તા. ૮ સપ્ટેમ્બર થી ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 07th September 2018 08:52 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહમાં માનસિક મૂંઝવણ વધે તેવા પ્રસંગો પેદા થશે. કામ સારી રીતે પાર ન પડવાથી ભારણ વધશે. અંગત તથા સાંસારિક પ્રશ્નોથી સ્વસ્થતા અને શાંતિમાં ખેલ પડતા જણાય. તમને આર્થિક મુશ્કેલી તથા નાણાંની તંગી વર્તાશે. શેર-સટ્ટામાં ન પડશો. નોકરિયાતો માટે મહત્ત્વની સમસ્યાઓનો ઉકેલ મળતાં આનંદ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે આ સમય સાનુકૂળ અને પરિવર્તનસૂચનક જણાય છે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં માનસિક તથા શારીરિક સ્થિતિ એકંદરે સારી જણાશે. ઉત્સાહપ્રેરક કામકાજો પાર પડે. કોઈ સારા પરિચયો બંધાશે. આર્થિક જવાબદારીઓ અને અગત્યની લેવડદેવડના કામકાજો માટે આ સમય સાનુકૂળ જણાશે. આ અંગેની તકલીફો દૂર થાય. નવા સંબંધોથી લાભ થાય. ફસાયેલા અથવા તો અટવાયેલા લાભ મેળવવાના પ્રયત્નો ફળદાયી બનશે.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહમાં તમારા માર્ગ આડેના અવરોધ માનસિક તાણ પેદા કરશે. જોકે ધીરજ ન ગુમાવવાની સલાહ છે. અશાંતિ પણ અનુભવાશે. નાણાંકીય દૃષ્ટિએ જોતાં આ સમય આવકની પ્રમાણમાં જાવકનું પ્રમાણ વધુ રહે તેવો છે તેથી સાચવીને ખર્ચ કરજો. આંધળા સાહસ ન કરવા જોઈએ, નહીંતર નુકસાનીનો ફટકો ખમવો પડશે. નોકરિયાતોનો માર્ગ આડેના અવરોધ ધીમે ધીમે દૂર થતાં જણાશે.

કર્ક (ડ,હ)ઃ તમારા પ્રયત્નોનું ફળ મેળવવા ધીરજ દાખવવી પડશે. ઉન્નતિનો માર્ગ ખુલ્લો થશે. ઉજ્જવળ સફળતા મળતા તમારી પ્રગતિ થયા વિના રહેશે નહિ. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય મૂંઝવણો સૂચવે છે. ખર્ચને પહોંચી વળવા તમારે વધુ વ્યવસ્થિત બનવું પડશે. એકાદ-બે મોટા ખર્ચ કરવા પડે. નોકરિયાતો માટે આ સમય એકંદરે સાનુકૂળ નીવડશે. તમારા માર્ગના અવરોધની ચિંતા કરશો નહિ અને આગળ વધી જાવ.

સિંહ (મ,ટ)ઃ આ સમય કેટલીક સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસ સૂચવે છે. તમારા માર્ગ આડેના અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી આનંદ થશે. નાણાંકીય મૂંઝવણનો ઉકેલ મળશે. જરૂરી પ્રસંગો વખતે નાણાંની વ્યવસ્થા થઈ શકશે. અટવાયેલા નાણાં પ્રાપ્ત થાય. શેર-સટ્ટા દ્વારા લાભ મળે નહીં. નોકરિયાતોને અંગત સમસ્યાઓનો ઉકેલનો માર્ગ મળશે. વિરોધીઓના હાથ હેઠા પડશે. બદલી-બઢતી વગેરેને લગતા કામમાં પ્રગતિ થાય. વેપાર-ધંધાની કાર્યવાહી વિકાસ થાય. સફળતા સાથે લાભ મેળવી શકશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારું આયોજન અવ્યવસ્થિત ન બને તે જોવું રહ્યું. માનસિક દ્વિધાઓ અને કાર્યબોજના કારણે યોગ્ય સમયે યોગ્ય પગલું ભરી શકાય નહીં. તેથી લાભ દૂર થતો જણાય. એકાગ્રતા અને એક જ લક્ષ રાખીને ત્વરિત અમલ કરવાથી વિકાસ થાય. આ સમયમાં નાણાંકીય સમસ્યા હળવી બનશે. ખર્ચ અને જવાબદારીઓ પૂરતાં નાણાં ઊભા થાય. નોકરિયાતને બદલી કે સ્થળાંતરની સમસ્યાનો આખરે ઉકેલ મળશે. ઉપરી સાથે વાદવિવાદ ન વધે તે જોજો. એકંદરે તમારા પ્રયાસો સફળ થતાં જણાશે.

તુલા (ર,ત)ઃ વધુ પડતી મૂંઝવણ એક પ્રકારનો માનસિક બોજો સૂચવે છે. ધીરજ ઘણી દાખવી પડશે. અકળામણ વધશે. તમે અહીં આર્થિક લાભની આશા રાખી રહ્યા છો તે હજુ આ સમયમાં મળે તેમ લાગતું નથી. આવકના નવા માર્ગ મળે નહિ. શેર-સટ્ટાથી લાભ લેવા જતાં પસ્તાવું પડશે. સારી નોકરી મેળવવાના પ્રયત્નો ફળદાયી બનશે. ચાલુ નોકરીના પ્રશ્નો ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. બદલી-બઢતીના કાર્યમાં સફળતા મળે. મકાન-મિલકતના કામકાજો કરવા માટે જોઈતી તકો અને સાનકુળતાઓ મેળવી શકશો.

વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક અશાંતિ અને ખોટી ચિંતાના ભારણના કારણે સમય પ્રતિકૂળ જણાશે. આથી બને તો ખોટા વાદ-વિવાદથી દૂર રહેવું જરૂરી છ. નાણાંકીય બાબતો માટેના તમારા પ્રયત્નો સફળ થાય નહીં. નાણાંકીય ચિંતાઓ વધતી જણાશે. સાથે સાથે જ વધારાના ખર્ચના પ્રસંગો પણ આવશે. નોકરિયાતો માટે આ સમય પરિવર્તન અને સાનુકૂળ જણાય છે. મિત્રો, સ્નેહીઓ, પરિચિતો, મદદરૂપ થાતા જણાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ધાર્યા લાભ ઓછા મળશે. મકાન-મિલકતના કામકાજ માટે ગ્રહયોગો સાનુકૂળ છે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં તમારી મનોદશા વિષાદભરી રહેતી જણાશે. તમે નિર્ણયો લેવામાં ગૂંચવાશો. નિરાશાઓ અને બેચેનીનો અનુભવ વધુ થશે. વિનાકારણની ચિંતાઓથી વ્યથા જન્મશે. તમારી નાણાંકીય પ્રવૃત્તિઓનો વિકાસ થશે. નોકરિયાત માટે આ સમયના ગ્રહયોગો શુભ જણાય છે. પ્રતિકૂળતામાંથી માર્ગ મળશે. વિરોધીઓના વિઘ્નોને પાર પાડી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહક જણાશે. સંપત્તિના પ્રશ્નો અંગે પરિસ્થિતિ મિશ્ર જણાશે.

મકર (ખ,જ)ઃ કોઇ તાર્કિક કારણ વિના પરિસ્થિતિ કે પ્રસંગોથી માનસિક ઉત્પાત વર્તાશે. લાગણીઓ કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો પણ બેચેન બનાવશે. આત્મવિશ્વાસ અને ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા વડે જ તમે રાહત મેળવી શકશો. તમારા વિચારો અને હેતુને વળગી રહેજો. નોકરિયાતોને બઢતી આડે વિઘ્ન હશે તો તે દૂર થશે. બદલી અંગેના પ્રયત્નો સફળ થશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વધુ મહેનતે અલ્પ ફળ જણાય. મકાન-મિલકતના કામકાજ માટે પ્રતિકૂળ સમય છે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં સુખ અને સ્વસ્થતાનો અનુભવ કરાવે. બેચેની-વ્યથાઓમાંથી મુક્તિ મળે. સર્જનાત્મક કાર્યોથી આનંદ પ્રાપ્ત થાય. અગત્યની કામગીરીઓમાં સફળતાથી લાભની તક ઉભી થાય. અલબત્ત વેપાર-ધંધામાં વિકાસમાં હજુ કેટલાક વિઘ્નો જણાય છે. અવરોધો દૂર થાય તે માટે રાહ જોવી પડે. અગત્યના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થશે. નોકરિયાત તેમના પ્રયત્નોનું ફળ જરૂર મેળવી શકશે. જોકે બદલી-બઢતીના પ્રયત્નોમાં હજુ અવરોધ જણાશે. આવકના પ્રમાણમાં ખર્ચ વધુ રહેશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પડતા આનંદ મળે. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. મિત્રો, સ્નેહીઓનો સહકાર મળતા સાનુકૂળતા જણાશે. નાણાંકીય જરૂરિયાત ક અપેક્ષાઓ પ્રમાણે નાણાં ઊભા કરી શકશો. ખર્ચને પહોંચી વળવાનો માર્ગ મળે. નોકરિયાતને સ્થળાંતર - પરિવર્તનની તક મળે. નવા ક્ષેત્રમાં જવાની તક મળે. ઉપરી સાથેના સંબંધો સાનુકૂળ બને. આ સમયમાં વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતી સમસ્યાઓ સારી રીતે ઉકેલાશે. ગૃહજીવનમાં આનંદ-ઉલ્લાસનો માહોલ રહે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter