તા. 12 માર્ચ ૨૦૨૨થી 18 માર્ચ 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 11th March 2022 04:28 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહ દરમિયાન સ્વાસ્થ્યને લઈને સકારાત્મક પરિણામ મળતાં તન-મનનું સ્વાસ્થ્ય સુધરશે. આર્થિક રીતે કોઈ અકલ્પનીય મદદ પ્રાપ્ત કરી શકશો, જે તમને ભૂતકાળના નુકસાનમાંથી બહાર નીકળવા માટે મદદરૂપ બની રહેશે. નોકરી-વ્યવસાયમાં તમારા બગડેલાં સંબંધો સુધરતાં જોવા મળે. જે ધંધાકીય રીતે તમને આગળ આવવામાં લાભકારક રહેશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ હવે તમારો આધ્યાત્મિક અને ધર્મ-કર્મમાં રસ થોડો વધતો જોવા મળે. જે તમારા વ્યક્તિત્વમાં પોઝિટીવિટી તેમજ પરિવર્તન લાવી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા સહકર્મચારી સાથેનો તણાવ ઓછો થતો જોવા મળે. ધંધા-વ્યવસાયમાં નવા રોકાણો માટેની આર્થિક મદદ માટે તમે બેંક કે કોઈ અન્ય નાણાકીય સંસ્થાઓની મદદ પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થીઓને થોડીઘણી મુશ્કેલીઓ વધતી જોવા મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહમાં આપને કેટલાક ઉતાર-ચઢાવમાંથી પસાર થવું પડશે. વ્યવસાયિક તેમજ સામાજિક બેલેન્સ જાળવી રાખવા માટે તમારે ખૂબ પ્રયત્ન કરવા પડે. કામગીરી અથવા તો ધંધાકીય રીતે દોડધામમાં વધારો થતો જોવા મળે, જે તમને થોડીક શારીરિક થકાન મહેસૂસ કરાવે. આર્થિક રીતે સમય સારો રહેશે. તમારા બાકી નીકળતાં નાણાં પરત મળશે.
કર્ક (ડ,હ)ઃ આ સમયમાં તમારા વાણી અને વર્તન પર થોડો કાબૂ રાખવો જરૂરી છે, નહીં તો નજીકના જ વ્યક્તિ સાથે સંબંધો ખરાબ થઈ શકે છે. કરિયર સંબંધિત નિર્ણયો લેવા માટે કોઈ યોગ્ય સલાહકારની મદદની આવશ્યક્તા રહેશે. શેરબજારમાં ખૂબ ધ્યાન રાખીને આગળના નિર્ણયો લેવાની સલાહ રહેશે. ધંધાકીય બાબતોમાં હવે જૂનવાણી વિચારો છોડીને નવી પદ્ધતિથી કામ કરશો તો ફાવશો.
સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન મનોસ્થિતિમાં પોઝિટિવ ફેરફાર મહેસૂસ કરશો. કોઈ સંત-મહાપુરુષનું સાનિધ્ય કે તેમની વાણી દ્વારા મનને શાંતિનો અનુભવ થાય. વ્યવસાયમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈને કામગીરી આગળ વધારવી જરૂરી છે. આર્થિક સમસ્યાનો ધીરે-ધીરે ઉકેલ મેળવશો. નોકરિયાત વર્ગને સપ્તાહ દરમિયાન થોડાંઘણાં અવરોધો જોવા મળે પરંતુ તમારી સૂઝબૂઝ અને સારી નિર્ણયશક્તિ થકી તેમાંથી બહાર આવી સફળતા મેળવી શકશો.
કન્યા (પ,ઠ,ણ)ઃ અટકેલાં કાર્યો હવે પૂર્ણ થતાં જોઈ શકશો. ભૂતકાળની મહેનત અને તમારા પ્રયત્નોનું ફળ હવે મળતું જણાશે, જે તમારો આત્મવિશ્વાસ વધારશે. જીવનમાં સકારાત્મક બદલાવ જોઈ શકશો. વ્યાપારક્ષેત્રે નવા પ્રોજેક્ટ્સ પર કામ આગળ વધી શકશે. જમીન-મકાનની લે-વેચમાં ફાયદો થાય. નોકરિયાત વર્ગને જગ્યાની ફેરબદલી અથવા કોઈ નવી જગ્યાએથી ઓફર મળી શકે છે. જીવનસાથી સાથે મતભેદ હશે તો દૂર કરી શકશો.
તુલા (ર,ત)ઃ આ સમયમાં મન થોડીક બેચેની અનુભવશે. જોકે, તમારું ધ્યાન કોઈ સારા કાર્યો તરફ લગાવશો તો થોડીઘણી રાહત પ્રાપ્ત કરશો. આર્થિક મામલે નહીં નફો નહીં નુકસાનની સ્થિતિ રહેશે. કરિયર સંબંધિત નિર્ણય લેતાં પહેલાં તમારી પોતાની ક્ષમતાને પણ ધ્યાનમાં રાખશો. માર્કેટિંગને લગતાં કામકાજમાં થોડુંક સંભાળીને આગળ વધવું. કોર્ટ-કચેરીના કાર્યોમાં હવે ચિંતામુક્ત થઈ શકશો. નિર્ણય તમારા પક્ષમાં આવશે. થાક અને તણાવ દૂર કરવા માટે એક નાની ટ્રીપ જરૂરી છે.
વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય તમારા માટે ફાયદાકારક સાબિત થશે. જોકે, તમારા કોઈ વ્યક્તિગત પ્રોબ્લેમ્સને જાહેર ન કરતાં એને સૂઝબૂઝથી ઉકેલવા પ્રયત્ન કરશો તો અચૂક સફળ થશો. વ્યવસાય ક્ષેત્રે કેટલીક લીગલ કાર્યવાહી માટે થોડીઘણી દોડધામ કરવી પડે. નોકરીમાં તમારા કાર્યની પ્રશંસા થાય. સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ રહેશે. જોકે યોગ્ય વ્યાયામ અને તમારી જીવનશૈલીમાં થોડોઘણો બદલાવ લાવશો તો તમારા માટે જ સારું રહેશે. પરિવાર સાથે કોઈ નાનકડો પ્રવાસ બધાને આનંદિત અને પ્રફુલ્લિત કરી દેશે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ કામનું ભારણ વધતાં મન થોડુંઘણું બેચેની અનુભવે. જોકે, એકાગ્રતા રાખીને થોડી વધુ મહેનત કરશો તો તમારા નિર્ધારિત સમયે કાર્યને પૂર્ણ કરી શકશો. આર્થિક મામલે કોઈના પર અતિ વિશ્વાસ રાખવો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, જેની ખાસ કાળજી રાખવી. વ્યવસાયમાં તમારા ભાગીદારો સાથેની પરિસ્થિતિમાં હવે સકારાત્મક ફેરફાર જોઈ શકશો. નોકરીમાં નવી તકો પ્રાપ્ત થાય. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે.
મકર (ખ,જ)ઃ લાંબા સમયથી ચાલતી સમસ્યાનો ઉકેલ હવે મેળવી શકશો, જેથી તમારી ચિંતા દૂર થશે. નાણાંકીય બાબતોમાં પણ હવે જરૂરી જોગવાઈ ઊભી કરવાના રસ્તાઓ ખુલતાં જોવા મળશે. વ્યાપારિક રીતે તમારી જવાબદારી તેમજ કાર્યભારમાં વધારો જોવા મળે, પરંતુ સામે એનાથી લાભ પણ મેળવશો. પરિવારમાં માંગલિક પ્રસંગને કારણે દોડધામમાં વધારો જોવા મળશે. વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ તમારા રોજિંદા વ્યવહારમાં જે પરિવર્તન ઈચ્છો છો એ હવે થોડાઘણાં અંશે સફળ થતું જોઈ શકશો. જોકે, હજી પણ થોડું સંયમથી કામ કરવું પડશે. નાણાંકીય બાબતોમાં થોડું સાચવીને ખર્ચ કરશો. આવક કરતાં જાવકનું પ્રમાણ વધે. વ્યાવસાયિક મામલાઓમાં તમારા પ્રતિસ્પર્ધી ઉપર વિજય મેળવી શકશો. વાહન ખરીદીની ઈચ્છા પૂર્ણ થાય. નોકરિયાત વ્યક્તિની મહેનત રંગ લાવે. કોર્ટ-કચેરીના મામલામાં થોડું સંભાળીને આગળ વધવું.
મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન તમારી કાર્યક્ષમતામાં વધારો લાવીને સખત મહેનત અને પરિશ્રમ કરવા પડશે. આર્થિક રીતે થોડી ઘણી રાહત જોવા મળે. વ્યવસાય-ધંધામાં તમારી વાણી પર કંટ્રોલ રાખવો જરૂરી રહેશે. નોકરિયાત વર્ગને પોતાના કાર્યને મામલે પ્રશંસા મળશે. કૌટુંબિક જવાબદારીઓમાંથી થોડી ઘણી રાહત મેળવી શકશો. યાત્રા-પ્રવાસથી લાભ મેળવી શકશો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter