તા. 25 જૂન 2022થી 1 જુલાઇ 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 24th June 2022 05:52 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ)ઃ માનસિક તણાવ અને વિચારોમાં મૂંઝવણ વધતી જોવા મળે. આસપાસનું વાતાવરણ થોડું દબાણ-ભારણ મહેસૂસ કરાવે. સમય સાથે સમસ્યાઓનો ઉકેલ મળશે. આર્થિક સમસ્યામાંથી છૂટકારો મળશે. નોકરી-વ્યવસાયમાં નવી તકો પ્રાપ્ત થાય, પરંતુ ઉતાવળા નિર્ણય ન લેવા. પતિ-પત્ની વચ્ચેનો ખટરાગ ઓછો થતો જોઈ શકશો. સંતાનો અંગે થોડી ચિંતા રહે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ સામાજિક વ્યસ્તતા વધતી જોવા મળે. પરિવારમાં કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થાય. નાણાંકીય પરિસ્થિતિમાં હવે સુધારો જોઈ શકશો. છતાં ખર્ચા પર હજી કંટ્રોલ રાખવો જરૂરી. તમારા કામના ક્ષેત્રમાં ખોટી સફળતા માટેના દેખાડા કરવાવાળી વ્યક્તિથી દૂર રહેજો. વ્યવસાયિક કામગીરીમાં કાનૂની દાવપેચમાંથી બહાર આવી શકશો. મકાન રિપેરિંગના કાર્યમાં જોઈજાળવીને આગળ વધજો. માતા-પિતાનો સહયોગ મેળવી શકશો.
• મિથુન (ક,છ,ઘ)ઃ અધૂરી ઈચ્છાઓ હવે પૂરી થતી જોઈ શકશો. આનંદ-ઉલ્લાસની લાગણી અનુભવશો. જીવનમાં દરેક નવા કાર્યોમાં ઉત્સાહથી કામગીરી કરવાથી સફળતા પ્રાપ્ત થાય. પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં અહંકાર લાવશો તો વિવાદ ઊભા થઈ શકે છે. વ્યવસાય-ઉદ્યોગમાં તમારી ગતિવિધિ એકદમ જાહેર કરશો નહીં. થોડી કામગીરી આગળ વધે પછી જ એને બીજા સમક્ષ જાહેર કરો. પ્રવાસના આયોજન સફળ થાય.
• કર્ક (ડ,હ)ઃ આર્થિક સમસ્યાઓ માટે સકારાત્મક વલણ રાખીને કામગીરી કરશો તો ધીમે ધીમે એમાંથી બહાર નીકળી શકશો. વડીલની સલાહ કામ લાગશે. વ્યવસાયિક ભાગીદારીમાં કોઈ પણ કામ હાથ પર લેતાં પહેલાં નિયમોની ચકાસણી અચૂક કરજો. નોકરિયાતને આ સપ્તાહ દરમિયાન કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થાય. સ્વાસ્થ્યને લઈને બેદરકાર રહેશો નહીં.
• સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન દરેક કાર્યોમાં પરિવારના સભ્યોનો સહયોગ મળશે. એકબીજા પ્રત્યેની લાગણીને કારણે તમારી કોઈ પણ પ્રકારની સમસ્યાનું સમાધાન આસાનીથી મેળવશો. વ્યવસાયમાં આવશ્યક નાણાંકીય જોગવાઈ પણ મેળવી શકશો. તમારી કામગીરી થકી સમાજમાં એક અલગ છાપ ઊભી કરી શકશો. સંતાનોના કરિયર સંબંધિત શુભ સમાચાર મેળવશો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ ક્યારેક થોડા નકારાત્મક વિચારો તમારા ઉપર હાવી થતાં જોઈ શકશો, પરંતુ તમે સંયમ - ધીરજ રાખી આગળ વધશો તો એ પરિસ્થિતિને પણ સરળતાપૂર્વક પાર કરી શકશો. કોઈ મોટા રોકાણો કરવાનું વિચારતા હો તો થોડી રાહ જોવા સલાહ છે. વ્યવસાય-નોકરીમાં કોઈ પણ નિર્ણય ઉતાવળથી લેશો નહીં. નવી નોકરીની શોધ હવે પૂરી થતી જોઈ શકશો.
• તુલા (ર,ત)ઃ આ સમય અંગત કારણોસર અથવા તો કામકાજને લીધે ખૂબ વ્યસ્ત પસાર થાય. કોઈ બીજા વિચારો મગજમાં લાવવાનો પણ સમય મળશે નહીં. આર્થિક રીતે તમારી સદ્ધરતા વધુ મજબૂત બનતી જોવા મળે. કોઈ મહત્ત્વપૂર્ણ કરારો વ્યવસાયિક ક્ષેત્રમાં કરી શકશો. નોકરિયાતને કોઈ બદલાવની ઈચ્છા હોય તો હવે તે સમય દૂર નથી. જોકે, સ્વાસ્થ્ય બાબતે સંભાળ લેવાનું સલાહભર્યું છે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આત્મમંથન અને ચિંતન થકી મુશ્કેલીમાંથી છૂટકારો મેળવી શકશો. પરિવારની જવાબદારીઓને પણ સફળતાપૂર્વક નિભાવવાનો પ્રયાસ કરો. તમારા ફસાયેલા નાણાં હવે પાછા મેળવી શકશો, જેના કારણે થોડી રાહત વર્તાશે. વ્યાપાર-નોકરીમાં પરિસ્થિતિ સામાન્ય રહેશે. કોર્ટ-કચેરીના અટકેલાં કાર્યો હવે પૂરજોશમાં કરી શકશો. તમારા પક્ષમાં નિર્ણય આવે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ અનુભવાશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ બહારનું વાતાવરણ થોડીક શારીરિક મુશ્કેલી તેમજ આળસ ઊભી કરી શકે છે, જેથી કાળજી રાખશો. તમારા નિર્ણયો થકી મહત્ત્વપૂર્ણ કામગીરીમાં સફળતા મેળવી શકશો. વ્યવસાયિક કામગીરીમાં બીજાના મંતવ્ય પણ કામ લાગે. નોકરિયાત વ્યક્તિઓને થોડો ગુસ્સા પર કંટ્રોલ રાખવો જરૂરી. પતિ-પત્ની વચ્ચે વાદવિવાદમાં પણ વધારો જોવા મળી શકે છે, જેથી કાળજી રાખવી.
• મકર (ખ,જ)ઃ આ સમય થોડો મિશ્ર પ્રતિભાવ આપનારો છે. કોઈ કામગીરીમાં સફળતા મળે તો કોઈ કામ અટકતાં જોવાય. જે વ્યક્તિઓ તમારા સપોર્ટમાં હોય તેઓ પણ તમારાથી નારાજ જોવા મળે. પરિસ્થિતિમાં પલટો લાવવા માટે થોડી વધુ મહેનત કરવી પડશે. આવકના સાધનો હવે આસાન થાય. વિઝાને લગતી કામગીરીમાં રાહત જોઈ શકાય. કરિયરસંબંધિત મહત્ત્વપૂર્ણ કામગીરી હાથ લાગશે.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ આર્થિક મામલે આ સપ્તાહ આપના માટે શ્રેષ્ઠ છે. કોઈ મહત્ત્વપૂર્ણ ચીજવસ્તુની ખરીદી પણ કરી શકશો. વ્યાપારિક કામગીરી હવે તેજીથી આગળ વધતી જોઈ શકશો. નવા ઘણાં પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરી શકો છો. નોકરીના સ્થળે તમારી કામગીરીને કારણે સફળતા મેળવી શકાય. તમારી પ્રશંસા થાય. સંતાનોની મહત્ત્વપૂર્ણ બાબતો ઉપર હવે ચોક્કસ નિર્ણય લઇ શકશો. પ્રવાસ-પર્યટનથી મન પ્રફુલ્લિત જોવા મળે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ અનેક વિઘ્નોને પાર કરી હવે તમે તમારી જાતને બીજા સમક્ષ સફળ પૂરવાર કરવામાં સક્ષમ થઈ શકશો. માન-પ્રતિષ્ઠા મેળવશો. નાણાંકીય રીતે હવે સમય પોઝિટિવ રહેશે. જરૂરી નાણાંની જોગવાઈ કરી શકશો. વ્યવસાયમાં થોડું બજેટથી બહાર કામ કરવું પડશે. જોકે આગળ જતાં એ તમને ફાયદાકારક સાબિત થાય. નોકરીના સ્થળ ઉપર હજી નાના નાના વિઘ્નો જોવા મળે, પરંતુ તેને તમે આસાનીથી પાર કરી શકશો. જીવનસાથી સાથે સુખદ સમય વ્યતીત કરી શકશો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter