તા. 20 ઓગસ્ટ 2022થી 26 ઓગસ્ટ 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 19th August 2022 08:26 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ કોઈ પણ કાર્ય શરૂ કરતાં પહેલા તેની નેગેટિવ અને પોઝિટીવ બાજુઓ ચકાસી લેશો. અજાણ્યા લોકો ઉપર તુરંત વિશ્વાસ મુકશો નહીં. નાણાકીય જોગવાઈ કરવા માટે થોડી દોડધામ કરવી પડે. વ્યાપાર વિસ્તારની યોજના વિચારતા હો તો હવે સમય સાનુકૂળ છે. પારીવારિક વાતાવરણ ખુશમિજાજ રહેશે. માંગલિક પ્રસંગો યોજાય. નોકરિયાત વ્યક્તિને કામ બાબતોમાં ચિંતા વધતી જોવા મળે. મકાન રીપેરીંગ માટેની શક્યતાઓમાં કામકાજ આગળ વધારી શકશો.

• વૃષભ (બ,વ,ઉ)ઃ જે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો એમાંથી બહાર નીકળવાના રસ્તાઓ શોધવામાં હવે સફળતા મળે. જે વ્યક્તિ સાથે કામકાજ કરી રહ્યા છો એ કદાચ તમને સાથ ના આપે, પરંતુ તમારું કાર્ય પૂર્ણ કરી શકશો. સ્વાસ્થ્યની બાબતમાં આંખ સંબંધિત તકલીફ જોવા મળે. નોકરી-વ્યવસાયમાં નાની નાની દરેક બાબતોમાં ધ્યાન રાખીને કામગીરી કરવી. જીવનસાથી સાથે સુખદ પળ વિતાવી શકશો. નાનો પ્રવાસ પણ કરી શકો છો.
• મિથુન (ક,છ,ઘ)ઃ કોઈ કારણથી તમારું મન મૂંઝાયેલું રહે. અસુરક્ષિતતા અનુભવાય. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કોઈ અંગત વ્યક્તિની મદદ લઈ શકો છો. તમારા મનની વાત કોઈના સાથે શેર કરો. નોકરીમાં કોઈ ખાસ પ્રોજેક્ટ્સ ઉપર તમારા મંતવ્યો અને કૌશલ્ય બતાવી શકો છો. આર્થિક સ્થિતિ હવે વધુ સદ્ધર બનતી જોઈ શકશો. ઇમિગ્રેશનને લગતી બાબતોમાં કોઈના પર એકદમ વિશ્વાસ મૂકી કામગીરી કરશો નહીં.
• કર્ક (ડ,હ)ઃ માનસિક સુખશાંતિ જળવાશે. તમારો આત્મવિશ્વાસ અને મનોબળ વધુ મજબૂત બનાવી શકશો. કોઈ ખાસ કાર્યોમાં પણ સફળતા મેળવશો. ભાઈ-બહેનો સાથે ખુશીની પળો માણી શકશો. આર્થિક બાબતોમાં તમારી ચિંતા હવે દૂર થાય. તેમ છતાં જોઈજાળવીને ખર્ચો કરશો. નોકરિયાતને નવી જગ્યા પર પોતાનું કૌશલ્ય બતાવવાની તક પ્રાપ્ત થાય. ધંધા-વ્યવસાયમાં પાર્ટનગરશીપથી સાચવવું. નુકસાન નથી પરંતુ કોઈ ખોટા વિવાદમાં ન ફસાવાય તેની કાળજી જરૂરી.
• સિંહ (મ,ટ)ઃ ગ્રહયોગોના મજબૂત પ્રભાવને જોતાં અવરોધો અને મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. નવા સંબંધો વિકસાવી શકશો જે આગળ જતાં તમારા જ હિતમાં કામ કરી શકે છે. ઉદ્યોગ-વ્યવસાયની દૃષ્ટિએ લાંબા ગાળાના અટવાયેલા કામકાજો પૂર્ણ થઈ શકે એવી પ્રતિકૂળ પરીસ્થિતિનું નિર્માણ થાય. કાયદાકીય ક્ષેત્રના લોકો માટે મહત્ત્વના નિર્ણયો તેમની કારકિર્દીને ચાર ચાંદ લગાવશે. જમીન-મકાનના અટવાયેલા કાર્યો પૂર્ણ થાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ અંગત સમસ્યાઓને કારણે થોડી માનસિક બેચેની મહેસૂસ કરશો. જોકે તેના ઉકેલના પ્રયત્નો પણ સાથે સાથે ચાલુ રાખશો, જેથી થોડી રાહતનો અનુભવ થાય. નોકરી-વ્યવસાયમાં વિરોધીઓને કારણે થોડીઘણી નુકસાની વેઠવી પડે. સ્થળાંતર યા બદલીની શકયતાઓ રહેશે. માંગલિક પ્રસંગોને કારણે મન હળવું થાય. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યામાંથી બહાર આવી શકશો.
• તુલા (ર,ત)ઃ આ સમયમાં અનુકૂળ અને ઇચ્છિત તકો મળતાં ખુશી અને આત્મવિશ્વાસમાં વધારો થાય. નવા સંબંધો બંધાય. નાણાંકીય તંગદિલી દૂર થતાં માનસિક બોજ હળવો થાય. નોકરિયાત વ્યક્તિને સ્થાનફેર અથવા તો બઢતી માટેની તકો ઊભી થાય. કૌટુંબિક વાદવિવાદથી દૂર રહેવું. જીવનસાથી સાથેનાં સંબંધોમાં સુધાર લાવવા વિચારો બદલવાની જરૂર છે, નહીં તો પરિસ્થિતિ વધુ કપરી બની શકે છે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય ઉત્તમ પરીસ્થિતિનું નિર્માણ કરવામાં સહકાર આપે એવો સાબિત થઈ શકે છે. કારકિર્દીને લગતી સમસ્યાનો અહીં ઉકેલ મળશે. આપના જૂના સંબંધો અહીં કામ લાગશે. સ્વાસ્થ્ય સંદર્ભે થોડી સમસ્યાઓ રહેશે. નાણાકીય ગૂંચવણો અહીં દૂર થાય. કોર્ટ-કચેરીના ધક્કાઓમાંથી હવે છૂટકારો મળશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારી એનર્જીનો ઉપયોગ કોઈ સારા કાર્યો માટે કરશો, જેનો પોઝિટિવ લાભ પણ મેળવશો. તમારા ગુસ્સાને કાબૂમાં રાખવાથી અડધા કામ આપમેળે જ પૂરા કરી શકશો. સંતાન સંબંધિત સમસ્યાનું સમાધાન મળવાથી ચિંતા દૂર થાય. આવકની દૃષ્ટિએ અહીં થોડી સમસ્યાઓનો સામનો કરવો પડશે. કાર્યક્ષેત્રમાં થોડી વ્યસ્તતામાં વધારો જોવા મળે. પરિવારમાં સુખ-શાંતિ જાળવવા તમારે જ પ્રયત્નો કરવા પડે.
• મકર (ખ,જ)ઃ ગ્રહયોગ દર્શાવે છે કે તમારા ભાગ્ય માટે ઉત્તમ પરીસ્થિતિનું નિર્માણ થશે. તમારા દરેક સપનાઓ અને આશાને પરિપૂર્ણ કરવામાં ભાગ્ય તમારો સાથ આપશે. આર્થિક સ્થિતિમાં બેલેન્સરૂપે વધુ સદ્ધરતા પ્રાપ્ત કરી શકશો. મીડીયા અને ટેકનોલોજી સાથેના કામકાજ સાથે સંકળાયેલા લોકો માટે ઉત્તમ અને પ્રગતિકારક સમય. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને થોડીઘણી ચિંતા રહે.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સમયમાં થોડો ઉદ્વેગ અને ઉચાટનો અનુભવ કરશો. મનોસ્થિતિને કાબૂમાં રાખવા મેડિટેશન ઉપયોગી બનશે. તમારી પ્રતિભાને સમજીને યોગ્ય દિશામાં કામ કરશો તો અચૂક સફળતા પ્રાપ્ત કરી શકશો. આર્થિક સ્થિતિ કાબૂમાં રાખવા માટે ખર્ચાઓ પર નિયંત્રણ જરૂરી. કાર્યક્ષેત્રમાં જરૂરી ફેરફાર આપના ફાયદામાં જ રહેશે. માંગલિક પ્રસંગોને કારણે થોડો આનંદ પ્રાપ્ત કરી શકશો. યાત્રા-પ્રવાસથી લાભ થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ કોઈક પ્રભાવશાળી વ્યક્તિ થકી લાભ મેળવી શકશો. ધારેલા કાર્યોને પૂર્ણ કરવા અથાગ મહેનત કરવી પડશે. સફળતા અૂચક હાથ લાગે. શેર-સટ્ટાથી બચીને રહેવું નહીં તો મોટા નુકસાનના ભોગ બનવું પડશે. નોકરીમાં બદલીની શક્યતાઓ રહેશે. વ્યાવસાયિક ગતિવિધિ હાલ થોડી ધીમી ગતિથી આગળ વધતી જોવા મળશે. કામકાજ સાથે પારિવારિક જવાબદારી પ્રત્યે પણ સજાગતા દાખવવી જરૂરી રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter