તા. ૮ જુલાઇ થી ૧૪ જુલાઇ ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Saturday 08th July 2017 07:58 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં ખોટી ચિંતાઓ મનને કોરી ખાશે. ચિંતાઓ છોડશો તો માનસિક સુખ અનુભવશો. લાગણી કાબૂમાં રાખજો. નાણાંકીય દૃષ્ટિએ જોતા આવક કરતાં જાવક ખર્ચ વિશેષ રહે. આર્થિક કટોકટીનો ઉકેલ શોધવો પડશે. વિશ્વાસે ધીરેલા નાણાં મળવાની આશા રાખશો નહીં. તમારી જમીન, મકાન યા સંપત્તિને લગતા કામકાજોમાં પણ સાનુકૂળતા જોવાય તેમ નથી. બલ્કે ખર્ચ ચિંતા વધશે. કોર્ટ-કચેરીને આંગણે રહેલા પ્રશ્નો ઉકેલાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય આશાવાદી છે. સાનુકૂળ તક મળશે. નવીન કાર્યરચના થાય. તમારા પ્રયત્નો સફળ થતા ઉત્સાહ વધે. પ્રતિકૂળ સંજોગોમાંથી રસ્તો મળશે. સફળતાનો માર્ગ મળશે. નાણાંના અભાવે કામકાજ અટક્યા હશે તો તેની જરૂરી વ્યવસ્થા થાય. જૂની ઉઘરાણીથી આવક થાય. નોકરિયાતો માટે સમય સાનુકૂળ અને પ્રગતિકારક છે. ગૂંચવાયેલી સમસ્યાનો ઉકેલ મળશે. વિરોધીઓ સફળ થાય નહીં. વિઘ્નો હટશે. ધંધાકીય પરિસ્થિતિ આશાજનક રીતે વળાંક લેશે. નવીન કાર્યમાં પ્રગતિ થાય.

મિથુન (ક,છ,ઘ)ઃ તમારા પ્રયત્નોનું ફળ મેળવવા ધીરજ રાખવી પડશે. તમારી ઉન્નતિનો માર્ગ ખુલ્લો થશે. ઉજ્જવળ સફળતા મળતાં તમારી પ્રગતિ થયા વિના રહેશે નહિ. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય મૂંઝવણભર્યો છે. ખર્ચને પહોંચી વળવા તમારે વધુ વ્યવસ્થિત બનવું પડશે. એકાદ-બે મોટા ખર્ચ થશે. ધીરેલા કે ફસાયેલા નાણાં મળતા રાહત થાય. નોકરિયાતોને સમય સાનુકૂળ નીવડશે. માર્ગ આડેના અવરોધોથી ચિંતા કરશો નહીં. આગળ વધ્યે જાવ. કોઈ કશું છીનવી શકશે નહીં. સામાજિક, રાજકીય કાર્યોની સુગંધ વધુ પ્રસરશે.

કર્ક (ડ,હ)ઃ આ સમયના ગ્રહચાલ દર્શાવે છે કે મહત્ત્વના કામકાજોમાં સાનુકૂળતા અને સફળતા મળશે. સારી તક પ્રાપ્ત થાય. ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલી શકશો. આવકની દૃષ્ટિએ સંજોગો પ્રતિકૂળ બનશે. ધારેલા લાભ કે આવકના માર્ગો અટકતાં લાગે. અલબત્ત, જરૂરી કાર્યો માટેની જોગવાઈઓ થતાં રાહત થશે. ઉઘરાણીના નાણાં પરત મળવામાં વિલંબ જણાય અને તેથી પરેશાની અનુભવવી પડે. જમીન-મકાન અને અન્ય મિલકતના પ્રશ્નો અંગે સમય સાનુકૂળ બનશે. જરૂરી સાનુકૂળતા વર્તાય.

સિંહ (મ,ટ)ઃ અંગત સમસ્યાના કારણે માનસિક બેચેની, વ્યથાનો ઉકેલ મળતા રાહત થશે. ખર્ચાઓ વધતાં પરિસ્થિતિ તંગ બનતી જણાશે. ધારેલા લાભો કે આવક મળવામાં હજુ અંતરાય જણાય છે. નોકરિયાતોને સ્થળાંતર કે બદલીની શક્યતા વિશેષ છે. બઢતીનો માર્ગ હજુ અવરોધાયેલો જણાય છે. સારી નોકરીની તલાશમાં હશો તો તમારા પ્રયત્નો સફળ નીવડશે. ઉપરીનો સહકાર મળશે. મકાન બદલવાનો વિચાર હશે તો અમલમાં મૂકી શકશો. ધર્મભાવના વધશે. સંતોની મુલાકાત શાતા અપાવશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ અગત્યનું આયોજન મુશ્કેલી બાદ સફળ થશે. અણધારી આવક પણ મેળવી શકશો. નોકરીમાં પ્રતિકૂળ પરિસ્થિતિમાં સુધારો થતાં રાહત મળશે. નોકરી સંબંધિત પ્રશ્નોનો ઉકેલ મળતો જણાશે. ધંધા-વેપારના કામકાજો અંગે ગ્રહમાન સાનુકૂળ છે. કોઈ અગત્યનો નિર્ણય લઈ શકશો. નવા મકાનના મુદ્દે હજી પ્રતિકૂળતા રહે. ભાડૂઆત સાથે સમાધાનકારી વલણ રાખવું. ગૃહજીવનના મતભેદો નિવારી શકશો. પ્રિયજનથી મિલન-મુલાકાત થાય. ભાતૃવર્ગનો સહકાર મળશે. આરોગ્ય જળવાય. જીવનસાથીની તબિયત સુધરે. બાળકોના પ્રશ્નો ઉકેલાશે. શત્રુથી સાવધ રહેવું.

તુલા (ર,ત)ઃ માનસિક સ્વસ્થતા અને શાંતિ ડહોળાય તેવા સંજોગો જણાશે. પુરુષાર્થ અને આત્મવિશ્વાસ વધારજો. નિરાશાજનક વિચારો છોડવા જરૂરી. આ સમયમાં ખર્ચના પ્રસંગો વધશે. નુકસાન, કરજ કે લોન દ્વારા આર્થિક બોજો વધશે. નાણાંભીડના કારણે ધારી યોજના અટકશે. નોકરિયાતોને માર્ગમાં અવરોધો જણાશે. સમસ્યાઓ હજી યથાવત્ રહેશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ધીમો વિકાસ જણાશે. ઉતાવળા જોખમ કરવા નહીં. તમારી વારસાગત મિલકતો અંગેના વિવાદો ઉકેલી શકશો. સ્વજનોની મદદ મળશે.

વૃશ્ચિક (ન,ય)ઃ હજુ તમારા માર્ગ આડે કેટલાક અવરોધો છે તેને પાર કરવા તરફ મનની શક્તિને કેન્દ્રિત કરવી પડશે. ઉતાવળા સાહસથી દૂર રહેજો. કોઈની સાથે કારણ વિનાના વિખવાદ કે ઘર્ષણમાં ન ઊતરશો. નાણાંકીય દૃષ્ટિએ સમય સાનુકૂળ હોવાથી જરૂરિયાતો અને ખર્ચાઓ માટેની આર્થિક વ્યવસ્થા ઊભી કરી શકશો. ઉઘરાણીના કામ પતશે. મૂડીરોકાણ લાભદાયક પુરવાર થાય. નોકરિયાતોને સફળતા અને પ્રગતિની તકો મળશે. મુશ્કેલી હશે તો દૂર થશે. નવીન તક લાભ અપાવશે. ધંધા-વેપારના ક્ષેત્રમાં સારી રીતે આગળ વધીને સફળતા મેળવી શકશો. સંતાનો તરફથી સારી હૂંફ મળશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ સપ્તાહમાં મનોઉદ્વેગના બનાવો બનશે. કેટલીક તકલીફો વધતા ચિંતાનો અનુભવ થશે. સ્વસ્થતા કેળવવા તરફ લક્ષ આપજો. નાણાંકીય દૃષ્ટિએ થોડી વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો પડશે. ધારો છો તેટલો લાભ મળે નહીં. આવક સામે વિશેષ ખર્ચના યોગો બળવાન છે. વ્યવસાયના ક્ષેત્રે પ્રગતિકારક કાર્યરચનાઓ થશે. નવી તકો ઉન્નતિ તરફ દોરી જાય. પ્રમોશનની તકો જણાય છે. તમારા પ્રયાસો સફળ નીવડશે. મકાન-સંપત્તિને લગતા કામકાજો માટે મુશ્કેલીઓ વધુ જણાશે. ખોટા ખર્ચા વધશે.

મકર (ખ,જ)ઃ ચિંતાઓનો ભાર હળવો થાય. રાહત વધશે. આર્થિક રીતે જોતાં નાણાંભીડના ઉકેલમાં લેણી યા ઉઘરાણીની રકમો આવતા સ્થિતિ સુધરશે. આ સમયમાં નાણાંનું રોકાણ યોગ્ય જગ્યાએ કરશો તો તેનો ફાયદો ભવિષ્યમાં થશે. મિલકતના કામકાજોમાં કોઈ વિઘ્નો હશે તો દૂર થાય. જમીન-મકાનની લે-વેચના સંજોગો સુધરશે. નોકરિયાતોને ધાર્યું આયોજન પાર પડે નહીં. બઢતીના યોગ રુંધાશે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિકારક તકો અને સાનકૂળતા ઊભી થાય. સામાજિક, રાજકીય કાર્યોમાં દોડધામ વધશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ માનસિક અસ્વસ્થતા, ચિંતા અને કારણ વિનાના ભયનો અનુભવ થશે. આધ્યાત્મિક રીતે જ શાંત બની શકશો. નાણાંકીય લેવડદેવડમાં વ્યવસ્થિત નહીં બનો તો તમારી મુશ્કેલીઓ વધશે. લાભની સામે નુકસાન અને આવકની સામે જાવકનું પ્રમાણ વધતું જણાશે. નોકરીમાં મુશ્કેલી કે અડચણો હશે તો દૂર થવા લાગે. ઉપરી અધિકારીનો સાથ મળે. ગેરસમજો દૂર થશે. શત્રુની કારી ફાવશે નહીં. યશ-માનમાં વધારો થાય. વેપાર- ધંધામાં સફળતા મળશે. સંતાનોના પ્રશ્નોનો ઉકેલ મળશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહમાં જવાબદારીનો બોજો ટેન્શનનો અનુભવ કરાવશે. વળી લાગણીઓ ઘવાતા મન ઉદ્વેગ અને અજંપો અનુભવાશે. ગેરસમજો તથા વાદવિવાદના પ્રસંગો વખતે ઉગ્રતા પર સંયમ રાખવાથી બિનજરૂરી ઘર્ષણ ટાળી શકશો. એકંદરે ખર્ચાળ તેમજ મૂંઝવણરૂપ સમય છે. નાણાંકીય વહેવારમાં ધારો છો તેટલો લાભ મળે નહીં. આર્થિક જવાબદારી કે બોજો વધતો જણાશે. નોકરિયાતને બદલી કે સ્થળાંતરની સમસ્યાનો સામનો કરવો પડે. ઉપરી સાથે વાદવિવાદ વધે નહીં તે જોજો. એકંદરે તમારા પ્રયાસો સફળ થતાં જણાશે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter