તા. 14 જાન્યુઆરી 2023થી 20 જાન્યુઆરી 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 13th January 2023 06:12 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહ દરમિયાન કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, જે આપને ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થાય. રચનાત્મક કામગીરીમાં વધુ રસ લેશો. નાણાકીય રીતે આ સપ્તાહ ફાયદો કરાવે. વ્યવસાય – નોકરીમાં સારું પરિણામ પ્રાપ્ત કરવા માટે મહેનત વધારે કરવી પડશે. કેટલીક વાર સમયના અભાવે પરિવાર સાથે સારો સમય પસાર કરવાનું ચૂકી જવાય, પરંતુ જો કાળજી રાખશો તો બેલેન્સ બનાવી શકશો.

• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહની શરૂઆત થોડી ગંભીર રહેશે. બાદમાં થોડી રાહતવાળી સ્થિતિ રહેશે. કાર્યને સરળ બનાવવા માટે થોડી વધુ મહેનત કરવી પડશે. વ્યવસાયિક રીતે કામને લઈને થોડી ડિસીપ્લીન અને ડેડલાઈને ધ્યાનમાં રાખીને આગળ વધવું જરૂરી છે. સ્વાસ્થ્યને લઈને થોડી તકેદારી રાખવી. આર્થિક મુશ્કેલીઓ દૂર થાય. કૌટુંબિક રીતે સમય સારો રહેશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહ દરમિયાન આપની વ્યસ્તતામાં વધારો થાય. જીવનનું સ્તર ઊંચું લાવવા માટેના તમારા પ્રયત્નો સફળ થાય. નાણાકીય રીતે આપનું આ સપ્તાહ થોડું ખર્ચાળ સાબિત થશે. વ્યવસાય–નોકરીમાં આપના કાર્યોની નોંધ લેવાય, જેના દ્વારા યશ–માન–કિર્તી મેળવી શકશો. વાહનના મામલે થોડી કાળજી રાખજો. જીવનસાથીનો સહયોગ તમારા આત્મવિશ્વાસને બળ આપે.
• કર્ક (ડ,હ)ઃ કેટલીક નકારાત્મક પરિસ્થિતિઓનો સામનો આ સપ્તાહ દરમિયાન કરવો પડશે. વ્યાપારમાં પરિવર્તનની ઈચ્છા ધરાવનરને અપેક્ષા પ્રમાણેના પરિણામો મેળવવામાં હજી થોડી વાર લાગશે. કરિયરને લગતી તકોને હાથમાંથી જવા દેશો નહીં. અચાનક કોઈ સારી તક હાથ લાગશે. ખાવા-પીવામાં ધ્યાન રાખવું જરૂરી.
• સિંહ (મ,ટ)ઃ પોતાની ઈચ્છાશક્તિ મુજબ આ સપ્તાહમાં કામગીરી કરી શકશો. વ્યક્તિગત જીવનને વધુ મહત્ત્વ આપવું અનિવાર્ય બની રહેશે. વ્યવસાય–નોકરીમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવા પડશે, જે આવનાર ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થાય. જીવનસાથી સાથેના રિલેશનમાં કોઈ મુશ્કેલી હોય તો વાતચીત દ્વારા દૂર કરવાનો પ્રયત્ન તમારે કરવો પડશે. મકાન–મિલકત સંબંધિત પ્રશ્નોનો ઉકેલ લાવી શકશો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહની શરૂઆત સુખદ રહેશે. મિત્રો-સહયોગી સાથે સારો સમય વ્યતીત કરી શકશો. ફસાયેલાં નાણા પાછાં મેળવવામાં સફળતા મળશે. નોકરિયાત વર્ગને થોડું કામનું ભારણ રહેશે. વ્યવસાયિક રીતે કોઈ મોટા રોકાણો થઈ શકે છે. કોર્ટ–કચેરીમાંથી વિજય પ્રાપ્ત થાય. વાહનખરીદીની ઈચ્છા હવે પૂર્ણ થાય. વિદ્યાર્થીઓ માટે વિદેશ ભણવાના સપનાં હવે પૂરાં થતાં જોઈ શકો છો.
• તુલા (ર,ત)ઃ કોઈ પણ પ્રકારની વિપરિત પરિસ્થિતિનો સામનો કરવા હવે તમે તૈયાર છો જેથી કરીને તમે યોગ્ય પરિણામ પ્રાપ્ત કરી શકશો. નાણાકીય રીતે સમય તમારા તરફેણમાં રહેશે. વ્યવસાયમાં ભાગીદારીથી સાચવીને આગળ વધવું અહીં સલાહભર્યું રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો જોવા મળશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ જીવનમાં આગળ વધવા માટેના તમારા પ્રયત્નો હવે સફળ થતાં જોવા મળશે. કરિયર રિલેટેડ મુશ્કેલીઓ પણ હવે દૂર થાય. આર્થિક રીતે હજી થોડી ઉથલપાથલ જોવા મળે, પરંતુ યોગ્ય સમય હવે બહુ દૂર નથી. નોકરી- વ્યવસાયમાં કામકાજ યથાવત્ રહેશે. જોકે, તેમ છતાં થોડી કાળજી રાખવી. સ્વાસ્થ્યને લઈને ધ્યાન રાખવાની અહીં જરૂરિયાત રહેશે. વિદેશ પ્રવાસના યોગો બળવાન રહેશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન થોડી ધીમી ગતિથી કામકાજ થાય એવી શક્યતા રહેશે. જોકે, કામને લઈને તમારો ઉત્સાહ નબળો પડવા દેશો નહીં. આર્થિક રીતે ખોટા ખર્ચાઓ ન થાય તેનું ધ્યાન રાખજો. ઘરની જવાબદારીનું ભારણ વધતું જોઈ શકશો. થોડું હવે વ્યાયામ પર પણ ધ્યાન આપો, જે તમારા સ્વાસ્થ્યને માટે ફાયદાકારક રહેશે. કોર્ટ–કચેરીને લગતા પ્રશ્નો હજી એમ જ રહેશે.
• મકર (ખ,જ)ઃ આ સમય ઈમોશનલ રીતે ઉતાર-ચઢાવવાળો રહેશે. તમારી ભાવનાઓને કંટ્રોલમાં રાખજો. જોકે, કૌટુંબિક વ્યક્તિઓનો સહયોગ તમને મદદરૂપ સાબિત થાય. વ્યવસાયિક ક્ષેત્રમાં કેટલાક વ્યક્તિઓ સાથેના સંબંધોમાં અચાનક બદલાવ જોવા મળશે. નોકરીના ક્ષેત્રમાં સહકર્મચારીઓ સાથે હવે મનમેળ વધશે. કામના કારણે વિદેશયાત્રાની શક્યતા રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહ મિશ્ર ફળ આપશે. અમુક કાર્યો આસાનીથી પાર પાડી શકાશે, તો અમુક કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. આર્થિક રીતે થોડી મુશ્કેલ પરિસ્થિતિ રહેશે. વ્યવસાયને લગતી સમસ્યાઓ હવે દૂર થાય. મોટાં પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરી શકશો. નોકરિયાત વર્ગને પ્રમોશનના ચાન્સિસ રહેશે. સ્વાસ્થ્યને લઈને થોડું સાચવવું જરૂરી.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહ આનંદ–ઉત્સાહવાળું પસાર થાય. જૂના મિત્રો સાથેની મુલાકાત તમારા ઉત્સાહમાં વધારો કરશે. આર્થિક રીતે હવે કોઈ મુશ્કેલી રહેશે નહીં. પરિવારને લગતી કોઈ મોટી જવાબદારી તમારા ઉપર આવે, જેને સારી રીતે નિભાવી શકશો. વ્યવસાય–નોકરીમાં પ્રગતિનાં નવા સોપાન સર કરી શકશો. અવિવાહિત વ્યક્તિઓની પાત્ર પસંદગી પૂર્ણ થાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter