તા. ૯ મે થી ૧૫ મે ૨૦૨૦

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 08th May 2020 09:40 EDT
 
 

મેષ (અ,લ,ઈ)ઃ મહત્ત્વના કામકાજોમાં પ્રગતિ ઉત્સાહપ્રેરક બનશે. ચિંતા - ટેન્શન હળવા બનશે. વિઘ્નો દૂર થવા લાગે. જોકે નાણાંકીય દૃષ્ટિએ આવક ગમેતેટલી વધે છતાં ચૂકવણી અને રોકાણના કારણે ભીંસ વધે. પરિણામે મનને સંતોષ જોવા મળે નહીં.

વૃષભ (બ,વ,ઉ)ઃ મનની મુરાદો મનમાં રહેતી જણાય. અશાંતિ-ઉદ્વેગ વધશે. અકારણ ચિંતાનો અનુભવ થાય. માનસિક સ્વસ્થતા જણાય નહીં. નાણાંકીય પરિસ્થિતિ વધુ કટોકટીરૂપ બને. આવક ઘટે અને ખર્ચ વધે. કરજનો ભાર યથાવત્ રહે.

મિથુન (ક,છ,ઘ)ઃ ઘણા વણઉકેલ્યા પ્રશ્નો હલ થશે. હવે વધારાની જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. જેટલી સાનુકૂળતા છે તેટલી જ નવી જવાબદારીઓ પણ આવશે. નાણાંકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહે.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહમાં તબિયતના કારણે અસ્વસ્થતા જણાય. ખોટી અને કાલ્પનિક ચિંતા પણ જોવા મળે. બોધરેશન વધતું લાગે. મનની મુરાદ મનમાં રહેતી જણાય. વધુ મહેનતે અલ્પ ફળ જોવા મળે. નાણાંકીય દૃષ્ટિએ સમય કટોકટીભર્યો જણાય.

સિંહ (મ,ટ)ઃ આ સમયમાં ગ્રહયોગો ચિંતા અને ઉદ્વેગની સાથોસાથ કેટલાક શુભ પ્રસંગોની મહત્ત્વની તકો સાથે આનંદ પણ સૂચવે છે. આ સમયમાં મિશ્ર બનાવો બનવા છતાંય એકંદરે સુખ આપનાર સમય છે. આવકમાં વૃદ્ધિ થતી જણાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારા મહત્ત્વના કામ પ્રસંગોમાં અણધારી સહાય તથા ઇચ્છિત પરિણામ આવતાં જણાશે. અહીં ખર્ચ અને વ્યયનું પ્રમાણ વધશે. તેના કારણે નાણાંભીડનો અનુભવ થાય. કોઈ જોખમ ઉઠાવીને નાણાંનું નવું રોકાણ કરતાં નહીં.

તુલા (ર,ત)ઃ સાનુકૂળ તક મળે. આ સપ્તાહ અગત્યની કાર્યરચના માટે સાનુકૂળ બને. તમારા પ્રયત્નો સફળ થતા જણાય. આર્થિક બાબતો વ્યવસ્થિત કરી શકાય. તમારા ધંધાકીય કે કૌટુંબિક કાર્ય અંગે નાણાંની જરૂરી ગોઠવણ થઈ શકશે.

વૃશ્ચિક (ન,ય)ઃ ચિંતાઓના વાદળો દૂર થતાં માનસિક અને શારીરિક ઉત્સાહ તથા આનંદ અનુભવી શકશો. આ સમય મહત્ત્વના પ્રશ્નો હલ કરવા માટે સાનુકૂળ જણાય છે. અવરોધમાંથી માર્ગ નીકળશે. આર્થિક રીતે જોતાં નાણાંભીડ દૂર થશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં ખોટી ચિંતાનો બોજો વધે નહીં તે જોવું રહ્યું. અવિશ્વાસ ભય અને શંકાઓ છોડશો તો જ સાચો આનંદ માણી શકશો. નાણાંકીય તકલીફમાંથી બહાર નીકળી શકશોે. ખર્ચ અને ચૂકવણીના કારણે આવક વપરાય જશે.

મકર (ખ,જ)ઃ સપ્તાહમાં સાનુકૂળતા સર્જાતા તમારો પુરુષાર્થ ફળશે. માનસિક ઉત્સાહ જણાશે. આર્થિક દૃષ્ટિએ સમય શુભ હોવાથી તમારી ચિંતા કે બોજો હળવો થાય. નાણાંકીય ગોઠવણ માટે સાનુકૂળતા રહેશે. ઉઘરાણી કે લેણી રકમો પ્રાપ્ત કરી શકશો.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ મનની મૂંઝવણ દૂર થાય. કોઈ સમસ્યા આવે નહીં છતાં અકારણ અશાંતિના એકાદ-બે પ્રસંગ જણાય. નાણાંકીય દૃષ્ટિએ ધાર્યા લાભ મેળવવામાં વિલંબ જણાય. સરળતાની આશા રાખી શકાય નહીં. મકાન-જમીનના સાનુકૂળતા રહે .

મીન (દ,ચ,ઝ,થ)ઃ માનસિક સ્થિતિ, કામગીરીનો બોજો અને યોજનાઓમાં હજુ જોઈએ તેટલી પ્રગતિ ન જોતાં સમય અસ્વસ્થ કે તાણસૂચક જણાય. ધીરજથી કામ લેવું પડશે. આ સમય નાણાંકીય બાબતો પ્રત્યે વધુ લક્ષ કે તકેદારી માંગી લે તેવો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter