તા. ૫ મે થી ૧૧ મે ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 04th May 2018 06:54 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં માનસિક સ્વસ્થતા જાળવી શકશો. અહીં ખોટી ચિંતા કે ભય રાખવાને કોઈ કારણ નથી. આ સમયમાં આવકવૃદ્ધિ અથવા તો કોઈ જૂનો લાભ મળતાં રાહત આપતો સમય પુરવાર થાય. તમારા માથેના ખર્ચ માટે નાણાંની જોગવાઈ ઊભી થવાની આશા રહે. તમારા કામ પૂરતા નાણાં મળતા ઘણી રાહત વર્તાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ તમારા ભાગ્ય આડેના અવરોધો દૂર થઈ જશે અને હવે શત્રુઓનાં હાથ હેઠાં પડતાં જણાશે. આરોગ્ય બગડ્યું હશે તો સુધરશે. સરકારી - અર્ધસરકારી કે કોર્ટકચેરીના કામકાજમાં પણ ઝડપ આવતી જોવા મળશે. આર્થિક-નાણાંકીય બાબતે મુશ્કેલીઓમાંથી તથા વિઘ્નોમાંથી રાહત મળતી જણાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં અકારણ માનસિક ઉશ્કેરાટ અથવા તો ઉગ્રતા વધવાના પ્રસંગો સર્જાશે. સંયમથી વર્તશો તો પરિસ્થિતિ બગડતી અટકાવી શકશો. ઉતાવળા નિર્ણયો ન લેવાની સલાહ છે. આવક વધે તેવા પ્રસંગો આવશે. નાણાંના અભાવે કોઈ પણ કામ અટક્યું હોય તો તે માટે વ્યવસ્થા ઊભી કરી શકશો.

કર્ક (ડ,હ)ઃ આ સમય દરમિયાન મૂંઝવણો કે માનસિક ચિંતાનો ઉકેલ મળતાં રાહત થાય. અણધારી મદદ મળતાં અંતરાયો દૂર થાય. તમારી આર્થિક પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાય અને તમારા નાણાંકીય કામકાજ માટે જરૂરી ગોઠવણ કરી શકાય. નોકરિયાતને મહત્ત્વના કામમાં પ્રગતિકારક તક મળશે.

સિંહ (મ,ટ)ઃ કોઈ અગત્યના મૂંઝવતા પ્રશ્નોમાં સફળતા મળતાં ઉત્સાહમાં વધારો થશે. લાંબા સમયથી અટવાયેલા કાર્યનો નિકાલ આવે અથવા તો તેમાં પ્રગતિ થતી જણાશે. આર્થિક દૃષ્ટિએ સમય સાનુકૂળ જણાશે. આવકવૃદ્ધિમાં વધારો થાય. મહત્ત્વના કામમાં નડતરનો પ્રયાસ થશે, પણ તમારા વિરોધીઓ ફાવી શકશે નહીં. તમારી નોકરીનાં ક્ષેત્રે કોઈ મહત્ત્વની કામગીરીમાં સફળતા મળે.

કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક દૃષ્ટિએ આ સમય વધુ મૂંઝવણરૂપ જણાશે. ધીરજ ઘણી દાખવવી પડશે. અકળામણ વધશે. આ સપ્તાહમાં તમે જે લાભની આશા રાખી રહ્યા છો તે હજુ મળે નહીં. શેર-સટ્ટાથી લાભ મેળવવા જતાં પસ્તાવું પડે. સારી નોકરી મેળવવાના પ્રયત્નો ફળશે.

તુલા (ર,ત)ઃ આ સમયગાળામાં માનસિક ચિંતાઓ, ઉપાધિઓ રહેવા છતાં એકંદરે તમે ઠીક ઠીક પ્રમાણમાં સંજોગોનો સામનો કરવામાં સફળ થશો. આથી હવે રુકાવટો કે સંઘર્ષથી ડરશો કે ભાગશો નહીં. અણધાર્યા ખર્ચ અને ખરીદીના પ્રસંગો આવશે. આથી નાણાંકીય રીતે તંગ સ્થિતિ રહેતી જણાય.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયગાળામાં કોઈ સર્જનાત્મક કે અગત્યની કામગીરીને સફળ બનાવી શકશો. તમારા પુરુષાર્થનું મીઠું ફળ ચાખવા મળે. હાથ ધરેલા કામકાજો સફળતાપૂર્વક ઉકેલી શકશો. ખર્ચના પ્રસંગોમાં વધારો થશે. નાણાંભીડ જણાય. બચત વાપરવા ફરજ પડશે. યાત્રા-પ્રવાસ સફળ અને મજાના નીવડશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સપ્તાહમાં મન અને શરીરની સુખાકારી જળવાય રહેશે. કરવા જેવા કામો હાથ પર લેવાથી તેમાં સારું પરિણામ મેળવી શકશો. સાહસ કરવાનું મન થતું હોવા છતાં ધંધાર્થીઓએ સંયમથી ધંધો કરવો જરૂરી છે. અપ-ડાઉનનો અનુભવ થાય. નોકરિયાતને નોકરીની તકોમાં બઢતી મળે.

મકર (ખ,જ)ઃ અગત્યની કામગીરીમાં સાનુકૂળ સંજોગો થતાં વિકાસની તકો સર્જાય. અણધારી તકો પ્રાપ્ત થાય, જે ભાવિ માટે ખૂબ જ લાભદાયક જણાય. સ્નેહી-સ્વજનોથી મિલન-મુલાકાત થાય. અશાંતિના પ્રસંગો દૂર ઠેલાય. આર્થિક દૃષ્ટિએ આ સમયગાળામાં તમારી આવક વધવાની જોગવાઈઓ કરવાના પ્રયત્નો સફળ થાય.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સપ્તાહમાં આર્થિક તંગી અગાઉની જેમ જ રહેશે. ખરાં સમયે મિત્રો મદદદરૂપ થાય. કૌટુંબિક લેણાદેણી મધ્યમ રહે. જમીન-મકાન અને વાહનના પ્રશ્ન માટે સારા સમયની રાહ જોવી જરૂરી છે. યાત્રા-મુસાફરીનું આયોજન ટાળવું પડશે. માતા-પિતા સાથે સાધારણ વિવાદ થાય. અંતે સુમેળ રહે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયગાળામાં નોકરિયાત વર્ગ માટે પ્રતિકૂળ ઘટનાઓ બને. વર્તમાન જોબમાં બદલી કે બઢતીના પ્રયત્નો સફળ થાય. ધંધાકીય બાબતો માટે સમય પ્રતિકૂળ જણાય. વાદ-વિવાદ કરવો તમારા હિતમાં નથી. જમીન-મકાન વાહન માટે સમય પ્રતિકૂળ. વિદ્યાર્થીઓ માટે આનંદદાયક સમય. સંતાનો તમારી આજ્ઞા માનશે.


comments powered by Disqus


The Expansion of Heathrow Airport


Dear valued reader,

Here at Gujarat Samachar, we are conducting an investigation in to the potential impacts of the expansion of London's Heathrow Airport. Following Parliaments' approval of the construction of a third runway, we are seeking to gain a better understanding of how the public feels regarding this sizeable proposal. We ask that you reply to our questionnaire so that we can get a feel of how our readers view the potential expansion. Views of those local to West London are particularly welcome.to the free, weekly Gujarat Samachar email newsletter