તા. ૬ માર્ચ ૨૦૨૧થી ૧૨ માર્ચ ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 05th March 2021 06:57 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઈ)ઃ તમારા માર્ગ આડેના વિઘ્નો દૂર થાય. સફળતાપૂર્વક તમારા કાર્યોમાં આગળ વધી શકશો. આ સમયમાં ખર્ચ તેમજ બાહ્ય મોજશોખ ઉપર થોડો કાબૂ રાખવો અનિવાર્ય રહેશે. નોકરિયાત વર્ગને નવી ઓફર અથવા બદલીના ચાન્સીસ રહેશે. ધંધાકીય ક્ષેત્રમાં હજી સ્થિતિ યથાવત્ રહે, ખોટી ઉતાવળ ટાળશો. સંતાન પ્રાપ્તિ માટે યોગો બળવાન બનશે. કોર્ટકચેરીના કાર્યોમાં સફળતા મળશે. લગ્નજીવનમાં સુખાકારી સારી રહેશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ ધાર્મિક કાર્યો માટેની તમારી આંતરિક ઇચ્છા આ સમય દરમિયાન પૂર્ણ થઈ શકશે. કૌટુંબિક વ્યક્તિઓની હૂંફ સારી એવી મેળવી શકશો. તમારી સખત મહેનતનું પરિણામ હવે જોવા મળશે. નાણાકીય દૃષ્ટિએ લાભદાયક સમય રહેશે. રાજકીય ક્ષેત્રમાં યશમાન કિર્તી પ્રાપ્ત કરી શકાય. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી મદદરૂપ સાબિત થાય. ધંધા-ઉદ્યોગમાં નવીન ભાગીદારી દ્વારા લાભ રહેશે. સંતાન બાબતની ચિંતાઓ દૂર થાય.
મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય નાણાકીય રીતે સારો એવો લાભદાયી પુરવાર થાય. આકસ્મિક ધનલાભના યોગ છે. વ્યાપાર-ધંધામાં પણ તેજી જોઈ શકાય. નવા રોકાણ થાય. કૌટુંબિક સામાજિક કાર્યોમાં તમારે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી પડશે. જેના થકી પણ લાભ મેળવી શકશો. સંતાનોના વિદ્યાભ્યાસની ચિંતાઓ દૂર થાય. વિદ્યાર્થી વર્ગ માટે ઉત્તમ સમય રહેશે. પ્રવાસ-પર્યટન શક્ય બનશે. કોર્ટકચેરીના કાર્યો વિલંબિત થાય.
કર્ક (ડ,હ)ઃ આ સમયના ગ્રહયોગ આપને થોડા વધુ નિર્બળ બનાવે. સમસ્યાઓમાં વધારો થાય. નાણાકીય પ્રશ્નો હજી ગૂંચવાયેલા રહેશે. ઉતાવળા નિર્ણય ન લેશો. બીજાની વાતોમાં ભોળવાઇ જશો તો વધુ નુકસાની સહન કરવી પડશે, જેથી ખાસ કાળજી રાખશો. મિલકતની લે-વેચના પ્રશ્નોમાં પણ ખોટા નિર્ણય ન લેવાય તેનું ધ્યાન રાખશો. યાત્રા-પ્રવાસ, ધર્મકાર્ય, સંતોનું મિલન આનંદ અપાવશે.
સિંહ (મ,ટ)ઃ આસપાસનું વાતાવરણ અને સંજોગો માનસિક તાણ ઉત્પન્ન કરાવે. ખર્ચનું પ્રમાણ વધવાથી નાણાકીય કટોકટી પણ સર્જાય. આવકના નવા માર્ગ શોધવા માટે તમારી શક્તિને કામે લગાડશો તો થોડી ઘણી રાહત પ્રાપ્ત કરી શકશો. નોકરી-વ્યાપારના ક્ષેત્રમાં થોડીક વધુ કાળજી અનિવાર્ય રહેશે. સંતાનોના લગ્નવિષયક બાબતોમાં ચર્ચાઓ આગળ વધે. વિદ્યાર્થી વર્ગને ઇચ્છિત જગ્યાઓ પર અભ્યાસનું સ્વપ્ન સાકાર થાય.
કન્યા (પ,ઠ,ણ)ઃ મન હાલ પૂરતું ચિંતામુક્ત થશે. જોકે નવીન પરીસ્થિતિને અનુકૂળ થવા માટે થોડીક મહેનત કરવી પડશે. નાણાકીય દૃષ્ટિએ સમયની સાનુકૂળતા રહેશે. અટવાયેલા નાણા પરત મેળવી શકશો. મિલકતની લે-વેચમાં સફળતા મેળવી શકશો. વ્યાપાર-ધંધામાં જો તક ચૂકી જશો તો બીજા કાર્યોમાં પણ વિલંબ જોવા મળશે. મિત્રો-સ્વજનો થકી આપને હૂંફ મળી રહેશે. કોર્ટ-કચેરીના પ્રશ્નોનો ઉકેલ આવતો દેખાય. પ્રવાસ-પર્યટનના યોગ છે.
તુલા (ર,ત)ઃ આ સમય દરમિયાન થોડીક અસ્વસ્થતતા, ચિંતા તેમજ કામનું ભારણ વધુ રહેશે. તમારી ઈચ્છા મુજબના કામોમાં વિલંબ જોવા મળે. નાણાકીય મામલે થોડીક અનિયમિતતા જોવા મળશે, જેથી ખર્ચાઓને કાબૂમાં રાખશો. મિલકતની બાબતોમાં હાલ સમય થોડોક સારો છે. મિલકત સંબંધિત આર્થિક વ્યવહાર તમારા ફાયદામાં રહેશે. માતાપિતાના સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓ પણ તમારી ચિંતાનું કારણ બની શકે છે. કૌટુંબિક પ્રસંગોમાં તમારી હાજરી અનિવાર્ય બનશે.
વૃશ્ચિક (ન,ય)ઃ આપના માટે બહારની વ્યક્તિઓનો અતૂટ વિશ્વાસ આપના ઇચ્છિત કાર્યોની પૂર્તતા કરાવે. લાભદાયી સમય છે. ગૂંચવાયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશો. વ્યાપારિક ક્ષેત્રમાં નામના મેળવી શકશો. નોકરિયાત વર્ગને બઢતીના ચાન્સિસ રહેશે. તમારા કાર્યોની પ્રશંસા થાય. સંતાનો થકી લાભ પ્રાપ્ત થાય. પ્રવાસ-પર્યટન દ્વારા આનંદ મેળવી શકશો. વિદ્યાર્થી વર્ગ માટે કપરી પરિસ્થિતિ ઉત્પન્ન થાય.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારી પૂર્વ નિર્ધારિત કામગીરીઓમાં અવરોધો ઊભા થાય. મન બેચેની અનુભવશે. બીજાના કાર્યોમાં માથું મારશો નહીં, નહીંતર વિના કારણ ભેરવાઈ જાવ તેવી પરીસ્થિતિનું નિર્માણ થાય. નાણાકીય લાભ આ સમયમાં સારો રહેશે. નોકરી-વ્યવસાયમાં નવાં કાર્યો થકી લાભ મેળવી શકશો. કોર્ટ-કચેરીના કાર્યો માટે હજી થોડોક રાહ જોવાનો વારો આવે. સંતાનોના પ્રશ્નો હલ થાય. પ્રવાસ થકી લાભ થાય.
મકર (ખ,જ)ઃ આ સપ્તાહ દરમિયાન આપના વ્યવહારિક તેમજ કૌટુંબિક કાર્યોમાં વિનાકારણે પ્રશ્નો ગૂંચવાયેલા રહેશે, જેનું થોડું ભારણ રહેશે. નોકરીના ક્ષેત્રમાં તમારી અવગણના થાય, પરંતુ તમારું કામ દિલથી કર્યે રાખશો. નાણાકીય પ્રશ્નો હલ થાય. અગત્યના નિર્ણયો લેવાય. સ્નેહીજનો-મિત્રોની મદદથી પણ કાર્યમાં મદદ મળી રહેશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં હજી નિર્ણય આવતા વાર લાગે. સંતાનો થકી પણ સારી એવી મદદ પ્રાપ્ત કરી શકશો.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સમય દરમિયાન આપની રચનાત્મક કામગીરીનો વિકાસ થાય. બૌદ્ધિક યોજનાઓમાં સફળતા મેળવી શકશો. માનસિક ચિંતામાં ઓછી થાય. નોકરીમાં આ સમયમાં થોડાક ફેરફાર થાય. દામ્પત્યજીવનમાં મતભેદો હશે તો દૂર થશે. મિત્રો તથા ભાઈ-બહેનો તરફથી સાથ-સહકાર મેળવશો. નવા વ્યાપાર માટેના ચક્રો ગતિમાન થાય. ઔદ્યોગિક ક્ષેત્રમાં નવા રોકાણો શક્ય બને. સંતાનની લગ્નવિષયક બાબતમાં સફળતાઓ મળે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ ગ્રહયોગોની અનુકૂળતા આપની કામગીરીમાં સફળતા અપાવશે. મહેનત રંગ લાવશે. નાણાકીય રોકાણો પણ લાભકર્તા પુરવાર થાય. નોકરિયાત વર્ગ ક્રમશઃ નિર્ણાયક પ્રગતિ પ્રાપ્ત કરી શકશે. વ્યાપારમાં આપના કાર્યોની પ્રશંસા અને સફળતા અપાવશે. સંતાનોના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશો. પ્રવાસ-પર્યટન થકી આપના કાર્યોને લાભના યોગ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter