તા. 23 સપ્ટેમ્બર 2023થી 29 સપ્ટેમ્બર 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 22nd September 2023 10:44 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન સમયપત્રક ઘણું વ્યસ્ત રહેશે. કામનું ભારણ વધશે. જેનાં કારણે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ ઊભી થવાની સંભાવના રહેશે. નાણાકીય રીતે જોતા ખર્ચાઓમાં પણ વધારો જોવા મળે. બિનજરૂરી વસ્તુઓની ખરીદી પર વધુ ખર્ચા થાય. જોકે પરિવારના સભ્યો સાથે થોડી હળવાશની પળો પણ માણી શકશો. નોકરી-વ્યવસાયમાં તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે થોડી વધુ મહેનત કરવી પડશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન તમારી વિચારધારા અને લાગણીઓને થોડાં કાબૂમાં રાખવી જરૂરી છે. ભાવાવેશમાં આવીને લેવાયેલા ખોટા નિર્ણયથી બાદમાં પસ્તાવાનો વારો આવી શકે છે. કારકિર્દી સંબંધિત પ્રશ્નોને હલ કરવા માટે પણ થોડી વધુ ધીરજ જરૂરી રહેશે. વ્યાપારિક કામગીરીમાં કાર્ટકચેરી સંબંધિત પ્રશ્નો હલ થતાં જોવા મળે. નોકરિયાત વ્યક્તિઓને પ્રગતિ તેમજ બઢતીના સ્વપ્ન સાકાર થતાં જોવા મળે.
• મિથુન (ક,છ,ઘ)ઃ જૂના મિત્રો અથવા સંબંધી તરફથી આ સપ્તાહ દરમિયાન તમને કામકાજમાં મદદ મળી રહેશે, જેનાં કારણે લાભ પણ મેળવશો. નવી આર્થિક યોજનાઓનો અમલ થાય, જે તમારી નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો લાવશે. વ્યાપાર-ધંધામાં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિમાં ફસાઇ ન જવાય તેનું ખાસ ધ્યાન રાખશો. જમીન-મકાનના સોદા પાર પાડી શકાય. નોકરિયાત વર્ગ માટે સાનુકૂળ સમય શરૂ થઈ રહ્યો છે.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન થોડા મિશ્ર પરિણામ મળશે. થોડા પ્રતિકૂળ સંજોગોને કારણે વ્યાવસાયિક જીવનમાં સમસ્યાઓ ઊભી થાય. જો થોડી ધીરજ રાખશો તો આ બધામાંથી બહાર નીકળી શકશો. આર્થિક સ્થિતિમાં ખાસ કોઈ નુકસાની રહેશે નહીં. વ્યવસાય-ઉદ્યોગમાં કોઈ નવા રોકાણો માટેની ચર્ચા આગળ વધતી જોવા મળે. વિદ્યાર્થીઓ માટે આ સમયમાં પોતાની મહેનતનું સારું પરિણામ જોવા મળશે.
• સિંહ (મ,ટ)ઃ આ સપ્તાહે બેચેનીમાં થોડો વધારો જોવા મળે. કુટુંબ અથવા વ્યક્તિગત જીવનમાં તણાવની પરિસ્થિતિ રહેશે. વ્યાપારિક રીતે જોતાં આ સમયમાં યોગ્ય વ્યૂહરચના અપનાવીને આગળ વધવાથી ફાયદો થાય. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં નવા આર્થિક લાભ જોવા મળે. નોકરીના ક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે. ઉપરી અધિકારી તરફથી પ્રશંસા પ્રાપ્ત કરી શકશો. વાહનખરીદીની ઇચ્છા પૂર્ણ થતી જોવા મળે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ તમારું આ અઠવાડિયું આર્થિક રીતે ઘણું ફાયદાકારક સાબિત થાય. ઘણાં સમયથી અટવાયેલા નાણાં પરત મળતાં આનંદ અનુભવશો. ઉદ્યોગ-ધંધામાં નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હશો તો હવે એના દ્વારા નફો પ્રાપ્ત કરવાનો સમય આવી રહ્યો છે. જોકે સપ્તાહના અંત ભાગ તરફ થોડી નિષ્ક્રિયતાના કારણે તમારો સમય બગડે. સંતાનોના લગ્ન બાબતની ચર્ચાની શરૂઆત થાય. ઇમિગ્રેશનને લગતા કામકાજમાં સફળતા મળશે.
• તુલા (ર,ત)ઃ કારકિર્દી વિષયક બાબતોને લઈ આ સમય દરમિયાન થોડો તણાવ રહેશે. માનસિક શાંતિ માટે પરિવાર સાથે તેમજ મિત્રો સાથે થોડો સમય પસાર કરવો જરૂરી. આર્થિક રીતે આ અઠવાડિયું લાભકારી રહેશે. વ્યાપારિક ક્ષેત્રમાં નાના-મોટા રોકાણો માટેની જોગવાઈ ઊભી કરવામાં સફળતા પ્રાપ્ત થાય. નોકરીની બાબતમાં થોડી તણાવવાળી સ્થિતિ અનુભવાય. કામનું ભારણ વધતું જોવા મળે. વિદ્યાર્થીઓને શુભ સમાચાર મળે.
• વૃશ્ચિક (ન,ય)ઃ જીવનમાં બેલેન્સ હોવું ખાસ જરૂરી છે. દરેક કામમાં સમતોલન સાથેનું વર્તન તમને સફળતા અપાવી શકે છે. જેટલું જરૂરી કાર્યક્ષેત્રમાં ધ્યાન આપવાનું છે એટલું જ જરૂરી પરિવાર માટે પણ રહેશે. પરિવારના સભ્યોને યોગ્ય સમય આપશો. નાણાકીય રીતે તમારા થોડા ઘણા અંશે પ્રોબ્લેમ્સ દૂર થતાં જોવા મળે. નોકરીમાં કોઈની સાથે રકઝકમાં ન ઉતરવું સલાહભર્યું રહેશે. આ સમય દરમિયાન કોર્ટ-કચેરીના પ્રશ્નોમાંથી સહીસલામત બહાર આવશો.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ છેલ્લા કેટલાક સમયથી કોઈ કાર્ય અથવા પ્રોજેક્ટ પર જે મહેનત કરી રહ્યા હતા તેનું હવે સારું પરિણામ મળતું જોઈ શકશો. વ્યવસાયમાં નવા રોકાણો થાય. નોકરિયાત વર્ગને કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે, જે માટે વિવેક અને સમજદારીપૂર્વક આગળ વધવું. સંતાનોને લગતી સમસ્યાનું સમાધન મળશે. વિદ્યાર્થીઓ માટે થોડો કપરો સમય આવી રહ્યો છે. રિલેશનશીપની બાબતમાં ખુશખબર મેળવી શકશો.
• મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન ખાસ કરીને સ્વાસ્થ્યની બાબતે ઉતાર-ચઢાવ જોઈ શકશો. સાથે કામનું ભારણ પણ વધતું જણાય. જોકે તમારી કાર્ય પ્રત્યેની લગન અને મહેનતથી દરેક કાર્ય આસાનીથી પાર પાડી શકશો. કોઈ ઇન્ટરવ્યૂ માટેની તૈયારી કરતા હો તો એમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. આકસ્મિક ધનલાભ શક્ય બની શકે છે. વ્યવસાયમાં સ્પર્ધા સામે ટકી રહેવા માટે કમર કસવી પડશે. પારિવારિક વાતારવણ સુખમય બની રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારા વિચારો થકી મનની શાંતિને જાળવી શકશો. થોડો આત્મવિશ્વાસ ડગમગતો જોવા મળે. જોકે તમારી મહેનત સફળ થાય. આસપાસના લોકો થકી તમારા મનોબળ અને જુસ્સો ટકી રહેશે. આર્થિક સમસ્યાઓ દૂર થતી જોવા મળશે. નોકરિયાત વર્ગને થોડી દોડધામ રહેશે. વ્યાવસાયિક કામગીરીમાં થોડા અવરોધો જોવા મળશે. કોર્ટ-કચેરીના કાર્યમાં રાહત મળે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ વાણીવર્તનને સંભાળીને આગળ વધશો તો મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો, નહીં તો તમારું અવિચારી વર્તન જ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. પારિવારિક સમસ્યાઓનો વિના વિલંબે ઉકેલ લાવવા પ્રયાસ જરૂરી છે. આર્થિક સહાયતા પ્રાપ્ત થાય. નોકરી-વ્યવસાયમાં તમારી ઇમાનદારી અને ચોકસાઈથી આગળ વધશો તો અચૂક સફળ થઈ શકશો. સ્વાસ્થ્યને લઈને થોડી ઘણી ચિંતા રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter