સારી એવી પ્રગતિ થતી જોવા મળે. અનેક કાર્યોની જવાબદારી નિભાવવી પડશે. નવી ઓળખાણો કામ લાગશે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter