તા. ૭ એપ્રિલથી ૧૩ એપ્રિલ ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 06th April 2018 08:43 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહમાં શુભ સમાચારો મળતાં મન આનંદિત અને ચિંતામુક્ત બનશે. નવી ઓળખાણો ફાયદો કરી આપશે. મિત્રો તરફથી પણ સહાનુભૂતિ સાથે અન્ય જરૂરી મદદ મેળવશો. તમારી નોકરીમાં કામની પ્રશંસા સાથે વધુ લાભ મેળવવાની આશા ફળશે. વેપાર-ધંધામાં રહેલા અવરોધ દૂર થશે અને નાણાંકીય સ્થિતિ સુધરશે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા ફળીભૂત થતી જણાશે. લગ્ન વાંચ્છુઓ માટે શુભ સમય.

વૃષભ (બ,વ,ઉ)ઃ મનોબળ મજબૂત બનતું જશે. તમારી અટકેલી કામગીરીને તમે વધારે જુસ્સાથી શરૂ કરી શકશો. તંદુરસ્તી બાબતે હવે વધુ સારી સફળતા હાંસલ કરી શકશો. નાણાંકીય બાબતે આ સમયમાં તમારી ઇચ્છિત સફળતા અને પ્રગતિ કરાવશે. સંતાનો તથા વડીલો તરફથી લાગણી વધશે. તમારા આયોજનમાં મદદ મળી રહેશે. ધંધા-વેપારમાં નવી વ્યવસ્થા ગોઠવી શકશો. નોકરીમાં પણ યશ-માન વધશે. અવરોધો ઓછા થશે.

મિથુન (ક,છ,ઘ)ઃ અત્યાર સુધી કરેલા કામની કદર હવે થશે. સપ્તાહમાં તમારી ઇચ્છાઓ ફળીભૂત થતી જોઈ શકશો. નાણાંકીય રીતે આ સમય તમને થોડી અગવડ પડશે, છતાં તમારા કામો ઉકેલી શકશો. વડીલો તરફથી પણ તમને સહકાર મળશે. લગ્ન બાબતે ગૂંચવાયેલા પ્રશ્નોનો ઉકેલ તમે મેળવી શકશો. કુંવારાઓ આ સમયે પસંદગીના પાત્રને મેળવી શકશે.

કર્ક (ડ,હ)ઃ નાણાંકીય આકસ્મિક લાભની તમારી આશા ફળશે. અત્યાર સુધી આડા ચાલતા ગ્રહો તમારી શક્તિ કરતાં વધુ સારી સફળતા અપાવશે. થોડાક સમયમાં કૌટુંબિક મુશ્કેલીઓ પણ હલ થઈ જશે. તમારા અંગત મિત્રો તરફથી પણ મતભેદો ઓછા થશે. દબાયેલા કામોનો પણ હવે નિકાલ થશે. સંતાન અને સ્વજનોની ચિંતા ઓછી થાય. યાત્રા-પ્રવાસની ગોઠવણ સફળ બનશે.

સિંહ (મ,ટ)ઃ અકારણ વાણી-વર્તનથી થયેલા મનદુઃખ દૂર થશે. સુખદ સમાધાન થશે. અન્યો માટે કરેલા કામનો ઉકેલ પણ મેળવી શકશો. સંતાન સંબંધિત ઇચ્છાઓ પૂર્ણ થતી જણાય. તમારા પ્રશ્નોનું નિરાકરણ આવશે. દામ્પત્યજીવનમાં વધુ ઉલ્લાસ પ્રાપ્ત થશે. આકસ્મિક પ્રવાસનું આયોજન થાય. જોકે આ આયોજન સફળ પણ થાય. નાણાંકીય રીતે આ સમય સારો રહેશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ મકાન અને મિલકતના પ્રશ્નો આ સમય ગાળામાં હલ થાય. લાંબા સમય સુધી જોયેલી રાહ ફળશે. સ્વજનોનો સહકાર મેળવી ગૂંચવાયેલા પ્રશ્નોનું નિરાકરણ કરી શકશો. નવી ચીજવસ્તુની ખરીદી થશે. પ્રિય પાત્રોની હૂંફ અને આત્મીયતા વધશે. જોકે વાણી-વર્તનનું ધ્યાન રાખવું પડશે. સંતાનો તરફથી ચિંતા ઘટશે. આવકનું પ્રમાણ જળવાશે. નોકરીમાં પરિસ્થિતિ સુધરશે.

તુલા (ર,ત)ઃ આયોજન વગરના કામો કરતાં પહેલાં સો વાર વિચાર કરજો. તમારી લાગણીઓની કદર થશે. જોકે અતિશય લાગણી દુર્ભાવના પેદા ન કરે તેનું પણ ધ્યાન રાખશો. નાણાંકીય સ્થિતિ હવે સુધરશે. નિર્ધારિત કામોમાં અવરોધ હવે ઓછા થશે. મિલકતના પ્રશ્નો તમારી ઇચ્છા મુજબ ઉકેલાશે. સંતાન સંબંધિત ચિંતા પણ ઓછી થાય. આત્મબળ વધશે. નવો વેપાર-ધંધો કરવાની ઇચ્છાઓમાં અવરોધ આવશે. ધર્મ-લાભ મેળવશો.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહમાં તમારે આયોજનમાં અણધાર્યા ફેરફાર કરવા પડે તેવી પરિસ્થિતિ સર્જાય. જોકે તમે મકકમ રહીને પ્રશ્નો ગૂંચવાય નહીં રહે તેનો નિકાલ લાવશો. અસ્થિર વિચારો અને મનના ટેન્શનથી ખોટા નિર્ણય ન લેવાય જાય તેવી કાળજી રાખવી. સંતાન તરફથી અવરોધો સહન કરવા પડશે. દામ્પત્યજીવનમાં ધ્યાન રાખવું પડશે. ખરીદી તથા વેચાણમાં ફસાઇ જવા જેવી પરિસ્થિતિ થાય તેવા યોગો બનશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ ગ્રહો સારા હોવા છતાં પણ કડવા અનુભવ તમારે સહન કરવા પડે તેવી પરિસ્થિતિ સર્જાય. તમારી ઉદારતાનો લાભ બીજા લઈ જશે અને તમને બદનામી સહન કરવી પડશે. લગ્નજીવનમાં જીવનસાથી સાથે મનદુખના પ્રસંગ બને. નોકરીમાં પણ સાવચેતી રાખવી પડે. કોઈનું નુકસાન માથે ન આવે તે જોવું પડશે. વેપાર-ધંધામાં પરિસ્થિત જેવીની તેવી જ રહે. કાળજી લેવી ઘટશે.

મકર (ખ,જ)ઃ સતત કામના ભારણના લીધે ટેન્શન અનુભવાશે. આ સમય બીજાનો, વગર કારણે લીધેલો બોજ નુકસાનકારક સાબિત થશે. નાણાંકીય સ્થિતિ મુજબ જ વહેવાર કરવો હિતાવહ રહેશે, નહીંતર દેવાના ડુંગર તળે દટાઇ જશો. કુંવારાઓએ પાત્રની પસંદગીમાં યોગ્ય ધ્યાન રાખવું પડશે. યાત્રા-પ્રવાસમાં તકલીફો ઊભી થાય તે પહેલાં આયોજન જરૂરી. તંદુરસ્તી બાબતે સાચવવું હિતાવહ રહે. મનમાં શંકા-કુશંકાઓ બેચેન બનાવશે. વેપાર-નોકરીમાં કાળજી લેવી પડશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આત્મબળથી અનેક કાર્યોમાં સરળતા થાય તે ઉક્તિ આપે કામે લગાડવી પડશે. સ્વશક્તિથી આગળ વધવાનો પ્રયત્ન સફળ થશે. બીજા ઉપરના વિશ્વાસે કામ બગડતું જોઈ શકશો. કૌટુંબિક વહેવાર સાચવવો હિતાવહ રહેશે. વડીલોના આરોગ્યની ચિંતાઓ તમને સતાવશે. મન સતત ચિંતિત ન રહે તે માટે પણ ધ્યાન રાખવું પડશે. નોકરીમાં રાહત રહે છતાં અજંપો રહેશે. વેપાર-ધંધા યથાવત્ જણાય. ક્રમશઃ પ્રગતિ થાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સામાજિક અને રાજકીય કાર્યોને લીધ દોડધામ વધશે. તમારી તંદુરસ્તી બાબતે તમારે કાળજી લેવી ઘટે. ક્યારેક વધુ પડતાં ઉજાગરા મન બેચેન બનાવશે. જોઈજાળવીને કરેલી કામગીરી સફળ થશે. હિતશત્રુઓ તમને હલકા પાડવા પ્રયત્નો કરશે. જોકે તેઓ સફળ થશે નહીં. દામ્પત્યજીવનમાં વધુ પ્રફુલ્લતા રહેશે. સંતાનોનો સહયોગ અને મિત્રોની હૂંફ તમને નવી પ્રેરણાઓ આપશે. મન શાંત રાખીને કામ કરવું પડશે. નાણાંકીય સ્થિતિ સારી રહેશે. યાત્રા-પ્રવાસની ચિંતા થાય.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી