તા. ૮ એપ્રિલ થી ૧૪ એપ્રિલ ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Saturday 08th April 2017 07:47 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં આપના ભાગ્ય આડેના અવરોધો દૂર થતા જશે. હવે વિરોધીઓના હાથ પણ હેઠાં પડતાં જણાશે. આરોગ્ય બગડ્યું હોય તો સુધરતું જણાશે. આ સમયમાં કામકાજની ગતિ વધારી શકશો. સરકારી કે અર્ધસરકારી કે કોર્ટ-કચેરીના કામકાજોમાં ઝડપ આવતી જોવા મળે છતાંય આપના પ્રશ્નોનો ઉકેલ આવવામાં વાર લાગે. આર્થિક-નાણાંકીય મુશ્કેલીઓમાં તથા વિઘ્નોમાંથી રાહત મળતી જણાશે. ગૃહજીવનમાં અશાંતિ સર્જાય. પ્રવાસ-પ્રસંગો પાછળ ખર્ચ વધશે. તેથી આવક કરતાં જાવક વધતી જણાય. આમ છતાં એકાદ નજીવો અણધાર્યો અલ્પ લાભ પણ મેળવી શકો તેવી સ્થિતિ સર્જાશે. જીવનસાથીનો પ્રેમ અને સહકાર મેળવી શકશો. સંતાનના પ્રશ્નો ચિંતા કરાવશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં આશાસ્પદ સંજોગો સર્જાતાં માનસિક આનંદ અને શાંતિ અનુભવશો. કાલ્પનિક કે અવાસ્તવિક ચિંતાઓને મનમાં આવવા ન દેશો. રચનાત્મક પ્રવૃત્તિઓને વેગ મળશે. ઉઘરાણીના કામકાજ પાર પાડી શકશો. આવક-જાવક બંને પ્રકારના યોગો પ્રબળ છે. લાભ વધવાની સાથે વ્યય પણ વધવાનો છે. નોકરિયાતને હરીફોથી ચિંતા રાખવાનું કોઇ કારણ નથી. પ્રગતિ અને બઢતીનો માર્ગ મોકળો થશે. સારી તકો ઊભી થતી જણાશે. ધંધાર્થીઓ માટે આ સમય સાનુકૂળ રહેશે. સંપત્તિને લગતા કામકાજોમાં મુશ્કેલી કે અવરોધ આવશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહમાં તમારી મનોસ્થિતિ તંગ અને અશાંત રહેતી જણાશે. ધીરજ રાખીને કામ કરશો તો પરિસ્થિતિ સાનુકૂળ અને સુખદ બનાવી શકશો. ઉતાવળિયા બનશો નહીં. આર્થિક રીતે વધારાની આવક ઊભી કરવા વધુ મહેનત કરવી પડે. નોકરિયાતો માટે હજી કેટલાક વિઘ્નો જણાય છે તેથી સમસ્યાના ઉકેલ માટે રાહ જોવી પડે. અગત્યના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થશે. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નોનું ફળ જરૂર મેળવી શકશો. મકાન-મિલકતના કામકાજ માટે સમય પ્રતિકૂળ જણાય છે. સક્રિય નહીં બનો તો કામ પતે નહીં. ઘર બદલવાના યોગો છે. બાપ-દાદાની સંપત્તિના પ્રશ્નો યથાવત્ જ રહેશે. અગત્યના કૌટુંબિક નિર્ણયો લઈ શકશો. મતભેદ દૂર થાય.

કર્ક (ડ,હ)ઃ તમારી માનસિક સ્વસ્થતાને જાળવી શકશો. પ્રવૃત્તિઓ વિકાસ તરફી થતાં તમારો આત્મવિશ્વાસ વધતો જણાશે. કેટલીક નવરચના અને લાભદાયી તકો મળતાં ઉત્સાહ વધશે. આર્થિક દૃષ્ટિએ ગ્રહયોગો શુભ હોવાથી તમારી ચિંતાનો બોજો હળવો થાય. નાણાકીય ગોઠવણ માટે સાનુકૂળતા રહેશે. ઉઘરાણીની લેણી રકમો મેળવી શકશો. નોકરિયાતોની અંગત સમસ્યા હલ થશે. નોકરીમાં પ્રગતિ અને બઢતીનો માર્ગ ખુલ્લો થશે. હરીફો અંગે ચિંતા રાખવાનું કોઇ કારણ નથી. ધંધાર્થી માટે આ સમય સાનુકૂળ રહેશે. સ્થાવર મિલ્કતોના પ્રશ્નો માટે ગ્રહયોગો સાનુકૂળ છે. જમીન મિલકતોને લગતા લાભ મેળવવાના પ્રયત્નો ફળશે. કૌટુંબિક મિલકતોનો પ્રશ્ન પણ હલ થશે. તમારા દામ્પત્યજીવનમાં લાગણી વધશે. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું.

સિંહ (મ,ટ)ઃ તમારી મૂંઝવણોમાંથી મુક્તિ મળતાં અને યોજનાઓ માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતા માનસિક બોજો હળવો થાય. બેચેની-ઉન્માદ દૂર થાય. નાણાકીય જરૂરિયાતો માટે જોઈતા નાણા મળવામાં અવરોધ વધશે. નાણાકીય આવક કરતાં ખર્ચ ચૂકવણીઓનો બોજો વધુ રહેતા ચિંતા થાય. સરકારી નોકરિયાતોને આ સમયમાં જોઈતી સફળતા મળવામાં વિઘ્ન જણાશે અને ઉપરી સાથે ઘર્ષણ-દલીલના પ્રસંગો આવે. બઢતીમાં અવરોધ નડે. ધંધા-વેપારના ક્ષેત્ર પર પરિસ્થિતિ પ્રતિકૂળ રહે. તમે નવા મકાનમાં રહેવા જવા માગતા હો તો કોઈ અનુકૂળ સમય છે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં સરકારી કાર્યમાં પ્રતિકૂળતા જણાય. લાંબા સમયથી હાથ ધરેલા કાર્યોમાં સફળતા દૂર થતી જણાય, જેથી માનસિક અશાંતિ સર્જાય. અલબત્ત આવકથી કેટલીક રાહત રહેશે. નાણાકીય મુશ્કેલીઓનો માર્ગ મેળવી શકશો. નોકરિયાતો અને ધંધાર્થીઓએ સાહસ સાચવીને કરવા. ઉતાવળિયા નિર્ણયોથી દૂર રહેવું. આરોગ્ય સાચવવું. ગૃહજીવનમાં સંવાદિતાનું વાતાવરણ સર્જાય. બાળકો કે સંતાનોને લગતી ચિંતા રહેશે. જીવનસાથીનો સહકાર અને પ્રેમ વધે. મિત્રો અને ભાગીદારોથી સુમેળ સાધી શકાશે. આપની પૈતૃક સંપત્તિના ખરીદ-વેચાણના કામમાં અવરોધો હશે તો દૂર થશે.

તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન તમારી અંગત મૂંઝવણોના કારણે બેચેની-વિષાદ-વ્યથાનો અનુભવ થાય. આ સમયમાં આવકના પ્રમાણમાં જાવક તથા ખર્ચના પ્રસંગો ઉપરાંત અણધારી ચૂકવણીના કારણે નાણાંભીડ રહે. જમીન-મકાનની સમસ્યા હશે તો માર્ગ મળે. નોકરિયાત વર્ગ માટે આ સમયમાં યથાવત્ સ્થિતિ રહે. ધંધા-વેપારના ક્ષેત્રે લાભ દેખાય, પણ સરવાળે ઠેરના ઠેર સ્થિતિ રહે. ગૃહજીવનમાં સાનુકૂળતા રહે. કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકશો. સંતાનો અંગેની ચિંતા હળવી થશે. વિદ્યાર્થીઓ માટે સમય શુભ અને મહેનતનું ફળ આપનારો છે. સંપત્તિ કે મકાનની સમસ્યાઓના પ્રશ્નો ઉકેલાય. જીવનસાથીની તબિયત આ સમયમાં કાળજી માંગી લેશે. પ્રવાસ ટાળવો હિતાવહ છે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય પ્રગતિશીલ અને સક્રિય પૂરવાર થશે. અધૂરાં કામકાજો પૂરા થશે. નવીન અગત્યની કાર્યવાહીઓનો વિકાસ થશે. માનસિક સ્વસ્થતા અંગે સમતોલન જળવાશે. ભાગ્ય અવરોધના કારણે ફળ મળવામાં વિલંબ થાય. આર્થિક મુશ્કેલીઓ ચાલુ રહેતી જણાશે કેમ કે ગમે તેટલા પ્રયત્નોથી ઊભી થતી આવક કરતાં ખર્ચ વધવાના યોગ્ય છે. એક વાત સાચી છે કે ખર્ચ માટે જરૂરી આવક પેદા કરી શકશો. ઉઘરાણી મેળવી શકશો. ધંધા-નોકરીની પરિસ્થિતિ હવે ધીમે ધીમે સુધરતી જણાશે. સાવચેતીથી ચાલશો તો સારા લાભ મેળવી શકશો. પરિસ્થિતને સમજીને ચાલવા સલાહ છે. દામ્પત્યજીવનમાં અકારણ ગેરસમજોના કારણે વાદવિવાદ પેદા થશે. જીવનસાથીને સમજીને ચાલશો તો વિવાદ ટાળી શકશો.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ અંગત સમસ્યાઓના કારણે તમારી સ્વસ્થતા જાળવવી મુશ્કેલ બને. એક પ્રકારની નિરાશા અને બેચેની અનુભવાશે. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોનો ઉકેલ મળશે. ભાગ્ય અવરોધના કારણે ફળ મળવામાં વિલંબ થાય. આર્થિક મુશ્કેલીઓ ચાલુ રહેતી જણાય. મકાનમાલિક સાથે વિવાદથી અશાંતિ રહેશે અને તેની પાછળ ખર્ચ વધે. મતભેદો છતાંય કૂનેહ અને ધીરજપૂર્વક ચાલશો તો શાંતિ અને સંવાદિતા જળવાશે. જીવનસાથીનો પ્રેમ-સહકાર વધે.

મકર (ખ,જ)ઃ હજુ તમારા માર્ગ આડેના કેટલાક અવરોધો છે તેને પાર કરવા તરફ મનની શક્તિને કેન્દ્રિત કરવી પડશે. ઉતાવળા સાહસથી દૂર રહેજો. કોઈની સાથે કારણ વિના વિખવાદ કે ઘર્ષણમાં ન ઉતરવાની કાળજી લેવી. નાણાકીય દૃષ્ટિએ આ સમય સાનુકૂળ હોવાથી જરૂરિયાતો તથા ખર્ચાઓ માટેની આર્થિક વ્યવસ્થા ઊભી થઈ શકશે. ઉઘરાણીના કામ પતાવી શકશો. મૂડીરોકાણ લાભદાયી પૂરવાર થાય. નોકરિયાતોને સફળતા અને પ્રગતિની તકો મળશે. મુશ્કેલી હશે તો દૂર થશે. નવીન તક આગળ જતાં લાભ અપાવશે. ધંધા-વેપારના ક્ષેત્રે સારી રીતે આગળ વધીને સફળતા મેળવી શકશો. આ સમયમાં સુખ-સગવડના સાધનોની ખરીદી પાછળ ખર્ચ થાય. સંપત્તિની સમસ્યાઓ ઊકેલાતી જોઈ શકશો. જીવનસાથીની તબિયત અંગે ચિંતા જણાશે. ગૃહજીવનનું વાતાવરણ સંવાદિતા અને સહકારભર્યું રહેશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારા કોર્ટ-કચેરીના દાવાઓનો ઉકેલ ન આવતો જણાય. વિરોધીઓ ફાવી શકશે નહીં. તમારું સ્વાસ્થ્ય સુધરતું જણાય અને માનસિક ચિંતાઓનો ભાર હળવો થાય. નોકરી-ધંધાના ક્ષેત્રે તમે ધીમે-ધીમે છતાં મક્કમ પ્રગતિ સાધી શકશો. પુરુષાર્થ વધારશો. ખોટા સાહસોથી દૂર રહેજો. સફળતા માટે સંઘર્ષ અનિવાર્ય બની રહે. આપના દામ્પત્યજીવનમાં અશાંતિ ડોકિયાં કરશે. જીવનસાથીનું આરોગ્ય સંભાળી લેજો. પ્રવાસ-યાત્રાના કારણે ખર્ચ વધે. વિદ્યાર્થીઓને મહેનતના પ્રમાણમાં ફળ મળે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારા પ્રયત્નોનું ફળ મેળવવા તમારે ધીરજ રાખવી પડશે. તમારી ઉન્નતિનો માર્ગ ખુલ્લો થાય. ઉજ્જવળ સફળતા મળશે. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નાણાંકીય મૂંઝવણો જણાય. નોકરિયાતો માટે આ સમય એકંદરે સાનુકૂળ નીવડશે. વેપાર-ધંધાના ક્ષેત્રે લાભ વધશે. મિલકતોના પ્રશ્નોથી ચિંતા રહે. ગૃહજીવનની પરિસ્થિતિ સરળ બનાવવા સમાધાન અને બાંધછોડ કરવા પડશે. જીવનસાથીનો પ્રેમ વધે. સ્નેહીથી મિલન થાય. સંતાનોના પ્રશ્નો ઊકેલી શકશો. વિદ્યાર્થીઓને સફળતા મળશે. મુસાફરીમાં હેરાનગતિ વધશે. આ સમયે આર્થિક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું પડશે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી