તા. ૯ ડિસેમ્બર થી ૧૫ ડિસેમ્બર ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 08th December 2017 07:17 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સપ્તાહમાં તમારા મહત્ત્વના કામકાજોમાં થઇ જણાતી પ્રગતિ ઉત્સાહવર્ધક બનશે. નાણાંકીય રીતે અહીં આવક ગમેતેટલી વધે છતાં ખર્ચ તેમજ ચૂકવણી અને રોકાણના કારણે ભીંસ વધશે. પરિણામે માનસિક સંતોષ જણાય નહીં. વધારે ઉત્પાત થાય. કોઈના વિશ્વાસે નાણાં રોકવા નહીં. નોકરિયાતની મહત્ત્વની કામગીરીઓ માટે સંજોગો અનુકૂળ થતા જણાશે. વિરોધીઓની કારી ફાવશે નહીં. જોકે સહકર્મચારી કે ઉપરી સાથે વિવાદ થાય નહીં તે જોજો.

વૃષભ (બ,વ,ઉ)ઃ મૂંઝવણ અને બેચેનીના કારણે પીડાનો અનુભવ થાય. મનની મુરાદો મનમાં રહેતી જણાય. ધીરજની કસોટી થતી જણાય અને માનસિક તાણ વર્તાય. ખર્ચના પ્રસંગો બનશે. આવક હજુ ખાસ વધે નહીં. આથી નાણાંભીડ જણાશે. નોકરિયાત કે ધંધાર્થીને માટે આ સમય સખત મહેનત માગ લેશે. મકાન-મિલકત સંદર્ભે મહત્ત્વના નિર્ણય લેતાં પહેલાં બે વાર વિચાર કરજો.

મિથુન (ક,છ,ઘ)ઃ જવાબદારીઓ અને કેટલીક અકારણ ચિંતાઓના કારણે માનસિક તણાવનો અનુભવ થશે. વાદવિવાદથી દૂર રહેજો. ખોટો ભય રાખવાને કોઇ કારણ નથી. આ સમયમાં તમારા પ્રયત્નો સફળ થતાં નાણાંકીય કામકાજ પાર પડતાં જણાય. અણધાર્યા ખર્ચના પ્રસંગો માટે નાણાંની વ્યવસ્થા કરી શકશો. ફસાયેલા કે ઉઘરાણીના નાણાં મેળવવા તરફ ધ્યાન આપજો. નોકરીના ક્ષેત્રે પરિસ્થિતિ અને સંજોગો સુધરતા જણાશે. તમારો પુરુષાર્થ ફળશે, યશ-માન મળશે.

કર્ક (ડ,હ)ઃ તમારી ઇચ્છાઓ સાકાર થતી જણાશે. ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલાશે. મિત્રો-પરિચિતોની મદદ મળશે. માનસિક બળ આપશે. સર્જનાત્મક વિકાસ થાય. નાણાંકીય કટોકટીમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. અગાઉ કરેલા પ્રયત્નો ફળદાયી બનશે. જવાબદારી નિભાવી શકશો. સંપત્તિ-જમીન કે દુકાન અંગે ગૂંચવાયેલી સમસ્યાને કુનેહપૂર્વક હલ કરી શકશો. મકાન બદલવાની ઇચ્છા હશે તો સાકાર થશે. વ્યવસાયના ક્ષેત્રે કેટલીક સાનુકૂળતા અને પ્રગતિકારક તકો મળશે, તેનો યોગ્ય લાભ ઉઠાવી લેજો.

સિંહ (મ,ટ)ઃ આ સમય ઉત્સાહજનક નીવડશે. સાનુકૂળ વિકાસની નવી તકો અને કાર્યસફળતાના કારણે એકંદરે માનસિક રાહત અનુભવશો. આર્થિક સંજોગો વિકટ અને મૂંઝવણભર્યા હોવા છતાં તમે કોઈ ઉકેલ શોધીને આયોજન પાર પાડી શકશો. લગ્નજીવન માટે આ સમય ઠીક ઠીક છે. કોઈ નજીકના સ્નેહીની મદદથી જટિલ કાર્ય પાર પાડી શકશો. જમીન-મકાન સબંધિત પ્રશ્નો ઉકેલવા તરફ ધ્યાન આપજો. નવા પ્રવાસનું આયોજન થશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારે હવે વધારાની જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પ્રાપ્ત થાય. નાણાંકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહેશે. જે કોઈ સારી આવક થશે તે ખર્ચાઈ જશે. જમીન-મકાન અને સંપત્તિ સંબંધિત પ્રશ્નોનો નિવેડો આવશે. નોકરિયાત માટે હવે વાતાવરણ સાનુકૂળ બનવા લાગશે. લાંબા સમયથી અટવાયેલા લાભો, નવી બઢતીની તકો વધશે.

તુલા (ર,ત)ઃ આગામી સમય માટે યોજનાઓ વિચારી લેવી પડશે અને એ પ્રમાણે તમારે આર્થિક નવરચના કરવી પડશે. ખોટા ખર્ચ વધે નહિ તે જોવું રહ્યું. ગૃહજીવનમાં વધુને વધુ સંતાપ જણાશે. ઘર્ષણ અને ઝઘડાઓ ઉદભવી શકે છે. સંતાનો સંબંધિત પ્રશ્નો ગૂંચવાશે. તમારા ધાર્યા અનુસાર આયોજન પાર ન પડે. નોકરિયાતને ધારી સફળતા માટે કોઈની મદદ લેવી પડશે. ધંધા-વેપારમાં આપનું ધાર્યું થાય નહિ.

વૃશ્ચિક (ન,ય)ઃ ઉત્સાહમાં વધારો થતાં આનંદની લાગણી અનુભવશો. અગત્યની વ્યક્તિનો સાથ-સહકાર મેળવી શકશે. અશાંતિના વાદળો વિખેરાતા જણાય. તમારી કામગીરીમાં પ્રગતિ કરી શકશો. આર્થિક બાબતો તરફ લક્ષ આપવું જરૂરી છે. ખર્ચને પહોંચી વળવા માટે તમારે કેટલીક આર્થિક ગોઠવણ કરવી પડશે. નોકરિયાતને બદલી-બઢતીના પ્રશ્નો સાનુકૂળ રીતે ઉકેલાશે. મહત્ત્વની કામગીરીને આગળ ધપાવી શકશો. વેપાર-ધંધાના કામમાં પ્રગતિનો માર્ગ ખુલ્લો થાય. હરીફો કે વિરોધીઓની ચિંતા હળવી બને.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમય તમને નિષ્ફળતાઓ અને અવરોધોમાંથી બહાર લાવીને સફળતા તરફ દોરી જશે. આશા, હિંમત અને ઉત્સાહનો અનુભવ થાય. આર્થિક ક્ષેત્રે નજીવો સુધારો જોવા મળશે, તેથી ઉતાવળા થશો નહીં. કોઈ સમસ્યા હશે તો તેનો ઉકેલ મળતો જણાય. તમારી નાણાકીય ચિંતા હળવી બને. જોકે ખોટા ખર્ચના પ્રસંગો ટાળજો. નોકરિયાત વર્ગને મુશ્કેલીમાંથી બહાર આવવાનો માર્ગ મળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ઉન્નતિ તથા વિકાસની તકો મળશે, જોકે તે માટે પ્રયત્નો વધુ તેજ કરવા પડે.

મકર (ખ,જ)ઃ ધાર્યું કામ પાર પડતાં મન પ્રફુલ્લિત રહેશે. માનસિક ચિંતાઓનું ભારણ હળવું થાય. સાનુકૂળ તકો મળશે તે ઝડપી લેજો. અંગત સમસ્યા હલ કરી શકશો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય મુશ્કેલ જણાય છે. તમારા અગત્યના કામકાજો અંગે જોઈતી સાનુકૂળતા વિલંબથી મળશે, જેથી ચિંતા વધતી જણાશે. નાણાંકીય સંજોગો અંગે ધાર્યું ન થાય. ખર્ચના પ્રસંગોને કાબૂમાં રાખવા જરૂરી છે. વિશ્વાસઘાતથી સાચવવું.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ નાણાંકીય બાબતો અંગે આ સમય એકંદરે શુભાશુભ નીવડશે. આ સમય ખર્ચાળ પણ જણાશે અને મહત્ત્વની તકો, નવા લાભ અને સગવડતાઓ અપાવશે. તમારા પ્રશ્નો વિલંબથી ઉકેલાતા જણાશે. ધંધાકીય આયોજનોના અમલમાં ઉતાવળા થશો નહીં. ધીરજ જાળવજો. ધાર્યા પ્રમાણે પ્રગતિ કે સફળતાના યોગ જણાતા નથી. જોકે હિંમત હારશો નહીં.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સરકારી કાર્યો અંગે પ્રતિકૂળતા જણાય. લાંબા સમયથી હાથ ધરેલા કાર્યોમાં સફળતા દૂર થતી જણાય, જે માનસિક અશાંતિ સર્જશે. નવી આવકથી કેટલીક રાહત મળશે. નાણાંકીય મુશ્કેલીઓનો માર્ગ મેળવી શકશો. નોકરિયાતો અને વ્યવસાય કરતી વ્યક્તિઓએ સાચવીને સાહસ કરવા. ઉતાવળા નિર્ણયોથી દૂર રહેજો. અંગત આરોગ્ય સાચવશો. ગૃહજીવનમાં સંવાદિતાનું વાતાવરણ સર્જાશે. દાંપત્યજીવનમાં ગેરસમજો વિખવાદ ન સર્જે તે ધ્યાન રાખજો.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter