તા. ૯ જૂન થી ૧૫ જૂન ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 08th June 2018 05:23 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં તમારા કામમાં વિલંબ વધુ જણાશે. આ સમય અતિશય કામકાજનું દબાણ અને ખર્ચના પ્રસંગો સૂચવે છે. વેપાર-ધંધાના ક્ષેત્રે વધુ પુરુષાર્થ લાભ મેળવી શકશો. નોકરિયાત માટે નવા ફેરફારો સર્જાશે. ઉપરી સાથેના સંબંધો સાચવજો. બઢતીના પ્રશ્નો હજુ ગૂંચવાયેલા જણાશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય ઘણો પ્રવૃત્તિમય અને વ્યસ્ત પુરવાર થશે. વધારાનાં કામકાજની જવાબદારીના કારણે માનસિક તાણ વર્તાશે. વળી, યોગ્ય પ્રસંશા ન મળતાં નિરાશા કે ઉદ્વેગ અનુભવાશે. આર્થિક દૃષ્ટિએ આ સમય સુધારાજનક અને એકંદરે વધુ સાનુકૂળ જણાય છે. નોકરીની બાબતમાં ગ્રહયોગો સાથ આપશે. વેપાર-ધંધામાં વિકાસ વિકાસ થાય.

મિથુન (ક,છ,ઘ)ઃ તમારા જીવનમાં હવે કોઈ મહત્ત્વનાં પરિવર્તનની ઘટનાઓ આકાર લઈ રહી હોય તેમ જણાશે. વેપાર-ધંધાનાં ક્ષેત્રે ખાસ કરીને ઉન્નતિ માટેના પ્રયત્નો ફળતા જણાય. અહીં તમે નવી નોકરી કે વેપાર કરવા તરફ પ્રેરાશો. આર્થિક પ્રતિકુળતા કે મુશ્કેલીનો ઉપાય મળશે.

કર્ક (ડ,હ)ઃ આ સમયગાળામાં તબિયતનાં કારણે અસ્વસ્થતા જણાય. ખોટી અને કાલ્પનિક ચિંતા બાબતે જણાય. નાણાંકીય દૃષ્ટિએ આ સમય કટોકટીભર્યો જોવા મળે. તમારા આર્થિક કાર્યોમાં અંતરાય જોવા મળશે. ખર્ચની શક્યતાઓ વિશેષ જણાય છે. નોકિરયાત વર્ગને માટે આ સમય પ્રગતિકારક અને સફળતા આપનાર સમય છે.

સિંહ (મ,ટ)ઃ તમારો પુરુષાર્થ સફળ રહેતાં સફળતા વધશે. મુશ્કેલીઓ ઘેરી જણાય તો પણ કાર્યશીલ રહેવું જરૂરી છે. કોઈને કોઈ રીતે નાણાંનો બંદોબસ્ત થતાં તમારા કાર્યો ઉકેલાશે. આ સપ્તાહ દરમિયાન ધીરજની કસોટી થતી હોય તેવી લાગણી અનુભવશો. વધારાનાં લાભની આશા પણ ફળશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારી અગત્યની કામગીરી માટેના સંજોગો સુધરતાં જણાશે. નવી આશાઓ બંધાશે. પૂર્વ નિર્ધારિત આયોજન સફળ બનતું જણાય. પ્રવાસ અને મુલાકાતો સફળ બનતા જણાય. જરૂરતના સમયે સ્વજનોની મદદ મળી રહેશે. આર્થિક કે અન્ય ક્ષેત્રે લાભકારક તક મળશે. આવકમાં ઉમેરો થશે, પણ તેની ખર્ચા પણ વધશે.

તુલા (ર,ત)ઃ તમારી મહત્ત્વની યોજનાઓ અને નવીન કાર્યરચનાને સાકાર કરવા માટે સાનુકૂળતા સર્જાશે. આર્થિક પ્રશ્નો અને મૂંઝવણોનો ઉકેલ મળશે. લાંબા સમયથી ફસાયેલા નાણાં પરત મળે. નોકરિયાતને સાનુકૂળતા જણાશે. વેપાર-ધંધામાં નવી તકનું સર્જન થાય.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયગાળા દરમિયાન કોઈ સર્જનાત્મક અને અગત્યની કામગીરીને સફળ બનાવી શકશો. તમારા પુરુષાર્થનું મીઠું ફળ ચાખવા મળે. હાથ ધરેલા કામકાજો સરળતાપૂર્વક ઉકેલી શકશો. ખર્ચના પ્રસંગો વધશે. તો બીજી તરફ આવકમાં નજીવા વધારાથી નાણાંભીડ જણાય. સંતાનોના પ્રશ્નો હલ થાય.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આપનો આ સમય કૌટુંબિક બાબતો અંગે ઉદ્વેગજનક અને ચિંતાજનક સાબિત થશે. આરોગ્ય બગડતાં કેટલાક મહત્ત્વનાં કામકાજો ખોરંભે પડશે. આ સમયગાળો આર્થિક દૃષ્ટિએ પણ અતિ ખર્ચાળ અને ચિંતાપ્રદ બને તેવા ગ્રહમાન છે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધે નહીં તે જોવું રહ્યું.

મકર (ખ,જ)ઃ આ સમયમાં ખોટી ચિંતાનો બોજ વધતો જણાશે. માનસિક વ્યથા અને બેચેની વધતાં જણાશે. અજંપો અને અશાંતિમાંથી છૂટવા માટે સતત કાર્યરત રહો તે જ એકમાત્ર ઉપાય છે. હિંમત ગુમાવશો નહિ. નજર સામે દેખાતી મુશ્કેલીને ક્ષણિક સમજજો. નાણાંકીય દૃષ્ટિએ તમારી આવક ગમેતેટલી વધે તો પણ નાણાંભીડ વધશે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ સપ્તાહ દરમિયાન અગત્યના પ્રશ્નો હલ થતાં જણાશે. ચિંતામાંથી મુક્તિ મેળવી શકશો. આર્થિક રીતે આ સમયગાળો સાનુકૂળ બનતો જોવા મળશે. નાણાંકીય ગૂંચ ઉકેલી શકશો. તમે લાંબા સમયથી અટકેલા લાભો મળવાની આશા રાખી શકો છો. મકાન-મિલકતના સંબંધિત ગૂંચવાયેલા પ્રશ્નો હલ થાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ વ્યવસાયિક બાબતો માટે આ સમય ઘણો અગત્યનો અને સાનુકૂળ બની રહેશે. તમે કેટલાક મહત્ત્વના નિર્ણયો લઈને તેને અમલમાં મૂકી શકશો. સાથોસાથ વ્યવસાય સંબંધિત મુસાફરીઓ પણ થશે. અગત્યનાં ધંધા-વેપારના કોલ કરારો આ સમયમાં થશે. આવકમાં થતાં વધારો ખર્ચને કારણે ધોવાઇ જશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter