વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ આ સમય ભાગ્યોદયકારક છે. દરેક કાર્યોમાં જીવનસાથીનો સહયોગ મેળવશો. વ્યાવસાયિક ક્ષેત્રોમાં ભાગીદારો થકી લેણાદેણી સારી રહેશે. આવનારા સમયમાં પ્રોપર્ટીને લગતા કામકાજોમાં ફાયદો થાય. નોકરીના ક્ષેત્રમાં થોડી તકેદારી રાખવી જરૂરી. આર્થિક રીતે સમય સારો રહેશે. ગુસ્સા ઉપર થોડું નિયંત્રણ રાખશો તો દરેક કાર્યોમાં સફળતા મેળવી શકશો. સ્વાસ્થ્ય સંબંધી સામાન્ય સમસ્યા ચિંતા રખાવશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ મનોસ્થિતિ વધુ મજબૂત બનતાં નવીન ઉર્જા અને સ્વસ્થતાનો અનુભવ કરશો. મીડિયા કે કલાક્ષેત્રમાં કામ કરતી વ્યક્તિઓ માટે આ સમય ખૂબ જ બળવાન કહી શકાય. વ્યવસાયિક કામગીરીમાં થોડો પરેશાનીઓનો સામનો કરવો પડે. નાણાકીય રીતે સમય મધ્યમ રહેશે. આરોગ્ય બાબતે આ સમયમાં કાળજી જરૂરી. કોર્ટ-કચેરીમાં નુકસાની વેઠવી પડે. લગ્નવિષયક સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશો.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય મિશ્ર ફળ આપનારો રહેશે. વ્યવસાયિક ક્ષેત્રે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડશે, જેથી મન પર બોજનો અનુભવ થાય. કૌટુંબિક જવાબદારીઓ કે માંગલિક પ્રસંગોથી થોડી હળવાશ અનુભવાય. નોકરીના ક્ષેત્રમાં વિરોધીઓ સામે વિજય પ્રાપ્ત થાય. મુસાફરી - પ્રવાસના કારણે વ્યવસાયમાં ફાયદો થાય. કોઈક અંગત વ્યકિતનો સહયોગ આત્મવિશ્વાસમાં વધારો કરવામાં મદદરૂપ થઈ શકે છે.
• કર્ક (ડ,હ)ઃ કોઈક જૂના મિત્રો સાથે મુલાકાતના પ્રસંગો બળવાન બનશે. કાળજીપૂર્વકની યોજનાઓ વ્યવસાયમાં સફળતા અપાવશે. નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બનતી જોવા મળે. નોકરીના ક્ષેત્રમાં ઇચ્છીત સ્થાન પ્રાપ્ત કરી શકશો. કૌટુંબિક મિલકતથી લાભના યોગ છે. નવા મૂડીરોકાણો શક્ય બને. સંતાનોના અભ્યાસના પ્રશ્નો હલ થાય. ધાર્મિક ક્ષેત્રોની મુલાકાત-પ્રવાસ શક્ય બનશે.
• સિંહ (મ,ટ): આ સમયમાં તમારી નાણાકીય પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તેમાં સુધારો લાવવા માટે કોઈ નવી યોજનાઓ બનાવવી આવશ્યક રહેશે. વ્યવસાયિક ક્ષેત્રમાં પ્રગતિના યોગ છે. પરિવાર સાથે નાની મુસાફરીનું આયોજન શક્ય બને. પરિણામે આપની ઊર્જા શક્તિમાં વધારો થાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સકારાત્મક વિચારશક્તિ અને આધ્યાત્મિક વાતાવરણ માનસિક શાંતિને વધુ મજબૂત બનાવે. આ સમયમાં નાણાકીય લાભ વધુ મજબૂત બને. સંપત્તિની લે-વેચના બિઝનેસમાં લાભાના યોગ છે. ધંધાકીય ક્ષેત્રમાં નવી શરૂઆતના યોગ છે. વિદ્યાર્થી વર્ગને તેમની પ્રતિભા બતાવવા માટે સમય સારો રહેશે. ભવિષ્યની કારકિર્દીને અનુલક્ષીને જરૂરી પગલાં લઈ શકશો. કોર્ટ-કચેરીના કાર્યોમાં આપનો વિજય થાય.
• તુલા (ર,ત)ઃ અઠવાડિયાની શરૂઆતનો સમય આપના માટે પણ ફાયદાકારક સાબિત થાય. વેપાર-ધંધાના ક્ષેત્રમાં વિસ્તરણ કરવાનો વિચાર સાકાર થાય. આર્થિક બોજો હળવો બનતો જણાય. લોનના ભારણમાંથી મુક્ત થઈ શકશો. નોકરીના ક્ષેત્રમાં આપના સ્વપ્ન પૂર્ણ થતાં જોવા મળે. ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરી શકશો. પરિણામે માન-સન્માનમાં વધારો થાય. પારિવારિક પ્રસંગોને કારણે આનંદિત વાતાવરણમાં સમય પસાર કરી શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન આત્મવિશ્વાસ ડગમગતો જોવા મળે, જેથી થોડીઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. કોઈક અનુભવી અંગત સ્નેહીજનની સલાહથી આપ આ મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. આરોગ્યની બાબતે પણ થોડી વધુ કાળજી લેવી પડશે. નાણાકીય મામલે સમતુલા જળવાઈ રહેશે. ધંધા-નોકરીમાં વ્યક્તિગત મતભેદ દૂર રાખીને કામગીરી કરવી સલાહભર્યું છે. વાહન-મિલકત ખરીદીમાં થોડી સાવચેતી રાખશો તો નુકસાન ટાળી શકશો.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં અકારણ ચિંતા રહે. સ્વાસ્થ્યને લઈને પણ મન પર થોડું ભારણ વર્તાય. આકસ્મિક અણબનાવને કારણે માનસિક તણાવ રહે. જોકે આપનું ધ્યાન બીજા કાર્યોમાં વ્યસ્ત રાખશો તો થોડી રાહત અનુભવશો. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં સમય મધ્યમ રહેશે. આર્થિક રીતે પણ કોઈ મોટા ફેરફાર જણાતા નથી. સંતાનોના અભ્યાસને લઈને ચિંતા હશે તો એ દૂર થાય. માંગલિક પ્રસંગો થોડો ઉત્સાહ અને આનંદ અપાવે. કોર્ટ-કચેરીના કાર્યો હજી અટવાયેલા રહેશે.
• મકર (ખ,જ)ઃ આ સમય મધ્યમ ભાવવાળો રહેશે. નોકરીના ક્ષેત્રમાં નવી તકો ઉત્પન્ન થતાં આપના માટે થોડી વધુ જવાબદારી ઊભી થાય. જોકે મહેનત અને આયોજન થકી સફળતા મેળવશો. આપની કામગીરી સામી વ્યક્તિ ઉપર સારી છાપ ઊભી કરશે. વ્યવસાયિક ક્ષેત્રમાં મંદીનો અનુભવ થાય. જોકે જરૂરી આર્થિક સહાય મેળવી શકશો. વિદ્યાર્થીઓને મહેનતનું પરિણામ મળવામાં વિલંબ થાય. મિલકત સંબંધી કોઇ વિવાદ કોર્ટ-કચેરીમાં હશે તો તેનો નિવેડો આવશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સતત મૂંઝવણોમાંથી આ સમયમાં બહાર આવી શકશો. મિત્રો સાથે જૂના પ્રવાસના સંસ્મરણો આપને તરોતાજા કરી દેશે. નાણાકીય મામલે પરિસ્થિતિ થોડી વધુ મજબૂત બનશે. લાંબા સમયથી અટવાયેલાં નાણાં પરત મળશે. પરિવારમાં લગ્નપ્રસંગને કારણે દોડધામમાં વધારો થાય. વ્યવસાયિક ભાગીદારી ફાયદો કરાવે. નવા પ્રવાસના આયોજન થાય. વિદ્યાર્થીઓને કોઈ શુભ સમાચાર મળી શકે છે. પ્રોપર્ટીના પ્રશ્નો હલ થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં પ્રશંસનીય કામગીરી થકી અધિકારી તરફથી સરાહના મેળવી શકશો. પરિવાર તરફથી પણ દરેક કાર્યોમાં મદદ પ્રાપ્ત કરશો. સંબંધીઓ સાથેનો વાદવિવાદ દૂર થાય. નોકરીના ક્ષેત્રમાં ઇચ્છીત પ્રમોશન અંગેની ચર્ચાઓ આગળ વધશે. ધંધા-વેપારના ક્ષેત્રમાં પણ પ્રગતિકારક તકો મળશે. નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બનાવી શકશો. એકંદરે આપનું આ સપ્તાહ ઉત્સાહમય પસાર થશે.