તા. ૬ નવેમ્બર ૨૦૨૧થી ૧૨ એપ્રિલ ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 05th November 2021 07:01 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ આ સમય દરમિયાન મહત્ત્વની કાર્યરચનાઓ સાકાર થતી જણાય. માનસિક ટેન્શન હળવું થાય. આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાય. નોકરિયાતો માટે પ્રગતિની તકો વધે. ધંધાકીય ક્ષેત્રની મુશ્કેલીઓ દૂર થાય. લગ્ન-વિવાહના પ્રશ્નોનો ઉકેલ આવે. આરોગ્ય અંગે કાળજી રાખવી હિતાવહ રહેશે. વિદ્યાર્થી વર્ગ માટે સમય સાનુકૂળ રહેશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિલંબ થાય.

• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન માનસિક ચિંતા દૂર થશે. વેપાર-ધંધામાં ઠીક-ઠીક સુધારો થતો જણાય. ગૃહજીવનની સમસ્યાનો ઉકેલ આવતો જણાશે. આર્થિક સમસ્યાનો ઉકેલ આવશે. નાણાંકીય સુખાકારી વધશે. સ્વજનથી મિલન-મુલાકાત થાય. પ્રવાસ-પર્યટનમાં સફળતા મળે. કૌટુંબિક મિલકત અંગે વાદવિવાદ વધશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ અકારણ ચિંતાઓને કારણે ટેન્શન વધશે. તમારી પ્રગતિ આડેના અવરોધો દૂર થતાં જોવા મળશે. વેપાર-ધંધા માટે નવીન તકો ઊભી થશે. નોકરિયાત વર્ગને ઉચ્ચ વર્ગ દ્વારા સફળતા મળશે. મકાન લે-વેચની કામગીરીમાં સફળતા મળશે. નાણાંકીય બોજો વધતો જણાશે. આવકના પ્રમાણમાં ખર્ચ વધશે. વડીલોની ચિંતા રહેશે. સંતાનોની મદદ મળી રહેશે.
• કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહમાં મુશ્કેલીના વાદળો હટતા જણાય. નાણાકીય લાભની તક મળશે. આવક વધારવાના કે નાણાંની વ્યવસ્થા કરવાના તમારા પ્રયત્નો ફળદાયી રહેશે. નોકરિયાતને મહત્ત્વના કામમાં પ્રગતિ રહે. વ્યાપારની સમસ્યાનો ઉકેલ આવતો જણાશે. સામાજિક કાર્યથી આનંદ રહેશે. સંતાનના આરોગ્યની કાળજી રાખવી જરૂરી. કૌટુંબિક કાર્યોમાં સ્ત્રીઓને સફળતા મળશે.
• સિંહ (મ,ટ)ઃ લાંબા સમયથી ગૂંચવાયેલા પ્રશ્નોનું નિરાકરણ મળશે. આ સમયમાં ચિંતાનો બોજ ઓછો થશે. નોકરિયાતને બઢતીના યોગ બળવાન બનશે. વેપારી વર્ગ માટે આ સમય પ્રગતિકારક જણાય છે. કૌટુંબિક કાર્યો પાર પાડી શકશો. વિદ્યાર્થી વર્ગે મહેનત વધુ કરવી પડશે. વડીલોનો સહયોગ સારો મળી રહેશે. પ્રગતિ આડેના અવરોધો દૂર થાય. પ્રોપર્ટીના પ્રશ્નોનો ઉકેલ આવશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહથી શરૂઆત સારી રહેશે. કૌટુંબિક વ્યક્તિઓ સાથે વિચારભેદ - મતભેદ થવાની શક્યતા રહેશે. વાણી-વર્તનમાં સંયમ રાખવાનું સલાહભર્યું છે. વેપાર અને ભાગીદારીમાં ચિંતા જણાશે. લગ્નજીવન સારું રહેશે. નોકરી કરતાં વ્યક્તિઓને કામનો બોજ વધશે. આર્થિક રીતે સારું રહેશે.
• તુલા (ર,ત)ઃ લાંબા સમયથી બાકી રહેલા કામો પૂરાં થઈ શકશે. સગાં-સંબંધીઓ તરફથી આપને સહયોગ મળશે. મિત્રો તરફથી મદદની વાતો થશે, પરંતુ મદદ મળશે નહીં. વેપાર-ધંધામાં સ્થિતિ યથાવત્ રહેશે. આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે. નવું મકાન ખરીદવાની શક્યતા રહેશે. નોકરિયાત વર્ગને થોડાક અવરોધો રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહમાં આપને કૌટુંબિક કાર્યને લઈને માનસિક ભારણ વધશે. વધારે ચિંતા રાખવાથી શારીરિક તંદુરસ્તી પર વિપરિત અસર થઇ શકે છે. નોકરિયાત માટે આ સમય સાચવવાનો રહેશે. મિત્રો સાથે સામાન્ય મનદુઃખના પ્રસંગો બનશે. આપના સ્વજનોનો સારો સહયોગ મળી રહેશે. નાણાકીય રીતે સપ્તાહ સારું રહેશે. સંતાનોના મામલે ચિંતા રહેશે.
• ધન (ભ,ફ,ધ,ઢ): સપ્તાહ દરમિયાન શેરસટ્ટા જેવી પ્રવૃત્તિ પર કાળજી રાખવી હિતાવહ રહેશે, નહીં તો આર્થિક મુશ્કેલી રહેવા સંભાવના રહેશે. આપની લાગણી અને ઉદારતાનો લાભ બીજા લેશે. મિલકતના પ્રશ્નો હલ થતાં જણાશે. નોકરી-ધંધાના ક્ષેત્રે સારું રહેશે. નવી ખરીદી કરતાં ધ્યાન રાખવું. લાંબા સમયથી રોકાયેલા નાણાં પાછા મળવાની શક્યતા રહેશે. પ્રવાસના યોગો રહેશે.
• મકર (ખ,જ)ઃ આપનું ભાગ્ય આ સપ્તાહથી વધુ ઉજ્જવળ બનશે. આળસ ખંખેરીને આપના કાર્યોમાં આગળ વધશો તો સફળ બની શકશો. મિત્રો તરફથી મદદની અપેક્ષા નહીંવત્ રહેશે. સંતાન અંગેની ચિંતા બળવાન બનશે. ભાગીદારોથી સામાન્ય લેણું રહેશે. શારીરિક તંદુરસ્તી બાબતે કાળજી રાખવી. ધાર્મિક તેમજ માંગલિક પ્રસંગોની શક્યતા રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહ દરમિયાન આપની કારણ વગરની ચિંતાઓને કારણે માનસિક તાણ રહેશે. દરેક કાર્યોમાં ધીમે ધીમે સફળતા મળતી જણાશે. નાણાંકીય દ્રષ્ટિએ સમય સારો રહેશે. આમ છતાં ખર્ચ પણ વધશે. મકાન-મિલ્કતમાં મૂડી રોકાણ કરતાં હોવ તો વિચારીને કરજો. કુટુંબના પ્રશ્નોનો ઉકેલ આવશે. વાહનની સમસ્યા મૂંઝવશે. નોકરિયાત વર્ગને સારું રહેશે. અટવાયેલાં કાર્યોમાં સફળતા મળશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહ આપના માટે પ્રગતિકારક રહેશે. નાણાંકીય મામલે સપ્તાહમાં સારો લાભ થશે. મહત્ત્વના કાર્યોમાં વિલંબ થતો જોવા મળશે. ઉઘરાણી-કરજની ચિંતા દૂર થાય. શેરસટ્ટાથી દૂર રહેવું જરૂરી. નોકરિયાત વર્ગને સારો લાભ પ્રાપ્ત થશે. જોકે, થોડાક અવરોધો આવશે. સાથી કર્મચારીઓ સાથે વાદ-વિવાદ થવાની શક્યતા છે. ભાગીદારી સાથે મધ્યમ લેણું રહેશે. સંતાનો અંગે ચિંતા રહેશે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter