તા. ૭ ઓગસ્ટ ૨૦૨૧થી ૧૩ ઓગસ્ટ ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 06th August 2021 01:19 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઈ)ઃ આ સમય દરમિયાન જુદા જુદા કાર્યો કરવા માટેની નવી આંતરદૃષ્ટિ પ્રાપ્ત કરી શકશો. પારિવારિક સંબંધોમાં સુધારો લાવી શકશો. નોકરીના ક્ષેત્રમાં તમારા વિચારો અથવા પ્રસ્તાવો રજૂ કરવા માટે અનુભવી સાથીદારોની મદદ મેળવી શકશો. ધંધા-ઉદ્યોગમાં નવા ડીલ માટે સમયની સાનુકૂળતા સારી રહેશે. આર્થિક રીતે આ સમયમાં નવી બચત માટેની યોજના બનાવી શકશો. પ્રોપર્ટીની ખરીદી માટે પણ શરૂઆતી પાયા નંખાય. સામાન્ય માથાનો દુઃખાવો કે શરીર કળતરની સમસ્યાઓ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ ઘણા લાંબા સમય પછી કોઈ નજીકના સંબંધીઓ સાથે મુલાકાત શક્ય બને, જેના કારણે આનંદ-ઉત્સાહનો અનુભવ કરશો. વિચારોનું આદાનપ્રદાન ઘરના વાતાવરણને સુખમય બનાવે. આર્થિક મામલે આ સમય થોડાક સાચવીને આગળ વધવાનું સૂચન કરે છે. વ્યવસાયના ક્ષેત્રમાં કોઈની બેદરકારી તમને નુકસાન ન કરાવે તેનું ખાસ ધ્યાન રાખશો. જીવનસાથી સાથે નાનાં પ્રવાસનું આયોજન જીવનમાં નવી રોનક લાવશે. કોર્ટ-કચેરીના મામલે હજી હળવાશ થતા વાર લાગશે.
મિથુન (ક,છ,ઘ)ઃ તમારા સ્વભાવમાં સંયમ અને અનુશાસન લાવશો તો અડધા કામ આપોઆપ નિપટાવી શકશો. ખોટાં વિચારો છોડીને સમય સાથે આગળ વધવું જરૂરી જણાય. આવક વધારવાના તમામ પ્રયાસો અહીં ધીરે ધીરે કામ કરતા દેખાય. આમ છતાં ખર્ચાઓ પર કાબૂ જરૂરી રહેશે. નોકરી-વ્યવસાયમાં પ્રગતિની શક્યતાઓ રહેશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ જૂના રોગોમાંથી છૂટકારો મેળવી શકશો. સ્વસ્થતા અને માનસિક શાંતિમાં વધારો થાય.
કર્ક (ડ,હ)ઃ આ સમય તમારા માટે ઘણા સકારાત્મક પરિણામો લઈને આવશે. તમારી ક્ષમતા અને પ્રતિભાને અનુરૂપ તમારા કાર્યોમાં પરિવર્તન લાવી શકશો. તમારો હકારાત્મક અભિગમ દરેક પડકારોનો સામનો કરવા માટે મદદરૂપ બની રહેશે. પૈસા અને સંપત્તિના બાબતમાં આ સપ્તાહ પ્રગતિશીલ પૂરવાર થાય. નોકરીમાં પરિવર્તન કે બદલાવ ઈચ્છતા હો તો સફળતાના યોગ છે. સંતાનોની બાબતમાં થોડી ચિંતા રહેશે.
સિંહ (મ,ટ)ઃ આ સમય આપના માટે મિશ્ર પરિણામવાળો રહેશે. કોઈ ક્ષણ અતિ આનંદ અનુભવશો તો ઘડીકમાં એકદમ જ મન પર ભારણ મહેસૂસ કરશો. આર્થિક રીતે થોડું વધુ સાવચેતી રાખીને આગળ વધવું હિતાવહ રહેશે. વ્યવસાયિક દૃષ્ટિએ મોટાં રોકાણો કરતાં પહેલાં દરેક પાસાં ચેક કરી આગળ વધશો. પ્રોપર્ટીની લે-વેચના કાર્યોમાં વધુ સંભાળીને આગળ વધવું. માંગલિક પ્રસંગોને કારણે થોડું આનંદમય વાતાવરણ મળી શકશે. કોર્ટ-કચેરીના મામલે વિજય પ્રાપ્ત કરી શકશો.
કન્યા (પ,ઠ,ણ)ઃ પારિવારિક સમસ્યાઓને કારણે થોડી માનસિક ખેંચતાણ અનુભવાય. કોઈ નજીકના જ સંબંધી સાથે અણબનાવના પ્રસંગો ઘરના વાતાવરણને અસર કરશે. આર્થિક રીતે નવી યોજનાઓ ઉપર કામકાજ આગળ વધારી શકશો. વાહન-મિલકતની ખરીદી શક્ય બને. વ્યવસાયની આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભાગીદારીનો રસ્તો અપનાવી શકો છો. નોકરિયાત વર્ગમાં સહકર્મચારી સાથેના સંબંધને લઈને થોડી સમસ્યાઓ રહેશે.
તુલા (ર,ત)ઃ આ સમય દરમિયાન ખાસ કરીને સામાજિક કામગીરી સાથે જોડાયેલી વ્યક્તિઓના માન-સન્માનમાં વધારો થાય. આર્થિક રીતે પણ ઉત્તમ સમય કહી શકાય. કોઈ આકસ્મિક ધનલાભ મેળવશો. વ્યવસાય કે નોકરીના સ્થળે આપના કાર્યોની પ્રશંસા થાય. બઢતી પ્રાપ્ત કરી શકાય એવા યોગો રહેશે. બાળકોની સમસ્યાઓનું સમાધાન મેળવી શકશો. અટવાયેલાં કોર્ટકાર્યોનો નિવેડો આવશે. પ્રવાસના આયોજનથી આનંદ અનુભવાય.
વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય દરમિયાન કામનું ભારણ વધતાં મનોસ્થિતિ થોડીક ઊગ્ર રહેશે. નકામા કાર્યોમાં પણ બોલાચાલી વાતાવરણને વધુ ઊગ્ર બનાવે, જેથી સંભાળીને આગળ વધવું હિતાવહભર્યું છે. નાણાકીય રીતે આ અઠવાડિયું શરૂઆતના દિવસોમાં થોડીક વધુ ચિંતા રખાવે, પરંતુ અંત ભાગમાં જોઈતી આર્થિક સહાયતા પ્રાપ્ત કરી શકશો. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાઓ રહેશે. વ્યવસાયિક કામગીરીને લઈને થોડીક દોડધામ વધે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયગાળામાં કોઈ વડીલ કે અનુભવી વ્યક્તિની સલાહ-માર્ગદર્શન અનિવાર્ય બની રહેશે. તમારી મનોસ્થિતિને કાબૂમાં રાખવા વાંચન ઉપર વધુ ધ્યાન આપશો તો એ પરિસ્થિતિમાંથી બહાર આવી શકશો. આર્થિક દૃષ્ટિએ થોડી વધુ સાવધાની જરૂરી રહેશે. કરિયરને લઈને ચિંતાઓ વધુ સતાવે, પરંતુ જલ્દી સમાધાન મળશે. વ્યવસાયિક કાર્યોમાં બિનજરૂરી માથાકૂટમાં ન પડવું સલાહભર્યું રહેશે. સ્વાસ્થ્યને લઈને થોડીક વધુ સજાગતા જરૂરી જણાય.
મકર (ખ,જ)ઃ આ સમયમાં વિચારોમાં સમતોલન અતિ આવશ્યક રહેશે. પારિવારિક જવાબદારીઓમાં વધારો જણાય. ખર્ચાઓને પહોંચી વળવા માટે આર્થિક જોગવાઈ કરી શકશો. બાકી નીકળતાં નાણાં પરત મળતાં આર્થિક મુશ્કેલીઓ દૂર થાય. નોકરી-વ્યવસાયમાં તકના દ્વાર ખુલતા જોવા મળે. કોર્ટ-કચેરીના અટવાયેલા કાર્યો અહીં પૂરા થઈ શકશે. મકાનનું રિપેરિંગ કરવાની ઈચ્છાઓ પર કામકાજ શક્ય બને. પ્રવાસથી આનંદ થાય.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ આપનો આ સમય નવીન રચનાત્મક કામગીરીને લઈને વધુ વ્યસ્ત રહેશે. સાથે - સાથે કોઈ નવી યોજનાઓમાં પ્રગતિ થતાં આનંદ અને ઉત્સાહમાં વધારો થાય. વ્યવસાયના કાર્યોમાં આપની કામગીરીની સરાહના તેમજ બઢતી પ્રાપ્ત થાય. નવી નોકરીની શોધખોળ અહીં પૂર્ણ થાય. આવકની રીતે બેલેન્સ બનાવી રાખવામાં સફળતા પ્રાપ્ત કરી શકશો. માંગલિક પ્રસંગોમાં આપની ઉપસ્થિતિ અનિવાર્ય રહેશે. પ્રવાસની ઈચ્છાઓ પણ અહીં પૂર્ણ થાય.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયગાળા દરમિયાન આરોગ્ય પર વધુ ધ્યાન આપવું પડશે. પૌષ્ટિક આહાર તથા વ્યાયામ અનિવાર્ય બનશે. કાર્યસ્થળને લગતી તમામ જવાબદારીઓ હમણાં થોડોક સમય બાજુ પર રાખીને ફક્ત તમારા આરોગ્ય પર વધુ ધ્યાન આપવું જરૂરી બનશે. આર્થિક રીતે કોઈ જૂનાં લેણાં પરત મળે. લોન વિગેરેની જોગવાઈ થઈ શકશે. વ્યવસાયિક કામગીરી યથાવત્ રહેશે. નોકરીને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લઈ શકાય. વિદ્યાર્થીઓને થોડું વધુ સાવચેત રહી આગળ વધવાનું અહીં સૂચન રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter